હેપ્પી ફેસ્ટીવલ ડેય્ઝ …!!!!
‘ આંખો સે આંસુઓ કી જુદાઈ કર દો દિલ સે ગમો કી બિદાઈ
કર દો…અગર દિલ ના લગે તો આ જાઓ મેરે ઘર ઔર …મેરે ઘર કી સફાઈ કર દો
..!!! ઔર યાદ રહે યહ ઓફર સિર્ફ દિવાલી તક હી હૈ “.!! …માળીયા સાફ કરવા
ચડેલા શુરવીરોના આર્તનાદથી વોટ્સએપ અને ફેસબુકની દીવાલો હજુ પણ ધુણતી હશે
..” બિલ્ડરો પણ સમજદાર થઇ ગયા છે એટલે તો હવે ફ્લેટમાં માળિયા નથી બનાવતા
‘ જેવા દિવાળીની સાફસફાઈમાં બચાડા પુરુષવર્ગને ખમવી પડતી તકલીફોની ચિતાર
અને ચિત્કાર કરતા આવા ફની મેસેજો તમે આ લેખ વાંચતા હશો ત્યાં સુધીમાં
વાસી થઇ ચુક્યા હશે . મોદી સાહેબે ભલે ને ‘ સ્વચ્છ ભારત ‘ નું
સ્લોગન-મિશન આપ્યું હોય પણ પુરાણોની રીતે તો દિવાળી પર થતી આ સાફ-સફાઈ
પૌરાણિક ‘ સ્વચ્છતા અભિયાન ‘ જ છે ..!! ખેર , મને કે ક-મને પણ માળીયા સાફ
કરાવનાર …ધુ-ઝાળા પાડનાર કે પછી બારી-બારણા ઘસી ઘસીને સાફ કરનાર
પુરુષવર્ગ સહીતના વિશ્વના અને વિશ્વની માલીપા ખાસ કરીને ભારત –
હિન્દુસ્તાનના લોકો આ લેખ તમારા હાથમાં આવે ત્યાં સુધીમાં દિવાળી બોલે તો
દીપાવલીના શુભ તહેવારની ઉજવણીમાં ગૂંથાઈ ગયા હશે . રંગોળી – ફટાકડા –
મીઠાઈ – દીવા ઔર નાં જાને ક્યાં ક્યાં ..!!!
તહેવારોની પણ એક અલગ જ મજા છે , એનો એક અલગ જ આનંદ , એક અલગ જ ઉત્સાહ હોય
છે અને એમાયે જો એ તહેવાર ભારત જેવા ઉત્સવપ્રિય – તહેવારપ્રિય દેશમાં
ઉજવાતો હોય તો પછી આનંદ-ઉત્સાહનો અતિરેક થવાનો થવાનો ને થવાનો જ . એમાયે
આ તો તહેવારોમાં ઉત્તમ એવો દિવાળીનો તહેવાર . હિન્દુઓનો મહા-ઉત્સવ કે
જેને બધા જ ભારતીયો એટલા જ ઉત્સાહથી ઉજવે છે ..ખાલી ભારત જ શુકામ હવે તો
ટ્રમ્પના વ્હાઈટ હાઉસ અને જગતમાં જ્યાં જ્યાં ભારતીયો છે ત્યાં ત્યાં
દિવાળી સેલીબ્રેટ થાય જ છે , અને માત્ર દિવાળી જ શું કામ ? દિવાળી પહેલા
વાઘબારસથી ધનતેરસ અને દિવાળી પછી સર્વનું કલ્યાણ થાય એવી મનોકામના પ્રગટ
કરવાના રૂડા અવસર એવો નવા વર્ષનો દિવસ અને એ પછી ભાઈબીજ ..!! તહેવારો એ
ભાગદોડભરી લાઈફનો એવો વેલકમ બ્રેક છે કે જેમાં વી ધ પીપલ રોજરોજની ઝંઝટને
થોડા દિવસ માટે લીટરલી ભૂલી જઈએ છીએ . અને દરેક તહેવારની એક અલગ જ મજા
હોય છે , ભલે માળિયાવાળા મેસેજો જથ્થાબંધ ફોરવર્ડ કર્યા હોય પણ
ઘર-મહોલ્લો સ્વચ્છ હોય તો જ તહેવારની ઉજવણી કરવાની મજા આવે એવું સનાતન
સત્ય ભલે શાસ્ત્રમાં ક્યાય ના લખ્યું હોય તોયે એ કેટલું કારગત છે એનો
અહેસાસ તો સાફ-થયા પછીના ઘર-શેરી કે મહોલ્લાની ખુશ્બુમાં જ આવી જાય .
આપણે અહિયાં સ્વચ્છતા અભિયાન પર વાત નથી કરવાની પણ તહેવાર અને તહેવારની
ઉજવણીની આજે પણ ટકોરાબંધ અકબંધ રહેલી આવી આગે સે ચાલી આતી રીતોથી વધુ
આનંદપ્રદ બની જાય છે . ભલે મંદી નો ઓછાયો – અણસાર કે પડછાયો આસપાસમાં
દેખાતો હોય છતાં પણ તહેવાર તો ઉજવવો જ પડે અને પરીશ્થીતી પ્રમાણે ઉજવાય
પણ છે જ . સમય બદલાતો જાય એમ એમ તહેવારની ઉજવણી પણ બદલાતી જતી હોય છે .
લાઈફ ફાસ્ટ થઇ ગઈ છે , રોજની ભાગાદોડીમાં શ્વાસ લેવાનો સમય પણ જેને મળતો
ના હોય એવા લોકો માટે તો તહેવારોની આ રજાઓ વેલકમ બ્રેક તો છે જ પણ સાથે
સાથે એ રજાનો લાભ લેવાનો લ્હાવો પણ છે એટલે થાય છે શું કે મોટાભાગની
પબ્લિક દિવાળીની રજાઓમાં ટુર પ્લાન કરી નાખે છે . આમ તો શું હ્હે કે
કુટુંબના કોઈ ઘરડાને પૂછો તો તુરંત કહેશે કે ‘ દિવાળીએ ઘર બંધ રખાય નહિ “
.પણ હવે હૂતો-હુતી અને બબલુ કે પિંકી ના નાનું કુટુંબ સુખી કુટુંબ ના
જમાનામાં આ લોજીકલી કોઈને એક્સેપ્ટ નથી એટલે ‘ જય લક્ષ્મીમૈયા ‘ કરીને
નીકળી પડે !! એટલે તો દિવાળીના પંદરેક દિવસ અગાઉ સૌથી વધુ પૂછાતો પ્રશ્ન
હોય છે “ આ દિવાળીએ ક્યા જવાના ?” મોટાભાગનાને બેસતા વર્ષે ફોન કરો તો
કહેશે ‘ માથેરાન છીએ ‘ કે ‘ કેરલા કે ઇવન સિંગાપુર- થાઈલેન્ડ જેવા જવાબો
પણ મળે . આમેય વિશ્વમાં કદાચ સૌથી વધુ પ્રવાસશોખીન પ્રજા ગુજરાતી જ છે
એટલે આવા જવાબ મળે તો ‘ એન્જોય એન્જોય ‘ કહીને ફોન મુકવામાં જ શાણપણ છે .
એમાં કાઈ ખોટું પણ નથી . એકસાથે ૪-૫ દિવસની રજા તો ક્યાં મળવાની છે ? (
સરકારી કર્મચારી સિવાય ) એટલે સાંભળ્યા કરતા જોયું ભલું એ ન્યાયે એય ને
નીકળી પડો બાપલીયા …!! એમાયે આ વખતે ગુજરાત સરકારે તો સામેથી ફરવા માટે
એક રજાનું સેટિંગ કરી આપેલ છે એટલે ગાંધીનગર જેવા કર્મચારીનગરમાં તો આ
વખતે તહેવારોમાં ‘ ખાલી ખાલી ખુર્સીયા ‘ જેવો ઘાટ થવાનો …!! ખેર ,
તહેવારોમાં એન્જોય કરવાની બધાની અલગ અલગ સ્ટાઈલ હોય છે એટલે એમાં નો
ઓબ્જેકશન .!!
દરેક તહેવારો વખતે એક ચોક્કસ વર્ગ ‘ ધુળેટીમાં પાણી બચાવો ‘ કે ‘
દિવાળીમાં ફટાકડા ના ફોડો ‘ જેવા સુત્રોચ્ચારો કરતી રહેતી હોય છે પણ
ધુળેટીમાં રંગ …સંક્રાંતમાં પતંગ કે દિવાળીમાં ફટાકડા તો આ તહેવારોની
જાન છે , એના વગર તો તહેવારો પ્રાણ વગરના શરીર જેવા લાગવાના …!! એટલે
પટાખે તો જલાના હી ચાહીએ..પણ હા ફટાકડાની અતિ માત્રા પર્યાવરણ અને
બાળકો-વૃધ્ધો માટે નુકશાનકારક છે જ એ ખ્યાલમાં રાખીને . માપ માં અને
યોગ્ય રીતે ફટાકડાના ધુમ્મ્મ્મ …ધડામમ્મ્મ્મ અવાજો થવા દો તમતમારે
…!! આ વખતે તો કઈક ઈકો-ફ્રેન્ડલી ફટાકડા પણ નીકળ્યા છે , સારું છે અને
હા રીપોર્ટ તો એમ પણ કહે છે કે ચાઇનીઝ ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ છે
….આ તો એનાથી પણ વધુ સારું છે . રંગોળીઓ તો હવે રેડીમેડ થતી જાય છે .
કુંડાળું વળીને આઠ કે દસ લોકો એક રંગોળી બનાવવા નવા વર્ષની સવાર પાડી
દેતા એવા દ્રશ્યો હવે ક્યાંક ક્યાંક જોવા મળે છે પણ સો કે દોઢસો વારના
ફ્લેટના ત્રણ બાય પાંચની કોમન પરસાળમાં કેવડી રંગોળી કરે કોઈ …? આવું જ
કૈક દિવાળીના દીવાઓ સાથે થયું છે . લબક-ઝબક લાઈટો સામે તેલ પી પી ને આખી
રાત ઝળહળતો પેલો દીવો સાવ તો નહિ પણ ખોવાયો તો છે જ ….સીરીઝોની
લબુક-ઝબુક રોશનીમાં એ દીવાની જ્યોત જેવી શીતળતા ક્યા ..?? અને મીઠાઈઓ
..??? ખેર રેડીમેડ મીઠાઈના ટ્રેન્ડ વચ્ચે પણ જો કોઈ ઘરમાંથી
મગસ-સુખડી-લાડુ કે ઘૂઘરાની સુગંધ આવે તો ચોટી કા સવાલ પૂછ્યા વગર એને ૭
કરોડ આપવાનું મન થાય ..!! બાકી રેડીમેડ મીઠાઈઓ વિષે છાપા-ટીવી માં આવ્યા
જ કરે છે એટલે એ લેવી કે નહિ એ દરેકની કોમન સેન્સ પર છોડી દેવી જ હિતાવહ
છે …!!
બધું જ બંધ થઇ ગયું હોય એવું’ય નથી , સમય અને સગવડતા મુજબ બધું જ થાય છે
. બદલાતા જમાના મુજબ એ પણ સ્વીકાર્ય થઇ જવાનું પણ મજાની અને આનંદની વાત એ
છે કે તહેવારોના આધુનિકીકરણની સાથે સાથે હજુ સુધી તહેવારનો મૂળ ભાવ અકબંધ
છે અને એ અકબંધ રહેશે ત્યાં સુધી તહેવારો ઉજવવાની મજા આવશે જ . આ લખાય છે
ત્યારે હજુ દિવાળીને ત્રણેક દિવસની વાર છે પણ વોટ્સઅપમા ‘ હેપ્પી દિવાલી
‘ ના ફોરવડીયા મેસેજો ચાલુ થઇ ગયા છે …!!! જોક્સ એપાર્ટ ..તહેવારોની
ઉજવણીનો મેઈન અને મહત્વનો કોઈ ભાગ હોય તો એ છે રૂબરૂ મિલન-મુલાકાત !! તમે
કોઈના ઘરે જાઓ, કોઈ તમારા ઘરે આવે …દિવાળી-નવા વર્ષની શુભેચ્છાઓની
આપ-લે થાય . રૂટીનમાં તો ક્યાં કોઈને ટાઈમ હોય જ છે હે? ઘરઆંગણે
દોસ્તો-કુટુંબીઓ-પરિવારની સાથે દિવાળીના તહેવાર ઉજવવાની મજા જ કઈ ઓર છે
ભલે ને તમે આલ્પ્સની પહાડીયોમાં કે કાશ્મીરની વાદીઓમાં કે પછી ૨ લાખના
ટુર પેકેજમાં ‘ ફોરીન ‘ગયા હોવ પણ દિવાળીની જે મજા અપનો કે બીચ હૈ ના વો
દુનિયામે ઓર કોઈ જગહ પર નહિ મીલતી ..!! બીકોઝ ‘ દિવાલી આઈ ….સબ કે
ખુશિયા લાઈ …’ !!!! સર્વે વાંચકોને શુભ દીપાવલી અને નુતન વર્ષાભિનંદન
…!!!
– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૭ ઓક્ટોબર ૨૦૧૯ દીપાવલી )