“ ગુગલ “ છે ને …..!!!!!

Featured

“ ગુગલ “ છે ને …..!!!!!

અચાનક બહાર જમવા જવાનો પ્રોગ્રામ બની ગયો અને આસપાસમાં કઈ નવી રેસ્ટોરન્ટ બની છે એ જાણવું છે ? – નો પ્રોબ્લેમ !! ..અજાણ્યા શહેર કે રસ્તાઓ પર કોઈને પૂછ્યા વગર ગંતવ્ય સ્થાને પહોચવું છે ? – નો પ્રોબ્લેમ !!! …કુટુંબમાં નવું બાળક જન્મ્યું છે અને કોઈક હટકે નામ રાખવું છે – નો પ્રોબ્લેમ !!!…દેશમાં કે ક્યાય પણ બ્રેકીંગ ન્યુઝ ઓન ધ વે જાણવા કે જોવા છે ? – નો પ્રોબ્લેમ !!!…શહેરમાં ચાલતી લેટેસ્ટ ફિલ્મ જોવી તો છે પણ એ ફિલ્મ વિષે જાણવું છે પછી જોવા જવી છે ?- નો પ્રોબ્લેમ !!!…તમારી માતૃભાષા સિવાયની ભાષામાં લખેલા લખાણને ઉકેલવું છે કે પછી બીજી ભાષાની વેબસાઈટ ને તમારી ભાષામાં જોવી છે ? – નો પ્રોબ્લેમ !!!…રજાના મુડમાં કોઈ નવી વાનગી બનાવવી છે પણ રેસીપી ખબર નથી ?- નો પ્રોબ્લેમ !!!… પરીક્ષા નજીક છે અને કોઈ અઘરા સવાલ કે દાખલાનો જવાબ નથી મળતો ? – નો પ્રોબ્લેમ !!! …આ નો પ્રોબ્લેમવાળા પ્રોબ્લેમ્સનું લીસ્ટ તો અનંત થઇ શકે એમ છે પણ આ બધા જ પ્રોબ્લેમ્સ ને નો પ્રોબ્લેમ્સ એટલા માટે કહેવું પડે કે એટ ધ એન્ડ આ બધા જ પ્રોબ્લેમ્સનું જેની પાસે નિરાકરણ છે એ ‘ ગુગલ ‘ છે ને ….!!!

જી હા બહેનો ઔર ભાઈઓ ….દુનિયા જેમ જેમ આધુનિક , ઇલેકટ્રોનિકલી એડવાન્સ થતી જાય છે એમ એમ વી ધ પીપલ વધુ ને વધુ આળસુ થતા જઈએ છીએ અથવા તો એમ કહીએ કે વધુ ને વધુ ઇન્ટરનેટ પર અવલંબિત થતા જઈએ છીએ અને એ આળસુપણા માટે જો કોઈ સૌથી વધુ જીમ્મેવાર હોય તો એ છે ‘ ગુગલ મહારાજ ‘…!!! જી હા પબ્લિક કે પાસ વક્ત બહોત કમ હૈ ઓર કામ બહોત જ્યાદા ….તો એવામાં નાની કે મોટી કોઈ પણ માહિતી બેઇઝ્ડ મુશ્કેલીઓનો એક જ તોડ છે ..અને એ છે ગુગલ …!!! ‘ વેઇટ ગુગલ કરી લઉં “ કે પછી ‘ લાવ ગુગલમાં નાખી જોવ ‘ કે પછી ‘ યુટ્યુબ માં વિડીયો હશે જ “ …આવું હવે ઓલમોસ્ટ બધે સંભળાતું થયું છે અને મજાની વાત એ છે કે ૧૦૦ માંથી ૯૯ પ્રયત્નોમાં ગુગલ કે યુટ્યુબ માં પુછાયેલા સવાલનો સંતોષકારક જવાબ મળી જ રહે છે ..સંતોષકારક એટલે માટે લખ્યું કે ઘણીવાર સાચો જવાબ નથી પણ મળતો પણ છતાયે ગુગલની વિશ્વનીયતા બરકરાર છે ઈનફેક્ટ ઓલમાઈટી ની લગોલગ અને ક્યારેક તો એનાથી પણ વધુ ..!!! યુ કી યે તો ગુગલ નાં હુઆ ભગવાન હો ગયા ….!!!

જો કે આજના આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સવાળા હાઈલી ઇલેક્ટ્રોનીક જમાનામાં ગુગલ ભગવાનથી બિલકુલ કમ નથી એમ ચોક્કસથી કહી શકાય ..!!! ઈનફેક્ટ ભગવાનને પુછેલા સવાલનો જવાબ મળતા કદાચ વાર લાગે કે ના પણ મળે પણ ગુગલ દેવ અચૂક અને ત્વરિત રીપ્લાય આપે ..આપે અને આપે જ …!!! ૧૯૯૮મા ગેરેજમાં ગુગલ નો જન્મ થયો ત્યારે એના શોધકર્તાઓને સપને પણ ખ્યાલ નહિ હોય કે આવનારા બે દશકમાં એમની આ શોધ દુનિયાભરના લોકોની પહેલી પસંદ બની રહેશે ..!!!  જી હા ગુગલ શરુ થયું એ પહેલા યાહુ નો જમાનો હતો . યાહુ ઈમેલ અને યાહુ સર્ચ એન્જીન ઇન્થીંગ હતા . આજે બે દાયકા પછી યાહુ ઓલમોસ્ટ ભૂલાઈ ગયું છે અને ગુગલ ની અનેકો સેવાઓ હીટ છે …હીટ નહિ પણ સુપર હીટ છે એમ કહી શકાય અને એનું કારણ છે ગુગલ નું લોકોના જીવન સાથે વણાય જવું ..!!!

અને વણાઈ જવાનું કારણ પણ છે કે ગુગલે એક પછી એક એવી સેવાઓ ચાલુ કરી કે લોકોની સામાન્ય જિંદગી ને આસાન બનાવવામાં એ વધુ ને વધુ ઉપયોગી થતી ગઈ ,,!! ઈમેલ માટે જીમેલ છે તો વિડીયો માટે યુટ્યુબ ….બ્લોગીંગ માટે બ્લોગસ્પોટ છે તો રસ્તો શોધવા માટે ગુગલ મેપ્સ …મોબાઈલ એટલે દુનિયાની નમ્બર વન ઓપરેટીંગ સીસ્ટમ એન્ડ્રોઇડ છે તો વાંચન શોખીનો માટે ગુગલ બુક્સ છે …તો સમાચારો માટે ગુગલ ન્યુઝ .. શોશિયલ નેટવર્કિંગ માટે ગુગલ પ્લસ છે તો વિડીયો કોલિંગ માટે ગુગલ ડ્યુઓ …ભાષાંતર માટે ગુગલ ટ્રાન્સલેટ છે તો ફોટાઓ માટે છે ગુગલ ઈમેજીસ !!!  ભલે કડવું લાગે પણ એ સત્ય છે કે ગુગલ આજે આપણી જિંદગી સાથે એ હદે વણાય ગયું છે કે ઉપર બતાવી એ ગુગલ સેવાઓનો લાભ ઓલમોસ્ટ લેતા જ રહીએ છીએ અને ભલે ખબર હોય કે કદાચ જવાબ નહિ મળે કે ખોટો મળશે તો પણ એકવાર તો હું ને તમે બધા જ ગુગલ પર સર્ચ કરી જ લઈએ છીએ …આઈ મીન ગુગલ ને પૂછી લઈએ છીએ ..!! અને ગુગલ પણ દૂધ માંગો તો ખીર પીરસે એની જેમ એકસાથે અનેકો જવાબ તમારી સમક્ષ હાજર કરી દે છે , પૂરી ઈમાનદારી અને કશું જ છુપાવ્યા વગર ..!!! ગુગલ પર સર્ચ કરતા કરતા સ્થતિ એવી બની ગઈ છે કે આપને ગુગલને ચલાવીએ છીએ કે ગુગલ આપણને એ નક્કી નથી થતું …!! એટલે તો ગુગલની પેટાકંપની આલ્ફાબેટના સીઈઓ એરિક કહે છે કે ‘ અમે જાણીએ છીએ કે તમે કોણ છો ? શું કરો છો ? શું શોખ છે ? અત્યારે ક્યા છો ? શું વિચારો છો ? અમારી પાસે તમારા દરેક સવાલના જવાબ છે “ એરિક તો એનાથી પણ આગળ વધીને કહે છે કે આવનારા વર્ષોમાં ગુગલ તમને એ પણ કહી દેશે કે આજે રજા છે તો તમારે શું કરવું જોઈએ થવા કઈ નોકરી માટે એપ્લાય કરવું તમારા માટે વધુ સારું છે – વગેરે વગેરે ..!!!

અને આના માટે ગુગલે ઓછી મહેનત નથી કરી ..!! જી હા ગુગલે પાછલા બે દશકમાં ઓલમોસ્ટ ૧૫૦ થી વધુ કંપનીઓ ખરીદી છે કે જેમાં ઈ-કોમર્સ , સ્વાસ્થ્ય સંબંધી સેવાઓ આપતી કે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ જેવી કંપનીઓ સામેલ છે અને આ બધી એ જ કંપનીઓ છે કે જેની મદદથી ગુગલ દિવસે ને દિવસે વધુ બહેતર સેવાઓ આપી રહી છે . ન્યુઝ , બુક્સ , વેબ્સાઈટ , મેપ્સ , બ્લોગ્સ , જીમેલ , એન્ડ્રોઇડ , પિકાસા , યુટ્યુબ , વિડીયો શેરીંગ ઓર ના જાને ક્યાં ક્યાં …!!!! ગુગલ કેટલું યુઝર ફ્રેન્ડલી છે એનો અંદાજો એ વાત પરથી આવશે કે જયારે ૨૦૦૪મા જીમેલ લોન્ચ થયું ત્યારે યુઝરને ૧ જીબી સ્ટોરેજ આપતું હતું જ્યારે એ સમયે હીટ હોટમેલ આપતું હતું માત્ર ૨ એમબી ..!!! યુઝર્સને અપાતી આવી જ રજવાડી ટ્રીટમેન્ટને હિસાબે જ ગુગલ આજે માત્ર પ્રશ્ન પૂછવા માટેનું સર્ચ એન્જીન નથી રહ્યું પણ મનોરંજન થી લઈને મેપ અને વેધર થી લઈને વેર ટુ ગો સુધીની બધી જ માહિતીઓ માટેનું સૌનું પસંદીદા પ્લેટફોર્મ બની ગયું છે …!!! ઇન્ટરનેટ ડેટા સસ્તા થતા ગયા એમ એમ ગુગલ ને એની આ બધી જ સેવાઓ વધુ ને વધુ વપરાતી થઇ અને આજે સિનારિયો એ છે કે ગુગલ દુનિયામાં સૌથી વધુ નેટવર્થ ધરાવતું બની ગયું છે ..!!!

જો કે ભલે શોધનાર માટે ગુગલ ભગવાન હોય પણ હકીકતે ગુગલ ભગવાન તો છે નહિ એટલે ગુગલના પરિણામોમાં પણ ભૂલો આવે જ છે કેમકે આખરે તો ગુગલ શોધ કરેલ શબ્દ કે માહિતીની ઇન્ટરનેટ પર અવેલેબલ બધી જ સામગ્રી તમારી સમક્ષ મૂકી દે છે અને જ્યારે ખબર પડે કે એમાંની માહિતી ભૂલભરેલી છે તો હટાવી પણ દે છે . ખાસ કરીને ગુગલ મેપ્સ પર આવી ભૂલોની સમભાવના વધુ રહે છે . બીજું કે ગુગલ નું મોબાઈલ ઓએસ એન્ડ્રોઇડ એક ઓપન પ્લેટફોર્મ હોવાથી એમાં પણ સ્કેમ અને ચીટીંગ ની ફરિયાદો વધુ રહે છે આમ છતાં પણ આજે જગતભરમાં એક સેકન્ડે ૬૦૦૦૦ થી પણ વધુ લોકો કશુક ને કશુક શોધવા ગુગલ ક્લિક કરે છે અને આ ક્લીકો ને સહારે ગુગલ દર સેકન્ડે ૬૦૦૦ થી વધુ રૂપિયા કમાય છે !!! ગુગલ ના આવનારા સંશોધનો આપણા જીવન પર પકડ વધુ મજબુત બનાવવાના જેમકે ગુગલ રોબોટ પર કામ કરી રહ્યુછે તો ગુગલ હોમ થી ઘરના ઘણા કામ તો થઇ જ રહ્યા છે પણ હવે ગુગલ મોટા અને નાના મશીનોને પણ ગુગલ હોમ સાથે કનેક્ટ કરવા પર કામ કરી રહ્યું છે . ગુગલની ડ્રાઈવર વગરની કાર નું ઓલરેડી ટેસ્ટીંગ શરુ થઇ ચુક્યું છે તો ગુગલ એક એવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે જેમાં તમે અંતરીક્ષમાં ગયા વગર જ અંતરીક્ષ યાત્રા કરી શકશો ..!!! હાથ લગાડ્યા વગર ઇશારાઓથી જ મોબાઈલ ઓપરેટ થાય એવી તકનીક પર ગુગલ આગળ વધી રહ્યું છે તો ગુગલ એન્ટીબોડીઝ દવાઓ પર પણ સંસોધન કરી રહ્યું છે !!! ટૂંકમાં ‘ ગુગલ ‘ વગર આપણને ચાલવાનું નથી એ નક્કી છે ….!!!!!!

ઠંડક :

ગુગલની ઓફિસની લોનમાં ઉગેલા ઘાસ કાપવા માટે મશીન નથી વપરાતું કેમકે એના અવાજથી કર્મચારીઓ ડીસ્ટર્બ થાય , એની બદલે આ કામ માટે ૨૦૦ બકરીઓ નોકરી પર રાખેલી છે ..!!!!

 • અજય ઉપાધ્યાય ( નમસ્કાર ગુજરાત ઔસ્ટ્રેલીયા – કોલમ ‘ પરબ ‘ માર્ચ ૨૦૧૮ )
Advertisements

પાણી ….પાણી રે …!!!!!

Featured

પાણી ….પાણી રે …!!!!!

હજુ તો ભરચક ઉનાળો શરુ પણ નથી થયો …માથું ફાડી નાખે એવી આકરી ગરમી પડવી બાકી છે …પાણી પાણીના પોકારો પાડવાનો ખરો સમય તો હજુ આવવો બાકી છે ત્યાં તો હજુ માર્ચ પૂરો પણ નથી થયો ને પાણીની રામાયણ શરુ થઇ ગઈ છે …વરસાદ તો છેક જુનમાં કે એના પછી આવશે ઈટ મીન્સ કે ઓલમોસ્ટ ચારેક મહિના પાણીની કિલ્લત ભોગવવામાં જવાના . ખાલી ગુજરાત જ શુકામ પણ દેશના મોટાભાગના રાજ્યો આ ઉનાળે પાણીની આકરી તંગી ભોગવવાના એ નક્કી છે …અને એ તંગી કેટલી આકરી હશે એ તો સમય જ કહેશે પણ એની કલ્પના માત્રથી અત્યારે તો વગર ગરમીએ પરસેવો વળી જાય એવું ચિત્ર ઉપસી રહ્યું છે . મધ્ય અને પશ્ચિમી ભારતમાં જળાશયોમાં પાણીના જથ્થામાં નોંધપાત્ર નહિ પણ અભૂતપૂર્વ ઘટાડો અત્યારથી જોવા મળી રહ્યો છે અને પાણીનું આ જળસ્તર છેલ્લા દસ વર્ષોમાં સૌથી નીચું છે …!!!! મતલબ કે જેમ જેમ ગરમીનો પારો ચડશે એમ એમ પાણીની જરૂરિયાતોમાં વધારો થશે અને એને પહોચી વળે એટલું પાણી જળાશયોમાં નથી તો સિમ્પલ વાત છે કે પાણીની રામાયણ હરેક ઘર – નગર – રાજ્યમાં ભજવાતી હશે ,,,!!!

૨૨ ફેબ્રુઆરી ૨૦૧૮નો જળ સંશાધન મંત્રાલયનો એક અહેવાલ જણાવે છે કે મધ્યક્ષેત્ર મતલબ કે ઉત્તરપ્રદેશ , ઉત્તરાખંડ , મધ્યપ્રદેશ અને છતીસગઢના ૧૨ જળાશયોમાં પાણીનો સંગ્રહ માત્ર ૩૬ ટકાએ આવીને ઉભો રહી ગયો છે જે પાછલા ૧૦ વર્ષોના ૪૨ ટકા જેવા રેશિયોથી ઓછો છે . હવે આમાં પશ્ચિમી ક્ષેત્રની એટલે કે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવાની વાત કરીએ તો આ ફિગર ૪૦ ટકા એ છે જે પાછલા વર્ષો કરતા ઓછો જ છે ..!! દેશના ઘણા વિસ્તારો આ ઉનાળે પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારતા થઇ જવાના અને એમાયે આપણા ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર જેવા ક્ષેત્રો માટે તો આમેય પાણી પાણીના પોકારો ગમે એટલો વરસાદ થાય તો પણ કાયમના થઇ ચુક્યા છે એવામાં આ વખતે ઓછા પાણીની ઉપલબ્ધી વધુ પોકારો કરાવશે એ નક્કી છે , અને એનું ટ્રેલર અત્યારથી જ શરુ પણ થઇ ચુક્યું છે . રાજ્યમાં જળસંકટ વધુને વધુ ઘેરું બનશે એના સંકેતો મળવાના શરુ થઇ ચુક્યા છે અને એનું કારણ છે જળાશયોમાં બચેલું પાણી …!!!

ઓફિશિયલી ઉત્તર ગુજરાતના જળાશયોમાં ૪૩ ટકા , દક્ષીણ ગુજરાતના જળાશયોમાં ૪૩ , મધ્ય ગુજરાતમાં ૬૦ અને દક્ષીણ ગુજરાતમાં ૪૩ ટકા જેટલું પાણી ભર્યું છે . પાણીના મુદ્દે સમૃદ્ધ ગણાતું ગુજરાત આ વખતે જળસંકટનો સામનો કરશે એવું લાગી રહ્યું છે કેમકે ગુજરાત પાણી માટે જેના પર હેવીલી નિર્ભર છે એ નર્મદા યોજના ઓલમોસ્ટ સુકાવામાં છે અથવા તો એમ કહો ને કે એમાં પાણીની માત્રા આખો ઉનાળો નીકળી શકે એવી પર્યાપ્ત માત્રામાં નથી . મધ્યપ્રદેશમાં થયેલા ઓછા વરસાદને લીધે નર્મદામાં પાણીની આવક ઓછી થઇ છે અને અધૂરામાં પૂરું નિયમ મુજબ જ પાણી ગુજરાત વાપરી શકે એમ છે જે રૂટીન કરતા ૪૦ ટકા જેટલું જ છે . સરકારે સિંચાઇ માટે પાણી બંધ કરી દીધું છે અને માત્ર પીવાનું પાણી બચાવવા પહેલી વાર પાણી પર પહેરો મુક્યો છે જી હા પાણીની ચોરી અટકાવવા એસઆરપીના જવાનો એ કે 47 જેવા આધુનિક હથિયારો સાથે નર્મદા મૈન કેનાલના કિનારે રાઉન્ડ ધી ક્લોક ચોંકી પહેરો ભરી રહ્યા છે .ગુજરાતના ઇતિહાસમા પહેલી વાર નર્મદાડેમમા ઘટતી જતી જળ સપાટી આગામી ઉનાળા માટે જળ સંકટ ઊભું કરી રહી છે . સૌરાષ્ટ્ર , મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ માર્ચ પુરો થાય એ પહેલા જ સ્થિતિ ચિંતાજનક બની ગઈ છે . પીવાના પાણીની તકલીફની સાથે સાથે ખેતીની સિંચાઈ માટેનું પાણી મળવું પણ મુશ્કેલ બની ગયું છે . ગામેગામથી પીવાના પાણીની તંગીના સમાચારો રોજેરોજ મળી રહ્યા છે . જગતના તાતથી લઈને આમ આદમી સુધી સૌને પાણીની આ તંગીની ચિંતા સતાવી રહી છે

દરેકને પીવાનું પાણી અને ખેડૂતને સિંચાઈનું પાણી મળી રહે એ જોવી સરકારની ફરજ છે અને જે પ્રમાણે ગુજરાતમાં પાણીના બગાડની કે સરકારી મિસ-મેનેજમેન્ટની વાતો થઇ રહી છે એ જોતા સરકારે બહુ જલ્દીથી જ પાણી પહેલા પાળ બાંધવી જ પડશે કેમકે ફક્ત અને ફક્ત નર્મદા પર આધારિત આપણી પાણી વિતરણ વ્યવસ્થા આ વખતે ખોટવાવાની છે એવું લાગી રહ્યું છે . વિપક્ષો પાણીની સંભવિત તંગી માટે સરકારને જિમ્મેદાર ગણે છે, સરકારની અયોગ્ય જળનીતિને ગણે છે તો સરકાર ઉપરવાસ ઓછા વરસાદ કે ઓછી સંગ્રહતા ને ..!! જો કે સરકારી જવાબો એ વાતની ચાડી ખાય છે કે આ વર્ષે સરકાર જળસંગ્રહણ બાબતે સો ટકા બેદરકાર જ રહી છે અને સંભવિત જળસંકટ કુદરતી કરતા માનવસર્જિત વધુ લાગી રહ્યું છે …!! ખેર સરકાર એ વાતે આશ્વસ્ત છે કે વરસાદ આવે ત્યાં સુધીનું પાણી નું નેટવર્ક બરાબર ગોઠવેલું છે અને જનતાને મુશ્કેલી નહિ પડે પણ ર્એકબીજાને ખો આપતા આ રાજકીય પક્ષોની આખલા લડાઈમાં ગુજરાતની જનતા પાણી માટે તરફડે નહિ એ જોવું જરૂરી છે . ગુજરાતના અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ઘણા હિસ્સાઓ એવા છે કે જ્યાં પાણીની તંગી આમ વાત છે. રાજકોટ જેવા મેગાસિટીમાં તો માર્ચથી જ શુકામ પણ આખુયે વરસ પાણીના ટેન્કરો દોડતા હોય એની કોઈ નવાઈ નથી કે ઉત્તર ગુજરાતના છેવાડાના ગામોમાં આવી સ્થિતિ કાયમી હોય છે એ પણ કાઈ નવું નથી પણ અફસોસ અને વિચારવા જેવી વાત એ છે કે આટઆટલી પાણીને લગતી યોજનાઓ અને એ યોજનાઓમાં કરોડો રૂપિયાના ધુમાડા પછી પણ દર ઉનાળાની શરૂઆતમાં પાણીનો જીન બહાર આવીને ડરાવવા માંડે એ વાત કુછ હજમ નહિ હુઈ …!!!

ખેર પાણીની તંગી માટે સરકારને દોષ દેવો એકદમ વ્યાજબી તો છે જ કેમકે દરેકને પાણી મળી રહે એ જોવી સરકારની ફરજ છે પણ સાથે સાથે પાણી બચાવવાના કાર્યમાં વી ધ પીપલે પણ યોગદાન આપવું જરૂરી છે . વરસાદી પાણીના સંગ્રહ વિષે દર ચોમાસે કે ચોમાસા પહેલા ચર્ચાઓ અને આહવાનો થાય છે એને અમલમાં મુકવું દિવસે દિવસે જરૂરી બનતું જશે . વાહનો કે ગાડીઓ ધોવી કે પાલતું કુતરા નવડાવવા કે શેરીઓને અમસ્તી જ ધોઈ કાઢવામાં વપરાતા ( ઇન્ફેક્ત વેડફાતા ) પાણીનો બચાવ કરવો જરૂરી છે . પાણી હોય ત્યારે બિન્દાસ વેડફો અને ના હોય ત્યારે કકળાટ કરો એવું ના થાય એ માટે પાણીનો ખોટો બગાડ અટકાવવો જોઈએ . જરૂર ના હોય તો નળને બંધ કરતા શીખવું પડશે – પછી ભલેને હજુ પાણી બંધ થવામાં વાર હોય તો પણ ..!! પાણીની ચોરી કરતા લોકો પર આકરી કાર્યવાહી થવી જોઈએ તો શહેરો કે ગામડાઓમાં પાણીનો બગાડ કરનારાઓ પર કાનૂની કાર્યવાહી કરવી જોઈએ પછી ચાહે એ કોઈ પણ હોય …!! હમણાં જ થયેલા એક સંશોધન મુજબ ૨૦૪૦ સુધીમાં વિશ્વમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઉભી થવાની . ૨૦૨૫ સુધીમાં વિશ્વની ૨૫ અબજ જેવી જનતા પાણીની મુશ્કેલી ભોગવતી હશે તો ભારતની વાત કરીએ તો ભારતમાં આ મુશ્કેલી વધુ ગંભીર હશે કેમકે વિશ્વની ૧૮ ટકા જેટલી વસ્તી ધરાવતા આ દેશમાં પીવાના પાણીના સોર્સીસ માત્ર ૪ ટકા જેટલા જ છે એટલે પાણીનો વધુ બગાડ ધીરે ધીરે પાણીની મુશ્કેલીનો સમય વધુ ને વધુ નજીક લાવતો જશે .!!!!

– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૧૮ માર્ચ ૧૮ )

એક્ઝામ ટાઈમ : ‘ હાઉ ‘ નહિ પણ ‘ હિંમત ‘ જરૂરી છે ……!!!!!

Featured

એક્ઝામ ટાઈમ : ‘ હાઉ ‘ નહિ પણ ‘ હિંમત ‘ જરૂરી છે ……!!!!!

હજુ હમણાં જ રંગબેરંગી ધૂળેટી પસાર થઇ ગઈ ….વાસંતી વાયરાઓનું આગમન થઇ ચુક્યું છે …એ મુઆ માર્ચ શરુ થઇ ચુક્યો છે ….!!! એ મુઆ માર્ચ એટલા માટે કહ્યું કે આ મહિનામાં બે અભૂતપૂર્વ ઘટનાઓ પામર મનુષ્યજીવને વિહ્વળ કરી મુકવા માટે તૈયાર હોય છે …!!!! જી હા અને આ બંને અભૂતપૂર્વ ઘટનાઓની જો અગાઉથી તૈયારી ના કરી હોય તો પત્યું …..સર્વત્ર ટેન્શન ટેન્શનનો માહોલ છવાય જવાનો ….ખાસ કરીને ઘરમાં …!!! આ બંને ઘટના છે માર્ચ એન્ડીંગ + ઇન્કમટેક્ષ લફરા અને બીજી ઈમ્પો ઘટના છે બોર્ડની પરીક્ષાઓ ….!!! પહેલાવાળું બાપ્પાને જંપવા ના દે અને બોર્ડ વાળું બાબા કે બેબીને …!!! જો કે ઇન્કમટેક્ષ કે માર્ચ એન્ડીંગવાળું તો ઠીક કે ફક્ત પાપાને પરેશાન કરી મુકે પણ આ સાલ્લ્લું બોર્ડવાળું તો આખાયે ઘરને અને ઘરની સાથેસાથે સગા-વહાલા , આડોશી-પાડોશી બધાને ટેન્શન આપી દે …!!!! ‘ બેટા , આ બટેટા-પૌવા આમ ને આમ ઠરીને ઠીકરું થઇ ગયા …હવે છેલ્લે-છેલ્લે કેટલુક વાંચી લેવાની તું ? …….‘ ઓ પીંકુ , પેલા વી.સર વાળા આઇએમપી વોટ્સઅપ કર ને …!! ‘ ….’ એક વિષયના ત્રીસ લેખે લાખેક ખર્ચ્યા છે ટયુશનમાં ,,,જોઈ હવે શું રીઝલ્ટ આવે છે ..? ‘ : બસ હવે પંદર દિવસ કાઢવાના છે ..પછી તું’ય છુટ્ટો અને અમે’ય કાઈક હાશકારો કરીએ ‘….; આ અને આવા સેમ્પલ સંવાદો ૧૨ માર્ચથી શરુ થતી બોર્ડ પરીક્ષામાં અંદાજે પંદરેક દિવસ સંભળાશે ,,!!!!….. વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ એકઝામ્સ ……ઇમ્તિહાન્સ……પરીક્ષાઝ…….!!!!

‘ જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ ….” જી હા જીંદગીમાં ડગલેને પગલે અનેકો જંગ , ઇમ્તિહાન કે પરીક્ષાઓ આવતી રહેતી હોય છે અને વી ધ પીપલ બચ્ચાવને એની આગોતરી પ્રેક્ટીસ માટે બોર્ડની પરીક્ષાઓનું સહેલું પેપર અઘરું કરીને ભણાવતા હોઈએ છીએ …!!! ના સમજાયું ને ? માર્કશીટમાં પાસ કે નાપાસનો થપ્પો લગાવવો આપણા માટે એટલો અગત્યનો છે કે બોર્ડની એક્ઝામ અને ખાસ કરીને ૧૦માં ની એકઝામને આપણે એવી રીતે ટ્રીટ કરીએ છીએ કે જાણે ૧૦ પછી કોઈ એક્ઝામ જ નથી આવવાની. ઠીક છે કે વિદ્યાર્થી તરીકે બાળક શું ભણ્યું એનું મૂલ્યાંકન આવી પરીક્ષાઓ કરે છે પણ સાથે સાથે એ પણ અગત્યનું છે કે એ કોઈ સફળતાનું સર્ટી નથી , કેમકે આગે ઔર ઇમ્તિહાન અબ ભી બાકી હૈ …!! બાળક સારું ભણે કે હોશિયાર બને કે પરીક્ષામાં અવ્વલ આવે એ તો મને ને તમને એઝ એ પેરન્ટ સો ટકા ગમે જ પણ આજકાલના ગોખણીયા અને ટયુશનીયા શિક્ષાગ્રહણ જમાનામાં જો આપણે એ ટકાવારી કે માર્કસને જ સ્ટેટ્સ સિમ્બોલ બનાવી લઈએ કે ‘ ઓછામાં ઓછા ૮૦ થી ઉપર તો ટકા આવવા જ જોઈએ ‘ આવું પ્રેસર બાળક પર નાખીએ તો આગળની ઈમ્તીહાનો બચ્ચું કેવી રીતે ક્લીયર કરવાનું ….? બાળકની લર્નિંગ કેપેસીટી જાણ્યા વગર વધુનો આગ્રહ રાખનાર પેરેન્ટ્સ જ અમુક અંશે બાળકની નિષ્ફળતા માટે જવાબદાર હોય છે…..વાંક પરીક્ષાર્થીનો છે કે પછી આપણી ( વધુ પડતી કે સમજ્યા વગરની ) અપેક્ષાઓનો ??? આ સવાલ ૧૦૦ માર્કનો છે અને છે પણ ફરજીયાત !!!!

ઓકે આઈ એગ્રી કે જમાનો બહુ જ કોમ્પીટેટીવ છે અને સાથેસાથે એ પણ સાચું છે કે હવે ઓછા ટકા સાથે સારું ભણવું લગભગ અઘરું થઇ ગયું છે અને એટલા માટે ભલે ટોપર નહિ તો પણ સ્પર્ધામાં રહી શકો એટલું તો રીઝલ્ટ લાવવું જ પડે પણ એ માટે માત્રને માત્ર એક્ઝામ રીઝલ્ટ જ ઓથેન્ટિક છે એવું માનવું જરા ભૂલભરેલું છે . આઈ મીન એક્ઝામનું જે પણ રીઝલ્ટ આવે એ ખરેખર તો એક નવી શરૂઆત ગણાવી જોઈએ ..ઇવન ફેલ થયા તો પણ ..!! બીકોઝ સફળ થાવ તો વધુ આગળ અને નિષ્ફળ થાવ તો એમાંથી કશુક શીખીને ફરી એકવાર પરીક્ષા સાથે બાથ ભીડવા તૈયાર ..હા નાસીપાસ થયા તો ગયા કામથી !! અને બાળક નાસીપાસ થાય નહિ એ જોવાની ફરજ પેરેન્ટની છે . નિષ્ફળતામાંથી શીખવું એ પણ એક પરીક્ષા જ છે ને ? નોનસ્ટોપ ગોખ્યા કરવાથી , સારા ટ્યુશન ક્લાસો કરવાથી , રમત-ગમત , ફિલ્મો, ટીવી વગેરે ઓલમોસ્ટ ઈસ્ટોપ કરી દેવાથી જ સારું રીઝલ્ટ આવશે એવું માનવું પણ જરા વધુ પડતું છે , બીકોઝ બાળકના દિમાગમાં જેટલું સંગ્રહી શકાતું હોય એટલું જ સંગ્રહાવાનું ..!! એક્ચ્યુલી જો બાળકના એક્ઝામ સુધીના અભ્યાસ કે સ્કુલ લેવલની કસોટીઓ ફોલો કરશો તો ખ્યાલ આવી જ જશે કે આપણો આઈનસ્ટાઇન બોર્ડમાં શું લાવવાનો કે લાવવાની ..!! આનાથી ફાયદો એ થાય કે કેપેસીટી ૫૦ ટકાની હોય ને તમે ૮૦ પ્લસની આશા રાખતા હોવ અને એ ના આવે ત્યારે દિલ ચકનાચૂર થવાનું હોય તો એમાંથી બચી જાવ અને તમારા કરતા તો બાળકને વધુ હાશકારો થાય …કેમકે તમારી વધુ પડતી આશાઓના ભાર હેઠળ એને જે પ્રેશર આવતું હોય છે એ પ્રેશર કોઈને કહી પણ ના શકે અને સહી પણ ના શકે એવી પરીશ્થીતી નિર્માણ કરતું જતું હોય છે જે ઘણીવાર જીવલેણ સાબિત થાય છે ..!!

એ વાત સાથે સહમત કે ૧૦ કે ૧૨ ના પરિણામો જ બાળકની આગળની જિંદગી , ભવિષ્ય નક્કી કરતા હોય છે અને બાળક પરીક્ષામાં સારો દેખાવ કરે , સારું પરિણામ લાવે એ જોવાની અને એને અનુરૂપ વાતાવરણ બનાવવાની જવાબદારી પેરેન્ટની જ હોય છે પણ એ જવાબદારીનો બોજ બાળકમાં વધુ પડતી અપેક્ષાઓ રાખવાના નામે ના હોવો જોઈએ કેમકે એ અપેક્ષાઓ ઘણીવાર બાળકને પોતાની રીતે ખીલતા , આગળ વધતા અટકાવતા હોય છે . જો કે કહેવાનો અર્થ એ પણ નથી કે બાળક ઓછું બુદ્ધિશાળી છે કે ઓછું હોશિયાર છે તો એને સ્વીકારી લેવું …હરગીઝ નહિ . પણ એની ક્ષમતાને જાણવી અત્યંત જરૂરી બની જાય છે અને પછી એ ક્ષમતામાં વધારો કરવા શું કરવું પડે એની તબક્કાવાર તૈયારી અગત્યની બની જાય છે . જો એની ક્ષમતાની ખબર હશે તો પછીથી સારી સ્કુલ્સ , મોંઘા ટ્યુશન કલાસીસ કે સતત ભણભણ કરાવવું કે નહિ એની પણ આપમેળે ખબર પડી જ જશે . બોર્ડના પરિણામોમાં ટોચમાં રહેલા વિદ્યાર્થીઓમાંથી મોટાભાગના રીક્ષા ચલાવતા , પંચરની કે કરિયાણાની દુકાનવાળા કે બિલકુલ ઓછા સાધનો ધરાવતા વાલીઓના સંતાનો જ હશે – આ તો એક વાત !! . બુદ્ધિ ખરીદવાથી ઓછી અને જન્મજાત અથવા તો યોગ્ય મહેનત અને પ્લાનીન્ગના લીધે વધુ મળે છે એ સ્વીકારવું રહ્યું , ક્રમબદ્ધ રીતે અને હકારાત્મક પદ્ધતિથી જો બાળકને અભ્યાસને લગતી સગવડતાઓ પૂરી પાડી હોય તો પરિણામ સારું જ આવશે .

પરીક્ષાને ડાઘીયા કુતરાને બદલે એક એવી દ્રષ્ટીએ લઈએ કે પરીક્ષા એ એક માત્ર પડાવ છે જીવનનો , આ કોઈ અંતિમ બિંદુ નથી જીવનનું , ઇસકે આગે જહાં ઓર ભી હૈ ..!!! કેમકે હવે તો અનેકો દિશાઓ , લાઈનો , અભ્યાસક્રમો અને સ્કોપ્સ છે જ . એટલે પરીક્ષાના વિઘાતક હાઉને મગજમાંથી કાઢીને બિલકુલ વિચલિત થયા વગર અને સફળ થાય તો સેલિબ્રેશન અને નિષ્ફળ થાય તો ‘ ડોન્ટ વરી – વિલ ફેસ એક્ઝામ અગેન ‘ એવું બાળકને બિન્દાસ કહેવાની જવાબદારી વિદ્યાર્થી કરતા વાલીની વધુ છે , ખાસ તો આ કઈ પહેલી કે છેલ્લી એક્ઝામ નથી જ એવું એના દિમાગમાં હળવાશથી ઘુસાડવું પડે અને પરીક્ષા સમયે પણ એને પોતાના પર વિશ્વાસ રાખતા શીખવાડવું પડે અને ખાસ તો નિષ્ફળતાની બીક સામે હિમત આપતું રહેવું પડે તો અને તો જ પરીક્ષારૂપી હાઉ કુમળા બાળ-માનસ પર હાવી નહિ થાય અને સરવાળે આગે આનેવાલી અનેકો અને વધુ અગત્યની એક્ઝામો એ વિધાઉટ એટીકેટી પાસ થઇ શકશે ..!!! ઓલ ધ બેસ્ટ ફોર એકઝામ્સ ….!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૧૧ માર્ચ ૨૦૧૮ )

શ્રી નું મોત અને મીડિયા રીપોર્ટીંગ : ડૂબી મરો !!!

Featured

શ્રી નું મોત અને મીડિયા રીપોર્ટીંગ : ડૂબી મરો !!!

“ ભારતીય મીડીયાએ શ્રીદેવીની મોતની ટ્રાયલ શરુ કરી દીધી છે “ આવું આપણા કોઈ અખબાર નહિ પણ અમેરિકાના પ્રતિષ્ઠિત અખબાર વોશિંગટન પોસ્ટે લખેલું ..!! વોશિંગટન પોસ્ટની આ ખબરના શબ્દે શબ્દમાં સચ્ચાઈ છે અને આ સચ્ચાઈ પાછળનું કારણ પણ આપણું મીડિયા જ છે …!! દેશથી દુર વિદેશી હોટેલમાં હિન્દી સિનેમાની અગ્રીમ અને કરોડો હિન્દી ફિલ્મ ચાહકોની માનીતી અભિનેત્રી રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામે તો સ્વાભાવિક છે કે એના મોતનું રહસ્ય જાણવાની તાલાવેલી એના ચાહકોને હોવાની જ …પણ અફસોસ એ વાતનો થયો કે જે રીતે મીડિયા અને સોશિયલ મીડિયા પર એ આખીયે ઘટનાની ચીરફાડ થઇ એનાથી પત્રકારિતા અને સમાચાર રજુ કરવાના માપદંડ પર એક સવાલિયા નિશાન જરૂરથી લાગી ગયું..!! ટીઆરપી અને બ્રેકીંગ ન્યુઝના જમાનામાં જીવતી ન્યુઝ ચેનલો અને અખબારોએ શ્રીદેવીના મોતનું રીપોર્ટીંગ સેન્ટીમેન્ટલ ઓછું અને સેન્સેશનલ વધુ કર્યું ..અને આ હું નહિ પણ શ્રીદેવીના ચાહકોથી લઈને શ્રી ને જાણનારા અને શ્રી ના અંગત લોકોનું પણ માનવું છે ..!!

ટીઆરપી અને ‘ અમે સૌથી પહેલા ‘ કે પછી ‘ ઓન્લી ઓન ધીસ ચેનલ ‘ કે પછી ‘ એક્સક્લુઝીવ ઓન …’ ના રૂપકડા લેબલો અને કોઈ સસ્પેન્સ થ્રીલર ફિલ્મમાં હોય તેવા બેકગ્રાઉન્ડ મ્યુઝીક સાથે શ્રી ના મોતના સમાચારની એકએક નાની નાની વાતોને જે રીતે આપણા મીડીયાએ પેશ કરી એ જોયા પછી ચોક્કસ એમ સવાલ થાય કે દરેક સેલીબ્રીટી મોત કે એવી જ કોઈ ઘટના મીડિયા માટે અને ખાસ કરીને ઈલેક્ટ્રોનિક મીડિયા અને શોશિયલ મીડિયા માટે શું માત્ર તમાશો છે ? કે શું માત્ર દર્શકોને યેનકેન પ્રકારેણ પોતાની ચેનલ સાથે બાંધી રાખવાનો એકમાત્ર ઉપાય છે ? કે છે શું આ ખરેખર ‘ ખબરો કી ખબર ‘..??? શ્રીના મોતના સમાચારોના નોનસ્ટોપ લગભગ ૭૨ કલાક જેવા પ્રસારણ પછી ખબરોના દર્શકવર્ગનો એક જ સવાલ હશે કે શું આ જ છે સાચું પત્રકારત્વ ? શું આ જ છે કોઈ પણ સેન્સેટીવ ઘટનાનું બતાવી શકાય એવું રીપોર્ટીંગ ? શું ટીઆરપી ની લાલચમાં ભોગ બનનાર વ્યક્તિના પરિવારજનોની ભાવનાનો ભોગ લેવાય છે કે નહિ ..?

એવું નથી કે આવું પ્રથમ વાર જ બન્યું છે કે માત્ર ભારતીય મીડિયામાં જ બન્યું છે , વિદેશોમાં પણ બને છે જ પણ બીબીસી કે સીએનએન જેવી ચેનલો પર આવી જ કોઈ ઘટના વખતે જેને કહેવાય ને કે ‘ સેલ્ફ સેન્સરશીપ ‘ એ ઉડીને આંખે વળગતી હોય છે જેનો ભારતીય મીડિયામાં સમ્પૂર્ણ અભાવ જોવા મળે છે ..!! બેશક મીડીયાનું કામ સમાચાર આપવાનું જ હોય છે પણ એ ખરેખર સમાચાર હોવા જોઈએ ..!!! વિશ્લેષણ કરવાનું કામ મીડીયાનું ચોક્કસ હોય શકે પણ એમાં તથ્યો હોવા જોઈએ …!! પણ શ્રી ના મોતના સમાચારો જે રીતે સમાચાર ચેનલોએ રજુ કર્યા એ જોઇને ખરેખર એક પ્રશ્ન થાય કે મીડિયા ટ્રાયલ દર્શકો માટે ચલાવે છે ? ખરેખર સમાચારો માટે ચલાવે છે ? કે પછી માત્રને માત્ર ટીઆરપી માટે ? ચાલો માની લઈએ કે ટીઆરપી એ આજની સમાચાર ચેનલોની આવક માટેનું ફરજીયાત જરૂરીયાત છે તો પણ શું કોઈ જ તથ્યો કે ઠોસ પુરાવા વગર કોઈને અપરાધી બતાવી દેવા કે પછી ભોગ બનનાર વ્યક્તિનું ચરિત્ર ચિત્રણ કરવા માંડવું કે પછી નામ પણ સાંભળ્યા ના હોય એવા વિશેશ્ગનોને સ્ટુડીયોમાં બોલાવીને મારી મચડીને પોતાની લીટી સાચી કરવા માંડવી એ સમાચાર છે ? એ પત્રકારિતા છે ?

આખોયે લેખ એકપક્ષી ના લાગે એટલે માટે શ્રીના મોતને કઈ કઈ રીતે ન્યુઝ ચેનલોએ રજુ કરી એના થોડા ઉદાહરણો પણ જોઈ લો એટલે એમ નાં લાગે કે બેચારે ન્યુઝ્વાલે બેકસુર હૈ …!! શનિવારે રાત્રે આ ન્યુઝ બ્રેક થયા એ પછીથી શરૂઆતી દોરમાં કાર્ડીઅક એરેસ્ટની વાત થઇ . ઘણી ચેનલોએ શ્રી ની કોસ્મેટીક સર્જરી અને ડાયટ પીલથી શરૂઆત કરી અને એના લીધે કાર્ડીઅક એરેસ્ટ સુધી પહોચી ગયા ..!! ચેનલોના સ્ટુડીયોમાં કોસ્મેટીક સર્જનો એના લાભાલાભ ચર્ચવા માંડ્યા ..!! વાત કાર્ડીઅક એરેસ્ટથી બાથટબમાં ડૂબવા સુધી આવી તો ચેનલો એ ‘ મૌત કા બાથટબ “ બતાવવા શરુ કરી દીધા , ટબની ઊંડાઈથી લઈને આમાં કોઈ ડૂબી શકે કે નહિ એના પર સ્પેશિયાલીસ્ટો ચર્ચા કરવા માંડ્યા …!! એક એન્કર તો રીતસર બાથટબમાં જ બેસીને સમજાવા લાગેલો તો કોઈએ ગ્રાફિક બનાવીને બાથટબમાં તરતી શ્રી અને એની પાસે ઉભેલો બોની પણ બતાવી દીધેલો ..!!ઘણી ચેનલો તો અમરસિંહ જેવા રાજકારણીઓ સુધી પણ પહોચી ગઈ માત્ર એ જાણવા માટે કે શ્રી શરાબ પીતી હતી કે નહિ ? અને જો પીતી હતી તો કઈ બ્રાન્ડની ? બોનીના પાસપોર્ટ જપ્ત થવાના સમાચાર આવ્યા તો ચેનલો પર બોની અને શ્રી ની પ્રેમકહાનીની સાથે સાથે જ બંને વચ્ચે કોઈ અણબનાવ કે પછી હત્યાની થીયરી સુધી ‘ ન્યુઝ ડિટેકટીવો ‘ પહોચી ગયા …!! લગભગ દરેક ચેનલો પાસે બીજી ચેનલોથી કશુક જુદું કશુક ‘ એક્સક્લુઝીવ ‘ હતું …!! પછી ચાહે એ શ્રી ની સમ્પતિ હોય કે પછી બોની દેવાળિયો થઇ ગયો છે હોય કે પછી શ્રી ની અંગત જિંદગી વિષે હોય કે પછી શ્રીનું જ્યાં મોત થયું એ હોટેલ વિષે હોય …!!! અને સૌથી મજાની અને સમાચારની ભાષામાં ‘ અન-ઓફીશીય્લ ‘ વાત એ હતી કે આમાંથી કોઈ પણ પાસે ઓફિસિયલ માહિતી તો હતી જ નહિ ..બસ બધા જ દુબઈ પોલીસે ઇસ્યુ કરેલ ડેથ સર્ટી કે બીજા કાગળોને આધારે નોન-સ્ટોપ સ્ટોરીઓ ચલાવતા હતા …!!! આને પત્રકારત્વની ભાષામાં ‘ ટેબલ સ્ટોરી ‘ કહેવાય છે .એનાથી પણ મજાની વાત એ છે કે જેવું દુબઈ ઓથોરીટીએ એન.ઓ.સી. આપ્યું અને કેસ ક્લોઝ કરવાની જાહેરાત કરી એ સાથે જ લગભગ બધી જ ચેનલોએ છેલ્લા બે-ત્રણ દિવસથી એમણે ચલાવેલી હત્યા-શરાબ-ટેન્શન જેવી સ્ટોરીઓને એક ઝાટકે જ પૂર્ણવિરામ આપી દીધું ….!!!! ઈનફેક્ટ શ્રી ની સ્મશાનયાત્રાના દિવસે જ ચિદમ્બરમના પુત્રની સીબીઆઇએ ધરપકડ કરી તો લગભગ રિપબ્લિક અને ટાઈમ્સનાઉ જેવી ચેનલો તો શ્રી ની બદલે ચિદમ્બરમવાળું નોનસ્ટોપ ચલાવવા લાગ્યા ….!!

યસ , ન્યુઝ ચેનલો માટે કોઈ સમાચાર ત્યાં સુધી જ સમાચાર અને ચલાવવા લાયક સમાચાર છે કે જ્યાં સુધી બીજી કોઈ ઘટના બને નહિ , જેવી બીજી કોઈ ઘટના બને કે આગલા સમાચાર ધીરે ધીરે ચાર્મ ગુમાવવા માંડે …!! ‘આપણે આપણા માટે સેન્ટીમેન્ટલ છીએ પણ બીજા માટે જજમેન્ટલ ‘ બેશક શ્રી જેવી લોકપ્રિય અભિનેત્રીના નિધન પર લોકોની જીજ્ઞાસા વધી જાય અને એને સંતોષતા સમાચારો રજુ કરવા માધ્યમોની ફરજ પણ ગણાય પરતું એ જીજ્ઞાશા સંતોષવામાં ને સંતોષવામાં માધ્યમો બે ડગલા આગળ જતા રહ્યા અને સરવાળે પોતાની આબરૂ હાંસીપાત્ર થઈને ખોઈ બેઠા ..!! આ વાંચો સમાચાર માધ્યમના જ લોકોએ આ કોઈ પણ તથ્યો વગર નોનસ્ટોપ ચાલેલા મીડિયા ટ્રાયલ વિષે શું કહ્યું એ .બરખા દત્તે તો કહ્યું કે આવી ગંદકીને કાઢવા ટબ નહિ પણ ડ્રેનેજ લાઈન પણ ઓછી પડે . વીર સંઘવીએ તો ભારતીય ટીવી ચેનલોને ગીધ સાથે સરખાવી દીધી તો ઇન્ડિયન એક્સપ્રેસની કોલમિસ્ટ શુભ્રા ગુપ્તા કહે છે કે ૨૦૧૮ની સાલમાં કોઈ મહિલા શરાબ પીવે છે કે નહિ એની ચર્ચા કરવી એ સમાચાર નથી જ ..!! ‘ ન્યુઝ કી મૌત ‘ એવા હેશટેગ સાથે શોશિયલ મીડિયા પર અનેક વરિષ્ટ પત્રકારોએ આવા રીપોર્ટીંગની આલોચના પણ કરી ..!! ચાલો એક વાર એ પણ માની લઈએ કે છાનબીન કરવી અને ઇફ અને બટસ બતાવવા મીડિયાની ફરજ છે પણ એના પર વધુ વિશ્વાસ ત્યારે બેસે જ્યારે એ અટકળો અને આશંકાઓ ખરેખર સાચી પડે …!!!! પણ જ્યારે દર્શકોને માલુમ થાય કે આપણને બતાવેલું લગીર પણ સત્ય નહોતું તો એને ખરેખર ‘ ન્યુઝ કી મૌત ‘ જ કહેવાય ..!!

વિસામો :
શુકર કરો કે શ્રી ના મોતની ‘ મીડિયા ટ્રાયલ ‘ ની વચ્ચે વચ્ચે ચેનલોએ બિહાર બીજેપી નેતાએ જીપથી કચડેલા ૯ બાળકો અને પીએનબી ગોટાળા અને નીરવ મોદીને પણ યાદ કરેલા ….!!!!

– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૪ માર્ચ ૨૦૧૮ )

આ બેંક “ બાઉન્સ ‘ તો નહિ થાય ને ???? !!!

Featured

આ બેંક “ બાઉન્સ ‘ તો નહિ થાય ને ???? !!!

ઘરડાઓ એમ કહેતા કે ‘ પૈસા ક્યાય ઇન્વેસ્ટ કે સેવિંગ કરાય જ નહિ , એને બદલે જમીનમાં ખાડો ખોદીને પૈસા દાટી રખાય ….એ વધુ સલામત કહેવાય “..!!!! અથ શ્રી એકવીસમી સદી મોઝારે આપ અહી ‘ ક્યાય ‘ ની જગ્યાએ ‘ બેંક ‘ શબ્દ વાપરી શકો છો ….!!!! ગયઢાંની વાતું હાચી પડતી જતી હોય એવું અત્યારે તો લાગી રહ્યું છે ..!!! બેંક એટલે સલામતી અને બેંકમાં પૈસા એટલે ટોટલ સેફ એવી માન્યતાઓને નીરવ , વિજય , કોઠારી અને બીજા ‘ બેન્ક્ચોરો ‘ ખોટી પાડતા હોય એવું લાગે છે …!!! જી હા આજકાલ બેંકોની વિશ્વસનીયતા અને બેંકમાં રહેલા નાણાની સલામતી પર સૌથી મોટો પ્રશ્નાર્થ લાગી ચુક્યો છે ….!!! ગામના પૈસે લીલાલહેરની જેમ બેન્કના પૈસે જલસાપાણી કરતા લેભાગુઓ વધતા જાય છે અને સરવાળે નાના માણસો અને એમના પરસેવાની કમાણીમાંથી બચાવેલા અને પછી બેન્કોમાં રોકેલા પૈસા ચાઊઊઊ થતા જવાના કિસ્સાઓમાં વધારો થતો જાય છે ….!! બેંક આપણા બાપની એવા કૌભાંડો છતાં થતા જાય છે એમ એમ મનમાં ડર સહીત એક પ્રશ્ન ઉઠવા પામે છે કે ‘ આપણા પૈસા બેંકમાં કેટલા સલામત ?????????’

પંજાબ નેશનલ બેંકમાં થયેલા લેટેસ્ટ ગોટાળા ( આમ તો એને ગોટાળો કહેવા કરતા મિલીભગત કહેવી વધુ વ્યાજબી કહેવાય ) પછી આમ આદમીના મનમાં એક જ સવાલ છે કે શું મારા પૈસા બેંકમાં સલામત છે ??? થોડા સમય પહેલા જ શોશિયલ મીડિયા પર એક સમાચારે જબરદસ્ત ચિંતા ફેલાવેલી . એ સમાચાર હતા કે હવેથી બેંકમાં રહેલા તમારા પૈસા જો બેંક ઉઠી જાય કે દેવાળું ફૂંકે તો ફક્ત ૧ લાખ રૂપિયા જ પરત મળવા પાત્ર બને છે . મતલબ કે જો તમારા ખાતામાં ૫ લાખ હોય અને બેન્કને કૈક થાય તો તમને સરકાર ૧ લાખ જ પાછા આપે ..!!! જો કે પછીથી સરકારે સ્પષ્ટતા કરી કે આવું કાઈ નથી પૈસા બધા જ અને સમ્પૂર્ણ સલામત છે . હજુ તો આ ઘટનાની કળ વળે ત્યાં પંજાબ નેશનલ બેન્કના કૌભાંડે પાછું બેંક ખાતાધારીઓનું બ્લડ પ્રેસર ઊંચું કરી દીધું છે ..!!! જો કે બેન્કિંગ નિષ્ણાતો હજુયે કહે જ છે કે ૧ લાખ સુધીની રકમ જ ઇન્સ્યોરડ છે પણ જેમ બનતું આવ્યું છે એમ સરકાર અને બીજી બેંકો મળીને ખાતેદારોની પાઈ પાઈ ચૂકવી આપે છે – ક્યારે અને કેટલો સમય લાગે એની કોઈ ગેરંટી નઈ….!!!

આજકાલ બેન્કોને ચૂનો ચોપડવાનું વધતું જાય છે અને એ પણ એક બે લાખ નહી પણ કરોડોમાં …!!!! જાણે કે બેંક બેંક નાં હુઈ પણ સાર્વજનિક પ્રોપર્ટી થઇ ગઈ લેભાગુ-લુચ્ચા અને કૌભાંડિયાઓની ..!!! લોન લઈને કે પછી બેંક અધિકારીઓ સાથે મળીને અગડમ-બગડમ કરીને પૈસા ચાઉં કરવા આમ વાત બનતી જાય છે , પછી જોવાની ખૂબી એ છે કે પૈસા કે લીધેલી લોન પરત આપી શકે એમ હોવા છતાં પણ ઘણા આમ નથી કરતા અને ખુશી ખુશી ડીફોલ્ટરના ચોપડે નામ નોંધાવે છે આને બેન્કિંગ ભાષામાં વિલફુલ ડિફોલ્ટર્સ કહેવાય છે . ૩૦ ડિસેમ્બર ૨૦૧૭ સુધીના જાહેર થયેલા આંકડાઓ મુજબ જાણીજોઈને લોન ન ભરનારા (ડિફોલ્ટર્સ) દેશની જુદી-જુદી બેંકોના ૧.૧ લાખ કરોડ રૂપિયા ગપચાવીને ગુમ છે અથવા તો હાથ અધ્ધર કરીને લીલાલહેર કરી રહ્યા છે . આવા વિલફુટ ડિફોલ્ટર્સમાં મોટી કે નાની કમ્પનીઓ જ નહિ પણ કેટલાક એવા લોકો પણ છે જેમણે બેન્કમાંથી લીધેલા પૈસાનો બારોબાર વહીવટ કરીને એય ને નિરાંતે ચરી રહ્યા છે !!!!!.

નીરવ મોદી કે એના જેવા બીજા તો સડેલી સીસ્ટમનો ફાયદો ઉઠાવે છે નહીતર આજથી આઠ વર્ષ પહેલા ૨૪ નવેમ્બર ૨૦૧૦ ના રોજ સીબીઆઈ એ એક મોટું એલાન કરવા મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સ બોલાવેલી , એ કોન્ફરન્સ પહેલા સીબીઆઈ એ ૮ બેંક ઓફિસરની ધરપકડની ઘોષણા કરેલી જેમાં એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ , બેંક ઓફ ઇન્ડિયા જેવી બેન્કોના ઓફિસર્સની સાથે સાથે પંજાબ નેશનલ બેન્કના અધિકારીઓ પણ હતા જ . આ જ કોન્ફરન્સમાં સીબીઆઈ ઓફિસરોએ જાણકારી આપેલી કે આ ઓફિસરોની ધરપકડ દ્વારા એક બહુ મોટા કોર્પોરેટ લોન કૌભાંડ પરથી પરદો ઉચકાયો છે અને આ ઓફિસરો નિયમથી ઉપરવટ જઈને અથવા તો નિયમમાં છીંડા શોધીને આવા કોર્પોરેટ ગૃહોને બેન્કમાંથી લોન સ્વરૂપે કે બીજી કોઈ રીતે પૈસા આપતા હતા જે ખરેખર તો ગેરકાયદેસર રીત હતી . તે વખતના નાણામંત્રી પ્રણવ મુખર્જીએ બેન્કોને કડક તપાસ કરવા અને આવું ફરી ના થાય એ જોવા તાકીદ કરેલી પણ સડેલી સીસ્ટમને લીધે કડક તપાસ પણ નહિ થઇ કે કોર્ટમાં કોઈ મજબુત પુરાવાઓ પણ રખાયા નહિ . કાશ , ત્યારે કે એ પછી પણ વધુ ધ્યાન કે તપાસ કરાઈ હોત તો આજે પ્રજાના પૈસે નીરવ મોદી જેવા લીલાલહેર કરી શક્યા ના હોત ….!!!

પંજાબ નેશનલ બેંકનો નીરવ મોદી સાથે મળીને કરાયેલો ગોટાળો કે કૌભાંડ અધધધ કહી શકાય એવા ૧૧૦૦૦ કરોડનું હોવાનું કહેવાય છે ..!!! નોટબંધી વખતે મહેનતની કમાઈ બેંકમાં જમા કરાવનાર ને ફટકારાતી આઈટી નોટીસ આવા કૌભાંડિયાઓને કેમ નહિ ફટકારાઈ હોય ? કોઈ કારણવશ ખાતામાં મીનીમમ બેલેન્સ ના રહ્યું હોય તો સામાન્ય ખાતેદારને દંડ ફટકારતી બેંક ૧૧૦૦૦ કરોડ વખતે ક્યાં હતી એ સવાલ હું ને તમે બધા આજે બેન્કને અને ખાસ તો સરકારને પૂછી રહ્યા છીએ અને પૂછવો જ જોઈએ , કેમકે બેંકો પર લોકોનો વિશ્વાસ જો ઉઠી જાય તો કોઈ પણ દેશના અર્થતંત્ર પર એની વ્યાપક અને ગંભીર અસરો દેખાય જ ..!!! કોઈ પણ દેશ ની આર્થિક મજબૂતાઈ ત્યારે જ નક્કી થાય જ્યારે એ દેશની બેન્કો સધ્ધર અથવા તો ઠીકઠાક કામ કરતી હોય. પણ આવા કૌભાંડો ખાતેદારોમાં શંકાઓ ઉત્પન્ન કરવા માટે પૂરતા છે .

અંતે તો આ બધું જ કન્યાના કેડે એટલે કે સરકાર માઈ બાપ પર જ આવવાનું છે . આગાઉ વાત કરી એમ કોર્પોરેટ ફ્રોડ અને બેડ લોનના સતત ભરાવાથી બેંકોમાં NPA બેકાબૂ બની ગયો છે તેને કાબુમાં કરવા માટે સરકાર આગામી નાણાંકીય વર્ષ માટે કુલ 1.45 લાખ કરોડ ફાળવશે . માંદી પડેલી બેન્કોને બચાવવા સરકારે 2010-11થી 2016-17 સુધીમાં 1.15 લાખ કરોડ રુપિયા ખર્ચી કાઢ્યા છે . આમેય વારંવાર થતા સાયબર એટેક અને સરકારી કે સહકારી બેન્કોમાં થતા નાના મોટા ગોટાળાઓને નજરઅંદાજ કરીને બેંકમાં રોકેલા કે સાચવેલા પૈસાની ચિંતા આવા મોટા કૌભાંડો છતાં થાય એટલે મને ને તમને થયા વગર રહે જ નહિ . અને વધુ દુખ અને ચિંતાની વાત એ છે કે પંજાબ નેશનલ બેન્કના આ મહા-કૌભાંડ પછી બીજી બેન્કોના કૌભાંડો પણ બહાર આવવા લાગ્યા છે . ટાઈમ્સ ઓફ ઇન્ડીયાના એક રીપોર્ટ મુજબ ટાઈમ્સે ૯૦૦૦થી વધુ એવા ખાતાના વિશ્લેષણ કર્યા કે જેના પર બેન્કે લોન પરત લેવા કેસ કરેલા છે . વિશ્લેશ્નને અંતે જાણવા મળ્યું કે ૧૧ એવા મોટા લોન લેનારાઓ છે કે જેની પાસે લોન દીઠ ૧૦૦૦ કરોડ સલવાયેલા પડ્યા છે અને કુલ તો આવો આંકડો ૨૫૦૦૦ કરોડથી વધુ સુધી જાય છે …!! એમાં આવા નીરવ મોદી જેવા તો લટકામાં …!!! બેંકો અને સરકારો દ્વારા ટાણે કટાણે લગાવતા વિવિધ પ્રકારના ચાર્જીસ પણ હસ્તે મો એ ચૂકવતો આમ ખાતેદાર આવા કૌભાંડો વખતે સરકાર અને બેંક પાસે એટલી તો અપેક્ષા રાખે જ દોષીઓને કડકમાં કડક સજા થાય અને ભવિષ્યમાં આવા પ્રજાના પૈસે જલસા કરનારા ઓફિસરો કે કૌભાંડીઓ પ્રજાની મહેનતની મૂડી ચાઉં કરી જાય નહિ . પ્રજાના પૈસાની રખેવાળી કરવાની અને બેંકો પ્રત્યે લોકોનો વિશ્વાસ તૂટે નહિ એ જોવાની સમ્પૂર્ણ જવાબદારી સરકારની જ ગણાય …એટલું જ નહિ પણ કૌભાડીઓ પાસેથી પાઈ પાઈ પાછી લાવવી જ પડે .. જોઈએ સરકાર શું કરે છે કે પછી આગે સે ચાલી આતી હૈ ની જેમ અંતે આ કૌભાંડ પણ ‘ બાઉન્સ ‘ થાય છે !!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૫ ફેબ ૨૦૧૮ )

ઇઝી છે ‘ એન્ગર મેનેજમેન્ટ’ !!!

Featured

ઇઝી છે ‘ એન્ગર મેનેજમેન્ટ’ !!!

‘ સાધકો ગુસ્સો એ આપણો સૌથી મોટો દુશ્મન છે …આપણી આખીયે વિચારધારાને ગુસ્સો પળવારમાં બદલી નાખે છે ….ગુસ્સો માણસને વગર વિચાર્યું કરવા મજબુર કરી મુકે છે …ગુસ્સો કાબુમાં લેતા શીખવું એ જ મોટી કસોટી છે આ જીવનની ……” પંડાલમાં ક્યાંક કશોક ગણગણાટ થતા જ સ્વામીજી લાલઘુમ ‘ ઓ ભાઈઈઈ ખબર નથી પડતી પ્રવચન ચાલે છે ને વચમાં બોલબોલ કરો છો ? વાતું કરવા આવ્યા છો કે કશુક સારું ગ્રહણ કરવા ? ના ગમતું હોય તો ઉભા થઈને બહાર નીકળી જાવ …” !!!! જોક્સ અપાર્ટ ગુસ્સો ચાહે રાજા હોય કે રંક …સંસારી હોય કે સાધુ ..જ્ઞાની હોય કે અજ્ઞાની બધાને એકસરખો અને અચૂક આવે જ છે ….ત્યાં કોઈ જ્ઞાન કામ લાગતું નથી ….!!!

ક્રોધ યાની ગુસ્સો એટલે જાતે જ પોતાને આગ લગાવવી ..જી હા , ક્રોધ કરનાર માણસ જેના પર ક્રોધિત થાય છે એના કરતા વધુ તો નુકશાન એને ખુદને જ થાય છે . ક્રોધ એ એક ટાઈમ બોમ્બ જેવો છે , એ જ્યારે ફાટે છે ત્યારે ખુદને , કુટુંબને અને સમાજને ભયંકર નુકશાન કરે જ છે . ઘણીવાર તો ક્ષણભરનો ક્રોધ પણ અનર્થ સર્જી જાય છે . આપણે આયે દિન છાપા-ટીવીમાં જોઈએ છીએ કે નાનકડી ભૂલના પાપે આવેલા ક્ષણિક ક્રોધના પ્રતાપે હત્યા કે મારપીટ જેવા સંગીન ગુનાઓમાં લોકો ફસાઈ જતા હોય છે . ક્ષણિક ક્રોધ ઉતર્યા પછી એને ભાન થાય છે કે ઓહ આ મેં શું કરી નાખ્યું ? પણ ત્યાં સુધીમાં તો ચીડિયા ખેત ચુગ ગઈ હોતી હૈ …!!!! એટલે જ પાયથાગોરસે કહ્યું છે કે ‘ ક્રોધ એ મૂર્ખાઈથી શરુ થઈને પશ્ચાતાપમાં પૂરો થાય છે “. સાચે જ ક્રોધ એક તોફાન છે એમ કહો ને કે એક ક્ષણિક પાગલપન …!! ક્રોધી અને પાગલમાં કશો જ ફરક ના હોય ..!!! ક્રોધને અંગ્રેજીમાં ‘ એન્ગર ‘ કહે છે પણ આ ‘ એન્ગર ‘ ક્યારે ‘ ડેન્જર ‘ બની જાય છે એનો ખ્યાલ નથી રહેતો . વૈજ્ઞાનિકો કહે છે કે ક્રોધ વખતે મગજ સુન્ન થઇ જાય છે , હાર્મોન્સના પ્રભાવને લીધે મગજમાં કામ કરવાની અને વિચારવાની શક્તિમાં ઘટાડો નોંધાય છે . રીસર્ચ તો એમ પણ કહે છે કે એક વાર ગુસ્સે થવાથી ઇન્સાન છ કલાકની કામ કરવાની શક્તિ ખોઈ બેસે છે ..!!!

ક્રોધ આપણા અને આપણાઓના જીવનને નુકશાન કરે એ પહેલા આવો જોઈએ થોડા એન્ગર મેનેજમેન્ટના સુત્રો , જો કે એનો ચોક્કસાઈથી અમલ જ એકમાત્ર ગુસ્સા પર કાબુ મેળવવાની ગેરેંટી છે – જો કે એ પણ ૧૦૦% તો નહિ જ …!! સૌપ્રથમ તો ગુસ્સો આવે ત્યારે રીએક્શન કે એક્શનને થોડું લેઇટ કરવાની ટેવ પાડો . જી હા તાત્કાલિક જવાબ કે પ્રહાર કરવાનું ટાળો . ફિલ્મ વેલકમમાં નાના પાટેકર વારેવારે નથી બોલતો કે ‘ કન્ટ્રોલ ઉદય કન્ટ્રોલ “ બસ બિલકુલ એમ જ …!!! એકવાર કન્ટ્રોલ કરવાની નેમ લેશો તો મુશ્કેલી તો પડશે જ પણ ધીરેધીરે ફાયદો દેખાશે …!! ઘરડાઓ ઘણી વાર નથી કહેતા કે ‘ જાતું કરવું ‘ બસ એ જતું કરવાની – લેટ ગો કરવાની આદત આ ‘ કન્ટ્રોલ ઉદય કન્ટ્રોલ ‘ વાળા નુંશ્ખાથી આવી જાય તો સાધો સાધો સમજવું …!!! ઘરડાઓ પરથી યાદ આવ્યું કે ગુસ્સો શાંત કરવાની એક બીજી પણ પ્રાચીન અને ઘરગથ્થું તરકીબ પણ છે જ …!!! અને એ છે એક થી દસ ગણવા – મનમાં ને મનમાં જ …!!! જી હા પ્રાચીન ‘ એન્ગર મેનેજમેન્ટ સાયન્સ ‘ કહે છે કે જયારે તમને ગુસ્સો આવે તો પહેલું કામ ગુસ્સો વ્યક્ત કરવાની રાહ જોવાને બદલે મનમાં ને મનમાં એક થી દસ કે એથી પણ વધુ ગણતરી કરવાનું રાખો ..!! આનાથી ગુસ્સો શાંત થવામાં મદદ મળશે . જો કે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી પણ આ નુશ્ખાનું સિક્રેટ એ છે કે એક થી દસ કે એથી વધુ ગણવાથી ગુસ્સો કન્ટ્રોલ કરવા માટેના બે મહત્વના પરિબળો સમય અને વ્યાકુળતાનો આમાં સમાવેશ થાય છે …!!!

જી હા આગળ કહ્યું એમ ત્વરિત રીએક્શન કે એક્શનથી બચવું એ ક્રોધ પર વિજય સમાન છે અને આ ગિનતી કરવાથી ક્રોધને વ્યક્ત કરતા પહેલા સમય અને ગણતરીમાં જીવ પરોવાને લીધે અમુક અંશે વ્યાકુળતા પર વિજય સંભવિત છે અને આ હું નહિ પણ જર્નલ ઓફ એપ્લાઈડ શોશિઅલ સાયકોલોજીના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આવું કરનારા લોકોએ પોતાના ગુસ્સા પર મહદઅંશે કાબુ મેળવ્યો છે . જો કે આ ટેક્નિક પણ કંઈ દર વખતે કામ આવતી નથી. ગુસ્સાથી કાળઝાળ થયેલો માણસ દસ શું, સો સુધી પહોંચી જાય તોય તેની ગરમી ન ઘટે એવું બને. એની વે , એન્ગર અને એનું મેનેજમેન્ટ એ ટોટલી વ્યક્તિ ઉપર ડીપેન્ડ કરે છે . ઘણા ‘ પકડ મુજે જોર આતા હૈ ‘ ટાઈપના ક્રોધીઓ ને કોઈ મેનેજમેન્ટની જરૂર નથી જ કેમકે એમનો એન્ગર ટાઈ ટાઈ ફીસ્સ્સ જ થવાનો હોય છે પણ જો ખરેખર તમને વારંવાર અથવા તો અર્થ વગરના ગુસ્સ્સાઓ આવતા હોય તો સંશોધકો એક બીજો પણ ઉપાય બતાવે છે અને એ છે વોકિંગ …!! જી હા શાસ્ત્રોમાં લખ્યું છે ને કે જ્યાં અને જેના પર તમને ગુસ્સો આવતો હોય એ વ્યક્તિ અને સ્થળ છોડી દો..કૈક આવું જ છે ગુસ્સો આવે ત્યારે ચાલવા નીકળી જવાનું લોજીક ..!! જો કે આ પાછું સિચ્યુએશન અને વ્યક્તિ પર નિર્ભર છે પણ ચાલવાથી જે એડોર્ફીન નામનું રસાયણ આપણા શરીરમાં છૂટે છે એ સકારાત્મકતા અને ખુશમિજાજી માટે પુરતું છે જે અલ્ટીમેટલી તમારા ગુસ્સાને કન્ટ્રોલ કરી શકે છે – દાખલો પૂરો ..!!!

ગુસ્સો આપણને કેમ આવે છે એના આપણી પહોંચ બહારના ઘણા કારણો હોય શકે છે પણ ગુસ્સો આવ્યા પછી એને કન્ટ્રોલ કરવા માટે તો આપણે ખુદ જ જવાબદાર રહેવાના . સાધુ સંતોના પ્રવચનો-કથાઓમાં ક્રોધને કાબુમાં લેવાના શાસ્ત્રીય ઉપાયો વારંવાર આવતા હોય છે પણ હકીકતે ક્રોધને કન્ટ્રોલ કરવામાં આવા શાસ્ત્રિક ઉપાયો કરતા પ્રેક્ટીકલ ઉપાયો વધુ કારગત નીવડે છે . જેમકે આગળ લખ્યું એમ જે વાત પર વિવાદ થઇ શકે છે એવી વાતોથી દુર રહેવું કે પછી જો વ્યક્ત જ કરવું પડે એમ હોય તો એ પહેલા થોડા સોચના કે પછી ગુસ્સો આવે તો ગમતું કોઈ ગીત સાંભળવું કે ગમતા કોઈ કામમાં મન પરોવવું કે પછી ઇવન ગુસ્સો વ્યક્ત કરતી વખતે જે વાત કે મુદ્દા પર ગુસ્સે થયા છો એને જ વળગી રહો કેમકે ઘણી વાર બીજી ભૂતકાળની વાતો એડ થવાથી મૂળ મુદ્દો ભૂલાય જાય છે અને ગુસ્સો ( તમારો કે પછી સામેની વ્યક્તિનો ) ભડકી ઉઠે છે ..!!! ગુસ્સાથી બચવું હોય તો સાયકોલોજીસ્ટો માફ કરવાના મૂળ મંત્રને પણ યાદ કરાવે છે . જી હા માફ કરી શકાય એવી કોઈની ભૂલ કે વર્તણુકને માફ કરતા શીખો એ પણ ગુસ્સા પર એક પ્રકારનો વિજય જ છે ..!!

એક નવાઈ પમાડે એવો એન્ગર મેનેજમેન્ટ મંત્ર એ પણ છે કે ‘ ગુસ્સાને કાબુમાં કરવા ગુસ્સે થાવ “ …!! અત્યાર સુધી વાત કરી એનાથી આ ઉલટું વાંચીને નવાઈ લાગીને પણ જી હા એન્ગર મેનેજમેન્ટ એમ પણ કહે છે કે ગુસ્સે થાવ , ચીખો , ચિલ્લાવ પણ બને તો એકલા – ખુદ પર કે પછી વર્તણુક પર ..અથવા તો ધારી અસર થાય એવી રીતે ગુસ્સો પ્રગટ કરો – ઠંડકથી અને ઉશ્કેરાયા વગર સામેની વ્યક્તિ સુધી ક્રોધ પહોંચવો જોઈએ, ક્રોધભર્યું વર્તન નહીં!! ખેર ગુસ્સે થવું અને ગુસ્સો આવવો એ બંને વચ્ચે જેટલો ફેર છે એટલો જ ફેર ગુસ્સાને કાબુમાં કરવો અને ગુસ્સાને વ્યક્ત કરવામાં છે ..!!! ગુસ્સો ઘણીવાર મનની અંદર અનુભવાતી લાચારીને લીધે હોય છે , તો કયારેક અકળામણ , કોઈક ગુંચવણ કે પછી કોઈ હતાશા ગુસ્સો બનીને બહાર આવતી હોય છે , ગુસ્સો ક્યારેક ક્ષણિક હોય છે, તો ક્યારેક ઓકેઝ્ન્લી તો ક્યારેક કાયમી . ક્યારેક પાંચ મિનીટ ગુસ્સો આવે તો ક્યારેક દિવસો સુધી ..!!! થોડા ઉપાયો અજમાવી જુઓ અને મેળવો એન્ગરથી આઝાદી …!!!!

વિસામો

ક્રોધ મધપૂડામાં પત્થર મારવા જેવો છે – એક કહેવત

–  અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૧૮ ફેબ ૧૮ )

એની ટાઈમ ઈઝ એ “ ગાંઠીયા “ ટાઈમ …!!!!!!

Featured

એની ટાઈમ ઈઝ એ “ ગાંઠીયા “ ટાઈમ …!!!!!!

“ સવારમાં ખાવ ચા ને ગાંઠીયા પછી ક્યાંથી હાલે ટાંટિયા ..” આવું કહેવાય છે પણ ગુજરાતીઓ અને ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ માટે આ કહેવત બિલકુલ લાગુ નથી પડતી . ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાંઠીયા ખાધા પછી જ જોમ, જુસ્સો અને તાકાત આવે છે …!!! મોટાભાગનાની સાચી સવાર જ પચ્ચા ગાંઠીયા ખાધા પછી જ પડે …!!! ગાંઠીયામાં વિટામીન ભરપુર માત્રામાં હોય અરે ડોકટરો પણ બિ૧૨ ની કમી વખતે પ્રિસ્ક્રીપશનમાં લખ્યા વગર કહી દ્યે કે ‘ હવાર હાંજ દહ દહ ના ફાફડા ખાતા જાવ ….કિરપા આતી રહેગી ….!!!!! ‘ જોક્સ એ પાર્ટ ગાંઠીયા ગુજરાતી નાસ્તો છે એમ કહેવું એના કરતા એમ કહેવું વધારે ઉચિત છે કે ગાંઠિયા એ ગમે ત્યારે કરાતો નાસ્તો છે ..ગાંઠીયા ઘણા માટે લંચ પણ છે ને ડીનર પણ …!!! એનીટાઈમ ઈઝ એ ગાંઠીયા ટાઈમ વિથ ચા …!!! યસ્સસ્સ્સ ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં તો સવાર જ ગાંઠિયાથી પડે અને રાત પણ ગાંઠિયાથી જ …!!! ગમે ત્યારે અને કોઈ પણ સમયે ‘ વીહ ના વણેલા આપજે ‘ કે પછી ‘ હાય્લ પચ્ચા પચ્ચા ફાફડા ખાઈ ..” આવું કહેવું અને સાંભળવું સૌરાષ્ટ્રમાં સાવ એટલે સાવ જ કોમન છે …!!! ગાંઠીયા સૌરાષ્ટ્રનું ઓફીશીયલ ફૂડ છે એમ કહેવું જરાય અતિશયોક્તિવાળું નથી જ …!!! ગાંઠીયા એ સૌરાષ્ટ્રનું ઓરીઝનલ ‘ ફાસ્ટ ફૂડ ‘ કહી શકાય …!!!

ઉપરના આખા પેરેગ્રાફમાં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર વાંચી વાંચીને એવું રખે માનતા કે ગાંઠિયા ખાલી સૌરાષ્ટ્રમાં જ ખવાય છે ….ના ભૂરા નાઆઆઆ ….!!!! ગાંઠિયા આખાયે ગુજરાતમાં ખવાય જ છે અને એટલું જ નહિ પણ ‘ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ‘ ની જેમ ‘ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં અચૂક હોય ગાંઠીયા ‘ !! અમદાવાદ હોય કે એમ્સટરડેમ ….લંડન હોય કે લાલપુર ….કલકત્તા હોય કે કોડીનાર બધે ગાંઠીયા હાજર છે જ , હા શર્ત એટલી કે ત્યાં ગુજરાતી હોવો જોઈએ …!!! જગતની માલીપા ગાંઠિયા ઉપરવાળાની જેમ બધે જ હાજરાહજૂર છે ….હા ક્યાંક ગરમાગરમ ..તાજેતાજા ખવાય છે તો જ્યાં આ સગવડતા ઉપલબ્ધ નથી ત્યાં પેક્ડ ખવાય છે પણ ખવાય છે તો ખરા જ …!!! ગાંઠિયા એ ગુજરાત અને ખાસ તો સૌરાષ્ટ્રવાસીઓએ સ્વાદ-રસિક જનતાને આપેલી અદ્ભુત વાનગી છે …!!!

હા પણ આગળ લખ્યું એમ સૌરાષ્ટ્રને અને ગાંઠીયાને અતુટ નાતો છે . સૌરાષ્ટ્રમાં પ્રસંગ કોઈ પણ હોય ગાંઠીયા તો હોય હોય ને હોય જ …!!! લગ્ન હોય તો જાનના નાસ્તામાં એય ને ગરમાગરમ ફાફડા – જલેબી ને એની હાયરે ઘોલર મરચા , કાચી કેરી – ગાજર-ટામેટાનું મસ્ત મજાનું કચુંબર , કોથમીર-ફૂદીનાની લીલી ચટણી ને અમુક જગ્યાએ મસ્ત મજાનું ઠંડું દહીં તો હોય જ . ગાંઠિયા બધે જ છે – સર્વવ્યાપી જ કહી દ્યો ને …!!! સવારના નાસ્તામાં ગાંઠિયા તો હોય જ….મરણમાં પણ ગાંઠિયા હોય ને જનમમાં પણ ગાંઠિયા જ હોય ..!!! ગાંઠિયા એ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખાલી હવારનો નાસ્તો નથી પણ ઓલ ડે એની ટાઈમ સેલિબ્રેશન છે ..!! જી હા સૌરાષ્ટ્રમાં ગમે ત્યારે ગાંઠિયા ખવાય …વહેલી હવારે ને અર્ધી રાત્રે પણ ..!! રાજકોટ , જામનગર કે જુનાગઢ કે બીજે ક્યાય પણ તમને અર્ધી રાત્રે બીજું કાઈ મળે કે ના મળે પણ ગરમાગરમ ગાંઠીયા અચૂક મળે જ ..!! ગુજરાતમાં બીજે બધે મળતા ગાંઠીયા જો બનાવનાર સૌરાષ્ટ્રવાસી ના હોય તો ઠંડા જ મળવાના પણ રાજકોટ જામનગર કે આખાયે સૌરાષ્ટ્રમાં જો ગાંઠીયા ઠંડા આપવામાં આવે તો અચૂક તલવારું ઉલળે…ધીંગાણા થઇ જાય ભાઈઈઈઈ …!!! જી હા ગાંઠિયા ગરમાગરમ જ ખાવાની મજ્જો આવે ….ઠંડા તે કાઈ ગાંઠિયા ખવાતા હશે …???એના કરતા તો ભુય્ખું રે’વું હારું ….!!! હુહહ્હ્હ ..!!!

ગાંઠીયા સૌરાષ્ટ્રવાસીઓ માટે બંધાણ છે… હા તો એમાં ખોટું શું છે ? દરેક પ્રદેશ કે શહેરની પોતપોતાની આગવી વાનગી હોય છે અને એના રહેવાસીઓ એના બંધાણી હોવાના જ . અને આ કાઈ ખાલી સૌરાષ્ટ્રવાસીઓનું બંધાણ થોડું છે હવે તો ‘ સૌરાષ્ટ્ર ફરસાણ ‘ જેવા બોર્ડો લગભગ દરેક શહેરમાં જુલતા થઇ ગયા છે અને સૌરાષ્ટ્ર સિવાયના શહેરોમાં પણ ગાંઠિયાના બંધાણી છે જ . હા એ અલગ વાત છે કે અમદાવાદ જેવા શહેરમાં મોટાભાગના ગાંઠિયાના કારીગરો નોન-કાઠીયાવાડી છે ..!! આમાં ક્યાંથી અસ્સલ ગાંઠીયા ખાવા મળે …???? બીકોઝ અસલ કાઠીયાવાડી ગાંઠીયા બનાવવા હર કિસી કે હાથ કી બાત નહિ હૈ ….!!! અને ઇટ્સ ફેક્ટ કે સૌરાષ્ટ્ર જેવા ઓથેન્ટિક ગાંઠિયા તો માત્રને માત્ર સૌરાષ્ટ્રમાં જ મળે ..!! ઇવન અમદાવાદ કે વડોદરા કે બીજે ક્યાય પણ ભલે ને બનાવનાર કાઠીયાવાડી હોય તો પણ સૌરાષ્ટ્રમાં મળતા ગાંઠિયાનો અસલ્લ્લ સ્વાદ મિસિંગ લાગે લાગે ને લાગે જ …!! અને એ તફાવત અનુભવવા માટે એકાદવાર ગોંડલના , રાજકોટના કે સૌરાષ્ટ્રના કોઈ પણ ગામના ગાંઠીયા ખાવા પડે ….!!! આ લખનારના સ્વાદિષ્ટ નિરીક્ષણ પરથી એવું જાણવા મળે છે કે લીંબડીથી જેમ જેમ સૌરાષ્ટ્ર બાજુ જતા જાવ એમ એમ ઉચા માયલા ગાંઠીયા મળતા થાય …!!! ડોન્ટ લાફ ….આ હકીકત છે ..!!! લીંબડીથી રાજકોટમાં મસ્તીના ગાંઠિયા મળે એનાથી આગળ જાવ તો ગોંડલના ગાંઠીયા ‘ ધી બેસ્ટ ‘ …એનાથી આગળ કેશોદ કે જુનાગઢ બાજુ એનાથીયે ટનાટન ગાંઠિયા …!!! અને આવા મસ્ત પોચા અને સ્વાદિષ્ટ ગાંઠીયા બનાવવામાં વોશિંગ પાઉડર વપરાય છે એવી વાતો તો વિરોધીઓનું કાવતરું છે .. સખ્ત વિરોધ આપણો એ બાત પર …!!! હકીકતે એનું કારણ રો-મટીરીયલ અને બનાવનારની હથોટી જ છે ..!!!

સકલ બ્રહ્માંડમાં તો નહિ પણ સકલ સૌરાષ્ટ્રમાં ગાંઠીયા ‘ હરી તારા નામ છે હજાર ‘ ની જેમ અનેકો સ્વરૂપે મળે છે . આરપાર જોઈ શકાય એવા પારદર્શી અને મોમાં નાખો ત્યાં ઓગળી જાય એવા ફાફડા તો ઓલટાઈમ હીટ ને હોટ છે જ તો કમનીય વળાંકોવાળા વણેલા ગાંઠીયા તો સરેઆમ ઉપલબ્ધ હોય જ છે પણ એ સિવાય પણ ફાફડાના મીની સ્વરૂપ જેવી તીખી અને મોળી બંને સ્વાદમાં ઉપલબ્ધ પાપડી પણ એટલી જ ફેમસ છે . ભાવનગર બાજુ જથ્થાબંધ મરી નાખેલા ભાવનગરી ગાંઠીયા ઉપલબ્ધ છે જે જીણી અને જાડી બંને સાઈઝોમાં મળે છે તો વધુ મોણ નાખીને બનાવેલા ‘ ચંપાકલી ‘ અને લાંબી સેવો જેવા જાડા ‘ તીખા ગાંઠીયા ‘ પણ ગાંઠીયા પરિવારના જ સભ્ય છે …!!! ફાફડા અને વણેલા સિવાયના ગાંઠીયા ઠંડા હોય તો પણ ચાલે …!!! કેમકે આ બંને સિવાયના જે લખ્યા છે એ ગાંઠીયાઓ લગભગ ગુજરાતી રસોડામાં બનતા ક્વિક અને ઇઝી ‘ ગાંઠિયા નું શાક ‘ કે પછી ભાવનગરના પ્રખ્યાત ‘ પાવ-ગાંઠીયા ‘ કે રાજકોટના ફેમસ ‘ તીખા-મોરા ‘ જેવી ડીશો બનાવવામાં વપરાય છે ..!!!

હવે રહી વાત ‘ મેરા ફાફડા અને તુમ્હારે ફાફડા’ ની તો અમદાવાદમાં મળતા ફાફડા અને સૌરાષ્ટ્રમાં મળતા ફાફડામાં બેઝીક તફાવત જાડાઈનો છે અને રહેવાનો કેમકે પ્રદેશ બદલાય એમ એમ વાનગીનું સ્વરૂપ બદલાય એ હકીકત છે અને સાથે સાથે બીજો તફાવત અમદાવાદમાં ફાફડા સાથે મળતી કઢી અને સૌરાષ્ટ્રમાં ફાફડા સાથે મળતા મરચા-સંભારો-દહીં જેવા લટકણીયાનો છે તો એના વિષે તો એટલુ જ કહેવું રહ્યું કે અમદાવાદમા ગોટા હોય કે ફાફડા કે દાળવડા હોય કે ખમણ બધા સાથે કઢી જ પીરસાય છે , હા મરચા બંને સાઈડ કોમન ખરા !!! અમદાવાદીઓ સોમનાથ-રાજકોટ કે જામનગર બાજુ જાય ત્યારે ત્યાના ફાફડા દબાવીને ખાય જ છે અને એ જ કાઠીયાવાડીઓ અમદાવાદમાં ‘ અમદાવાદી ફાફડા ‘ પણ ખાય જ છે …!!! જો ભાઈઓ સ્થળ અને પ્રદેશ બદલાય તો ટેસ્ટમાં અને સ્વાદમાં એટલા ચેન્જ તો રહેંગા હી ક્યાઆઆઆ ….!!!! ઓથેન્ટિક વાનગીઓ જે તે પ્રદેશમાં જ મળવાની …..રાજકોટમાં આ અમદાવાદી ફાફડા ગોત્યા’ય ન મળે પણ હા અમદાવાદમાં ‘ અસલ કાઠીયાવાડી ગાંઠિયા ‘ અવેલેબલ છે જ ….!!!! યુ કેન કમ્પેર ….પણ એ પહેલા બંને ખાવા પડે …..!!!!! અને જે શ્રેષ્ઠ છે એને વખાણવા પણ પડે જ …..!!!!!! એન્ડ ઇટ્સ રાઈટીંગ ઓન ધ વોલ કે અસલ ફાફડા કે ગાંઠિયા તો સૌરાષ્ટ્ર જેવા ક્યાય મળે નહિ …નહિ ને નહિ જ …..!!!!! ખોટું લાગે તો પચ્ચા ગાંઠીયા ખાઈ લેવાના શું …….!!!!!! ઇતિ સિધ્ધમ ….!!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૧૧ ફેબ ૨૦૧૮ )

શું થઇ ગઈ છે ‘ વર્ચ્યુલ ‘ થી ‘ રીયલ ‘ ની શરૂઆત ???……!!!!!

Featured

શું થઇ ગઈ છે ‘ વર્ચ્યુલ ‘ થી ‘ રીયલ ‘ ની શરૂઆત ???……!!!!!

“ છેલ્લા કેટલાક સમયમાં ફેસબુક પર યૂઝર્સ દ્વારા ૫૦ મિલિયન એટલે કે, ૫ કરોડ કલાક પ્રતિ દિવસ ઓછો ટાઈમ સ્પેન્ડ કર્યો. “….હે !!!! શું વાત કરો છો ? જગતની સૌથી પોપ્યુલર શોસીય્લ નેટવર્કિંગ સાઈટ ગણાવાતી અને મને ને તમને જેના વગર ચાલતું નથી ( એવું આપને માનીએ છીએ ) એવા ફેસબુક સાથે આ શું થઇ ગયું ? … જો કે રખે એવું માનતા કે આ કોઈ વિરોધીઓ દ્વારા ઝુકરીયા વિરુદ્ધ કોઈ કાવતરું કે પછી શોશિયલ સાઈટ પર જેનો રાફડો ફાટ્યો છે એવા કોઈ ફેક ન્યુઝ છે પણ આ હકીકત છે અને આ કડવી હકીકત હમણાં જ ખુદ ઝુકરીયાએ એક મુલાકાતમાં કબુલી છે . જો કે એણે એવું નથી સ્વીકાર્યું કે ફેસબુકની લોકપ્રિયતા ઘટી છે પણ યુઝ્રસો દ્વારા પહેલી વખત વપરાશના સમયમાં થયેલા ઘટાડાને એણે તાજેતરમાં ફેસબુકમાં થયેલા ફેરફારો સાથે જોડી દીધા છે . ફેસબુકે વીતેલા કવાર્ટરમાં ૨૦ ટકા વધુ નફો પણ કર્યો છે , જાહેરાતની આવકમાં પણ વધારો નોંધાયો છે અને એક્ટીવ યુઝર્સની સંખ્યા પણ વધી છે છતાં પણ ઝુકરભાઈની પરેશાની એ વાત પર છે કે ફેસબુકના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું કે અમેરિકા અને કેનેડામાં તેના વપરાશમાં ઘટાડો નોંધાયો છે. સાથે જ વિશ્વભરમાં પણ લોકો દ્વારા ફેસબુક પર રહેતા સમયમાં ઘટાડો નોંધાયો છે. !!!!!!!

સવાલ ખાલી ફેસબુક કે ભાઈ ઝુકરનો નથી પણ આપણા બધાનો પણ હોય એવું નથી લાગતું ? બેકાબુ અને બેલગામ બનેલું શોશિયલ મીડિયા અને એનો વધુ પડતો વપરાશ ધીરે ધીરે મારાને તમારા મગજ અને દિલો-દિમાગમાં એક અજીબ જેવો ખાલીપો કે પછી કંટાળો લાવી આપતો હોય એવું નથી લાગતું ? વોટ્સઅપ હોય કે પછી ફેસબુક હોય …..ઇન્સટા હોય કે ટ્વીટર દિલ પર હાથ રાખીને કહેજો કે આજથી ૨ કે ૫ વર્ષ પહેલા તમે આમાંના કોઈ એક પર કે બધે જ જેટલા એક્ટીવ રહેતા હતા એટલા આજે રહો છો ? ચાલો માન્યું કે કદાચ ત્યારે એક્ટીવ રહેતા હોવ તો એની પાછળનું એકમાત્ર કારણ એ હતું કે આ પ્લેટફોર્મ નવું નવું હતું અને નાના બાળકને જેમ રમકડાનું વિસ્મય હોય એમ મને ને તમને પણ આ શોશિયલ મીડયાના ચીરાગમાંથી કયો જીન નીકળશે અને આપણી કઈ કઈ માંગ પૂરી કરશે એનો ઈન્તેજાર અને કુતુહુલ બંને રહેતા પણ આજે …..???

આજે રોજ સવારે વોટ્સએપ કે ફેસબુકમાં ચવાઈને ચુથો થઇ ગયેલા અને એક ને એક હથોડાછાપ ગુડમોર્નિંગ મેસેજો શું તમારી સવાર ખરેખર ગુડ બનાવે છે ? અને આ પાછું આખો દિવસ ચાલતું રહે ..!!! ઘણાના ગુડમોર્નિંગ શુભેચ્છા સંદેશાઓ છેક બપોર સુધી પણ ચાલતા હોય અને પાછી ગુડનાઈટવાળી ત્રાસદી તો અચૂક આવવાની જ …!!! હા અને આ બધાની વચ્ચે કોઈ જ પ્રકારના કન્ફર્મેશન વગરના ન્યુઝ કે વિડીયો તો ખરા જ . જાણે કે જગત આખું એક ને એક દિવસે વાયરલ થઇ જવાનું એવા જોશ અને જનુંનથી સાચી કે ખોટી માહિતીઓની ફેંકાફેકી વચ્ચે ક્યારેય એવું નથી લાગતું કે મગજ પાકી ગયું હવે તો ? છોડ મનવા આ બધી ઝંઝાળ …!!! આ વાયરલવાળું એક હદ સુધી તો એવું મીઠું ને મનોહર લાગે ને પણ પછી જેવી ખબર પડે કે આ તો ફેક ન્યુઝ કે વિડીયો હતા ત્યારે છેતરાયાની લાગણી થઇ જાય ? થાય છે કે નહિ સચ બતાના …???

શોશિયલ મીડિયા આમ ફાયદાકારક છે પણ જો તમે એનો સમજપૂર્વક ઉપયોગ કરો તો અને તો જ …!! જો કે તમને સવાલ થશે કે સમજપૂર્વક એટલે શું બબુઆ …? સમજપૂર્વક મતલબ કામથી કામ …!! તાજેતરમાં જ મુંબઈમાં એક એનજીઓએ એક સર્વે કર્યો સોશિયલ મીડિયા અને એના દ્વારા રચતા સંબંધો પર . સવાલ જવાબો પરથી એવું ફલિત થયું કે શોશિયલ મીડિયા પર બનેલા સંબંધો તકલાદી હોય છે અને મોટાભાગના સંબંધો માત્ર દેખાવ હોય છે કે જેમાં ના તો કોઈ અપનાપન હોય છે કે ના કોઈ જોડાણ …!!! આ સર્વે સાથે આ લખનાર સાહિત ઘણા બધા લોકો મહદઅંશે સહમત થવાના . મહદઅંશે એટલા માટે કે સાવ એવું નથી પણ મોટાભાગે એવું જોવા મળતું હોય છે સોશિયલ સાઈટ્સ પર કે વાહવાહી કે એકબીજાની પીઠ પંપાળવાને લોકો રીલેશન સમજી બેસે છે ..!!! ખેર અહી આપણે વાત વાટકીવહેવારની નહિ પણ ઝુકરીયાએ જે ચિંતા વ્યક્ત કરી એની કરવાની છે …!!

સી , વોટ્સઅપ પર તો આવા વાયરલ અને હથોડા મેસેજોથી કંટાળીને ઘણા બધાએ કામ સિવાય આવવાનું બંધ જ કરવા માંડ્યું છે પણ ફેસબુક પર પણ હવે પહેલા જેવું એટ્મો ક્યાં? ખાસ તો ફેક આઈડીનો ત્રાસ અને ગમે તે વાતમાં કુદી પડતા ચર્ચા-શુરવીરોને લીધે ત્યાં પણ મારાને તમારા લોગીન ઓછા થતા જાય છે …!! જો કે હજુ પણ આપણે આગળ તો છીએ જ . હમણાં જ બહાર આવ્યું છે કે સરેરાશ ભારતીય દિવસમાં ૩૦૦ મિનીટ મોબાઈલ ડેટા વાપરે છે અને આમાનો ૭૦% ડેટા શોશિયલ સાઈટો પર ખાંખાખોળા કરવામાં વપરાય છે . જય હો જીઓ દેવતા અને મુકેશભાઈના પ્રતાપે હર એક હાથ મેં મોબાઈલ હૈ અને હર એક મોબાઈલ મેં રોજનું એક જીબી …!!! ફિર કરે ક્યાં ઇસકા…!!!!

સોશિયલ સાઈટો પર ઓછા થતા ટ્રાફિકનું એક બીજું અને અગત્યનું કારણ છે જુઠ….જુઠ અને જુઠ ..!!! જી હા વોટ્સઅપ પર તો ફેક ન્યુઝ વારંવાર વાયરલ થતા જ હોય છે પણ ફેસબુક પર પણ ફર્જી એકાઉન્ટને લીધે પરીશ્થીતી ખરાબ બનતી જાય છે . ખુદ ફેસબુકે હજારો નકલી એકાઉન્ટ હટાવ્યા છે તો અમેરિકી ચૂંટણી વખતે થયેલા ખોટા પ્રચારના સહભાગી થવાનું પાપ અને તપાસ પણ ફેસબુક અને ટ્વીટર પર લાગી ચુક્યું છે . ( એટલે તો ટ્રમ્પ એ ફેક ન્યુઝ એવોર્ડ આપવાનું શરુ કર્યું છે ને ,,,,!!! ) સી , ખોટા ન્યુઝ્થી જો ટ્રમ્પને તકલીફ થઇ શકાતી હોય તો હું ને તમે તો પામર જીવ છીએ અને શોશિયલ સાઈટો પર આપણે પ્રેસીડન્ટની ચૂંટણી નહિ પણ થોડા મનોરંજન , થોડી માહિતી અને થોડું માઈન્ડ ફ્રેશ કરવા આવતા હોઈએ એમાં પણ જો વાયરલ – ફેક – બકવાસ ન્યુઝ કે કન્ટેન્ટ ખાબકે તો શું કરવાનું ??? ભલે વાંચવામાં ઇઝી લાગતું હોય કે બ્લોક કે હાઈડ જેવા વિકલ્પો હાજર હોય છતાં પણ આવી સામગ્રીનું વારંવાર નજર સામે આવવું ચિત્ભ્ર્મ કરવા માટે પુરતું છે ..!!! એટલે તો એપલના સીઈઓ ટીમ કુકે કહ્યું કે હું મારા ભત્રીજાને અમુક હદ સુધી જ સોશિયલ મીડિયા વાપરવાનું કહીશ અથવા તો રોકીશ ,,,!!! શોશિયલ મીડિયા શેરીંગ અને કનેકટીંગનું અસરકારક માધ્યમ છે એની નાં નહિ પણ ટીમ કુકની ચિંતાને વાચા આપીએ તો શોશિયલ મીડિયા પર વધુ પડતી ફેલાતી જતી નેગેટીવીટી મને ને તમને બેક ટુ પાસ્ટ ચોક્કસ લઇ જશે જ – આઈ મીન ફ્રોમ વર્ચ્યુલ ટુ રીયલ અગેઇન્ન્ન્ન….!!! કેમકે જે રીતે આજકાલ શોશિયલ મીડિયા પર એકાઉન્ટ હેક થઇ રહ્યા છે , ફેક એકાઉન્ટ તમારા ફોટા અને ચાટનો મિસયુઝ કરી રહ્યા છે , ફેક ન્યુઝો રોકેટગતિએ આવી રહ્યા છે , બધા એકબીજાથી ચડિયાતા દેખાવાની હોડમાં છે , કે પછી વોટ્સઅપ પર જે રીતે ગપગોળાઓ ફરી રહ્યા છે એ જોતા એ દિવસો દુર નથી કે લોકો આપમેળે જ આવા શોશિયલ મીડિયાનો માપમાં જ વપરાશ કરતા થઇ જશે …!!!

વિસામો :

ફેસબુકના લોગો નો રંગ બ્લુ કેમ છે ખબર છે ? કેમકે માર્ક ઝુક્ર્બર્ગને રેડ-ગ્રીન કલર બ્લાઈન્ડનેસ છે અને એને ફક્ત બ્લુ રંગ જ એકદમ ક્લીયર દેખાય છે ….!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૪ ફેબ્રુઆરી ૨૦૧૮ )

થોડી લખું છું વર્ષોથી તેથી તો ઓ ‘જલન’, ચોટીલી મારી સૌ ગઝલ દમદાર હોય છે……!!!!!

Featured

થોડી લખું છું વર્ષોથી તેથી તો ઓ ‘જલન’, ચોટીલી મારી સૌ ગઝલ દમદાર હોય છે……!!!!!

થોડા સમય પહેલા ગાંધીનગર ટાઉનહોલમાં એક મુશાયરો યોજાયેલો , લગભગ ૮ જેટલા ખ્યાતનામ શાયરો સામેલ હતા , શ્રોતાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા . એક પછી એક શાયરો રજુ થઇ રહ્યા હતા અને ગઝલ રસિયાઓ આસ્વાદ માણી રહ્યા હતા પણ મોટાભાગના ગઝલ રસિયાઓ એક શાયરને સાંભળવા વધુ ઉત્સુક હતા . એ શાયરને સૌથી છેલ્લે રજુ કરવામાં આવ્યા , કેમકે એમને લગભગ દરેક મુશાયરામાં છેલ્લે જ રજુ કરવામાં આવતા અને એનું કારણ હતું એમની વજનદાર શાયરી ..!!! કારણ સીધું ને સાદું હતું કે જો એમને પહેલા રજુ કરી દેવામાં આવે તો એમના પછીના શાયરોની ગઝલો આ શાયરની ગઝલોની સરખામણીમાં ઓલમોસ્ટ ફિક્કી લાગે…!!! એ શાયર છેલ્લે રજુ થયા અને એમની અનેક નઝમો અને ગઝલોથી શ્રોતાઓને ખુશ ખુશ કરી દીધા એટલું જ નહિ પણ આજકાલની તુકબંધી જેવી ગઝલો વિષે પણ એમણે પોતાના મંતવ્યો એકદમ સ્પષ્ટ અને વિના સંકોચે બિલકુલ બેફિકરાઈથી આપતા પોતાની જ એક ગઝલનો શેર ટાંકેલો કે ‘એના ઉપરથી લાગે છે થાશે ગઝલનું શું? સોમાંથી એંસી આજે ગઝલકાર હોય છે ‘…!!! એ શાયર બીજા કોઈ નહિ પણ જલન માતરી સાહેબ હતા ….!!!!

જી હા ગુજરાતી ગઝલોમાં જે અમુક નામો માનભેર લેવાય છે એમાંનું એક નામ છે જલન માતરી ..!!! જલન સાહેબ ભણ્યા તો મેટ્રિક સુધી જ હતા પણ એમની ગઝલો એકદમ ઉચ્ચ કક્ષાની તેમજ સરળ અને સચોટ રહેતી . આમ તો તેમનું નામ અલવી જલાલુદ્દીન સઆઉદ્દીન હતું પરંતુ તેઓ જલન માતરીના તખલ્લુસ સાથે ગઝલો લખતા હતા. જલન માતરીએ પોતાના વતન માતરને પોતાના નામ સાથે જોડીને જલન માતરી એવા ઉપનામ સાથે ગઝલોની રચના કરી હતી. જલન સાહેબના જ પરિવારમાંથી ત્રણ શાયરો મળ્યા – ફખ્ર માતરી , વ્રજ માતરી અને જલન સાહેબ ..!! મોટાભાઈ વ્રજ માતરીને જલન સાહેબ ગઝલ ગુરુ કહેતા . બહુ ઓછાને ખબર હશે કે જલન સાહેબે ગઝલો ઉપરાંત જલારામબાપા ઉપર બહુ બધા ભજનો પણ લખેલા અને એ ભજનો સ્વરબધ્ધ પણ થયા છે .

‘મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’, જીવનની ઠેસની તો, હજુ કળ વળી નથી.’ જલન સાહેબે મૃત્યુ વિષે , મૃત્યુ ઉપર ઘણું લખ્યું છે . સ્વજનોના મોત વિષે જલન લખે છે ‘ એ જ કારણસર રડ્યો ના હું સ્વજનના મોત પર, ઓ ‘જલન’ જાણે કે મૃત્યુ મારું પોતાનું હતું. ‘ …’ મરણ અહીંથી તને લઈ જવાનું પળભરમાં, તું બેખબર આ જગતને વિશાલ સમજે છે.’ ……. ‘ બુદબુદા રૂપે પ્રકટ થઈ ડુબનારાની વ્યથા, ઠેસ દિલને, બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ, કેવા હલકા છે જુઓ, સાગરના પાણી, શું કહું ? જીવતો ડૂબી ગયો ને લાશ તરતી થઈ ગઈ ‘…. જલનને ખબર છે કે ઈશ્વર નહિ પણ સ્નેહીઓ જ લાશ ઉઠાવવા આવશે ‘ કરીને માફ સ્નેહીઓ ઉઠાવો એક બાબત પર, ’જલન’ની લાશ ઊંચકવા અહીં ઇશ્વર નહીં આવે ‘…. તો મોત એ અંતિમ સત્ય છે એવી અઘરી વાત પણ જલન સાહેબે જુઓ કેવા સરળ શબ્દોમાં સમજાવી છે કે ‘ હું જો અનુકરણ ન કરું તો કરું શું, અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે ‘ મોત અને મૃત્યુની આવી સરળ રજુઆતો કરતા જલન સાહેબે આપણી વચ્ચેથી લીધેલી વિદાય એ ગુજરાતી ગઝલ અને સાહિત્યમાં પડેલો બહુ મોટો ખાલીપો છે એ હકીકત છે . ‘જીવનભોગે મેં મેળવેલી આ સિદ્ધિ કયામત સુધી સાચવી રાખવી છે; જમાનાને કહી દો, નહીં ભાગ આપું મરણ આગવું છે, કબર આગવી છે.’

મોટાભાગની ગુજરાતી ગઝલો પ્રેમ કે હ્રદયભંગ પર રચાતી હતી એવા વખતે જે અમુક શાયરોએ એ ગુજરાતી ગઝલોની એ બીબાઢાળ સરણીને તોડી બતાવી એમના જલન માતરી એક હતા . એમના ગઝલસંગ્રહ ‘જલન’ (૧૯૮૪)માં પ્રેમની નહીં, પરંતુ આક્રોશ, વ્યંગ્ય, શંકા, ફરિયાદ અને ખુદ્દારીની ગઝલોની રજૂઆત કરવામાં જલન સાહેબ અવ્વલ રહેલા અને સફળ પણ . ‘હશે સત્ય પણ, કલ્પના પણ હશે, ખુદા શબ્દ છે તો, ખુદા પણ હશે. નરક-સ્વર્ગ જેવી જગા પણ હશે, સજા પણ હશે ને મજા પણ હશે.’ જલન સાહેબની ગઝલોમાં ઈશ્વર , ખુદા પરત્વે આક્રોશ કે ફરિયાદ વારંવાર જોવા મળી . ‘આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ? પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ? ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ? “ ‘હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને પી નાખો, જગતનાં ઝેર પીવાને હવે શંકર, નહીં આવે. ‘ કે પછી અતિ પ્રસિદ્ધ ‘ શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયંબરની સહી નથી. ‘ કે પછી ‘કહું છું ક્યાં કે પયગમ્બર બની જા, વધારે ચાંદથી સુંદર બની જા; જગે પુજાવું જો હોય તારે મટી જા માનવી પથ્થર બની જા.’ એકબાજુ જલન લખે છે કે ‘જેને ખુદાની સાથે વધુ પ્યાર હોય છે, એ હોય છે ગરીબ ને લાચાર હોય છે… ‘ તો બીજી બાજુ જલનને ખુદા પર ભરોસો પણ છે એટલે તો લખે છે કે ‘કરશે ગુનાઓ માફ સૌ અલ્લાહ એટલે, પાપોની લીલા મારી લગાતાર હોય છે ‘ જોકે એ પણ હકીકત છે કે જલન સાહેબ પુરેપુરા આસ્થાળુ અને પાંચ ટાઈમ નમાઝી હતા . પણ ગઝલોના શબ્દો દ્વારા ભગવાન સાથે સવાલો અને શંકાઓ ઉઠાવતા રહેલા ..!! અને એ બધી ગઝલોને માટે આવું કહેતા પણ કે ‘ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર, ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?’

જો કે જલન સાહેબે આ સિવાય પણ અનેક વિષયો પર લખ્યું અને માત્ર લખ્યું જ નહિ પણ એ બધી જ રચનાઓ ચાહકોમાં અતિ લોકપ્રિય પણ થઇ . પૈસા વિષે જલન લખે છે “ થોડુક ધન કુબેરો મને પણ મળે તો ઠીક, હું પણ તમારી જેમ ક્યાં બાંધી જનાર છું? કંપી રહ્યું છે કેમ દુ:ખોનું જગત ‘જલન’, હમણાં હું તકલીફોની ક્યાં સામે થનાર છું?” … મુશ્કેલીની બીક નથી લાગતી પણ કારણ વગરની મુસીબતો પર જલન કહે છે કે “ મુશ્કિલ પડી તો એવી કે આઠે પ્રહર પડી, પણ દુ:ખ છે એટલું જ કે કારણ વગર પડી “ એમ તો બીજા શાયરોની જેમ જલને પણ દિલ , પ્રેમ ને પ્રેમિકા પર લખ્યું જ છે “…જે કંઈ મને મળે તો, એ માંગ્યા વગર મળે, દિલ પણ હવે મળે, તો તમન્નાથી પર મળે “ .કે પછી .” વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં, સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં. “ તો પ્રેમના ઇજહાર પર લખે છે કે ´અમારા દિલમાં વસવા આપને પરવાનગી કેવી? કદી મંદીર ના દરવાજા ઉપર તાળાં નથી હોતાં. ’ પ્રેમ હોય ત્યાં વિરહ હોય જ એટલે જલન સાહેબે કહ્યું કે “પૂરી શક્યું ના કોઇ પણ, તારા ગયા પછી, મુજને જે ખોટ તારા વગર ઉમ્ર ભર પડી.” ´એણેય દીધું ઠોકરે મારા સ્વમાનને, જેના ઉપર ગુમાન હતું, કોણ માનશે ?” માતૃ વિરહ પર જલન લખે છે કે “ કયામતની રાહ એટલે જોઉં છું , કે ત્યાં તો જલન મારી માં પણ હશે “… તો પોતે જ પોતાની બળવાખોર કલમ અને વિચારો પર કહે છે કે ‘ આ બળવાખોર ગઝલ લખવાનું છોડ જલન નહિતર , લખીને રાખજે અંજામ તુજ સુંદર નહિ આવે “…આવા અનેક વિષયો પર ગુજરાતી ભાષાને ઉત્ત્મોત્મ ગઝલો આપનાર અને ગુજરાતી ગઝલ ચાહકોના દિલમાં સદાયે ગઝલો થકી ધડકતા રહેનારા જલન માતરી સાહેબના આ શેરથી એમની મોત અને જીવન વિશેની ફિલસુફી સાથે સમાપન કરીએ “ નથી રહી આ જહાં જીવનને લાયક ઓ જલન તેથી , છે એમાં આપણી શોભા કે વેળાસર જતા રહીએ ‘..!!!

– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૨૮ જાન્યુઆરી ૨૦૧૮ )

આઓં ‘ બ્લોગ ‘ કરે …!!!!!

Featured

આઓં ‘ બ્લોગ ‘ કરે …!!!!!

તમારામાં લખવાનું ટેલેન્ટ છે …….કશુક વ્યક્ત કરવાનું ઝનુન છે …..!!!! જગતને , દુનિયાને , દોસ્તોને કશુક કહેવું છે ??/ …કોઈ બનાવ , ઘટના , વ્યક્તિ કે સંજોગો પર કશીક ટીપ્પણી કરવી છે ?….શું તમને એમ લાગે છે કે છાપાઓ, મેગેઝીનોમાં લખતા કોઈ કટારલેખક કરતા તમે સારું લખી શકો છો ? તમને એમ લાગે છે કે તમારે કશુક અભિવ્યક્ત કરવું છે …કહેવું છે …વ્યક્ત કરવું છે ….પબ્લીશ કરવું છે …રજુ કરવું છે …!!! પછી ચાહે એ કવિતા હોય …લખાણ હોય …ચિત્ર હોય કે પછી કોઈ અભિપ્રાય હોય …!!! જો લખાણ હોય કે પછી તમારી કોઈ આવડત વિષે વાત કરવી હોય તો સ્વાભાવિક છે કે તમારે કોઈ છાપું કે મેગેઝીનમાં એ લખાણ છપાવું પડે અથવા તો ફેસબુક જેવા માધ્યમો પર રજુ કરવું પડે ….પણ જો આ કોઈ છાપાવાળો હાથ ના ઝાલે કે પછી ફેસબુક જેવા માધ્યમ પર પ્રાયવસી ના જળવાય એવા સંજોગોમાં તમે તમારું પોતાનું છાપું કે પછી નેટપેજ શરુ કરીને કોઈની પણ સાડીબાર રાખ્યા વગર તમને ગમે તે અભિવ્યક્ત કરી શકો છો …..!!! કૈસે …..? તો એનો એકદમ સરળ અને સસ્તો ઉપાય છે બ્લોગ …..!!!!

હાલતા ને ચાલતા લોકો બ્લોગની લીંક શેર કરતા રહેતા હોય છે એ જોઇને ઘણાને પ્રશ્ન થતો હશે કે સાલું આ બ્લોગ કઈ બલા છે ? છે શું આ બ્લોગ ? ઈન્ટરનેટનો વપરાશ કરતા લોકો તો બ્લોગ નામની આ બલાથી વાકેફ જ હશે . બ્લોગ એ હકીકતે એવી એક વેબસાઈટ છે જેના પર તમે વ્યક્તિગત રીતે કે પછી કોઈ એક ગ્રુપ બનાવીને પણ પોતાના અભિપ્રાયો, વિચારો કે પછી તમારી પાસે રહેલી કોઈ પણ પ્રકારની માહિતીને પબ્લીશ કરી શકો છો એટલે કે રજુ કરી શકો છો . સાદી ભાષામાં સમજાવું તો બ્લોગ એ એક પ્રકારની ડાયરી છે કે જેમાં તમે કઈ પણ લખી શકો છો, ફોટા અપલોડ કરી શકો છો, તમારા વિચારો વ્યક્ત કરી શકો છો, બ્લોગ માં કંપનીની માહિતી કે જાહેરાત હોઈ શકે છે, રોજના તાજા સમાચાર કે પછી ઘણા બ્લોગમાં બ્રેકીંગ ન્યુઝ પણ મુકાતા હોય છે તો ઘણા બ્લોગ્સ ઓનલાઈન સ્ટોર પણ હોઈ શકે છે, ટૂંકમાં બ્લોગ કોઈ એક માણસનો કે કોઈ કંપનીનો કે કોઈ ગ્રુપનો હોઈ શકે છે, અને હા બ્લોગ લખવાનો કોઈ નિયમ નથી મતલબ કે જરૂરી નથી કે બ્લોગ રોજે લખાય જ …એ તો જ્યારે મન થાય ત્યારે લખી શકો અને પબ્લીશ કરી શકો .. બ્લોગ લખ્યા પછી જે લોકો તમારો બ્લોગ વાંચે કે જેને ફોલોવર કહેવાય છે એ લોકો વાચ્યા પછી એ લખાણ વિષે કે માહિતી વિષે તમને ઓપીનીયન આપે ..કોમેન્ટ કરે …ઘણાને ગમે તો વખાણ કરે , ના ગમે એ ટીકા કરે . ટૂંકમાં એક એવું વર્તુળ બને કે જેમાં અને જેની સાથે તમે વિચારોની આપલે કરી શકો ..!!

૨૩ ઓગસ્ટ,૧૯૯૯માં ઈવાન વિલિયમ, સૌપ્રથમ બ્લોગને અસ્તિત્વમાં લાવ્યા. જો કે ‘ વિબ્લોગ ‘ એવા શબ્દનો ઉપયોગ એનાથી પણ પહેલા જોહ્ન બર્ગરે ૧૯૯૭માં કર્યો હતો. જેના પરથી અંતે “બ્લોગ” એવો ફેમસ શબ્દ મળ્યો .૨૦૦૩માં ગૂગલ દ્વારા આ બ્લોગના રાયટ્સ ખરીદી લેવાયા અને એને સ્વરૂપ મળ્યું બ્લોગસ્પોટ.કોમ. પહેલા, બ્લોગમાં ઈમેજને લીંક કરી શકાય એવી સુવિધા પૂરી પાડવામાં આવી અને પછી તો ધીમે ધીમે ટેમપ્લેટસ, પોસ્ટ્સ એટલે કે ઇન્ફોર્મેશન, લેખ કે પછી વ્યક્તિગત વિચારો રજૂ કરી શકાય એવી વિશેષતા ઉમેરાતી ગઈ. હવે તો પબ્લીશ થયેલી પોસ્ટ પર વાંચનાર લાઈક કે કોમેન્ટ કરી શકે એવી સુવિધાઓ આમ થઇ ગઈ છે . જે વ્યક્તિ બ્લોગ લખે છે એને બ્લોગર કહેવાય . પહેલા ફક્ત અંગ્રેજીમાં જ લખાતો બ્લોગ હવે તો દુનિયાભરની બધી જ ભાષાઓમાં લખાતો થઇ ગયો છે . ભારતમાં ઉપયોગમાં લેવાતી ભાષાઓની જ વાત કરીએ તો હિન્દી, ગુજરાતી , ઈંગ્લીશ, મલયાલમ , મરાઠી , કન્નડા, તેલુગુ , તમિલ , બંગાળી વિગેરે જેવી ઘણી ભાષામાં લખાય છે !!!

હવે તો બ્લોગ બનાવવો ખુબ જ સરળ છે અને એટલું જ સરળ છે બ્લોગને પૂરતા ફોલોવર મળે એ જોવું પણ કેમકે તમે સોશિયલ સાઈટો પર તમારા બ્લોગની લીંક શેર કરીને લોકોને બ્લોગને ફોલો કરવાનું આમંત્રણ આપી શકો છો . પણ હા ફ્લોવર ત્યારે જ મળવાના અથવા તો નિયમિત ફોલોવર ત્યારે જ હોવાના કે તમારા બ્લોગનું કન્ટેન્ટ ખુબ જ અલગ અને ઉમદા હોવું જોઈએ . નહિતર એકવાર વિઝીટ કરીને ગયેલો વિઝીટર બીજી વાર તમારા બ્લોગના આંગણે પગ મુકવાનો નથી એ પાક્કું ….!!! બ્લોગ એ અભિવ્યક્તિનું માધ્યમ છે તો સ્વાભાવિક છે કે એ શબ્દો કે જેનાથી અભિવ્યક્તિ રજુ થઇ રહી છે એ પણ બ્લોગરના જ હોવા જોઈએ નહિ કે બીજા કોઈના ..!!! હા બીજાની માહિતી બ્લોગમાં મુકવા સમયે એ આખીયે કન્ટેન્ટ પારકી થઇ ગઈ કહેવાય . ફલાણાનો બ્લોગ છે એટલે મારો પણ હોવો જોઈએ એવું મિથ્યાભિમાન કે જક્ક એ શરૂઆત પુરતું ઠીક છે પણ એવી માનસિકતાવાળો બ્લોગ બહુ ટકતો નથી . કેમકે બ્લોગ વધુ લોકો સુધી પહોંચે એ માટે ખાસ તો તમે જે વિષય પર બ્લોગ કે બ્લોગ પોસ્ટ મૂકી રહ્યા હોવ એ વિષય જરા બીજાથી જુદો હોવો જરૂરી છે નહીતર થશે શું કે બ્લોગ જગતમાં એક ને એક વિષયવસ્તુ કોઈ વાંચતું નથી ….ને હીટ ના અભાવે અનેકો બ્લોગનું બાળમરણ થઇ ગયાના દાખલાઓ પણ છે જ …!!

બ્લોગ તો હવે માઉસની ક્લિક પર વર્લ્ડપ્રેસ કે બ્લોગર કે બીજી કોઈ મફત બ્લોગ બનાવી આપતી સાઈટો પર જવાથી બની જશે પણ વો બ્લોગ ચલાને કે લિયે જનુન ચાહિયે …!!! અમિતાભનો બ્લોગ જોઇને એ સ્ટાઈલમાં બ્લોગ ચલાવવા જઈએ તો પછડાઈ જઈએ કેમકે બ્લોગ એ મૌલિક હોવો જોઈએ અથવા તો બ્લોગનો ઉપયોગ ફક્ત ને ફક્ત તમારી આવડતને શોકેસ કરવામાં વપરાવો જોઈએ . ઘણા લોકો જનુન જનુંનમાં અને ખાસ તો મફત મળતું હોવાથી હોંશે હોંશે બ્લોગ તો શરુ કરી દે છે પણ પછીથી આવા બ્લોગો ચેક કરો તો ખબર પડે કે ભાઈ કે બહેન પાસે રજુ કરવા જેવું કશું છે જ નહિ અને એટલે આવા બ્લોગો મહદઅંશે કોઈ બીજા પરની ટીકાઓ કે ગામથી ઉંધા વિચારો વ્યક્ત કરવાનું માધ્યમ બની જતા હોય છે અને સરવાળે www ડોટની દુનિયામાં અમથે અમથું એક એડ્રેસ બ્લોક થઈને પડ્યું રહે છે ….!!! ઓકે આવું ના થાય એવું ઇચ્છતા હોવ અને બ્લોગ શરુ કરવા જઈ રહ્યા હોવ તો આ રહી થોડી ઉપયોગી ટીપ્સ …!!! સૌપ્રથમ તો પૂરી ધીરજથી બ્લોગનો શુભારંભ કરો , જેના વિષે ટપ્પો પણ ના પડતો હોય એવા વિષયોથી દુર રહો …!!! બીજાની સામગ્રીની નકલ કરવા કરતા કશુક મૌલિક અને તમારું પોતાનું લખો કે રજુ કરો . કોઈ વિષય પર લખો તો એનું શીર્ષક આકર્ષક અને અસરદાર રાખો , કેમકે અંતે તો ટાઈટલ જ સર્ચ થવામાં આવશે ને …!! બ્લોગની ડીઝાઈન સાદી અને સિમ્પલ રાખો કેમકે તમારી ડીઝાઈન નહિ પણ કન્ટેન્ટ જ કિંગ રહેવાનું ..!! બ્લોગ પોસ્ટ પર આવતી બધી કોમેન્ટનો જવાબ દેવાની ટેવ રાખો પછી ચાહે ભલે ને કોઈ કોમેન્ટમાં ટીકા કેમ નથી ..!!! કોઈ વિઝીટરનો બ્લોગ હોય તો એને ફોલો કરો કેમકે આખરે તો આ એક એવો જ્ઞાન અને માહિતી સાગર છે કે એમાં જેટલું વધારે તરશો એટલી વધારે બ્લોગીંગ વિષે સમજ આવતી જશે અને હા લાસ્ટ બટ નોટ લીસ્ટ કે તમારા બ્લોગની લીંક અચૂકપણે તમારા સોશિયલ મીડિયા પર શેર કરતા રહો ….કેમકે આખરે વિઝીટર્સ જ તો તમને વધુ ને વધુ બ્લોગ પોસ્ટ મુકવા માટે થતા ઝનુન માટે ખુબ જરૂરી છે જ …!!! તો કરો શરુ બ્લોગીંગ અને વહેવા દો તમારા વિચારોને મુક્ત ‘ વેબ ‘ ગગનમાં …!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૧ જાન્યુ ૨૦૧૮ )

૨૦૧૭ ટુ ૨૦૧૮ : રીવ્યુ થી પ્રિવ્યુ ….!!!!!

Featured

૨૦૧૭ ટુ ૨૦૧૮ : રીવ્યુ થી પ્રિવ્યુ ....!!!!!

૨૦૧૭ નો આજે છેલ્લો દિવસ છે …આવતીકાલથી શરુ થઇ જશે વર્ષ ૨૦૧૮ …નવું વર્ષ ….નુતન વર્ષ ….નવું કેલેન્ડર …નવી આશાઓ …નવા સપનાઓ …!!!! સમય એની રીતે ચાલતો રહેતો હોય છે અને એ સમયની ગતિને કોઈ રોકી શકે એમ છે નહિ પણ એજ એ વી ધ ગુજરાતી આપણે ગયેલા સમય અને આવનારા સમય બંનેનું પિષ્ટપીંજણ કરવા માટે સમાન ઉત્સાહી રહેવાના જ ….બીકોઝ સરવૈયું કરવું આપણી આદત છે …!!! દરેક નવી વસ્તુ …સમય …વ્યક્તિ…નવી આશાઓ , નવા ઉમંગો અને નવું ભવિષ્ય લઈને આવે છે અને ઓફકોર્સ આપણે આ નવીનતા પ્રત્યે સ્વાભાવિકપણે ઉત્સાહિત હોવાના જ ….આખિર નયા જો હૈ …!!! ૨૦૧૭ માં શું મેળવ્યું અને શું ગુમાવ્યું એની ચર્ચા અને ચિંતન બધા પોતપોતાની રીતે કરવાના જ અને સાથે સાથે ૨૦૧૮ માં શું મળી શકે છે ઓર શું નવીન થઇ શકે છે એના વિષે પણ એટલા જ એક્સાઈટેડ હોવાના જ તો લેટ્સ સ્ટાર્ટ બીત ગઈ સો બાત ગઈ ને બદલે એક લટાર બીતે હુયે લમ્હોમે ઓર સાથ સાથ એક નજર ઉમ્મીદોવાલી કલ ઉપર પણ ….!!!!!

વિરાટ-અનુષ્કાની શાદી ડેફીનેટલી ૨૦૧૭ ની મોટી ઘટના રહી . વિરુશ્કા ના વેડીગે ૨૦૧૭ માં બનેલી અનેક ગમખ્વાર ઘટનાઓનો ગમ થોડીવાર માટે ભુલાવી દીધો . આ સેલીબ્રીટી શાદીમાંથી પરવારીને વિરુશ્કા સાઉથ આફ્રિકાની ટ્રીપ પર નીકળી ગયા છે જ્યાં વિરાટ એન્ડ કંપનીની આકરી કસોટી થવાની છે . જાહેરાતમાં આવે છે એમ ‘ પચ્ચીસ સાલ ‘ નો બદલો વિરાટ લઇ શકે છે કેમ કે પછી અગાઉ થયું છે એમ અનુષ્કાની હાજરીમાં વિરાટની નૈયા ફરી એકવાર સાઉથ આફ્રિકન સી માં ડૂબે છે એ ૨૦૧૮ ની મોટી સ્ટોરી બની રહેવાની . વિરાટ એન્ડ કંપની અને ટીમ ઇન્ડીયા આખું ૨૦૧૭ રમતના ન્યુઝમાં છવાય રહ્યા તો એ જ રીતે ૨૦૧૭ ના બીજા મોટા ન્યુઝ મેકર બની રહ્યા નરેન્દ્ર મોદી ..!!! વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની વૈતરણી પાર કરાવીને મોદી એ ફરી એકવાર લોકોને પોતાના ‘ મન કી બાત ‘ પર વિશ્વાસ મુકતા કર્યા ..!!! યોગી આદિત્યનાથ નો યુપી માં , નિર્મલા સીતારામન નો કેબિનેટમાં , રૂપાણી-નીતિન પટેલ નો ગુજરાતમાં તો જીગ્નેશ-હાર્દિક-અલ્પેશનો ગુજરાત રાજકારણમાં થયેલા ઉદય પર ૨૦૧૮ માં પોલીટીકલ પંડિતોની નજર રહેશે , તો દેર આયે દુરસ્ત આયે ની જેમ રાહુલબાબા એ પણ ગુજરાત ઇલેકશનમાં પોતાના બદલા બદલા તેવર થી બધાને આશ્ચર્યચકિત કર્યા એટલું જ નહિ પણ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખપદ પર બિરાજમાન થઈને ભાજપ ને ‘ ટફ ફાઈટ ‘ આપવાનું પ્રોમિસ પણ કર્યું ..!!! ૨૦૧૮મા આવનારી અનેકો મહત્વપૂર્ણ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીમાં આ મોદી વર્સીસ રાહુલ ફાઈટ જોવી રસપ્રદ રહેવાની એ સ્યોર …!!!

૨૦૧૮ માં રસપ્રદ તો એ પણ રહેશે કે આપણા મુકાભાઈ નું જીઓ મોબાઈલ સેક્ટરમાં કેટલા ગાબડા પાડે છે …!! જી હા ૨૦૧૭ મોબાઈલ અને ટેલીકોમ સેક્ટરમાં ચોક્કસપણે રિલાયન્સ અને જીઓ ને નામ રહ્યું . ચીરીને રૂપિયા લેતી વોડાફોન , આઈડિયા જેવી બધી જ કંપનીઓને ઘુટણ ટેકવા જીઓ એ મજબુર કર્યા પણ હવે ૨૦૧૮મા ‘ મફત સેવા ‘ બંધ થયા પછીથી એ જ દમામ ચાલુ રહે છે કે નહિ એના પર જીઓ નું જીવન નિર્ભર છે …!! તો એ જ રીતે ૨૦૧૭મા સરકારે લોકોને વધુ ને વધુ ‘ આધાર ‘ નિર્ભર કરવાનો પ્રયત્ન કર્યો , આખું ૨૦૧૭ ચારેકોર આધાર-આધાર ગુંજતું રહ્યું , લોકોને તો સપનામાં પણ ‘ લીંક યોર આધાર ‘ દેખાવા માંડ્યું …!!! ૨૦૧૮મા એ આધાર વધુ ગુંજતું થવાનું એ નક્કી છે ….લીંક યોર આધાર નાવ્વ્વ્વવ્વ્વ્વ ‘!!!!!! આધાર સિવાયની વાત કરીએ તો જુલાઈથી લાગુ થયેલ જી.એસ.ટી. ની કાગારોળ ૨૦૧૮મા પણ ચાલુ રહેવાની એ નક્કી છે .૨૦૧૭ માં દિલ્હી અમદાવાદ જેવા શહેરોમાં પ્રદુષણ ડેન્જર લેવલ ને પણ પાર કરી ચુક્યું એ જ ખતરનાક પ્રદુષણ ની ચિંતા અને બીક ૨૦૧૮ માં પણ ચાલુ રહેવાની એ પણ નક્કી છે કેમકે હજુ સુધી તો વધતા પ્રદુષણ ને રોકવા ‘ દિવાળીમાં ફટાકડા ફોડવાની મનાઈ ‘ સિવાય કોઈ અસરકારક ઉપાયો કારગત નથી નીવડ્યા કે અજમાવાયા ..!!!

૨૦૧૭મા દેશને નવા રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ મળ્યા તો ગૌરી લંકેશ જેવાની હત્યાથી ફરી એકવાર ‘ રાઈટ ટુ સ્પીક ‘ ચર્ચામાં રહ્યું . નોટબંધી ઓલ્મોસ્ટ એક વર્ષ પછી પણ ચર્ચામાં અને ચૂંટણી પ્રચારોમાં રહ્યું તો કુંબલે-કોહલી વિવાદ , ગુહા નું રાજીનામું અને અનુરાગ ઠાકુરની હાકલપટ્ટીથી ક્રિકેટ ચર્ચામાં રહ્યું . વર્ષના અંતમાં ફરી એકવાર સીમા પાર કરેલી સર્જીકલ સ્ટ્રાઈકથી સેના અને સરકાર બંને સુર્ખીયોમાં રહ્યા અને પાડોશી દેશ પાકિસ્તાનની ચાલુ રહેલી હરકતો જોતા ૨૦૧૮મા પણ સર્જીકલ સ્ટ્રાઈક અને સેના ની સાથે સાથે સરકાર પણ હેડલાઈન્સમાં રહેશે જ …!!! વર્ષ ૨૦૧૭મા પંજાબ, ગોવા , ઉતરાખંડ , યુપી ,મણીપુર થી શરુ થયેલી ચૂંટણી યાત્રા અંતમાં હિમાચલ અને ગુજરાત વિધાનસભાના પરિણામો સાથે પૂરી થઇ જેમાં ૯ માંથી ૬ રાજ્યોમાં પોતાની સરકાર બનાવીને બીજેપી એ ‘ કોંગ્રેસ મુક્ત ભારત ‘ અભિયાન આગળ ધપાવ્યું જે ૨૦૧૮મા પણ ચાલુ રહેવાની પૂરી શક્યતા છે …!!

૨૦૧૭મા ખાન ત્રિપુટી નો જાદુ ઓછો થયો . શાહરૂખની સેજલ હેરી ને ખાસ મળી નહિ તો રઇસે પણ કઈ માલદાર બનાવ્યા નહિ , સામે આમીરની સુપરસ્ટાર સિક્રેટ ઓડીયન્સે જ જોઈ તો ‘ ટ્યુબલાઈટ ‘ ની નિષ્ફળતાથી જોખમમાં આવી ગયેલા સલ્લુંભાઈના સ્ટારડમને ૨૦૧૭ ના એન્ડમાં ‘ ટાઈગર ‘ ની ત્રાડથી નવું જીવતદાન મળ્યું . ખાન ની ખોટ અક્ષયે ટોઇલેટ અને જોલી થી ભરપાઈ કરી તો વરુણ ની દિલવાલે અને જુડવા અને ડબ્બડ બાહુબલી એ મેદાન માર્યું . ન્યુટન અને ટ્રેપ , મુક્તિ ભવન અને હિન્દી મીડીયમ જેવી સારી ફિલ્મો પણ આવી . ૨૦૧૭ માં જેની આવવાની આશા હતી એ પદ્માવતી ૨૦૧૮મા આવશે કે નહિ એની ચિંતા સંજય કરતા બોલીવુડને વધુ સત્તાવતી હશે અને જો પદ્માવતી અટવાઈ જશે તો પણ ૨૦૧૮મા અક્ષય ‘ પેડમેન ‘ , હોકી પ્લેયર બલબીરસિંહ ની સ્ટોરી કહેતી ‘ ગોલ્ડ ‘ અને ‘ રોબોટ ૨.૦’ થી છવાયેલો રહેશે તો અવકાશયાત્રી રાકેશ શર્માની બાયોપિક ‘ ચંદામામા દુર કે ‘ , સંજય દત્તની બાયોપીક ‘ સંજુ ‘ , આમીર-અમિતાભ ની ‘ ઠગસ ઓફ હિન્દુસ્તાન ‘ અને પોખરણ પરમાણુ ધડાકા પર આધારિત ‘ પરમાણુ ‘ જેવી ફિલ્મો ચર્ચામાં રહેશે …!!

ડ્રાઈવર વગરની કાર ૨૦૧૮મા દોડતી નજરે પડવાની છે એવામાં ઇલેક્ટ્રિક કારો તો બજારમાં લોન્ચ થવામાં જ છે તો આઈફોન એક્સ થી ગુમાવેલી આબરૂ અને બાઝાર બંને પરત મેળવવા એપલ નવા ફોનમાં શું આપે છે એના પર સેમસંગ સહીત સૌ કોઈની નજર રહેવાની ..!!! ૨૦૧૮મા અમુક પ્રશ્નો તો ૨૦૧૭ ના જ કેરી ફોરવર્ડ થવાના..જેમકે ૧૬મી સદીની મસ્જીદ- મંદિર વાલી વાત અને વર્ષોથી ગૂંચવાયેલા અયોધ્યાવીવાદનો ૨૦૧૭મા તો કોઈ હલ નીકળ્યો નહિ શું ૨૦૧૮મા આનો કોઈ હલ નીકળશે ? આ જ રીતે વર્ષોથી કેરી ફોરવર્ડ થતો દાઉદ ની ધરપકડનો પ્રશ્ન શું ૨૦૧૮ માં ઉકેલાશે ? બીજેપી-પીડીપી ની સરકાર બન્યા પછી આખોયે દેશ જે કોયડાનો ઉકેલ પ્રત્યે આશાસ્પદ છે એ કાશ્મીરનું કોકડું ૨૦૧૮મા ઉકેલાશે કે પછી આમ જ ઓર એક સાલ …???? ખેર એમ તો સેન્સેક્સ ૪૦૦૦૦ ની ઉપર જશે કે નહિ એ માટે પણ ૨૦૧૮ પર જ રાહ જોવી પડશે ને …? અને એર ઇન્ડીયા વેચાશે કે નહિ એ પણ ૨૦૧૮ માં જ ખબર પડશે …જો વેચાશે તો …!!!! ખેર આ બધા જો અને તો માટે પણ ૨૦૧૮ ને પાસ-ઓવર કરવું જ પડશે ને અને એ પહેલા તો એને કહેવું પડશે ‘ વેલકમ ૨૦૧૮ “…..!!!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૩૧ ડીસેમ્બર ૨૦૧૭ )

કોન્ગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન …….!!!!!!!

Featured

કોન્ગ્રેચ્યુલેશન એન્ડ સેલિબ્રેશન …….!!!!!!!

જોતજોતામાં ૨૦૧૭ ના પુરા ૩૬૫ દિવસ ખતમ થવામાં છે અને દેશી ભાષામાં કહીએ તો ૨૦૧૭ ના છેલ્લા સીન અથવા તો તળપદી ભાષામાં ‘ તળિયાના સીન ‘ ચાલે છે એવામાં સ્વભાવિક છે કે આવનારા નવા વર્ષને આવકારવાનો ઉત્સાહ મારા અને તમારા બધામાં હોય જ ..!!! જુનાને બાય-બાય અને નવાને વેલકમ કરવાનો શિરસ્તો અને એ શિરસ્તાનું સેલિબ્રેશન એ જ તો આ ભાગદોડવાળી જીંદગીમાં એક ખુશીનું બહાનું છે અને વી ધ પીપલ સેલિબ્રેશનમા હમેશા અવ્વલ જ રહીએ છીએ પછી ચાહે એ સેલીબ્રેશનનું ઓકેશન આપણને લાગુ પડતું હોય કે ના હોય ….!!!! જી હા ૩૧ ડીસેમ્બર યાની કી થરટી ફસ્ટટટટટટ અને ન્યુ યરનું સેલિબ્રેશન પણ કઈક એવું જ સેલિબ્રેશન છે ….!!! ૩૧મીની રાત્રે છાને ખૂણે કે જાહેરમાં થતું ‘ હિક્ક્ક્ક હિક્ક્ક્ક ‘ કે પછી બાર ના ટકોરે ‘ હેપ્પપ્પ્પ્પી ન્યૂઊઊઊઉ યરરરરર ‘ ના ગગનભેદી અવાજો સાથે નીકળતી નવા વર્ષને વધાવનારાઓની વાહનયાત્રા……યસ વી લવ સેલીબ્રેશન્સ…..!!!!!! મૌકા ચાહે કોઈ ભી હો , કિસી કા ભી હો ઔર કૈસા ભી હો …આપણે રહ્યા સેલિબ્રેશનના માણસો ,ઉજવણીના માણસો …..અને એમાયે આ તો આખ્ખે આખ્ખું વરહ બદલે છે તો સેલિબ્રેશન તો મંગતા હૈ કી નહિ …??? હેય્ય્ય્ય ???

ફેમસ હિન્દી ફિલ્મી સોંગની જેમ ‘ જાને વાલે સાલ કો સલામ ….આને વાલે સાલ કો સલામ “ કરવા માટે આપણે બધા તલપાપડ હોઈએ છીએ અને મજાની વાત એ છે કે સૌ સૌના સેલિબ્રેશનના રીઝન્સ અને સ્ટાઈલ અલગ અલગ હોય છે પણ હા બધા સેલિબ્રેશન્સમા એક વાત કોમન હોય છે અને એ છે ‘ પાર્ટી ‘…!!! હવે કોણ ક્યાં અને કેવા પ્રકારની પાર્ટીઓ કરે છે એ તો ક્યા તો એ ખુદ જાણે અથવા તો બહુ વધુ પાર્ટી થઇ ગઈ હોય તો બીજા દિવસના છાપાના ‘ ઝૂમ બરાબર ઝૂમ શરાબી ઝડપાયા ‘ વાળા ન્યુઝમાં આપેલી નામાવલી ચેક કરીએ તો જ ખબર પડે પણ એક વસ્તુ નહિ સમજાતી કે નવા વર્ષને આવકારવા માટે ડાંસ તો સમજ્યા પણ શરાબ પીવો જ જોઈએ એવું ક્યાં સેલિબ્રેશન મેન્યુઅલમા લખેલું છે ??? !!!! ‘ બેસ ને છાનોમાનો …તને ના ખબર પડે …. થરટી ફસ્ટટટટટટમા તો પીવો જ પડે …”!!!!! ખેર , સૌને સૌના સેલિબ્રેશન મુબારક પણ હકીકત એ છે કે ઈસુનું નવું વર્ષ કે પછી અંગ્રેજી નવા વર્ષની ઉજવણી જેમના માટે ફરજીયાત છે એવા ખ્રિસ્તી ભાઈઓને પૂછીએ કે ‘ આવીએ ને આજે રાત્રે તમારે ત્યાં પાર્ટીમાં ?’ તો સામે જવાબ મળશે કે ‘ ભાઈ અમે તો ચર્ચમાં હોઈશું , માસ પ્રેયર એટેન્ડ કરતા હોઈશું “!!!!! આ માસ એટલે ખ્રિસ્તીઓની ચર્ચમાં થતી સમૂહ પૂજા. આવી પૂજા દર રવિવારે થતી હોય છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એ જરા જૂદી અને વધારે લાંબી હોય. ત્યારપછી રંગારંગ કાર્યક્રમ કે આતશબાજી હોય. અને ઘરે આવીને મિત્રો-સગા વહાલા સાથે ખાવા-પીવાનું અને થોડી મોજમસ્તી માટે ગાવા-નાચવાનું.

ખેર નો ઓફેન્સ ટુ એનીબડી …પણ આપણે તો શું છે કે દરેક તહેવાર અને દરેકના તહેવાર એ આપણા જ ..!!! નો ડાઉટ અંગ્રેજી વર્ષ બદલાય એની ખુશી અંગ્રેજો કે ઇસાઇઓની સાથેસાથે અને મોટાભાગે તો એમનાથી પણ અદકેરી આપણને હોય જ , બીકોઝ વી લવ સેલિબ્રેશનસેલિબ્રેશન …ઈનફેક્ટ આપણે સેલિબ્રેશનનો મોકો જ શોધતા હોઈએ , બાકી તો હિંદુ સંસ્કૃતિ મુજબ તો નવું વર્ષ દિવાળીએ જ ઉજવાય ગયું હોય છે …!!! સો વ્હોટ ??? ઉજવણીને ધર્મના બંધનો ક્યારેય નડ્યા નથી કે નડવાના પણ નથી . અને આમેય નવાને વધાવવું એ જ તો જિંદગીની સાચી મજા છે . ‘ જો બીત ગઈ સો બાત ગઈ ‘જે થયું એને ભૂલાવવા માટે પણ આવનારા સમયનું સ્વાગત કરવું જરૂરી બને છે . સીધી વાત છે , નવું વર્ષ અને એનું સેલિબ્રેશન આપણને એક નવી શરૂઆત કરતા શીખવે છે , ભવિષ્ય તરફ આશાભરી નજરોથી જોતા શીખવે છે . ભાવિના ગર્ભમાં શું છે એ તો કોઈ જાણી નથી શકતું પણ નવા સમય , નવા વર્ષની ઉજવણી આપણામાં નવી આશા , નવા ઉત્સાહ અને નવી ચેતનાનો સંચાર તો જરૂરથી કરે જ છે ….!!!! હા પણ આમાં ‘ હિક્ક્ક્ક હિક્ક્ક્ક ‘ વગરની ઉજવણી વધુ આવકાર્ય છે …!!!! લોલ્ઝ્ઝ્ઝ !!!!

એની વેય્ઝ ….આ લેખના સૌપ્રથમ વાંચકો જ્યાં રહે છે ત્યાં સૌથી પહેલું ન્યુ યર સેલિબ્રેશન થાય છે યાની કી ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડમાં સૌથી પહેલા નવું વર્ષ પગલું માંડે છે ..!! સિડની હાર્બરની આતશબાઝી આ માટે જગમશહુર છે . દુનિયામાં નવા વર્ષનું સ્વાગત અલગ અલગ રીતે કરવામાં આવે છે જેમાંની ઘણી બધી રીતો ખુબ જ ઈન્ટરેસ્ટીંગ છે જેમકે જર્મનીમાં નવા વર્ષે મોટા દેગડામાં ફોન્ડ્યું નામનું એક પ્રચલિત ખાણું પકાવીને સમુહમાં ખવાય છે એટલું જ નહિ પણ સામુહિક પાર્ટી પણ થાય છે તો બ્રાઝીલમાં લોકો આ દિવસે કલરિંગ કપડા નથી પહેરતા પણ મોટાભાગે સાદગીના પ્રતિક એવા સાદા કપડા જ પહેરાય છે . બલ્ગેરિયામાં નાના બાળકો ઘરે ઘરે જઈને લોકોની પીઠ પર હળવી ટપલીઓ મારે છે , એમ કહેવાય છે કે આવું કરવાથી સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ જળવાય રહે છે તો ગ્રીસમાં આતશબાઝી નથી થતી પણ લોકો પત્તા રમે છે અને જે જીતે એની આખું વર્ષ જીત થાય એવું માને છે . ચીલીમાં લોકો નવા વર્ષે કબ્રસ્તાન જાય છે તો આયર્લેન્ડમા નવા વર્ષે ઘરની દીવાલો પર બ્રેડ ફેંકવામાં આવે છે , એમનું માનવું છે કે આનાથી બુરી આત્માઓ દુર રહે છે ..!!! દક્ષીણ આફ્રિકાના શહેર જોહનિસબર્ગના એક વિસ્તાર હિલ્સબ્રોમા નવા વર્ષનું સ્વાગત બારીઓમાંથી ફર્નીચર બહાર ફેંકીને કરાય છે તો પેરુ મા લોકો આડોશી પાડોશીઓ સાથે કુસ્તી કરીને ગઈ સાલની દાઝ કાઢે છે ….!!!! દંગલ…દંગલ….!!!!! છે ને વિશ્વભરમાં નવા વર્ષનું મજેદાર સેલિબ્રેશન…..!!!!

‘ લાઈફ ઈઝ એ સેલિબ્રેશન ‘..!! એક્જેટલી જિંદગી પોતે જ ઉજવણી છે શરત એટલી કે એ સેલિબ્રેશન એ ઉજવણી સતત થતી રહેવી જોઈએ અને એમાયે નવા વર્ષની ઉજવણી હોય તો ચોક્કસપણે એમાં કશુક મીનિંગફૂલ , કશુક ભાવપૂર્ણ ઉમેરાવું જોઈએ ..!!! ખાલી હેપ્પ્પી ન્યૂઊઊ યર ની ચીચયારીઓ કે શુષ્ક શુષ્ક ફોરવડીયા મેસેજો કરતા સાચું સેલિબ્રેશન આવનારા વર્ષ માટે કશોક સંકલ્પ લેવાનું કરવું જોઈએ … એકાદ એવો સંકલ્પ જે ગયા વર્ષમાં મિસ થઇ ગયો હોય પણ આ વર્ષે સ્યોર એચીવ કરવો જ છે એવી કોઈક ગાંઠ બાંધવી જોઈએ …!!! ગયા વર્ષે જે તૂટવો નાં જોઈએ એવો હોવા છતાં પણ તૂટી ગયેલા કોઈ સબંધને ફરીથી જોડવાનો અને શક્ય હોય તો રીક્નેકટ કરી લેવાનો સંકલ્પ … . કોઈ એવા નિર્ણયને કેન્સલ કરવાનો સંકલ્પ કે જે કોઈ નબળી ક્ષણે વગર વિચાર્યે લઇ લીધો હોય…. આવનારા વર્ષમાં વધુ ખુશમિજાજ , વધુ મિલનસાર , વધુ બેલેન્સ્ડ બનીશ એવો સંકલ્પ . બાકી નવા વર્ષે તારીખિયું કે કેલેન્ડર જ નવું હશે ….. થોડા દિવસો ઉજાણી અને ઉત્સવનું વાતાવરણ રહેશે પણ પછી તો લાઈફ અપની ફિતરત દિખાયેગી હી બોસ્સ્સ …. બની શકે તો આ વર્ષે રૂટીનથી થોડું હટીને જીવીશ એવો સંકલ્પ પણ કરાય ને ? આવનારા વર્ષમાં નાની નાની ખુશીઓને ભરપેટ માણીશ , જે છે એમાં ખુશ રહેવાની સાથે સાથે વર્ષમાં એકાદ એવા ચહેરા પર ખુશી પ્રસરાવીશ કે જેણે સદાય ગમની કાલીચૌદશ જ જોઈ હોય અને સૌથી આઈ.એમ.પી. કે હું ખુશ રહીશ , મુશ્કેલીઓથી ડગીશ નહી અને જિંદગીને જીવીશ …. ભરપુર …..સદાબહાર અને ગમતી ક્ષણો , વ્યક્તિઓ અને ઘટનાઓની ઉજવણી કરતો રહીશ …ફ્રોમ ધીસ ન્યુ ઈયર ટુ નેક્સ્ટ ન્યુ ઈયર …… !!!!! ધીસ વિલ બી ધ રીયલ ન્યુ યર સેલિબ્રેશન …!!!!! હેપ્પી ૨૦૧૮ ટુ ઓલ્ઝઝ્ઝ્ઝ …!!!!

ઠંડક :

‘ નવું વર્ષ એટલે માત્ર નવું વર્ષ નહિ પણ નવો આત્મા પણ હોવો જોઈએ “ – ચેસ્ટરટન ( ઈંગ્લીશ સાહિત્યકાર )

 • અજય ઉપાધ્યાય ( નમસ્કાર ગુજરાત – ઓસ્ટ્રેલીયા/ન્યુઝીલેન્ડ કોલમ ” પરબ ” ડીસેમ્બર ૨૦૧૭ )

ના ‘ વિકાસ ‘ની … ના ‘ નવસર્જન ‘ ની , આ જીત છે ડાહ્યા મતદારોની ….!!!!

Featured

ના ‘ વિકાસ ‘ની … ના ‘ નવસર્જન ‘ ની , આ જીત છે ડાહ્યા મતદારોની ….!!!!!

જ્યારથી મોદી એ ગુજરાતની ધુરા સંભાળેલી ત્યારથી ગુજરાત આમેય આખાયે દેશનું ‘ નજર જમાયે રખના ‘ વાળું રાજ્ય બન્યું છે અને એમાયે જયારે મોદી વગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવા જઈ રહી હોય ત્યારે સ્વાભાવિક છે કે આખાયે દેશને એ જાણવામાં વધુ ઇન્તેઝારી હોય જ કે મોદીનું ‘ ગુજરાત મોડેલ ‘ મોદી વગર કેટલું સફળ છે . એમાયે જાતજાતના આંદોલનોથી પરેશાન ગુજરાત ભાજપ સરકારને ‘ પાડી દેવામાં ‘ કોંગ્રેસને હાર્દિક , અલ્પેશ અને જીગ્નેશ જેવાઓનો વણમાંગ્યો સહકાર મળ્યો ત્યારથી દેશ તો ઠીક પણ આખીયે દુનિયાની નજર ગુજરાત વિધાનસભાના પરિણામો પર હતી જ . દેશ અને દુનિયામાં પોતાની અલગ જ શાખ બનાવી ચુકેલા મોદીસાહેબ માટે આ કોઈ અગ્નિપરીક્ષાથી કમ નહિ તો લગાતાર હારતા રહેલા કોંગ્રેસ પક્ષ અને એમના એકમાત્ર નેતા રાહુલ ગાંધી માટે સત્તા પર ‘ કમબેક ‘ થવા માટેની તક હતી . પણ અફસોસ કે મોદી હોય કે રાહુલ , ભાજપ હોય કે કોંગ્રેસ બંને ગુજરાત વિધાનસભાના પરિણામોમાં ‘ ગ્રેસ માર્કસે ‘ પાસ થયા એમ કહી શકાય ..!!!! તો પછી પરીક્ષામાં પાસ થયું કોણ ????

‘ જો જીતા વોહી સિકંદર ‘ આવું ભાજપ માટે કહી શકાય કેમકે સત્તાની ટ્વેન્ટી ટ્વેન્ટી એમણે નેરો માર્જીનથી જીતી લીધી છે પણ એ નેરો માર્જીનની પાછળ છુપાયેલ વાઈડ મિસ્ટેકસ જો નહિ સુધારે તો ૨૦૨૨ તો દૂરની વાત છે પણ ૨૦૧૯ માં જ મોદી અને ભાજપનો અશ્વમેઘ એટલીસ્ટ ગુજરાતમાં અટકી પડવાનો એ નક્કી છે . પોલીટીક્સ નો વણલખ્યો નિયમ છે કે જો તમે ભૂલોનું પુનરાવર્તન કરતા રહો તો સત્તાથી હાથ ધોઈ બેસો . મોદીના દિલ્હીગમન પછીથી લોકલ નેતાઓએ એક પછી એક ભૂલો કરવાનું શરુ કરી દીધેલું જે ધીમે ધીમે પ્રજામાં રોષ , તિરસ્કાર કે ઉદાસીનતાની લાગણીમાં ફેરવાતું હતું . મોટાભાગના ભાજપ નેતાઓ પ્રજા વચ્ચે સરકારની કામગીરી પહોચાડવામાં ઉદાસીન રહ્યા અને ઉપરથી વિવિધ આંદોલનોનો ત્વરિત ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યા જેનો લાભ લેવાનું કોંગ્રેસને મન થયું . એમાં કોંગ્રેસનો પણ વાંક નથી કેમકે રાજકારણમાં એકની નબળાઈ બીજા પક્ષ માટે ‘ પ્લસ પોઈન્ટ ‘ બનતી જ હોય છે .

કોંગ્રેસ કી બાત હી નીકલી હૈ તો મુલાયઝા ફરમાઈએ કે ભલે કોંગ્રેસ અને રાહુલ એમ કહીને સંતોષ માનતા હોય કે અમે અમારું પ્રદર્શન સુધાર્યું છે પણ હકીકત એ છે કે આ વખતે કોંગ્રેસને સત્તાવાપસીનો ગોલ્ડન ચાન્સ હતો . હાર્દિક એન્ડ કંપનીએ મતોનું સારું એવું વિભાજન કરવાનું શરુ કરી દીધેલું ઉપરાંત અત્યાર સુધી એકલે હાથે લડતી કોંગ્રેસને આ વખતે બીજા ત્રણ હાથોની મદદ હતી અને ખાસ તો આ વખતે સાચા અર્થમાં કોંગ્રેસે આક્રમક પ્રચાર પણ કરેલો . એટલું જ નહિ પણ રાહુલે પણ મદિર-મંદિર અને ધાબા-હોટેલ જેવા એકેય સ્થળ મતદારોને રીઝવવા અને લોભાવવા માટે છોડ્યા નહોતા એવામાં મારા હિસાબે કોંગ્રેસ ફેઈલ થઇ ગણાય કેમકે ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષોમાં સરકાર વિરુદ્ધ આટલું વાતાવરણ પહેલી વાર જોવા મળેલું , ખેડૂતો – યુવાનો – વેપારીઓ અને પાટીદારો આ બધા જ સરકાર વિરુદ્ધ મોરચા માંડતા હતા અને એવામાં સ્વયમ પ્રજા તરફથી આટલી આડકતરી – પરોક્ષ અને ઘણી બધી જગ્યાએ સીધી મદદો છતાં પણ કોંગ્રેસ આ ‘ એન્ટી ઇન્કમબન્સી ‘ નો લાભ લેવામાં સદંતર નિષ્ફળ નીવડી -પ્રજાને ભરોષો આપવામાં નિષ્ફળ નીવડી એ હકીકત છે , અને સાથે સાથે એ પણ હકીકત છે કે જે પ્રમાણે ભાજપ આ ‘ નોટ આઉટ એટ ૯૦ ‘ ના પરિણામોથી છક્કડ ખાઈ ગયો છે એ જોતા આગામી દિવસો કે વર્ષોમાં કોંગ્રેસને ફરીથી આવો ‘ ગોલ્ડન ચાન્સ’ મળવાના સંજોગો ઓછા કરતા મુશ્કેલ વધુ છે …!!!

અને આ ‘ ગોલ્ડન ચાન્સ ‘ ફરીથી મળવાના ચાન્સીસ ઓછા એટલા માટે છે કે મૂળભૂત રીતે ભાજપ સંગઠનાત્મક પાર્ટી છે , એના કાર્યકરોથી લઈને બુથ મેનેજમેન્ટ કે પછી સંગઠનનું માળખું અત્યંત મજ્બુત છે જ્યારે સામે છેડે કોંગ્રેસમાં ખાટલે એ જ મોટી ખોડ છે જે આ પરિણામોમાં પણ દેખાઈ આવ્યું. કોંગ્રેસને અમુક વિસ્તારો ફક્ત અને ફક્ત હાર્દિક એન્ડ કંપનીના જોરે પ્રચાર કર્યા વગરના રહેવા દેવામાં નુકશાન ગયું તો સામે છેડે ભાજપને ગામડાઓની અવગણના ભારે પડી . ઇવન ગામડાઓની અનેકો સીટો એકદમ નેરો માર્જીનથી કોંગ્રેસ હારી ગઈ અથવા તો ભાજપ હારી ગઈ એ બતાવે છે કે ‘ મુકાબલા કાંટે ‘ કા થા ..!! ભાજપ અને કોંગ્રેસ બંનેના વોટશેર આ ઇલેકશનમાં વધ્યા છે એની ના નહિ પણ ભાજપના વોટશેરમાં વૃદ્ધિ શહેરોમાં થયેલા જંગી મતદાન અને ઓફકોર્સ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાદુઈ કરિશ્મા અને ગુજરાત પ્રત્યેના ભાવ્નાતંક લગાવનો સીધો ફાયદો છે તો કોંગ્રેસના વોટશેરમાં વૃદ્ધિ મહદઅંશે ભારતીય ટ્રાયબલ પાર્ટીની સીટોને હિસાબે અને ‘ ગાંડા વિકાસ’ ના વિરોધને હિસાબે છે – બે માંથી એકેયે હરખાવા જેવું છે જ નહિ . તો હરખાવાનું કોને છે ????

ઓફકોર્સ હરખાવાનો હક્ક માત્ર અને માત્ર નાગરિકોને – ખાસ કરીને મતદારોને છે કેમકે આ ઇલેકશનમાં ‘ વિકાસ ‘ અને ‘ નવસર્જન ‘ એ બે માંથી પસંદગી કરવાની હતી તો સાથે સાથે માધવસિંહની સરકાર પછીથી રાજ્યમાં પહેલીવાર માથું કાઢી રહેલા જાતિવાદને જાકારો આપવાનો પણ હતો . રાજ્યના સમજુ મતદારોએ એવો જનાદેશ આપ્યો કે ભાજપને ભૂલોને સુધારવાનો ઓર એક મોકો તો આપ્યો છે પણ હવે પછીથી ભાજપ સતત તલવારની ધાર પર ચાલતું રહેશે એ નક્કી કરી નાખ્યું તો સામે છેડે કોંગ્રેસને એમની મહેનતનું યથાયોગ્ય પરિણામ તો આપ્યું પણ સાથે સાથે એ સબક પણ શીખવાડ્યો કે ગુજરાતી પ્રજાનું દિલ જીતવા માટે હજુ ઓર મહેનત કરવાની જરૂર છે અને એ પણ સમાજમાં ભાગલા પાડ્યા વગર . ગુજરાતે કહી શકાય કે મોદી પ્રત્યેની નિષ્ઠા ફરી એકવાર સાબિત કરી બતાવી અને સાથે સાથે અમુક સીટોને બાદ કરતા જાતિવાદને સદંતર જાકારો પણ આપ્યો . સુરત જેવા અનેકો પાટીદાર પ્રભુત્વ ધરાવતા પ્રદેશોમાં ભાજપની જીત એ વાતનો શુભ સંકેત છે કે પ્રજાએ ‘ વિકાસ’ માં શ્રધ્ધા રાખી છે . તો સાથોસાથ અમુક જગ્યાએ ચાલેલા જ્ઞાતિવાદને બાદ કરતા ‘ નકામા ‘, ‘ નિષ્ક્રિય ‘ અને ‘ પેધી ગયેલા ‘ ઉમેદવારોને ઘરભેગા કરી દીધા છે અને એમાં બંને પક્ષોના મહાનુભાવો સામેલ છે …!!!

તો સામે છેડે ગામડાઓએ કોંગ્રેસને જીતાડીને હવે પછીની ભાજપ સરકારને એ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે વિકાસ ફક્ત શહેરો પુરતો મર્યાદિત ના રહેતા એના ફળ ગામડાઓને પણ મળવા જોઈએ . ભાજપ એમ કહેતું હોય કે ગામડા નારાઝ નહોતા તો એ સ્પષ્ટ જૂઠ છે , ક્યાંક ને ક્યાંક ગામડાઓ છેલ્લા ૩ વર્ષમાં વધુ એકલા પડી જતા હોય એવું લાગ્યું અને એમાયે ખાસ કરીને કિસાનો અને યુવાનોનો પ્રશ્ન વિકટ બનતો ગયો . હવે આવનારા દિવસોમાં એ જોવાનું રસપ્રદ રહેશે કે ભાજપ આ ચુકી ગયેલી સેન્ચ્યુરીમાંથી શું સબક શીખે છે તો સામે છેડે હાર્દિક આંદોલનને ક્યાં સુધી લઇ જઈ શકે છે કેમકે ધીમે ધીમે હાર્દિક એકલો પડતો જાય છે અને જીગ્નેશ અને અલ્પેશને હવે વિધાનસભ્ય તરીકે સાબિત થવું વધુ જરૂરી બની રહેશે . રહી વાત કોંગ્રેસની તો અંતરીક હુંસાતુસી અને ટાંટિયાખેંચમાંથી બહાર નીકળીને કોંગ્રેસ એક અસરકારક વિરોધપક્ષ તરીકે ટકી શકે તો ૨૦૨૨ માં કોઈ બાત બને …!!! એક મતદાતા તરીકે મને આ જનાદેશ ગમ્યો છે કેમકે લોકશાહીમાં કોઈ પણનો અહંકાર તોડવા મતદાન એ જ બેસ્ટ વેપન છે અને ગુજરાતના મતદારોએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે કામ નહિ કરો તો ગયા સમજજો …!!! હેટ્સ ઓફ ટુ વોટર્સ …!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૪ ડીસેમ્બર ૨૦૧૭ )

ખાઓ ….પીઓ અને તબિયતને ફ્રેશ કરો ….!!!!!

Featured

ખાઓ ….પીઓ અને તબિયતને ફ્રેશ કરો ….!!!!!

હુહુહુહુ ….હાડ ગાળી નાખે એવી ઠંડી આવવાના એંધાણ હવામાન ખાતું આપી રહ્યું છે …ગ્લોબલ વોર્મિંગની અસર હવે ઋતુઓના બદલાવ કે પછી ઋતુઓની તીવ્રતામાં વધારા કે ઘટાડા માટે જવાબદાર છે …ગુજરાત આખુયે ધીરે ધીરે ઠંડીની લપેટમાં આવતું જાય છે …રાત પડે ને ઠંડીનો ચમકારો નહિ પણ હેલોઝન શેરડો પાડવા લાગે છે , હજુયે વધુ ઠંડી પડવાના અણસાર આમ પણ આવી ચુક્યા છે , એવામાં શિયાળાની બોઝિલ લાગતી રાત્રી કે પછી સુસ્ત સુસ્ત લાગતા દિવસોને આનદ અને સ્ફૂર્તિમાં બદલાવી શકે એવી એક ચીજ છે શીયાળા પાસે જ …અને એ છે શિયાળામાં ઉઘડતી ભૂખ અને એ ભૂખ ને વધુ ને વધુ લિજ્જતદાર ….રસિક….ટેસ્ટી …..યમ્મી ….બનાવતી વિવિધ વાનગીઓનો રસથાળ ….!!!! જી હા , શિયાળો એટલે ખાયે જાવ …ખાયે જાવ ઓંર હેલ્થ કો બહેતર બનાતે જાવ ……!!!!! આમ તો શું છે કે હવે બાજરાના રોટલા અને રીંગણનો ઓળો વીકેન્ડમાં કાઠીયાવાડી રેસ્ટોરંટમા ઓર્ડર કરાતા મેનુનો એક મસ્ટ ભાગ જ બની ગયો છે પણ શિયાળામાં આ બંનેને ખાવાની મજા જ કોઈ ઓર છે . સૌરાષ્ટ્રમાં તો વાળુમાં રોટલા હોવા હજુ પણ ઓલમોસ્ટ ફરજીયાત છે જ અને એનું કારણ છે કે બાજરી પચવામાં હલકી અને પૌષ્ટિક વધુ છે . એટલે તો લોકવાણીમાં કહેવાયું છે ને કે ‘ બલિહારી તુજ બાજરો, જેનાં મોટાં પાન, ઘોડો પાંખું આવિયું, બુઢ્ઢા થયા જુવાન.’ દેશી બાજરીને દળીને બનેલા લોટને ટીપી ટીપી ને બનતા મસ્ત રોટલા જ્યારે ચુલા કે ઇવન ગેસ પર પણ પાકતા હોય છે ત્યારે એની સોડમ જ અર્ધી ઠંડી ભગાડી દે છે અને એમાયે ગરમાગરમ રોટલા પર દડદડતુ દેશી ઘી લપસીયા ખાતું હોય એ દ્રશ્ય જ ભૂખ ઉઘડવા પુરતું છે અને એમાયે ભળે દેશી રીંગણનો મસાલેદાર ઓળો – ભડથું જે કહો તે ..!!! અને સાથે હોય ગોળ , માખણ , લીલી ડુંગળી , ઘી મા હલકું સાંતળેલુ લીલું લસણ અને દહીમાંથી બનાવેલી મસ્ત મોળી છાસ…!!! આહા …શિયાળામાં આની મજા જ અદ્ભુત છે ..!!

શિયાળામાં શાકભાજી વધુ પ્રમાણમાં અને સસ્તા હોવાથી લીલા શાકભાજીની વાનગીઓ વધુ બને એ સ્વાભાવિક છે એમાયે નીતનવી વેરાયટીઓ ઉમેરાતી જાય છે . ઊંધિયું કે ઓળો તો ઠીક કે હવે કોમન અને પ્રચલિત વાનગીઓ છે પણ ગુજરાતમાં પ્રદેશ મુજબ અવનવી વાનગીઓ દર શિયાળે ઉમેરાય છે. સૌરાષ્ટ્ર બાજુ બનતું વરાળિયું ( બધા શાકને ઓછા તેલમાં ફક્ત વરાળથી પકાવીને બાજરાના રોટલા સાથે ખવાતી મસ્ત વાનગી ) કે પછી ચાપડી તાવો ( અગેન બધા શાકને મિક્ષ કરીને નાની કડક ભાખરી જેવી તળેલી ચાપડી સાથે ખવાતી આંગળાચાટ વાનગી ) કે પછી સુરતી ઊંધિયું કે વલસાડ બાજુ મળતું ઉંબાડિયું ( ખાડામાં દાટીને પકાવાતું અદ્ભુત મિક્ષ શાક ) કે પછી ઉત્તર ગુજરાતના તુવેરના ઠોઠા અને રોટલો ( સિસકારા નીકળી જાય એવી ડીશ ) કે પછી ઉત્તર ગુજરાતનું જ ફેમસ હળદળિયું ( લીલી હળદરનું મસાલેદાર શાક ) તો હવે શીયાળા સિવાય પણ મેનુમાં ડોકાતા રહે છે પણ મજાની વાત એ છે કે આ બધી જ વાનગીઓને ખાવાની મજા જેવી શિયાળામાં આવે છે એવી બીજી કોઈ સિઝનમાં નથી જ આવતી , બીકોઝ યે વિન્ટર કા જાદુ હૈ મિતવા …!!!

આમ તો શિયાળો બે પરસ્પર વિરોધાભાસી ગુણો ધરાવે છે . શીયાળા માં તબિયત બનાવી પણ શકાય છે અનેઘણા એને તબિયત ઉતારવાના કામ માં પણ લે છે .( ઈટ મીન્સ ..ચરબી ઉતારવી ..!!! ).ખેર આજે આપણે ચરબી ઉતારવા પર બિલકુલ કોન્સ્નટ્રેટ કરવાના નથી જ પણ હા ચરબી વધારવા પર પુરતું ધ્યાન આપવાના છીએ …ચરબી ચડી હશે તો ક્યારેક ઉતારવાનું મન થશે …શું કયો છો ? અને ઉતારવા માટે પણ શિયાળો જ બેસ્ટ ..!!! ખેર શિયાળો અને સ્વીટને પણ સારી એવી લેણાદેણી છે જ . મીઠું આઈ મીન ખારું નહિ પણ ગળ્યું ખાવું શિયાળામાં પણ વધુ પસંદ પડે છે અને આ ગળ્યું પણ ઓરીઝીનલ …!!! હાજર છે એક એકઠી ચડિયાતી દેશી મીઠાઈઓ …મીઠાઈઓ તો ના કહેવાય પણ ચોક્કસપણે ગળ્યું કહી શકાય અને એ પણ એકદમ હેલ્ધી …!!! ગોળની ગરમ ગરમ રાબ – સબડકે સબડકે સો ટકા સ્ફૂર્તિ …!!! ગુંદરપાક ..કાળા તલનું કચરિયું ( હેલ્થી અને સ્વાસ્થ્યવર્ધક )… શીંગ , દાળિયા કે પછી ડ્રાયફ્રુટથી ભરપુર ચીક્કી ….ઘી મા સાંતળીને તૈયાર થતો ખજૂરપાક કે ઇવન ખાલી ઘી-ખજુર …ખજૂરપાક નો જ પિત્રાઈ એવો લાલચટ્ટક ગાજરનો હલવો ( ચમચીએ ચમચીએ પ્યોર પૌષ્ટિક ) …ગુંદર-તલ-કે સુકામેવામાંથી બનાવેલા લાડુ … મેથીપાક……મેથીના લાડુ,….. સૂંઠ પાક,…….. બદામ પાક…… સાલમ પાક………….કોપરા પાક….. સોયાપાક…………..કાટલું ..અને લાસ્ટ બટ નોટ લીસ્ટ મા કે હાથ કી બનાઈ ગરમાગરમ સુખડી !!! ખેર આ લીસ્ટ તો લાંબુ થઇ શકે પણ આ બધાના કિંગનો ઉલ્લેખ કર્યા વગર લીસ્ટ સંપૂર્ણ નહી જ ગણાય . અને આ બધાનો રાજા એટલે ‘ અડદિયા ‘ ..યસ જાણે શિયાળાનો બ્રાંડ એમ્બેસેડર ..એના વગર શિયાળો અધુરો . વસાણાના ભરપુર ઉપયોગ અને સુકા મેવાના યમ્મી કોમ્બીનેશનથી બનતી આ રજવાડી આઈટમ વગર શિયાળાને ફટ્ટ છે . છે ને યમ્મી અને ટેસ્ટી લીસ્ટ ? અસલમાં શું છે કે ઠંડીના દિવસોમાં આપણું શરીર ઉષ્ણતામાન જાળવી રાખવા કેલરીનો વપરાશ વધારી દે છે. તેથી આ ૠતુમાં બાજરી, ઘી-ગોળ, કઠોળ, સૂકો મેવો વગેરે છૂટથી ખવાય તો પણ વાંધો આવતો નથી….!!! આઈ મીન હટી ને ખાવ ….!!!! નો પોબલેમ …!!!

ખેર શિયાળામાં છૂટથી મળતા તાજા ફળો અને અવનવી ભાજીઓમાંથી બનતા સૂપ વિષે પણ થોડી લાઈટ થ્રો કરી લઈએ ..આફ્ટરઓલ એ પણ શિયાળામાં જલસો કરાવતા જોડીદાર જ છે ને …!!! સ્ટ્રોબેરી, જામફળ, પાઈનેપલ, સંતરા, શેરડી, સફરજન, ચેરી ને ખાસ કરીને ચમકતા સંતરા . ઉઠાવો કિલ્લોના ભાવે અને ચૂસી જાવ –ખાઈ જાવ કે જ્યુસ કરી ને પી જાવ તો સવાર સવારમાં એય ને બે પાંચ કિલોમીટર ચાલ્યા પછી ઘરે આવીને ગરમાગરમ લાલ-મ-લાલ ટામેટાનો કોથમીરવાળો સૂપ કે પછી વટાણા-ગાજર-કોબીજ-પાલક નો ઓલ-વેજી સૂપ કે પછી વધુ હિંમતવાન હોવ તો આમળાનો જ્યુસ તમારી રાહ જોઈ જ રહ્યા હોય છે …!!! ખેર શિયાળામાં તો ડીશ-થાળી પણ કેટલી રંગીન બની જતી હોય છે ..!!! ઓળો , રોટલો , ઊંધિયું તો ઠીક મારા ભાય પણ મસ્ત મજાની ગરમાગરમ ખીચડી ને એની અંદર ખાડો પાડીને ભરાતું ઘી કે પછી એય ને લીલા શાકભાજીને કંપની આપતા લીલા લસણ , લીલી ડુંગળી , લીલી હળદર , તાજ્જા ગાજર કે પછી અહા થઇ જવાય એવી અડદની દાળ કે પછી મસાલેદાર મૂળા …..!!!! એમ તો સવારે સૂપ કે વસાણું , બપોરે આ હેલ્થી ગ્રીન ડીશ કે ડીનરમાં ખીચડી રોટલા સિવાય પણ મન થાય તો ( અને શિયાળામાં તો ચક્કી ચાલુ જ રહેવાની , એટલે મન તો હોંગા હી ) લીલા ચણા ( જીંજરા ) – કાચેકાચા ખાવ કે શેકીને ….રસમધુરી શેરડી ( અગેન રસ પીઓ કે એમ જ ઉલાળો )…ગરમા ગરમ ખીચું કે ઢોકળા કે પછી હાંડવો …ગરમાગરમ કાવો …મમરાના કે તલના લાડવા …અને અગેન લાસ્ટ બટ નોટ લીસ્ટ ચણી થી માંડીને અજમેરી બોર …!!! વોટર કમિંગ ઇન માઉથ ના ….!!!!!! હેપ્પી વિન્ટર …!!! હેલ્ધી વિન્ટર …!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૧૭ ડીસેમ્બર ૧૭ )

બીટકોઈન : આભાસી ફુગ્ગો કે કરન્સીનું ફ્યુચર ???

Featured

બીટકોઈન : આભાસી ફુગ્ગો કે કરન્સીનું ફ્યુચર ???

સાલ ૨૦૧૫ …સ્થળ : દિલ્હી જગતભરના ૩૩ દેશોની ચુનિંદા સુરક્ષા હોનહાર અધિકારીઓ દિલ્હીમાં ભારતીય સીબીઆઈના આંગણે જમા થાય છે, કોન્ફરન્સ નો મુખ્ય હેતુ છે જગતભરમાં ચાલતા આતંકવાદમાં વપરાતા પૈસાઓનું મૂળ શોધવાનું અને એને બંધ કરવાનું . પેરીસમા આતંકવાદી હુમલો હજુ તાજો જ થયેલો અને એકઠા થયેલા લગભગ દરેક ઓફિસરની વાતનો એક જ મુદ્દો હતો કે આતંવાદી ફંડિંગ ને રોકવું . આતંકવાદને રોકવાના બીજા ઉપાયોની સાથે સાથે એક વાત એ પણ સામે આવી કે મોર્ડન જમાનાના ત્રાસવાદીઓ પૈસાનું ફંડિંગ પણ આધુનિક રીતે કરતા થઇ ગયા છે અને એમાંનું એક આધુનિક સ્વરૂપ છે ‘ બીટકોઇન ‘ મા લેવડ-દેવડ …!!!! ‘ બીટકોઇન ‘ એ બીજું કઈ નહિ પણ એક પ્રકારનું હવાલા કૌભાંડ જ છે કે જેમાં અદ્રશ્ય કરન્સીની મારફત ડ્રગ્સ અને હથીયારો કે ત્રાસવાદીઓને ફંડિંગ પૂરું પડાય છે . આજે ‘ બીટકોઇન ‘ બીજા જ કારણોસર ચર્ચામાં છે ….!!! આ લખાય છે ત્યારે એક ‘ બીટકોઇન ‘ ની કિમત લગભગ ૧૫ હજાર ડોલર મતલબ કે ભારતીય ચલણમાં લગભગ ૧૦ લાખ રૂપિયા છે ….!!!! ચોંકી ગયા ને ? . જગતભરમાં હાહાકાર મચાવી દેનાર અને ખુબ જ ટૂંકા ગાળામાં છવાઈ જનાર આ અદ્રશ્ય કરન્સીના ઉતાર ચઢાવ ને લીધે સ્વાભાવિક પ્રશ્ન થાય કે શું છે આ કરન્સી ? કોણ છે આ બીટકોઈન ? આવો જાણીએ જગતની આ લેટેસ્ટ વિનિમય પદ્ધતિ પર .

વસ્તુઓના વિનિમય અને સમાજવ્યવસ્થા મુજબ માનવીને વિનિમય માટે એક ચોક્કસ ચલણ કે નાણાના સ્વરૂપની જરૂરીયાતનો ખ્યાલ પાષણ યુગથી જ આવી ગયેલો . વિશ્વમાં વ્યાપાર માટે , વસ્તુઓની ખરીદ વેચાણ માટે , આપ – લે માટે દરેક દેશનું એક ચોક્કસ નાણું અમલમાં છે જેને આપણે કરન્સી કહીએ છીએ . પથ્થરના ચલણથી શરુ કરેલી આ નકદ નારાયણની યાત્રા ચામડા , તાંબા , ચાંદી અને સોનાના ચલણો સ્વરૂપે વિકાસ પામ્યા અને ત્યાંથી કાગળની નોટો અને મેટલના સિક્કા પછીથી ૨૦ મી સદીમાં આ કરન્સીના કકળાટમાં ક્રેડીટ કાર્ડ / ડેબિટ કાર્ડ અને પ્લાસ્ટિકમનીના સ્વરૂપે વધુ એક આધુનિક ઉમેરો થયો ૨૦૦૮ સુધી તો આ પેપર , મેટલ ને પ્લાસ્ટિક મની કે કરન્સી નો દબદબો યથાવત રહ્યો અને હજુ પણ છે જ પણ ૨૦૦૮માં આવી એક નવી અને કૈક અંશે વિચિત્ર કહી શકાય એવી કરન્સી અને એ હતી બીટકોઈન !!!!!!!

અસલમાં બીટકોઈન એ બીજું કઈ નહિ પણ એક પ્રકારની ડીજીટલ કરન્સી છે . કોમ્પ્યુટરની ભાષામાં કહીએ તો એ એક સોફ્ટવેર છે . ૨૦૦૮ કે ૨૦૦૯માં સાતોશી નાકામોટા જેવું ઉપનામ ધરાવતા એક જાપાનીઝ ભેજાબાજે આની શરૂઆત કરેલી . શરૂઆતમાં બિટકોઈન ડોટ ઓઆરજી નામની વેબસાઈટમાં જઈને તેનો પ્રોગ્રામ ડાઉનલોડ કરવો પડે છે અને આ પ્રોગ્રામમાં ઉપયોગમાં લેવાયેલી ડીજીટલ / સાંકેતિક પદ્ધતિને સંપૂર્ણ રીતે ઉકેલવાની હોય છે. તેને ઉકેલી શકે તેને અમુક બિટકોઈન પુરસ્કારરૃપે મળે છે. જે પ્રોગ્રામ ડાઉનલોડ કર્યો હોય તેના ડિજિટલ ખાતામાં તે જમા થઈ જાય છે ડાઉનલોડેડ પ્રોગ્રામમાં તેના ઉકેલનારનું એડ્રેસ અને પાસવર્ડ જનરેટ થાય છે. બિટકોઈન આ એડ્રેસમાં જમા થઈ જાય છે . આ આખી પ્રક્રિયાને માઈનિંગ તરીકે ઓળખવામાં આવે છે મતલબ કે વેપાર શરુ . હવે તમે બિટકોઈન ના માલિક છો તમે એને કરન્સી તરીકે યુઝ કરીને ખરીદ વેચાણ કરી શકો છો . શેરબજારની જેમ બિટકોઈનની હેરાફેરી કરી શકાય છે . લઇ શકાય છે અને વહેચી શકાય છે . પણ ડીજીટલ કરન્સી હોવાને લીધે અને તેનું કોઈ સ્વરૂપ ના હોવાથી એ જે તે વ્યક્તિના ખાતામાં જ જમા થયેલી રહે છે અને એટલે જ બિટકોઈનને ક્રિપ્ટો કરન્સી પણ કહે છે કેમકે આ આખી પ્રક્રિયામાં ક્રિપ્ટોગ્રાફીનો ઉપયોગ સેફ્ટીના સંદર્ભમાં થાય છે . આની મદદથી ખાતાધારીની માહિતી અને ખાતું સુરક્ષિત રખાય છે . બિટકોઈનના વ્યવહારમાં સ્પેશ્યલાઇઝડ કોમ્પ્યુટરોનો ઉપયોગ કરાય છે અને આ પેમેન્ટ કરી આપનાર ને ‘ માઈનર્સ ‘. સ્પેશિયલ કોમ્પ્યુટર્સમાં જ્યાં બિટકોઈન સ્ટોર કરવામાં આવે છે એને ‘ વોલેટ ; કહે છે મતલબ કે તમારું પાકીટ . આ પર્સમાં તમારું નાણું જમા થયેલું હોય છે . બિટકોઈનના વ્યવહારો જે ખાતાવહીમાં સચવાય છે એનું નામ છે ‘ બ્લોક્ચેઈન ‘ આનાથી કોણે કેટલા વ્યવહારો કર્યા એનો ખ્યાલ રહે છે . બહુ સરળતાથી સમજાવવું અને સમજવું મુશ્કેલ રહે એવી આ આધુનિક કરન્સી માટે એટલું કહી શકાય કે બીટકોઈન એ ર૧મી સદીની કમ્પ્યુટર દ્વારા સર્જાયેલી નવી ચલણ પદ્ધતિ છે જેને ઈલેક્ટ્રોનિક ફોર્મમાં કમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, યુએસબી, પેનડ્રાઈવમાં કે પેપરના ફોર્મમાં રાખી શકાય છે. બીટકોઈનના પરમ પૂજ્ય પિતાશ્રી બીજું કોઈ નહિ પણ કોમ્પ્યુટર છે મતલબ કે જો એ બગડ્યું તો ગઈ ભેસ પાની મેં અથવા તો તમારી હાર્ડ ડિસ્ક જો કોઈ ના હાથે ચડી તો ગયા તમારા બીટકોઈન .!!!!!

ધીરે ધીરે આ અદ્રશ્ય કરન્સીની લપેટમાં આખું વિશ્વ આવતું જાય છે અને તાજેતરઓમાં બીટકોઈન મા આવેલા ઉછાળા પછી અચાનક બધાની જીભે અને આંખે આ નામ ચડી ગયું છે . ૨૦૧૧મા જેનું મુલ્ય માંડ ૧ ડોલર હતું તે આજે લાખો ડોલરની કીમત બતાવે તો આંખો પહોળી જ થાય ને ? પણ વેઇટ બીટકોઈનમા દેખાય એટલું સોનું નથી …!!! જી હા , આજે ભલે ને બીટકોઈન કુદકે ને ભૂસકે ઉછળતી હોય પણ બીટકોઈનના ભયસ્થાનો પણ એટલા જ છે . સૌથી પ્રથમ તો એના પર કોઈ નાણાસંસ્થાનું નિયંત્રણ નથી એટલે મન પડે એટલો ફુગાવો કે ગિરાવટ આવી શકે છે . જાપાનમાં હેકિંગ કરીને ૯ લાખ બીટકોઈનની ચોરી થયેલી એવા બનાવ વખતે કોઈ હાથ પકડવાવાળું ના હોવાથી આ આભાસી મુદ્રા ચોરાઈ જાય તો માથે હાથ મુકીને રોવાનો વારો પણ આવી શકે છે . બીટકોઈનનો વેપાર એ એક પ્રકારના સટ્ટા જેવું જ છે અને અમુક જ લોકોના હાથમાં હોવાથી સટ્ટાખોરી ને જન્મ આપે છે જેને લીધે બીટકોઈનની કિમતોમાં આસમાની – સુલતાની થવાની શક્યતા રહેલી છે જો કે શક્યતા શું આ જુવોને જાન્યુઆરી ૨૦૧૩ માં ૧૩ ડોલરના ભાવ વાળો બીટકોઈન અત્યારે લાખો ડોલરમાં પહોચી જ ગયો ને ?

જો કે નિષ્ણાતો માને છે કે બીટકોઈનનો ફુગ્ગો ગમે ત્યારે ફૂટી શકે છે . જ્યારે એક તરફ એવું કહેવાય છે કે ૨૦૧૮ ના અંત સુધીમાં બીટકોઈન ૪૦૦૦૦ ડોલર સુધી જઈ શકે છે એવામાં હકીકત એ પણ છે કે ફક્ત ૨૦૧૭મા જ બીટકોઈન ત્રણ વાર ૨૫% જેટલો તૂટી પણ ચુક્યો છે . વિદેશોમાં તો બીટકોઈનથી વેપાર ક્યારનો શરુ થઇ ચુક્યો છે અને કેનેડા જેવા તો બીટકોઈન ના એટીએમ મશીન પણ લાગેલા છે પણ ભારતમાં હજુ એની પા પા પગલી જ છે અને એનું કારણ છે ભારતની મજબુત અર્થવ્યવસ્થા ..!! જો કે બીટકોઈનમા આવેલા આ ઉછાળા પછી રોકાણકારોની પુછપરછ વધી ગઈ છે અને ઇવન દિલ્હી, મુંબઈ જેવા નગરોમાં તો બીટકોઈન વિષે સમજ આપતા ૧ દિવસથી લઈને છ મહિના સુધીના કોર્સીસ અને સેમિનારો પણ ગોઠવાવા માંડ્યા છે . ભારતમાં વર્ષે લગભગ ૧૦ થી 20 હાજર કરોડ રૂપિયાનું બીટકોઈન ટ્રેડીંગ થાય છે . પણ ચોક્કસપણે આ રોકાણ કરવા યોગ્ય નથી જ એનો પરચો બીટકોઈનમા આવતી ગિરાવટથી થઇ જાય છે . જો કે એક અહેવાલ મુજબ ભારતમાં બીટકોઈન એકાઉન્ટ હોલ્ડરની સંખ્યા પાંચ લાખ જેવી છે . આરબીઆઈ અને સરકારની ચેતવણી છતાં આમાં રોકાણ કરનારાઓ વધતા જાય છે એવામાં વિશ્વાસઘાત , છેતર પીંડી અને સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓનો જો કોઈ વ્યવસ્થિત અને પરફેક્ટ ઉકેલ મળી જાય તો ચોક્કસપણે બીટકોઈન એ આવતીકાલની ઉજળી કરન્સી બની રહશે એવું મોટાભાગના નિષ્ણાતોનું માનવું છે .

વિસામો :

બીટકોઈનની વેલ્યુએશન ૧૯૦ બિલીયન ડોલર છે જે કટાર , કુવૈત , હન્ગ્રી જેવા દેશો અને બોઇંગ જેવી વર્ષો જૂની કંપનીના વેલ્યુએશન કરતા પણ વધુ છે ..!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૧૦ ડીસેમ્બર ૨૦૧૭ )

ફિલ્મી વિવાદ : સર્જકે સાવચેત , સમજદાર રહેવું જ જોઈએ ……!!!!!!!

Featured

ફિલ્મી વિવાદ : સર્જકે સાવચેત , સમજદાર રહેવું જ જોઈએ ……!!!!!!!

સંજય લીલા ભણશાળી વિવાદો માટે ફિલ્મ બનાવે છે કે પછી ફિલ્મ બનાવીને વિવાદ ઉભો કરે છે એ જ નક્કી નથી થતું . ‘ પદ્માવતી ‘ ના વિવાદે ફરી એકવાર સંજયભાઈની આ મંશા વિષે સવાલો ઉઠવા લાગ્યા છે અને એમાં ફિલ્મની વાર્તા બાબતે કે ફિલ્મમાં વાંધાજનક શું છે એ તો હજુ નક્કી કરવું દૂરની વાત છે પણ દિવસે ને દિવસે જે પ્રમાણે ‘ પદ્માવતી ‘ ની આસપાસ વિવાદોના વમળો રચાતા જાય છે એના પરથી એક શંકા વધુ મજબુત થતી જાય છે કે શું ‘ પદ્માવતી ‘ સિનેમાઘરોનો પરદો જોઈ શકશે કે પછી સંજયનું આ સોનેરી શમણું બંધ ડબ્બામાં પુરાઈને જ રહી જશે ? પોતાની ફિલ્મ બાબતે ઉઠતા વિવાદો માટે સંજયની મથરાવટી આમેય મેલી છે જ . સંજયની જ ફિલ્મ ‘ ગોલીયો કી રાસલીલા ‘ વખતે થયેલી બબાલ બહુ જૂની નથી તો ‘ દેવદાસ ‘ મા શરતચંદ્રનો આત્મા કેટલો દુખી થયો હશે એ તો શરતચંદ્ર જ જાણતા હશે . જો કે ‘ રાસલીલા ‘ કે ‘ દેવદાસ ‘ ના વિવાદો એક ચોક્કસ સમય પછી સુલટાવી લેવામાં આવેલા પણ ‘ પદ્માવતી ‘ નો વિવાદ દિવસે ને દિવસે વધુ વકરતો જાય છે .

‘ ગોલીયો કી રાસલીલા ‘ વખતે પણ આવું જ થયેલું . રજપૂતો અને રબારી જ્ઞાતિની વાત કરતી આ ફિલ્મમાં કલ્પિત દુશ્મનાવટ , સ્ત્રીઓનું અવાસ્તવિક ચિત્રણ અને ઝવેરચંદ મેઘાણીની અમર રચના ‘ મોર બની થનગાટ કરે ‘ પોતાના નામે ચડાવી દેવાની ગુસ્તાખીયા કરીને સંજયભાઈ ફિલ્મને જબરી પબ્લીસીટીમાં લાવેલા અને ધૂમ કમાયા પણ ખરા , હા એ પહેલા એમણે માફીનામાં જેવા હથકંડા અપનાવેલા પણ ત્યાં સુધી માં વિવાદો નું વાવેતર કરેલું તેના પર પૈસા નો પાક આવતો થઇ ગયો હતો . સર્જકતા ના નામ પર લીધેલી છૂટછાટ ના આંબા પર ખણખણીયાની કેરીઓ ઝૂલવા માંડેલી અને એ પણ અભિવ્યક્તિ અને કળાની સ્વતન્ત્રતા ના નામે . ઈતિહાસ ફરીથી રીપીટ કર્યો છે સંજયભાઈ એ . જી હા ‘ પદ્માવતી ‘ મા અગેન વિરોધપક્ષે રાજપૂતો જ છે અને આ વખતે મામલો જરા વધુ પેચીદો અને મુશ્કેલ છે . કેમકે ‘ રાસલીલા ‘ વખતે તો એ ફિલ્મ રીલીઝ થઇ શકેલી પણ ‘ પદ્માવતી ‘ પર તો ટોટલ બેન લગાવવાની રજપૂતો માંગ કરી રહ્યા છે અને જો એવું થશે તો એમાં સૌથી મોટો વાંક સંજય લીલા ભણશાળી નો જ હશે .

છેલ્લા દોઢેક વર્ષથી ચાલતો ‘ પદ્માવતી ‘ વિવાદ હવે એના નિર્ણાયક તબક્કામાં છે . ફિલ્મ સર્જક તરીકે ફિલ્મ બનાવનારને ફિલ્મ રજુ કરવાનો સંપૂર્ણ હક્ક છે એવું તો સુપ્રીમ કોર્ટ પણ કહી ચુકી છે પણ વાત જ્યાં સુધી અક્કલથી વાપરેલી સર્જનાત્મકતા અને અભિવ્યક્તિની આઝાદીની છે ત્યાં સુધી એમાં સંજયભાઈ નબળા પુરવાર થયા છે અને આ હું નહિ પણ ખુદ સેન્સર બોર્ડના અધ્યક્ષ અને સંસદની આઈટી કમિટીના મેમ્બર્સ પણ કહી ચુક્યા છે . રણવીરસિંગના બેજવાબદાર બયાનથી શરુ થયેલી આ વિવાદની આગમા અત્યારે તો સંજયની આ મહત્વાકાંક્ષી ફિલ્મ સળગી નહિ જાયને એની બીક છે . એમાયે સંજય જે વિવાદિત દ્રશ્યોને આધારે રજપૂતો આ ફિલ્મને પ્રતિબંધિત કરવાની માંગ કરે છે એના વિષે કોઈ ઠોસ વિગત ન આપીને ફિલ્મને વધુ ને વધુ પબ્લીસીટી મળે એવું કરતો હોય એમ વધુ લાગે છે જો કે ભણશાલી એ એટલી સ્પસ્ટતા કરી કે પદ્માવતી અને ખીલજી વચ્ચેની આવી કોઈ ડ્રીમ સિક્વન્સ ફિલ્મમાં છે જ નહિ પણ એ સાબિત કરવા માટે ફિલ્મનો જે લોકો વિરોધ કરી રહ્યા છે એ કરણી સેના ને હજુ સુધી ફિલ્મ બતાવવા તૈયાર નથી થયો .

ફિલ્મ સર્જકો પૈસા કમાવવા માટે જ ફિલ્મો બનાવતા હોય છે એમાં કાઈ નવું નથી પણ જ્યારે કોઈ ચોક્કસ જાતી કે સમુદાયનું ચિત્રણ થતું હોય ત્યારે સર્જકે વધુ સાવચેત રહેવું પડે છે . સંજયે સેન્સર બોર્ડ સામે એવો જવાબ આપીને આખી વાતને વાળી લીધી કે તેમની ફિલ્મ ‘ પદ્માવતી ‘ એ ઈતિહાસ નહીં પણ મલિક મોહમ્મદ જાયસીની કવિતા પર આધારિત છે. મલિક મોહમ્મદ જાયસીએ પદ્યાવતી નામની મહાકાવ્યની રચના કરી હતી. આ મહાકાવ્ય રાણી પદ્માવતીની વાર્તા છે. રાણી પદ્માવતીના સૌદર્યથી મોહી પડેલો સુલ્તાન અલાઉદ્દીન ખિલજી ગમે તે ભોગે તેને પામવા માગતો હતો. તેણે ચિત્તાડ પર હુમલો કર્યો હતો. આથી અન્ય રાજપૂત મહિલાઓ સાથે રાણી પદ્માવતીએ પણ આગમાં કૂદીને આત્મવિલોપન કર્યું હતું. પણ જો ‘ પદ્માવતી ‘ ઐતિહાસિક તથ્યો પર આધારિત ના હોય તો એના બધા જ પાત્રોના નામ ઐતિહાસિક કેમ છે એનો જવાબ સંજયભાઈ પાસે નથી એટલું જ નહિ પણ દોઢેક વર્ષથી ચાલતા વિવાદને સુલજાવી શકાતો હોત એવું પણ સંસદીય સમિતિએ નોંધ્યું છે . એટલું જ નહિ પણ સંજયે વિરોધ કરી રહેલી કરણી સેનાને રીલીઝ પહેલા ફિલ્મ બતાવવાનું વચન આપેલું જે એણે હજુ સુધી નિભાવ્યું નથી એને બદલે મીડિયાના અમુક લોકોને ફિલ્મ બતાવી કે યુકે મા સેન્સર કરાવવા જેવી વિવાદિત પ્રવૃતિઓ કર્યા કરી છે. ઈરાદો સાફ છે કે ભારતમાં બને એટલી વધુ આ ફિલ્મને પબ્લીસીટી મળે …!!! ચાલો એ વાત માની લઈએ કે ફિલ્મ જોયા વગર એનો વિરોધ કરવો યોગ્ય નથી તો આવા સંવેદનશીલ મુદ્દા વખતે જે તે પક્ષકારોને પહેલા ફિલ્મ બતાવવામાં વાંધો શું હોય શકે ? અને એ પણ એવે વખતે કે જ્યારે ખુદ સંજય કહી ચુક્યો છે કે ફિલ્મમાં કોઈ જ વાંધાજનક દ્રશ્ય નથી . તો પછી બતાવવામાં વાંધો શું છે ? એટલે જ સંજયની અગાઉની ફિલ્મોને જોતા આ પબ્લીસીટીની ગેમ વધુ લાગે છે .

પદ્માવ્તીનો વિવાદ શમે એપહેલા બીજા બે વિવાદો જન્મ લઇ ચુક્યા છે ..!!! એમાંની પહેલી ફિલ્મ છે ‘ ગેમ ઓફ અયોધ્યા ‘. બાબરી મસ્જીદ ડીમોલેશનના બેકડ્રોપમા ચાલતી હિંદુ-મુસ્લિમની લવસ્ટોરી કહેતી આ ફિલ્મ પર એમ કહીને પ્રતિબંધ લગાવવાની વાત આવી છે કે આ ફિલ્મમાં અયોધ્યા અને બાબરીકાંડ વિશેના વાંધાજનક દ્રશ્યો છે , એટલું જ નહિ પણ પ્રતિબંધની માંગ કરનારા તો એમ કહે છે કે એમાં એવુ બતાવાયુ છે કે હિંદુઓએ છળકપટથી અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન રામની મૂર્તિ સ્થાપિત કરી હતી. ગેમ ઓફ અયોધ્યા ફિલ્મ 8 ડિસેમ્બરે રિલિઝ થવાની હતી.સેન્સર બોર્ડે ફીલ્મ પર રોક લગાવી હતી પણ ટ્રિબ્યુનલે તેને મંજુરી આપી દીધી છે. આવું જ કઈક મલયાલી દિગ્દર્શકની ફિલ્મ ‘ સેક્સી દુર્ગા ‘ સાથે થયું . ગોવા ફિલ્મ ફેસ્ટીવલમાં નામને લીધે પહેલા તો એને બહાર કરી દેવામાં આવી પણ પછી કોર્ટની દખલથી ફેસ્ટીવલમાં બતાવાઈ પણ નામ બદલીને ‘ એસ.દુર્ગા ‘ કરવું પડ્યું . આવું જ કૈક થયું મરાઠી ફિલ્મ ‘ ન્યુડ ‘ સાથે . ફિલ્મની નાયિકા આજીવિકા માટે ન્યુડ મોડલિંગ કરાવતી હોય છે એને અનુરૂપ ફિલ્મનું ટાઈટલ ‘ ન્યુડ ‘ બરાબર હતું પણ જ્યુરીને એના નામ સાથે વાંધો પડ્યો , ફિલ્મ અધુરી છે એવા બહાના હેઠળ ‘ ન્યુડ’ ફિલ્મ ફેસ્ટીવલમાં રજુ થઇ શકી નહિ .

ફિલ્મો સમાજનો આયનો છે અને ફિલ્મોની સમાજ પર અસર પડે છે એ કોઈ નકારી શકે નહિ . એવામાં સર્જકે પણ દર્શકની ભાવનાઓ સાથે રમતો રમવાનું બંધ કરવું જ રહ્યું તો સામે પક્ષે દીપિકાનું નાક કાપવું કે સંજયનું માથું વાઢી લાવવું કે ‘ ગેમ ઓફ અયોધ્યા ‘ ના દિગ્દર્શક સુનીલસિંહના હાથ કાપનારને એક લાખનું ઇનામ જેવા સર્જનાત્મકતા ને ડરાવનાર કામોથી લોકોએ પણ દુર રહેવું પડે . સિનેમા એક સર્જનાત્મક અને અભિવ્યક્તિનું માધ્યમ છે પણ એ જ સિનેમા રજુ કરતી વખતે કે અભિવ્યક્ત કરતી વખતે સર્જક પણ સમાજનો એક હિસ્સો જ છે અને સિનેમા એ જ સમાજ વચ્ચે રજુ થવાનું છે એ યાદ રાખવું ઘટે …!!! બાકી તરફેણમાં કે વિરોધમાં દલીલો તો અનેક થઇ શકે પણ સમાજ આવી બધી વાતો માં પરંપરાગત મુલ્યો ધરાવે છે જ અને ધરાવતો રહેશે જ કારણ કે કોઈ પણ વર્ણ કે જ્ઞાતિ માટે એ એક ઓળખ છે – પહેચાન છે અને એમાં કરાતો કાલ્પનિક ફેરફાર કે ખોટું ચિત્રણ માફી ને પાત્ર નાં જ હોય શકે .

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૩ ડીસેમ્બર ૨૦૧૭ )

આપનો કીમતી અને પવિત્ર મત ……!!!!!!!

Featured

આપનો કીમતી અને પવિત્ર મત ……!!!!!!!

ઉપર માઈકના લાંબા ભૂંગળા લગાડેલી ડોઝ મોટરકારે ગામના ધૂળિયા મારગ પરથી ગામમાં પ્રવેશ કર્યો એ સાથે જ ભૂંગળામાંથી અંદર બેઠેલાનો અવાજ આવવો શરુ થઇ ગયો ..” ભાઈઓ અને બહેનો …આપનો કીમતી અને પવિત્ર મત ……પાર્ટીના ઉમેદવાર …..ને આપીને જંગી બહુમતીથી વિજયી બનાવો . …ભાઈનું નિશાન છે …….. યાદ રાખો યાદ રાખો યાદ રાખો નિશાન ….. તારીખ ..ના રોજ નિશાન …..પર ચોકડી લગાવીને ….ભાઈને વિજયી બનાવો …..” !!!!! ગામની કાર જઈ શકે એટલી ગલીઓમાં આ માઈક્માથી પ્રચાર કરીને કાર પાછી બીજા ગામ ભણી ભાગી છૂટે અને ગામના ટાબરિયાઓ આ કાર પાછળ દોડીદોડી ને થાક્યા પછી કારમાંથી ઉડાડવામાં આવેલા જે તે ઉમેદવારના ચોપાનીયા નીરખવામાં મશગુલ થઇ જાય અને ગામના પાદરે કે બજારમાં બેઠેલા લોકો ‘ ચૂંટણી આવી ‘ એવી ધારણા પર આવી જાય ….!!!!! પહેલા કૈક આવો હતો ચૂંટણી પ્રચાર અને ચૂંટણીનો માહોલ …..!!!!!

હવે હાઈટેક પ્રચારનો જમાનો છે અને ખાસ તો હવે લોકો પણ પહેલાની જેમ બજારમાં કે પાદરે નથી બેસી રહેતા પણ પોતે પણ ચૂંટણી પ્રક્રિયામાં ઇન્વોલ્વ રહે છે . લોકશાહીની આ જ તો મજા છે . આગળ લખ્યો એવો કિસ્સો અને સીન આજથી ઓલમોસ્ટ ૩૫-૪૦ વર્ષ પહેલાનો જ છે અને આ લખનારે અનુભવેલો છે . જો કે ત્યારે પણ પ્રચારની પરાકાષ્ટા અને ખેંચાખેચી કે પછી છાપાની ભાષામાં કહીએ તો પ્રચારની ગરમી કે ગરમાવો જોવા તો મળતો જ હતો પણ એ મોટે ભાગે શહેરો પુરતો મર્યાદિત હતો . જ્યારે આજનો જમાનો જ લઇ લ્યો ને ….લગભગ દરેક પાર્ટીઓ શહેરો તો ખરા જ પણ સાથે સાથે નાના શહેરોમાં પોતાના નેતાઓની જાહેરસભાઓ અચૂક ગોઠવે જ છે . આ પ્રચારનું બદલાયેલું ચિત્ર છે અને આ મતદારોના મહત્વનું નિશાન છે . લોકશાહી છે અને દરેક રાજ્યોમાં નિયમીતપણે કોઈ ને કોઈ ચૂંટણીઓ યોજાતી રહેતી હોય છે એને લીધે પ્રચાર , ચૂંટણી યાત્રા અને સભા-રેલીઓ નું એક વ્યવસ્થિત નેટવર્ક લગભગ દરેક પાર્ટીએ વિકસાવેલું છે . પહેલા તો વિધાનસભા કે ધારાસભાની પાંચ વર્ષે ચૂંટણી આવતી ત્યારે ‘ આપનો કીમી અને પવિત્ર મત ‘ આવું સંભળાતું , પણ હવે તો સરપંચનું ઈલેકશન પણ એમ.એલ.એ. સ્ટાઈલમા ખેલાય છે એવામાં પ્રચાર અને પ્રસારની બદલાયેલી ટેકનીકો ઘણી રસપ્રદ છે ..!!!!

પહેલા સોશિયલ મીડિયા નહોતું ત્યારે ફેસ ટુ ફેસ પ્રચાર કે ઉમેદવારનું કેન્વાન્સિંગ કરવું પડતું , પણ આજે તો શોશિયલ મીડિયાને લીધે પ્રચારની એક નવી અને સારી-નરસી બંને ઈફેક્ટ ધરાવતી નવી વિશાળ બારી ખુલી ગઈ છે . ચાણક્ય એ કહ્યું છે કે નહિ એ ખબર નથી પણ એમ કહેવાય છે કે ચૂંટણી જીતવા માટે શાસ્ત્રોમાં લખેલા દરેક કપટ અને કુટિલતાથી હરીફ ઉમેદવારને હરાવવો પડે છે એટલે એઝ એક્સ્પેકટેડ જેવી ચૂંટણી નજીક આવતી જાય અને પ્રચાર ચરમસીમાએ પહોચે એટલે હરીફને હંફાવવાના અનેકો ઉપાયો માહેનો સૌથી ખતરનાક એવો ચારિત્ર્યહનનનો ખેલ શરુ થઇ જાય . હોટેલ કે ઘરમાં ગુપ્ત કેમેરાથી શૂટ કરેલું એકાદું અંગતપળનું રેકોર્ડીંગ બજારમાં ફરતું થઇ જ જાય . અંગતપળો માણતા ઝીલાઈ ગયેલો ખુલાસાઓ આપવામાં અને ખાસ તો રદિયો આપવામાં અને વિરોધીઓનું કાવતરું છે એવું ગાઈ વગાડીને પુરવાર કરવામાં જેટલો બીઝી રહે એટલો હરીફને પ્રચારનો વધુ સ્પેસ અને ટોપિક મળતો જાય …!! આ સીડી વાળું એવું અમોધ શસ્ત્ર છે ને કે ખાલી ઈલેકશન સમયે જ નહિ પણ કોઈને પાડી દેવા કોઈ પણ સમયે આનો ઉપયોગ થઇ શકે છે અને આ તીર ઓલમોસ્ટ નિશાના પર જ લાગે છે …..પડી જ જાય હામેવાળી પાલટી…!!!

હવે તો ઈલેકશન કમીશનના નિયમોને લીધે ( થેન્ક્સ ટુ ટી.એન.શેશન )પ્રચારોની સમયમર્યાદા અને ભપકાઓમાં આવેલા નિયંત્રણોને લીધે આમ જનતાને પ્રચારની પીડા ભોગવવામાં ઘણી રાહત થઇ છે બાકી તો ચૂંટણીના ઘોડે ચડેલા આ ઉમેદવાર-મુરતિયાઓ કોઈને જંપવા દે નહિ . ભૂંગળા ભલેને બંધ થાય પણ સેટેલાઈટ ચેનલોમાં આવેલી ક્રાંતિનો આ લોકો બરાબર ફાયદો ઉઠાવે છે . નિયમ મુજબ રાતના ૧૦ પછી જાહેરસભા યોજી ના શકાય , તો ક્યાં હૈ ?? ચેનલો પર ધમધોકાર પ્રચાર કોઈ ને કોઈ પ્રોગ્રામના બહાના નીચે ચાલુ જ હોય છે . અરે ભાઈ/બોન ચૂંટણીમાં પ્રચાર નહિ કિયા તો ક્યાં કિયા ??? પ્રચાર જ ઈલેકશનનો સાચો આત્મા છે . પ્રચારની અવનવી ટેકનીકોને લીધે ચૂંટણી લડતા ઉમેદવાર એકસાથે ઘણી જગ્યાએ પહોચી શકે છે . પ્રચારમાં શોશિયલ મીડીયાનું મહત્વ એટલું બધું છે કે લીટરલી ફેસબુક ના પેજીસ કે ટ્વીટરના હેન્ડલ રણમેદાનમાં ફેરવાય જાય છે . હવે તો બધી જ પાર્ટી પોતાનો આઈ.ટી. સેલ રાખે છે અને આ સેલના લોકો સાચું કે ખોટું બધી જ ટાઈપનું પોતાની પાર્ટીને લાગતું અને હરીફ પાર્ટીને નુકશાન કરતું શોશિયલ મીડિયા સાહિત્ય ઈલેક્ટ્રોનિક આકાશમાં આડેધડ ફેંક્યા જ કરતા હોય છે ., ઘણા ઝીલી પણ લેતા હોય છે , ઘણા ભાવિકો સીરીયસલી પણ લેતા હોય છે અને ઘણા સાચું ખોટું જાણવા જેટલી સ્વતંત્ર બુદ્ધિ રાખતા હોય છે પણ આ આઈટી સેલ પીપલ ને એની હારે કોઈ નિસ્બત નહિ , એમનું કામ જ અવનવું બનાવ્યા કરવાનું અને ઈલેક્ટ્રોનિક આકાશમાં ફેંક્યા કરવાનું એટલે જ તો સાચું યુદ્ધ શોશિયલ મીડિયા પર જ રમાતું હોય છે …!!!

ઉમેદવારને બચાડાને રાત થોડી ને વેહ જાજા હોય છે એમાં ઈ ક્યાંથી એના 20 કે ૨૫ લાખ મતદારોને રૂબરૂ મળવા જઈ શકવાનો એટલે શું છે કે ટીવી, રેડિયો અને ખાસ તો વર્તમાનપત્રો થકી રૂબરૂ મળ્યાનું પુણ્ય ઉમેદવારે મેળવવું પડે છે . પેઈડ મીડિયા અને પેઈડ પ્રચાર વિષે કશું જ લખવા જેવું નથી કેમકે હમામ મેં હર એડિટર અને એન્કર નંગે હૈ , અને આમેય નામ જ પ્રચાર છે એટલે એમાં પૈસા તો ખર્ચવા જ પડે ને …!!! વર્તમાનપત્રો અને ટીવી માટે આ કમાવાની સીઝન કહેવાય અને બીજું કે વર્તમાનપત્રો અને ટીવી પ્રોગ્રામ્સ બંને પાલટીને પ્રચારની ઓપન અને ઇવન તકો આપતા હોય છે એટલે પેઈડ મીડિયા નહિ પણ પેઈડ ક્મ્પેઇનિન્ગ કે પેઈડ પ્રચાર એવું કહી શકાય અને આઈ થીંક એમાં કાઈ ખોટું પણ નથી જ , ચૂંટણી છે અને પ્રચાર વગર ચૂંટણી અધુર્રી છે તો સ્વાભાવિક છે કે પ્રચારના દરેક હથકંડા વાપરવાનો ઉમેદવાર કે એની પાર્ટીને હક્ક છે …!!! ફેર ઈંનફ યુ કનો …!!

ઉમેદવારના પ્રચાર માટે ખોલાયેલા કાર્યાલયોમા કાર્યકરોની ગહમાંગહમી તો હોય જ છે પણ પહેલાની જેમ કાર્યાલયમાં પાથરેલા ગાદલાઓમાં આળોટતા કાર્યકરો ઓછા જોવા મળે છે , બીકોઝ ફોર્મ ભર્યા અને મતદાન વચ્ચે માંડ વીસેક દિવસ કે એનાથી થોડો વધુ ગાળો હોય છે એવામાં બધે પહોચી વળવું પડે અને એ કામ કાર્યકરો સિવાય કોણ કરી શકે ? પ્રચારના નવા નવા કન્સેપ્ટ આવતા જાય છે પણ મારા મતે ડોર ટુ ડોર પ્રચાર જેવી અસર બીજા કોઈની ના આવી શકે !! ટીવી પર ‘ તમારા ઉમેદવાર ને ઓળખો ‘ કાર્યક્રમ કરતા આ ફેસ ટુ ફેસ અને ડોર ટુ ડોર વાળું વધુ અસરદાર પણ ખાટલે મોટી ખોટ એ છે કે એટલા સમયો ક્યાં ?? ટીવી , રેડિયો , વર્તમાનપત્રો કે પછી જંગી રેલીઓ-સભાઓ- રોડ શો ઓ જેવા પ્રચારોના ચારેકોરથી થતા ટ્રેડીશનલ અને હાઈટેક એટેક્સ જેમ જેમ વધતા જાય છે એમ એમ મતદાર વધુ ને વધુ શાણો થતો જાય છે , છાપાની ભાષામાં લખીએ તો ‘ મતદારનું મન કળાતું નથી “ અને આ જ લોકશાહીનો વિજય છે , ભલે પાંચ વર્ષે તો પાંચ વર્ષે અને લાખો-કરોડોના પ્રચારો કર્યા પછી પણ એક વસ્તુ પત્થર કી લકીર છે કે ‘ મતદાર જ અંતે તો કિંગ છે ‘…..!!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૨૬ નવેમ્બર ૨૦૧૭ )

ઈર્ષાળુને આશીર્વાદ …….!!!!!!!

Featured

ઈર્ષાળુને આશીર્વાદ …….!!!!!!!

‘ ભલે ને અશ્કો સ્વીફ્ટ લઇ આવ્યો , પણ જોજે આપણી ચેલેન્જ ..ઈ ક્યાંક ને ક્યાંક ભટકાડવાનો જ ..!!! એને સાયકલ માંડ ચલાવતા આવડે છે એમાં આ ગાડી ક્યાંથી હાથમાં રહેશે ?”………” એલા આ ભરતો તો યુરોપની ટુર કરી આવ્યો ..આ જો ફેસબુકમાં જથ્થાબંધ ફોટા મુક્યા છે ..મારો હાળો ધંધામાં કઈક સખળડખળ કરતો લાગે છે બાકી એની ગામ બાયર જાવાની ત્રેવડ નથી મોટા …” !!!! ‘ આજે સુરીયો મળ્યો હતો …ચકાચક ગાડીમાંથી મોંઘા કપડા ને રૂપાળી બૈરી સાથે ઉતરીને મને રામ-રામ કર્યા …કારકુનની સરકારી નોકરીમાં આવી કમાણી હોય નહિ …કટકીયુ કરતો હશે એવું લાગે છે ..”!!!! ડાયલોગ્ઝ જુદા જુદા ને પ્રતીકાત્મક છે પણ સરવાળે બધા ડાયલોગ્ઝમાંથી ‘ કુછ જલને કી બુ આ રહી હે ‘ એવું નથી લાગતું ? અસલમાં એવું પણ હોય કે અશ્કાની સ્વીફ્ટની બળતરા કરનાર પોતે હોન્ડામાં પચા-પચા નું પેટ્રોલ ભરાવીને દી કાઢતો હોય ……યુરોપની ટુરના ફોટા જોઇને આય્ખું ચાર કરતો ખુદ પોતે જ એના ગામ કે શહેરની બાઉન્ડ્રી વટ્યો ના હોય કે પછી સુરીયાની સરકારી નોકરીમાંથી કમાયેલી જાહોજહાલી જોઈ જીવ બાળતો પોતે ટ્વેલ્થમા બે વાર ફેઈલ થયો હોય …!!!! સો વ્હોટ ??? તો શું થઇ ગયું ? એટલે બળતરા – ઈર્ષા કે પછી ટાંટિયાખેંચ નહિ કરવાની સોનું ……?????

ટ્રક પાછળ લખેલું વંચાય છે ને કે ‘ બુરી નજર વાલે તેરા મુહ કાલા ‘ કે પછી ‘ ઈર્ષાળુને આશીર્વાદ ‘ કૈક એવું જ છે માનવજીવનું ..!!! કોઈનું સારું જોઈ ના શકતા લોકોથી જગત ઉભરાય છે એવું કહેવું અતિશયોક્તિ નથી . શ્રી ભગવતગીતામાં લખવાનું રહી ગયું છે કે ‘ બળતરા કે ઈર્ષા કરનાર ખુદ જ એની અગ્નિમાં ભડભડ સળગતો હોય છે “!!!!! અને વાત પણ સાચી જ છે ને ….કોઈની ગાડી , બંગલો કે પછી પ્રગતિથી પગથી માથા સુધી સળગતા લોકોને જે તે વ્યક્તિએ એ સ્ટેજે પહોચવા માટે કરેલો સંઘર્ષ કે મહેનત ક્યા દેખાવાની ? જી હા , અમુક શોર્ટકટ અપવાદોને બાદ કરતા મોટાભાગના સફળ વ્યક્તિઓની જીવનકથામા એક વસ્તુ કોમન હશે અને એ છે ‘ મહેનત ‘…!!!! સફળતાનો કોઈ શોર્ટકટ નથી જ ને નથી જ ..!! પણ વાંક્દેખાઓ અને ટાંટિયાખેંચમા નિપુણ મહાશયો ધરાહાર આ ‘ મહેનત ‘ નામના બોલને રમ્યા વગર જ જવા દેવાના …!!!

અસલમાં ક્રિકેટ કે હોકી નહિ પણ ટાંટિયાખેંચ આપણી રાષ્ટ્રીય રમત હોવી જોઈએ …!!! જી હા , આ કોઈ જોક નથી પણ હકીકત છે . જરાક કોઈએ કાઠું કાઢ્યું કે થઇ રહ્યું …આખી એક જમાત પહોચી જાય એને પછાડવા માટે ….નીચે લાવવા માટે …!!!! હવે આમાં થાય એવું કે કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા મથતા વ્યક્તિ માટે જો એ પોતે લક્ષ્યની પ્રાપ્તિ માટે ડેડીકેટેડ હોય તો ગમે એવી અડચણો પણ આસાન લાગવાની . ‘ લોગો કે ફેંકે હુયે પથ્થરો સે હી તો મૈને અપની સફલતાકી સીડીયા બનાઈ ‘ !!! જી હા , અડચણો વગરની એક પણ સીધ્ધીગાથા તમને સાંભળવા નહિ મળે કેમકે જેટલી મુશ્કેલીઓ વધુ એટલી સફળ થવાની ઝંખના-તાલાવેલી વધુ !!! શરત એટલી જ કે એ સફળતા મેળવવા માટે તમે ખરેખર ચોક્કસ હોવા જોઈએ …સ્યોર હોવા જોઈએ , પછી ભલે ને ગમે એટલી જમાત તમારા ટાંટિયાખેંચમા લાગેલી હોય ….કી ફરક પડતા હૈ ….!!!!!!

થ્રી ઇડીયટ ફિલ્મનો ડાયલોગ યાદ છે ને ? ‘ જબ દોસ્ત ફેલ હોતા હૈ તો દુખ હોતા હૈ , મગર જબ દોસ્ત લીસ્ટમેં ફર્સ્ટ આતા હૈ તો ઓર દુખ હોતા હૈ “…!!!! જી હા સૌથી વધુ ટાંટિયાખેંચ કે પછી ઈર્ષા તમને તમારા કરીબીથી જ મળવાની પછી ચાહે એ ઓફિસનો કરીબી હોય કે કુટુંબનો કે પછી દોસ્તીદારીનો કે પછી વ્યવસાયીક …!!! એમાં ઘણા કેસોમાં કોઈનો વાંક નથી હોતો પણ શું છે કે માનવજાતની મૂળભૂત પ્રકૃતિ છે કે કોઈની સફળતા કે આગેકુચ જોઈ નથી શકાતી …અને જો આવું હોય તો જન્મ થાય છે ઈર્ષા કે પછી એથી પણ આગળ વધીને ટાંટિયા ખેચવાનો …!!!! ઓફીસ હોય તો કામની ક્રેડીટ ના મળે એ જોવાનું કે પછી કરેલા કામમાંથી મિસ્ટેક શોધવાની અને એને ટોપ-લેવલ સુધી પહોચાડવાનું , કુટુંબ હોય તો સંબંધોમાં તણાવ લાવવાનું , દોસ્તી હોય તો છુપી બળતરા કે પછી ખોટું લગાડવાનું અને વ્યવસાયીક હોય તો પછી કેવી રીતે કોઈના વ્યવસાયને નુકશાન કરવું કે પછી એનો વ્યવસાય વધુ પ્રગતી ના કરે એવા પેંતરા રચવાના નકામા ઉદ્યમો ઈર્ષાખોર કે પછી ટાંટિયાખેચ વીર કરતો જ રહેતો હોય છે …!!! જોર લગા કે હઈશાઆઆઆ….!!!!

જનરલી ઈર્ષા કે ટાંટિયાખેંચ એવા લોકો જ કરવાના જે તમારી પ્રગતિથી રોમ-રોમ અને પેરીસ -પેરીસ બળતા હોય અથવા તો એવા લોકો પણ એમાં શામેલ રહેવાના કે જેમની ત્રેવડ તમારા મુકામ સુધી પહોચવાની હોય જ નહિ ..!! ‘ અરે યાર , ફલાણો કે ફલાણી આટલી સફળ કે પ્રગતી કરી જ કેવી રીતે શકે ? “ આવી અદેખાઈ અને બળતરા જ અંતે ઈર્ષાને જન્મ આપતી હોય છે . અને જેને સફળ થવું જ હોય છે એ આવી નીદા-ઈર્ષા કે પછી ક્રીટીઝમને પોઝીટીવ લઈને આગળ વધતો રહેતો હોય છે અને એ જેમ જેમ આગળ વધે એમ એમ પેલા ઈર્ષાળુની ઈર્ષા ડબલ-ટ્રબલ બનતી જતી હોય છે …પાછું જોવાની ખૂબી એ હોય છે કે કોઇથી વધુ પ્રગતી કરવા માટે મહેનતને નામે ઉહૂઉ કરતા લોકો પાસે ‘ ખાલી ઘડો વાગે ઘણો ‘ એ મુજબ નિંદા-ઈર્ષા અને પછાડવાના પેંતરા કરવા માટે સમય જ સમય હોય છે . પોતે કશું કરી શકે એમ હોય નહિ અને બીજા કશુક કરતા હોય એમાં કેમ અડચણો પેદા કરવી કે પછી ટાંગ અડાવવી એમાં જ ઘણાનું મોટાભાગનું આયખું પૂરું થઇ જતું હોય છે ..!! પણ આ અભાગવીયાવને કોણ સમજાવે કે ઈર્ષા એટલે પોતાની જાતને સંકુચિત કરીને વિચારવું …કોઈ કોઈની સફળતા પર તરાપ નથી જ મારી શકતું , કોઇથી આગળ નીકળવા એનાથી વધુ મહેનત કરવી જરૂરી છે ના કે ખણખોદ-ઈર્ષા કે પછી ટાંગખેંચ…!!!

દેશી ગુજરાતીમાં એવું કહેવાય છે કે ‘ મહેનત કરનાર ને મોહન મળે જ ‘ જી , હા જેને મહેનત જ કરવી છે , સ્વપ્ન કે લક્ષ્ય પ્રાપ્ત જ કરવું છે , જીવનમાં કશુક એચીવ કરવું છે એને આવા વિઘ્ન્સંતોશીઓ , ટાંટિયાખેંચવીરો કે પછી ઈર્શાળુઓથી કશો જ ફેર નથી પડતો હોતો , એ તો પોતાના લક્ષ્ય કે મંઝીલ તરફ એક્નજર રાખીને ચાલતો જ હોય છે . હા , એ મંઝીલ મેળવવાની કે પછી ત્યાં પહોચવાની પ્રક્રિયામાં આવા અલેલટપ્પુંઓ ના ‘ આંગળીચાળા’ થી થોડો વધુ સમય લાગી શકે છે પણ ત્યાં સુધી તો જો તમે તમારા ઈરાદામાં અફર હો ….લક્ષ્ય પ્રાપ્ત કરવામાં અડગ હોવ તો કોઈ ઈર્ષાળુ-ફીર્ષાળુ તુમ્હારા કુછ બિગાડ નહિ શકતા …હેય્ય્ય !!!! સફળતાની રાહમાં નીકળેલને નિંદા , ઈર્ષા કે પછી કોઈ પણ રુકાવટ ડગાવી શકે નહિ , હા કદાચ થોડા સમય માટે સફળતાના રસ્તા પર ‘ રુકાવટ કે લિયે ખેદ હૈ ‘ એવું બોર્ડ મારવું પડે પણ અંતે તો ‘ સફળતાના શહેરમાં તમારું સ્વાગત છે ‘ એવા બોર્ડ સુધી પહોચી જ જવાય છે , હા શરત એટલી કે એ બોર્ડ સુધી પહોચતા રસ્તામા આવેલા નિંદા, હરીફાઈ કે ઈર્ષા નામના ખાડા-ટેકરાને તમે કેટલી ધીરજ અને મક્કમતાથી વટાવો છો …!!!! એક વાત લખી રાખજો કે ‘ લોકો તમારી સફળતાની ઈર્ષા જ કરશે , વખાણ ક્યારેય નહિ ..” અને આવું થાય ત્યારે આનંદભાય બક્ષીભાઈએ લખેલું અને કીશ્લાએ ગાયેલા આ ગીતની આ ચંદ લાઈનો ગણગણતા રહેવી …” કુછ તો લોગ કહેંગે , લોગો કા કામ હૈ કહેના ……….” !!!!!!

ઠંડક :

‘ ઈર્ષા વગર જીવન જીવવું એ એક કળા છે “ – માર્ક વોલ ( જર્મન ચિંતક )

 • અજય ઉપાધ્યાય ( ‘ નમસ્કાર ગુજરાત ‘ મંથલી ઓસ્ટ્રેલીયા – કોલમ ” પરબ ” નવેમ્બર ૨૦૧૭ )

નવું વરસ ….ગુજરાત ઇલેકશન અને ગોલમાલ અગેન …….!!!!!!!

Featured

નવું વરસ ….ગુજરાત ઇલેકશન અને ગોલમાલ અગેન …….!!!!!!!

વિક્રમ સંવંત ૨૦૭૪ શરુ થઇ ગયું છે …દિવાળીને ધામધુમથી ઉજવીને હવે ફરીથી રૂટીનમા ગોઠવાવાની મથામણ શરુ થઇ ચુકી છે …તહેવારોના આગમન પહેલા ઉત્સાહ અને તહેવારો વીતી જાય પછીની એકલતા વચ્ચે આમ આદમીને સેટ થતા સમય લાગે છે પણ જીવન છે એટલે રોજ નવા નવા પડકારો પાર પામવાની મથામણમાં દિવસો પસાર થતા જાય છે . પણ તહેવારો આ ભાગદોડવાળી જીંદગીમાં સ્ટ્રેસબસ્ટરનું કામ કરે છે …તહેવારોની ઉજવણીથી નવી ઉર્જા મળે છે અને એ ઉર્જા આપણને આગળની જિંદગીના સુખ અને દુઃખની સાથે પનારો પાડવામાં હેલ્પીંગ હેન્ડ સાબિત થાય છે . સમય કોઈના માટે અટકતો નથી એ પ્રમાણે ખરેખર તો આપણે જેને બેસતું વર્ષ કહીએ છીએ એ ના તો બેસેલું છે પણ એ તો ખરેખર ચાલતું વર્ષ છે …સમયની ગતિ ફરતી રહે છે એમ દિવસો બદલાતા રહે છે અને બદલાતું રહે છે વર્ષ પણ ….બેસતું નહિ પણ ચાલતું અને આમ જોવા જાવ તો આ ફાસ્ટ લાઈફમાં દોડતું વર્ષ …!!! દરેક નવું વર્ષ નવી આશાઓ …અપેક્ષાઓ …ઉમંગો અને પડકારો લઈને આવે છે , એ પડકારો , આશાઓ અને અપેક્ષાઓ પૂરી થાય છે કે નહિ એનો સઘળો આધાર આવનારા વર્ષને આપણે કઈ રીતે લઈએ છીએ એના પર છે …!!!

ગુજરાતી નવું વર્ષ શરુ થઇ ગયું છે તો શરૂઆત ગુજરાતથી જ કરીએ. આ નવું વર્ષ ગુજરાત માટે અને ખાસ કરીને ગુજરાતીઓ માટે એક નવી કસોટી લઈને આવ્યું છે . વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે અને રાજકીય કાવાદાવાઓ અને કાગરોળો તો ક્યારની શરુ થઇ ચુકી છે એવામાં આખાયે ભારતની નજર ગુજરાત વિધાનસભાના પરિણામો પર રહેવાની એ નક્કી છે .ઘણા લાંબા સમયથી ગુજરાતની ગાદી પર શાશન કરી રહેલી ભાજપા માટે આ ઈલેક્શન જબરો પડકાર છે . મુખ્યત્વે લોકશાહીમાં જે પાર્ટી વધુ સમય સત્તામાં રહે એના પર એન્ટી-ઇન્કમબન્સીનો ખતરો વધુ રહેતો હોય છે . ફરિયાદોનો ઢગલો વધતો જતો હોય છે . આપણે લોકસભાના ઇલેકશનમાં આ જ વસ્તુ જોઈ છે અને હવે વિધાનસભાના ઇલેકશનમાં ગુજરાતમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર એ જ છે . ‘ ગુજરાત એટલે મોદીનું ગુજરાત ‘ આવી શાખ બચાવવી ભાજપ માટે આ ઇલેકશનમા મુખ્ય પડકાર રહેશે . ભાજપ વિરુદ્ધ પડકારો અને વિરોધોનો સુર સંભળાય રહ્યો છે , આ વિરોધોને પોતાની ફેવરમાં , પોતાના પક્ષે કરવા એ જ ભાજપની ખરી કસોટી રહેવાની છે . સામે પક્ષે કોંગ્રેસને અનાયાસે ભાજપ વિરોધી સુરોનો સાથ મળતો થયો છે અને અત્યારે તો કોંગ્રેસ આ અચાનક મળેલા ટેકાઓના સહારે ગુજરાતની ગાદી પર બિરાજમાન થવાના સપના જોઈ રહી છે . પણ હકીકત એ છે કે નો ડાઉટ ભાજપ પ્રત્યે વિરોધ અને ફરિયાદો હોવા છતાં પણ હજુ એવું કહી શકાય નહિ કે આનો લાભ ચોક્કસથી કોંગ્રેસને જ મળશે . અથવા તો એમ કહી શકાય કે હજુ એવું વાતાવરણ નથી સર્જાયું કે ભાજપ પ્રત્યે ઉદભવેલા વિરોધને કોંગ્રેસ પોતાની બાજુ વાળી શકી હોય . જો ભાજપે પુનરાવર્તન માટે હજુ વધુ મહેનતની જરૂર હોય તો ચોક્કસપણે કોન્ગ્રેસ્સે પરિવર્તન માટે ભાજપથી ક્યાય વધુ મહેનતની જરૂર રહેવાની છે કેમકે કદાચ ભાજપને માનનારો મોટો વર્ગ ભાજપથી નારાજ હોય શકે છે પણ હજુ કોંગ્રેસે એ નારાજ વર્ગને પોતાના તરફ વાળવો બાકી છે એ હકીકત છે અને ત્યાં જ કોંગ્રેસની કસોટી થવાની છે .

આ નવા વર્ષના આગામી બે મહિના સુધી ગુજરાતમાં એક જ પ્રશ્ન ચર્ચાતો રહેશે અને એ હશે ‘ પુનરાવર્તન કે પરિવર્તન ?’. રૂપાણી સરકારે પુનરાવર્તનને સિક્યોર કરવા માટે ચૂંટણી જાહેર થઇ એના ઘણા સમય અગાઉથી જ નારાજ વર્ગોને મનાવવાના લગભગ બધા જ પ્રયત્નો કરી લીધા છે જેમાં ખેડૂતો , નોકરીયાતો અને વેપારીઓ જેવા વર્ગોને વિવિધ પ્રકારની છૂટછાટો અને રાહતો સામેલ છે . રૂપાણી સરકાર સિવાય પ્રધાનમંત્રી મોદી ખુદ વિવિધ યોજનાઓના ઉદઘાટનોના બહાને ગુજરાતની જનતા સાથે સીધો સંવાદ કરી ચુક્યા છે તો કોંગ્રેસના રાહુલ ગાંધી પણ આ વખતે ગુજરાત ઇલેકશનને વધુ ગંભીરતાથી લઇ રહ્યા છે અને એમની ફ્રિકવન્ટ ગુજરાત મુલાકાતો વધી ગઈ છે એવામાં ૧૮ ડિસેમ્બરે ખુલનારી મતપેટીઓ જ જાહેર કરશે કે ગુજરાતની જનતાએ પુનરાવર્તન પસંદ કર્યું છે કે પરિવર્તન ? ખેર ગુજરાતમાં ચૂંટણીનો માહોલ હજુ બીજા બે મહિના રહેવાનો છે અને ગુજરાતનો ચૂંટણી જંગ રોચક અને દિવસે દિવસે નવા રંગ બતાવનારો થવાનો છે એ નક્કી છે એવામાં અત્યારથી વધુ વિશ્લેષણ કરવું વ્યર્થ છે અને આગળ ઉપર પુનરાવર્તન કે પરિવર્તન પર ચર્ચા કરતા રહેશું પણ ગુજરાત ભાજપ અને ગુજરાત કોંગ્રેસ બંને માટે અને ઇવન મોદી અને રાહુલ માટે પણ આ નવું વર્ષ કેટલું નુતન નીવડે છે એ તો મતદારોની શરતો લાગુ પર નિર્ભર છે એ નક્કી છે …!!!

*********************

દર દિવાળી કે ન્યુ યર કે ઇદ જેવા તહેવારો બોલીવુડ માટે મહત્વના હોય છે કેમકે આ ગાળામાં ફિલ્મ રીલીઝ કરવાથી સારું ઓપનીંગ અને કમાણી મળે છે એવામાં આ દિવાળીએ રીલીઝ થયેલી રોહિત શેટ્ટીની ગોલમાલ સિરીઝની ‘ ગોલમાલ અગેન ‘ એ આ દિવાળીમાં ૧૦૦ કરોડની બાઉન્ડ્રી લાઈન કુદાવીને ટ્રેડ પંડિતોને અચંબામાં મૂકી દીધા . જો કે રોહિતની બધી જ ગોલમાલ સારી ચાલેલી પણ જે રીતે ‘ ગોલમાલ અગેન ‘ ફક્ત ૩ જ દિવસમાં ૧૦૦ કરોડને પાર થઇ ગઈ એ ખરેખર બોલીવુડ માટે સારા સમાચાર છે . હોરર કોમેડી જેવી ભુલાયેલી જોનરવાળી વાર્તા ધરાવતી ‘ ગોલમાલ અગેન ‘ ખરેખર પૈસા વસુલ સાબિત થઇ છે . સટીક વનલાઈનર અને અજય દેવગણ, અરશદ, શ્રેયસ ,જોની લીવર ,કૃણાલ ખેમુ , પરીનીતી , તબુ વગેરે વગેરે જેવા મલ્ટીસ્ટારકાસ્ટની સોલીડ કોમિક ટાઈમિંગને લીધે મનોરંજક બનેલી આ ફિલ્મે શાહરૂખ અને સલમાન જેવા સુપરસ્ટારોની હમણાં ફ્લોપ ગયેલી ફિલ્મોનો ગમ ભુલાવી દીધો છે . ગોલમાલ અગેનની સાથે રીલીઝ થયેલી આમીરના સ્પેશિયલ એપીયરન્સ વાળી ‘ સિક્રેટ સુપરસ્ટાર ‘ એ પણ તગડો નફો કમાઈ લીધો છે . ફક્ત ૫૦ કરોડના ટોટલ બજેટવાળી ‘ સિક્રેટ સુપરસ્ટાર ‘ માઉથ ટુ માઉથ પબ્લીસીટીના પ્રતાપે ઓલમોસ્ટ ૮૦ કરોડ જેવો વકરો કરી ચુકી છે . ગોલમાલ અને સિક્રેટ સુપરસ્ટાર બન્ને અલગ અલગ કથાવસ્તુ અને જોનરની ફિલ્મ હોવા છતાં બોક્સઓફીસ પર જે રીતે સફળ થઇ છે એનાથી ચોક્કસપણે બોલીવુડનો ઉત્સાહ વધ્યો જ હશે અને હવે બોલીવુડની નજર ડીસેમ્બરમાં આવનારી સંજય લીલા ભણશાલીની મહત્વાકાંક્ષી અને વિવાદિત ‘ પદ્માવતી ‘ તેમજ ટ્યુબલાઈટ ની નિષ્ફળતા ભૂલાવવા અને પોતાનું સ્ટારડમ સલામત રહે એની જેના પર સલમાનને આશા છે એવી ‘ ટાઈગર જિંદા હૈ ‘ ના આવા જ સુપર કલેક્શન પર રહેશે .

વિસામો :

‘ રોંગ સાઈડ રાજુ ‘ ની સફળતા અને ‘ કરશનદાસ ‘ જેવી સારી ફિલ્મો પછીથી ગુજરાતી ફિલ્મોમાં પડેલા ક્વોલીટી ફિલ્મોના દુકાળને દુર કરવા પ્રતિક ગાંધી , મલ્હાર ઠાકર અને આરોહી જેવા સ્ટાર કલાકારો અને સંદીપ પટેલ જેવા અનુભવી દિગ્દર્શકની આવી રહેલી ફિલ્મ ‘ લવ ની ભવાઈ ‘ પર ગુજરાતી ફિલ્મ દર્શકો અને ઇન્ડસ્ટ્રીની નજર રહેશે …!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૨૯ ઓકટો ૨૦૧૭ )

જો જો ‘ દિવાળી ‘ ભૂલાય નહિ …….!!!!!!!

Featured

જો જો ‘ દિવાળી ‘ ભૂલાય નહિ …….!!!!!!!

ચેન્નાઈની કોઈ એપ ડેવલપર કંપનીએ એક એપ તૈયાર કરી છે , એને તમે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો એટલે જુદી જુદી ટાઈપના ફટાકડાના પેકેટ જોવા મળે , તમારે જે ફટાકડા ફોડવા હોય એના પર ક્લિક કરો અને આનંદ મેળવો નોઈઝ-ફ્રી …પોલ્યુશન-ફ્રી દિવાળી સેલિબ્રેશનનો …!!! ડેવલપર મહાશયનું કહેવું છે કે દિવાળીમાં ફૂટતા ફટાકડાથી ધ્વની અને પર્યાવરણ પ્રદુષણ બહુ જ થાય છે એટલે અમે આ ડીજીટલ આતશબાજીની વ્યવસ્થા કરી છે …!!! તારી ભલી થાય ચમના … ફટાકડાના ધુમ્મ્મ્મમ …ધડામમ્મ્મ્મ અવાજો વગરની દિવાળી તો કોઈ દિવાળી હૈ લલ્લુ …!!! સવાર સુધી આકાશમાં ફૂટતા અને રંગબેરંગી પ્રકાશો અને કાન ફાડી નાખે એવા અવાજો કરતા ફટાકડા અને એની આતશબાજી આમ તો હવે ધીરે ધીરે વિલુપ્ત થતી જાય છે પણ હે ચેન્નાઈના એપ ડેવલપર હજુ સાવ એવા દિવસો તો નથી આવ્યા કે આવી મૂંગી …સાયલન્ટ…..અનંત આકાશ મુકીને મોબાઈલના ૪-૫ ઇંચના સ્ક્રીનમાં દિવાળી ઉજવવી પડે…!!! હમણાં જ પૂરી થયેલી નવરાત્રીમાં આવું જ કઈક ગતકડું ‘ સાયલન્ટ ‘ ગરબા ના નામે પણ થયેલું …અલ્યા બોન / ભઈ ગરબાનો અસલી પ્રાણ જ સંગીત અને ગીત છે અને એપણ ગાયન સાથે , એમાં આ મૂંગા ગરબા ….બાત કુછ હજમ નહિ હુઈ પણ શું છે કે હિન્દી ફિલ્મના ડાયલોગની જેમ ‘ વક્ત બદલતે દેર નહિ લગતી ‘ એમ કદાચ આ પણ નવા જમાનાનો નવો કન્સેપ્ટ ગણીને ચાલીયે અને ના ચલાય તો જૈસી જિસકી સોચ શેઠજી સમજીને આગળ વધવાનું …!!!!

જેવા કોઈ તહેવારો આવે કે તરત જ દિલ યાદોમાં સરી પડે અને એનું કારણ પણ છે કે દિવસે દિવસે તહેવારો આ ઉપર લખ્યા એમ એક્ચ્યુલ ઓછા અને ડીજીટલ કે ઓનલાઈન વધુ ઉજવાતા થયા છે . જિંદગી બુલેટ ટ્રેનથી પણ ફાસ્ટ દોડતી થઇ ગઈ છે એવામાં તહેવારો સુપર સ્પીડે આવે છે …ઉજવાય છે અને ચાલ્યા જાય છે અને પાછળ છોડી જાય છે ‘ એક વો ભી દિવાલી થી , એક યે ભી દિવાલી હૈ ‘ ટાઈપનો વલવલાટ..!! જી હા , તહેવારો ડીજીટલી , ઓપચારિક કે પછી ઉજવવા ખાતર ઉજવાતા થયા છે ત્યારથી આ વલવલાટ વધુ થાય છે અને એ પણ તહેવારો વીત્યા પછી . ધનતેરસથી શરુ કરીને ભાઈબીજ સુધી આંગણામાં યારો-દોસ્તો અને સગા-સંબંધીઓ સાથે કુંડાળું વળીને સાથી હાથ બઢાંના ના સમુહગાન સાથે રચાતી રંગબેરંગી રંગોળીનું સ્થાન હવે તો બજારમાં રેડીમેડ મળતી સ્ટીકર રંગોળીએ લઇ જ લીધું છે . લાવો ને લગાવો …!!! જો કે એમનોય કોઈ વાંક નથી , ક્યુકી પહેલા તો એવડા મોટા આંગણા કહા હૈ અને હોય તો ..પબ્લિક કે પાસ ટાઈમ કિધર હૈ ??? જો કે હજુ પણ કોઈ આંગણામાં દિવાળી કે બેસતા વર્ષે મસ્ત કલાત્મક રંગોળી જોવા મળી જાય તો એ બનાવનારને દોડીને ‘ ઓસ્કાર ‘ આપવાનું મન જ જાય .

“ જુનું એ સોનું “ એ ઉક્તિનો સાચો અર્થ તો તહેવારોમાં જ સમજાય … ‘ પરિવર્તન સંસારનો નિયમ છે ‘ એની હા પણ પણ હકીકતે તહેવારોમાં આ બંને સુત્રો એકસાથે યાદ આવી જાય – ખાસ કરીને દિવાળીમાં . દિવાળી પ્રકાશનું પર્વ છે , ઝગમગતા દીવાઓની શ્રુષ્ટિ છે પણ જેમ રંગોળીનું સ્થાન સ્ટીકરે લઇ લીધું એમ જ દીવડાઓનું સ્થાન મીણબત્તીઓએ અને બાકી હતું તે ચાયનીઝ સીરીઝોએ લઇ લીધું છે , માટીના કોડિયા લઘુમતીમાં આવતા ગયા છે હા, પ્રકાશનો મૂળભૂત હેતુ જળવાઈ રહ્યો છે એટલું થેંક ગોડ ..!!! પેલું ભલેને એપ બન્યું હોય તો પણ હજુયે ફટાકડાનો દમામ એમ ને એમ છે એ હકીકત છે , હા મુઈ મોંઘવારીમાં એની ક્વોન્ટીટી કદાચ ઓછી થઇ ગઈ હશે પણ હજુયે ભલે સવાર સુધી નહિ તો પણ અર્ધી રાત સુધી તો ધડામ…ધુમ્મ્મ ચાલતું જ હોય છે એમાં આપણી હા ..!!! ખેર પપ્પાની થેલીમાંથી જાદુઈ દુનિયાની જેમ નીકળી પડતા સુરસુરિયા , લવિંગીયા કે ફૂલઝરને સાચવી સાચવીને બેસતા વર્ષ સુધી ફોડવાની જે મજા આ લખનારની પેઢીએ માણી છે એ કદાચ આજની પેઢીના નસીબમાં નથી …કેમકે હવે ધીમે ધીમે ફોડાતા અને એય ને ઘરના ઓટલે નિરાંતે બેસીને ફૂટતા ફટાકડાના અવાજો અને રંગબેરંગી પ્રકાશ માણવાની કોઈ પાસે ફુરસદ જ ક્યા છે ? ..નિરાંત ક્યાં છે ?….લાઈફની જેમ તહેવારોમાં પણ બધું ‘ક્વીક-ક્વીક’ પતાવવાનું છે ભાયય્ય્ય્ય ….!!!!

હમ્મ્મ હવે ગાડી બરાબર ટ્રેક પર આવી ..!!! અસલમાં તહેવારો તો એ જ છે પણ આપણી જીંદગીમાં નિરાંત નથી રહી . પહેલા તો તહેવારોમાં ઘર એકાદ અઠવાડિયા પહેલા જ સગા-સંબંધીથી છલકાઈ જતું , બેસતા વર્ષે આપણે ત્યાં કે આપણે બીજાને ત્યાં ‘નુતન વર્ષાભિનંદન ‘ કરવા હોંશે હોંશે જતા , નાસ્તા બનતા અને એ નાસ્તા હટીને ખવાતા પણ . નવા વર્ષે ઘેર આવેલાને ડીશું ભરીને નાસ્તા ‘ ગળાના હમ ‘ દઈ દઈને ખવરાવાતા . હવે નાસ્તાની ડીશની જગ્યાએ ચમચીઓ મુકેલી નાની નાની વાટકીઓ આવી ગઈ છે અને એમાં પણ સુકામેવાનું સ્થાન સાકર-ચોકલેટે ગ્રહણ કરી લીધું છે કેમકે પબ્લીક કે પાસ ટાઈમ નહિ હૈ ના …!! ને આમેય હવે ‘ કેલેરી કોન્શિયસ ‘ અને ‘ સુગર-ફ્રી ‘ નો જમાનો છે એટલે મીઠાઈ બનાવવી તો દુર રહી પણ શુકન પુરતી ખરીદીને ટીપોય પર સજાવાય જાય તોય ભય્યો ભ્ય્યો …!!! આમ તો મોટાભાગનું ‘ હેપ્પી ન્યુ યર ‘ તો વોટ્સઅપ અને ફેસબુકના ફોર્વડીયા મેસેજોથી ઉજવાઈ જાય છે અને જે વધ્યા ઘટ્યા છે એ પણ ‘ અરે હજુ ઘણા ઘર પતાવવાના છે ‘ નો સ્ટીરીયોટાઈપ મેસેજ લઈને જ ઘરે આવે છે , ઉભાઉભ આવવું ને હેપ્પી ન્યુ યર કહીને ઉભાઉભ ચાલ્યું જવું …!!! એટલે પહેલા બપોર સુધી ચાલતું નવું વરહ એકાદ કલાકમાં તો ટાઈટાઈ ફિસ્સ થઈને સોફામાં ગોઠવાઈ જાય છે ..ટીવી ભલું ને રીમોટ ભલું …!!!

એની વે , જિંદગી જ ઝંડવા હુઈ ગઈ હૈ તો પછી નિરાંતની ક્યા વાત કરવી ? જો કે તહેવારોમાં એક નિરાંત હોય છે અને એ છે રજાઓની એટલે જેવી રજા પડી કે ઉપડ્યા ટુર પર …!!! દિવાળી વેકેશન ટ્રીપની જાહેરાતો આખું વર્ષ ચાલતી રહે છે અને બાય ગોડ દિવાળી ટાઈમે એ બધા જ ટુર ઓપરેટર હાઉસફુલનું પાટિયું જુલાવતા હોય છે . એટલે મોટાભાગની દિવાળી ક્યાંક કુલુ-મનાલીમાં કે પછી ‘ હેપ્પી ન્યુ યર ‘ કેરાલામાં જ ઉજવાય છે . શાસ્ત્રમાં કહ્યું છે કે દિવાળી કે ધનતેરસના દિવસોમાં ઘર બંધ નાં રખાય …પણ તો પછી વેકેશનમાં કેમનું જવાય ? એટલે જય લક્ષ્મીમૈયા કરીને મોટા ભાગની પબ્લિક તો નીકળી પડી હોય વેકેશન માણવા … !! પહેલા તો બહારગામ નોકરી કરતા લોકો અચૂક વતનમાં કે કુટુંબ સાથે દિવાળી ઉજવવા જતા પણ હવે મોટેભાગે તો દિવાળીની રજાઓમાં હોટેલ કે બીચ પરના સહેલાણીઓને જ કુટુંબ ગણીને ત્યાં જ તહેવારો ઉજવાય જાય છે . એ તો ફેસબુક ની પોસ્ટ ‘ એન્જોયિંગ દિવાળી એટ સીમલા વિથ સો એન્ડ સો ‘ માં આપણને ટેગ કરે ત્યારે ખબર પડે કે પાર્ટી તો ટુરમાં છે ….!!!

એવું પણ નથી કે દિવાળીના તહેવારોમાં આ નથી થતું ને તે નથી થતું જેવો જ રાગ આલાપાય , મીઠાઈઓ બને જ છે …ફટાકડાઓ ફૂટે જ છે ….એકબીજાને હેપ્પી ન્યુ યર કે નુતન વર્ષાભિનંદન કહેવાય જ છે … બધું થાય છે પણ એ જે અસલ તહેવારોનો ચાર્મ , ઉમંગ , ઉત્સાહ હતો એ કદાચ દિવસે દિવસે સાવ ગાયબ તો નહિ પણ ઓછો તો થતો જ જાય છે . મોંઘવારી અને ટૂંકા થતા જતા સામજિક વર્તુળો આની પાછળનું કદાચ મહત્વનું કારણ છે , એ ઉપરાંત સંયુક્ત કુટુંબો ઓછા થતા જાય છે અને હૂતો-હુતી વાળી ફેમીલી વધતી જાય છે . ખાસ તો પહેલા જે ખુલીને – ઉત્સાહથી ઉજવણીઓ થતી હતી એ ગાયબ થતી જાય છે – ખાસ કરીને દિવાળી જેવા તહેવારોમાં . દિવાળી ભલે હજુ સાવ નહિ પણ ધીરે ધીરે એક ઓપચારિક અને ઉજવવા ખાતર ઉજવાતો તહેવાર બનતો જાય છે . જો થઇ શકે તો ચાલો આ દિવાળીએ ફરીથી આંગણામાં રોજ રંગોળી બનાવીએ ….બારી-અગાસી-આંગણામાં ફરીથી તેલથી ઉભરાતા દીવાઓ મુકીએ …..યારો-દોસ્તો સગા-સંબંધી સાથે ફટાકડા ફોડવાનો મજ્જો લઈએ ….ફોર્વડીયા મેસેજોને બદલે ખરેખર પર્સનલ ‘ સાલ મુબારક ‘ વિશ ડીલીવર કરીએ ….!!!! રજાઓ તો કપાત પગારે કે ધંધા બંધ રાખીને પણ માણી શકાશે પણ તહેવારો અને એની ખુશી તો ઘર-કુટુંબ અને યારો દોસ્તો વચ્ચે જ આવવાની ….!!!! એડવાન્સમાં ‘ નુતન વર્ષાભિનંદન ‘…!!!

ઠંડક :

ગુજરાતમાં દિવાળી પહેલાના ૧૦-૧૫ દિવસમાં સૌથી વધુ પૂછાતો સવાલ : “ આ દિવાળીએ તમે ક્યાં જવાના ?” …!!!!!

 • અજય ઉપાધ્યાય (‘ નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલીયા’ ગુજરાતી મંથલી – કોલમ ” પરબ ” ઓક્ટોબર ૨૦૧૭ )

રીયાલીટી નહિ , એન્ટરટેઈનમેન્ટ જુઓ …….!!!!!!!

Featured

રીયાલીટી નહિ , એન્ટરટેઈનમેન્ટ જુઓ …….!!!!!!!

‘ બીગ બોસ ચાહતે હૈ કી હીના કન્ફેશન રૂમ મેં આયે ‘…..’ નમસ્કાર દેવીયો ઔર સજ્જનો …મૈ અમિતાભ બચ્ચન આપકા કૌન બનેગા કરોડપતિ મેં સ્વાગત કરતા હું ..”… જી હા ટીવી દર્શકોના પસંદીદા રીયાલીટી શો આર બેક ટુ સ્મોલ સ્ક્રીન …!!!! સાસ-બહુના રોના ધોના કે પછી તારક મહેતાની ચ્યુંન્ગ્મની જેમ ખેચાતી જતી કોમેડી કે પછી મુવી ચેનલ્સ પર દર બીજા દિવસે રીપીટ થતી બ્લોકબસ્ટર ફિલ્મો જોઈ જોઈને કંટાળ્યા હોવ તો આવી ગયા છે મનોરંજન કરવા માટે એકથી એક અલગ અને નવીન ફોર્મેટ્સમા રીયાલીટી શોઝ ….!!!! બીગ બોસ અને કેબીસી તો એક ઉદાહરણ માત્ર છે પણ લગભગ બધી જ ચેનલ્સ પર કોઈને કોઈ રીયાલીટી શો ધૂમધડાકાની સાથે આવી રહ્યા છે કે આવવામાં છે . એનું કારણ છે કે ટીવી અને રીયાલીટી શો આજકાલ એકબીજાના પર્યાય બની ગયા છે . દર્શકોની ટીઆરપી તો વધે જ વધે છે પણ સાથે સાથે ચેનલના ખજાનામાં સારી એવી આવક પણ આવતી થાય છે એના લીધે મોટાભાગની ચેનલ્સ આવા રીયાલીટી શો નિયમીત અંતરે રજુ કરતી રહે છે .

સોની ટીવી પર મહાનાયક અમિતાભ દ્વારા કમબેક કરતો શો કૌન બનેગા કરોડપતિનો જ દાખલો લઇ લ્યો ને . સોનીની સીરીયલ ‘ પહેરેદાર પિયા કી ‘ વિવાદ પછી બંધ કરવી પડી અને કપિલ શર્માની બીમારીને લીધે સોનીનો સૌથી વધુ લોકપ્રિય શો ‘ ધ કપિલ શર્મા શો ‘ પણ ઓફએર કરવો પડ્યો એવામાં સોનીને દર્શકો મેળવવા મુશ્કેલ થઇ ગયા એવા સમયે રજુ થયેલો કેબીસી બચ્ચનના કરિશ્મા અને ત્રણ વર્ષ પછી બેક ટુ છોટા પરદા થવાને કારણે સડસડાટ દર્શકો મેળવવામાં કામિયાબ નીવડ્યો છે . કેબીસીને રીયાલીટી શો ગણવો કે ગેમ શો એ ક્રિટીક્સ પર છોડી દ્યો પણ હકીકત છે કે કેબીસી એ હાલ તુરંત તો સોનીની ડૂબતી નૈયા તારી દીધી છે . નો ડાઉટ વીકેન્ડમાં કૈક અંશે ચેરીટી પ્રોગ્રામ બની જતો અને માતબર રકમ માટે પુછાતા ઇઝી સવાલ અને મુખ્ય સ્પોન્સર જીઓને લીધે વારેવારે સરકારી નીતિઓને લગતા સવાલો પૂછવા જેવા આરોપો લાગવા છતાં બચ્ચનનો કરિશ્મા અને પોપ્યુલર ફોર્મેટ કેબીસીને બીજા રીયાલીટી શોથી આગળ રાખે છે . આવું જ કૈક બીગ બોસ માટે કહી શકાય . આ વખતે પાડોશી થીમ સાથે મેદાનમાં આવેલો અને દર વખતે કૈક નવું આપવાની કોશિશ કરતો અને છેલ્લા ૧૧ વર્ષોથી નિરંતર આવતો આ રીયાલીટી શો અમુક ચોક્કસ દર્શકોની પહેલી પસંદગી છે એમાં કોઈ બેમત નથી . લડાઈ , ઝગડા, ડ્રામા અને નૌટંકીથી ભરપુર આ શોને રીયાલીટી ગણવો કે નહિ એના પર ઘણાને ડાઉટ હોય શકે છે પણ છતાયે ટીઆરપીની રેસમાં આ રીયાલીટી શો જ્યારે પણ શરુ થયો ત્યારે પોતાનું સ્થાન જાળવી રાખે છે .

ગયા વર્ષે બીગ બોસ – ૧૦ ને મળેલા મધ્યમ પ્રતિસાદ પછી એવું લાગવા લાગેલું કે ભારતીય ચેનલ્સ પર રીયાલીટી શો બહુ ચાલશે નહિ અથવા તો દર્શકોની રૂચી આવા રીયાલીટી શો પ્રત્યે ઓછી થતી જાય છે અને એનું એક કારણ એ પણ હતું કે લગભગ દરેક ચેનલ પર એકસાથે ઢગલાબંધ રીયાલીટી શો શરુ થઇ ગયેલા જેમાં કોઈ ડાન્સ નો હતો , કોઈ સિંગિંગનો હતો તો કોઈ ડ્રામાનો હતો .પણ આ વર્ષે રીયાલીટી શો મેકર્સ માટે ખુશીના સમાચાર એ છે કે ગયા મહિનાના ટીઆરપી ફીગર્સ મુજબ શહેરોમાં સૌથી વધુ જોવાતા પાંચ ટીવી પ્રોગ્રામોમાં ત્રણ રીયાલીટી શો હતા અને એ છે કેબીસી , ખતરો કે ખિલાડી અને અમુલ સારેગામા , આમાં પણ કેબીસી અને ખતરો કે ખિલાડી નમ્બર વન અને ટુ પર છે . જો કે ખતરો કે ખિલાડી તો હવે પૂર્ણ થઇ ગયેલ છે પણ સ્પેન જેવું મસ્ત લોકેશન અને દિલધડક સ્ટંટ ધરાવતો આ શો રીયાલીટી શો પ્રેમીઓ માટે ઓલ્વેઝ મસ્ટ વોચ કેટેગરીમાં રહ્યો છે . જો કે ઓક્ટોબર ફર્સ્ટ વીકના આંકડા આવવા બાકી છે પણ જેમ અત્યારે કેબીસી ટોપ પર છે એ જ રીતે એ વીકમાં બીગ બોસની પણ ટોપ ફાઈવમાં એન્ટ્રી થવાની એ નક્કી છે જો કે બીબી ના ઓપનીંગ એપીસોડની ટીઆરપી નબળી હતી પણ આ શો જેમ જેમ આગળ વધતો જશે , જેમ જેમ લડાઈ , ઝગડા અને કાવા-દાવા વધતા જશે એમ એમ ટીઆરપીની રેસમાં પણ આગળ નીકળતો જશે જ …!!

ખેર વાત ખાલી કેબીસી કે બિગબોસની નથી પણ આ સિવાય પણ ઘણા રીયાલીટી શો ઓનએર છે અથવા તો નજીકના ભવિષ્યમાં ઓનએર ધમાકો કરવાના છે . આગળ કહ્યું એમ કલર્સ પર ખતરો કે ખિલાડી – પેઈન ઇન સ્પેન હમણાં જ પૂરો થયો અને એ શો માટે ‘ યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ ‘ જેવો લોકપ્રિય શો છોડનાર હીનાખાન ખતરો કે ખિલાડી તો જીતી ના શકી પણ ત્યાંથી સીધી બિગબોસના ઘરમાં પોતાનું કિસ્મત અજમાવવા પહોચી ગઈ છે . છોટા પરદાનો અને એમાયે રીયાલીટી શોનો જાદુ જ એવો છે કે મોટા પરદાના મોટા મોટા કલાકારો ખેચાઈને આવે જ . ભૂતકાળમાં શાહરૂખ જેવા અને આમીર જેવા સુપરસ્ટાર નાના પરદે રીયાલીટી શો હોસ્ટ કરી જ ચુક્યા છે અને હાલમાં સલમાન જેવા મેગાસ્ટાર પણ આ કામ કરી જ રહ્યા છે એવામાં અક્ષયકુમાર જેવો અત્યારનો સફળ સ્ટાર પણ સ્ટાર પ્લસ પર ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ લઈને આવી ગયો છે . જો કે અક્ષય આ પહેલા ખતરો કે ખિલાડીની ૨૦૦૮-૨૦૦૯ની બે સીજન અને ડેર ટુ ડાંસ નામનો ડાન્સ રીયાલીટી શો જજ કરી ચુક્યો છે એટલે એમ કહી શકાય કે રીયાલીટી શોમા અક્ષયનું પુનરાગમન થયું છે .

જો કે કોમેડી પ્રોગ્રામને રીયાલીટી શો કહેવાય કે નહિ એ એક સવાલ છે પણ આમ તો શું છે કે જેમાં એન્ટરટેઈનમેન્ટ મોજુદ હોય એ બધા સોપ ઓપેરા સિવાયના શો એક રીતે તો રીયાલીટી શો જ કહેવાય અને આમેય ટીવી પરદે રીયાલીટી શોના નામે મોટાભાગે સિંગિંગ અને ડાન્સિંગ શો જ વધુ આવતા રહેતા હોય છે . જેમકે હજુ હમણાં જ રીયાલીટી ડાન્સ શો ડાન્સ પ્લસ થ્રી પૂરો થયો ત્યાં તો પાછળને પાછળ જ ટીવીના પરદે આવેલા ડાન્સ રીયાલીટી શો જેવા કે ઝલક દિખલા જા, ડાન્સ ઇન્ડિયા ડાન્સમા વિજેતા બનેલાઓની હરીફાઈવાળો ‘ ડાન્સ ચેમ્પિયન્સ – સીઝન ૧ ‘ આ પણ એક ડાન્સ રીયાલીટી શો જ છે તો સ્ટાર પ્લસ પર જ અમેરિકન શોની નકલ એવો ‘ લીપ સિંક બેટલ ‘ પણ ચાલે જ છે તો સ્ટારની જ નવી ચેનલ સ્ટાર ભારત પર સિંગિંગ રીયાલીટી શો ‘ ઓમ શાંતિ ઓમ ‘ છે જેમાં બાબા રામદેવ અને શિલ્પા શેટી હાજર છે . તો આ જ શિલ્પા સોની પર સુપર ડાન્સર સીઝન ૨ લઈને હાજર છે . સા રે ગા મા પૂરું થતા જ ડાન્સ ઇન્ડિયા ડાંસ ઝી ટીવી પર ધમાલ મચાવવા આવી જશે તો સ્ટાર પર જ શાહરૂખ ‘ ટેડ ટોક્સ ‘ નામનો નવીન શો હોસ્ટ કરશે જેમાં ઓડીયન્સ સફળ વ્યક્તિઓને સીધા જ સવાલો પૂછી શકશે જેમાં એ આર રહેમાન , જાવેદ અખ્તર જેવા દેશી કલાકારોની સાથે સાથે ઓપ્રા વિન્ફ્રે અને ગુગલના સુંદર પિલ્લાઇ પણ હોય શકે છે . આ ઉપરાંત રેગ્યુલર આવતા ઇન્ડિયન આઇડોલ , ઈન્ડિયાસ ગોટ ટેલેન્ટ, રાઈઝીંગ સ્ટાર જેવા શો તો ગમે ત્યારે ઓનએર થવાના ખરા જ .

આમ તો જોતા જ ખ્યાલ આવી જતો હોય કે મોટાભાગના રીયાલીટી શો સ્ક્રિપટેડ જેવા લાગતા હોય જેમકે બીગ બોસ કે જેમાં રેગ્યુલર જોનારને ખ્યાલ આવી જ જાય કે કોઈએ કશીક તો બહારથી હિન્ટ આપી જ છે કે પછી ડાન્સિંગ , સિંગિંગ રીયાલીટી શોમા પણ દેખાય આવે કે રીહર્સલો કર્યા પછી જ ફાઈનલ પરફોર્મન્સ આપવામાં આવ્યું છે છતાં પણ રીયાલીટી શોની લોકપ્રિયતા અમુક અપવાદોને બાદ કરતા ઇન્ડિયન ટેલીવિઝન પર જળવાઈ રહેલી છે એમાં બેમત નથી અને એનું કારણ છે કે જે લોકો સોપ ઓપેરા ના ચાહકો નથી એમના માટે આ એક અલગ પ્રકારનું મનોરંજન છે , બસ શરત એટલી કે આવા રીયાલીટી શો મા ‘ રીયાલીટી ‘ શોધવા કરતા ‘ એન્ટરટેઈનમેન્ટ ‘ કેટલું છે એ જોવું …!!! આફ્ટરઓલ મૂળ તો કામ મનોરંજનનું જ છે ને ….!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૭ ઓક્ટોબર ૨૦૧૭ )

હવે ‘ ઓસ્કાર ‘ ની શોધ કરશે આપણો ‘ ન્યુટન ‘…..!!!!!

Featured

હવે ‘ ઓસ્કાર ‘ ની શોધ કરશે આપણો ‘ ન્યુટન ‘…..!!!!!

“ મેરે સે ભી બહુત પહેલે એક ન્યુટન થા ,પઢાઈ કરતે વક્ત ઉસકી કોઈ બાત સમજ મેં નહિ આઈ , લેકિન અબ કામ કરતે વક્ત આ રહી હૈ કી જબ તક કુછ નહિ બદલોગે ના દોસ્ત તબ તક કુછ નહિ બદલેગા “ છે ને ચોટદાર સંવાદ …પણ વેઇટ આ કોઈ બોલીવુડીયા ગ્લોસી મુવીનો તાલીમાર ડાયલોગ નથી પણ આ તો છે ઘણા વર્ષે બનેલી અને સટીક સંદેશો આપતી પોલીટીકલ સેટાયર લેટેસ્ટ હિન્દી મુવી “ ન્યુટન “ નો સંવાદ . જી હા ૨૦૦૨ મા પ્રતિષ્ઠિત ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ કેટેગરી માટે લાસ્ટ ફાઈવ અથવા તો ટોપ ફાઈવમાં સિલેક્ટ થયેલી અને એવોર્ડ જીતી ગયેલી બોસ્નિયાની ફિલ્મ ‘ નો મેન્સ લેન્ડ ‘ ની પ્રતિસ્પર્ધી આમીરખાન ની ‘ લગાન ‘ પછી છેક ૧૫ વર્ષે ઇન્ડીયન સિનેમાને ઓસ્કારની આશ જગાવનારી રાજકુમાર રાવ , પંકજ ત્રિપાઠી અને રઘુવીર યાદવ જેવા સક્ષમ કલાકારોના ઉત્કૃષ્ટ અભિનયવાળી ‘ ન્યુટન ‘ આ વખતે ઓસ્કારમાં ભારત તરફથી ઓફિસિયલ એન્ટ્રી છે .

ખતરનાક નક્સલવાદી ઇલાકામાં ચૂંટણી કરાવવાની સરકારી ફરજ પર રહેલો એક ચૂંટણી અધિકારી અને ચૂંટણી ફરજ પર હાજર પણ સલામત અને સફળ મતદાન થઇ શકશે કે કેમ એ વિષે શંકા ધરાવતા મિલેટ્રી ઓફિસર વચ્ચે આકાર લેતી ચૂંટણીલક્ષી રાજકીય ઘટનાઓને સમાવતી આ ફિલ્મ અચાનક જ ભલે આપણા જેવા બોલીવુંડીયા ચાહકો માટે ઓસ્કારના સમાચાર સાથે જ લાઈમલાઈટમા આવી હોય પણ હકીકતે ઓસ્કારમાં એન્ટ્રી માર્યા પહેલા આ ફિલ્મે ફેબ્રુઆરીમાં બર્લિન ફિલ્મ ફેસ્ટીવલમાં ફોરમ સેગમેન્ટમાં બેસ્ટ ફિલ્મનો , એપ્રિલમાં હોંગકોંગ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટીવલમાં યંગ સિનેમા માટેનું જ્યુરી પ્રાઈઝ અને ટ્રીબેકા ફિલ્મ ફેસ્ટીવલમાં બેસ્ટ ઇન્ટરનેશનલ નેરેટીવ ફિલ્મના ઇનામો જીતી લીધેલા છે . મતલબ કે એકાદ વર્ષથી જગતભરમાં વખાણાતી આ ફિલ્મે છેક હવે આપણું ધ્યાન ખેચ્યું છે . અમથુય આપણે મસાલા ફિલ્મોના ચાહકો વધુ છીએ એટલે ઓલમોસ્ટ આર્ટ ફિલ્મ કહી શકાય એવી આ ન્યુટન આપણા ધ્યાનમાં મોડી આવે એમાં શું નવાઈ ? જો કે ઓસ્કારનો ચમત્કાર ગણો કે જે ગણો એ પણ ટ્રેડ એનાલીસ્ટ તરુણ આદર્શના કહેવા મુજબ હમણાં જ રીલીઝ થયેલી ન્યુટને છેલ્લા સમાચાર મળ્યા ત્યાં સુધી લગભગ ૧૦ કરોડનો વકરો કરી લીધો છે અને હજુ પણ વધુ કમાણી કરી શકે છે કેમકે ફિલ્મ ઉત્કૃષ્ટ તો છે જ પણ જોઈ આવેલા દર્શકોની માઉથ પબ્લીસીટી આ ફિલ્મને વધુ કામિયાબ બનાવશે જ અને આ કમાણી એટલા માટે અગત્યની છે કે ‘ ન્યુટન ‘ અંદાજે ફક્ત ૫-૮ કરોડના બજેટમાં જ બનેલી છે . ચાલો ખુશી થઇ કે મિનીંગફૂલ સિનેમાના સારા દિવસો આવી રહ્યા છે …!!!

દુનિયાના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં ફારસ બનતી જતી ચૂંટણી પ્રક્રિયાની આજુબાજુ ફરતી ફિલ્મ ‘ ન્યુટન ‘ મા એ બધું જ છે જે રીયલ ઇન્ડીયાના દર્શન કરાવે છે , જે દર્શકોને વાસ્તવિકતાથી રૂબરૂ કરાવે છે . છાપા-ટીવીમાં જોવાતા નક્સલ પ્રભાવિત ઈલાકાઓની જીવંત તસ્વીર બતાવે છે તો સાથે સાથે મતદાન લોકશાહી માટે કેટલું અગત્યનું છે એનો સંદેશો પણ આપે છે . ફક્ત ૭૬ આદિવાસી મતો ધરાવતા મતદાનકેન્દ્ર પર આકાર લેતી ઘટનાઓની સાથેસાથે આદિવાસીઓના પ્રશ્નો , એમનો ડર , એમની અજ્ઞાનતાનું આબેહુબ ચિત્રણ , બાળવિવાહ અને સાથે સાથે જંગલનારીયલ લોકેશનનો કમાલ ભલે થોડી ધીમી હોવા છતાં આ ફિલ્મને એક ‘ મસ્ટ વોચ ‘ ફિલ્મ તો બનાવે જ છે . રાજકુમાર રાવ અને બીજા કલાકારોનો ઉમદા અભિનય અને ‘ વર્દી મેં વિનમ્રતા ભી ધમકી લગતી હૈ ‘ કે ‘ ઈમાનદારી કે એવોર્ડ મેં સબસે જ્યાદા બેઈમાની હોતી હૈ ‘ જેવા ચોટડુક ડાયલોગ્સ ફિલ્મની ટેકનીકલ ઉણપો અને પ્રમાણમાં નબળી સિનેમેટોગ્રાફીને ઢાંકી દે છે . ફિલ્મ લોકશાહી , મતદાન અને મતદારોની સાથે સાથે શહેરોની ઝાકઝમાળથી દુર જીવન જીવતા આદિવાસીઓ અને એની સમસ્યાઓ જેવી એકદમ ભારે વાત પણ સાવ જ હલકા-ફૂલકા અંદાઝમાં કહી જાય છે .

ઓસ્કારની રેસ હોય અને વિવાદ ના થાય એવું તો બનતું હશે ? સૌથી પહેલા તો એ સમાચાર આવ્યા કે ‘ ન્યુટન ‘ ની ઓસ્કાર એન્ટ્રીથી પ્રિયંકા ચોપરા નારાઝ છે કેમકે એણે પ્રોડ્યુસ કરેલી મરાઠી ફિલ્મ ‘ વેન્ટીલેટર ‘ ઓસ્કાર માટે સિલેક્ટ થશે એવી એને પૂરી ખાતરી હતી , ન્યુટનની એન્ટ્રીથી એ નારાઝ કરતા નિરાશ વધુ થઇ હશે . જો કે ખાલી ‘ વેન્ટીલેટર ‘ જ શુકામ , ‘ ન્યુટને ‘દંગલ જેવી સુપરહિટ અને ‘ મુકતીભવન ‘ જેવી ઓર એક સ્મોલ બજેટ પણ દમદાર ફિલ્મોને ઓસ્કારની રેસમાં પાછળ રાખી દીધેલ છે . ખેર આ વિવાદ હજુ ઠંડો પડે એ પહેલા એવું બહાર આવ્યું છે કે ‘ ન્યુટન ‘ એ ૨૦૦૧મા બનેલી અને દેશવિદેશના ફિલ્મ ફેસ્ટીવલ્સમાં બહુ જ વખણાયેલી તેમજ ઇનામો જીતેલી ઈરાનીયન ફિલ્મ ‘ સિક્રેટ બેલેટ ‘ ની નકલ છે અને આ વિવાદનું કારણ એ છે કે બંને ફિલ્મોની વાર્તા એકદમ મળતી આવે છે , વાર્તા જ નહિ પણ જાણકારોના કહેવા મુજબ અમુક દ્રશ્યો અને સિચ્યુએશન પણ સેઈમ છે . ‘ ન્યુટન ‘ ની જેમ જ ઈરાનીયન ફિલ્મમાં પણ એકદમ અંતરિયાળ વિસ્તારમાં ચૂંટણી ફરજ બજાવવા ગયેલી યુવતી અને એક સલામતી રક્ષક છે . થોડા વર્ષો પહેલા ઓસ્કાર માટે નોમીનેટ થયેલી ‘ બરફી ‘ માટે પણ આવો જ વિવાદ થયેલો કે એના મોટા ભાગના દ્રશ્યો વિદેશી ફિલ્મોની નકલ છે . જો કે ન્યુટનના લેખક-દિગ્દર્શક અમિત મસુરકર ઈરાનીયન ફિલ્મની નકલ કરી હોવાની વાતને રદિયો આપતા કહે છે કે બંને ફિલ્મોની વાર્તા કે દ્રશ્યોમાં રહેલી સમાનતા માત્ર ને માત્ર યોગાનુયોગ જ છે અને ‘ ન્યુટન ‘ એ સંપૂર્ણ ઓરીજીનલ વાર્તાવાળી ફિલ્મ છે , કોઈની નકલ નથી જ …!!! ઇવન ‘ સિક્રેટ બેલેટ ‘ ના નિર્માતા એ પણ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ‘ ન્યુટન ‘ મારી ફિલ્મની કોપી નથી .

ઓસ્કારમાં ‘ બેસ્ટ ફોરેન ફિલ્મ ‘ની કેટગરીની શરૂઆત ૧૯૫૬મા થયેલી ત્યારથી આજસુધીમાં કરોડો રૂપિયાની વેલ્યુ અને બિજનેસ ધરાવતી ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક પણ વાર આ એવોર્ડ જીતી શકાઈ નથી એ પણ હકીકત છે અને એમાં પણ આખરી પાંચમાં તો અત્યાર સુધીમાં ‘ મધર ઇન્ડિયા ‘ , ‘ સલામ બોમ્બે ‘ અને ‘ લગાન ‘ જ પહોચી શકી છે અને એમાં પણ ૨૦૦૨ મા ‘ લગાન ‘ આ એવોર્ડ જીતવા વધુ ફેવરીટ હતી . જો કે આની પાછળ ફિલ્મની ગુણવત્તાની સાથે સાથે ફિલ્મ માટે અમેરિકામાં અને ઓસ્કાર કમિટી મેમ્બર્સમા કરવું પડતું ફિલ્મનું પ્રમોશન પણ કારણભૂત છે . ઓસ્કારમાં નોમીનેટ થયેલી ફિલ્મનું પ્રમોશન ખર્ચાળ ચીજ છે અને એ ફિલ્મના નિર્માતાના માથે હોય છે . આ કેટેગરીમાં દુનિયાભરમાંથી ૭૦-૮૦ ફિલ્મો આવે છે . ઓસ્કાર કમિટીના ૬૦૦૦ ઉપરાંત મેમ્બર છે જેમનું વોટીંગ અગત્યનું છે એટલે એ બધાને ફિલ્મ બતાવવી જરૂરી હોય છે એ ફિલ્મ સ્ક્રીનીંગનો ખર્ચ ઉપરાંત એક એજન્ટ પણ રાખવો પડે છે જેને ઓસ્કાર વિશેષજ્ઞ કહે છે આ ઉપરાંત અમેરિકાના મુખ્ય ફિલ્મી મેગેજીનો અને ટીવી ચેનલો પર પોતાની ફિલ્મનો પ્રચાર કરતો રહેવો પડે છે જેથી વોટીંગ આપવાવાળા મેમ્બરની નજરમાં ફિલ્મ આવી શકે . આ બધો ખર્ચ કોઈ સામાન્ય નિર્માતા માટે ગંજાવર ગણી શકાય . ‘ લગાન ‘ વખતે આમીર અને નિર્માતા આશુતોષ બે મહિના અમેરિકા પડ્યા પાથર્યા રહ્યા ત્યારે ટોપ ફાઈવમાં લગાન આવી શકેલી – આ હકીકત છે . જો કે દરેક ફિલ્મ માટે આ કદાચ જરૂરી નહિ હોય પણ ઓસ્કાર પ્રમોશન માટેની આ સર્વમાન્ય પદ્ધતિ તો છે જ . ‘ ન્યુટન ‘ ને સરકારે ૧ કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું છે જે ઓસ્કારની રેસમાં ‘ ન્યુટન ‘ ના નિર્માતાઓને ઓક્સીજન નું કામ પૂરું પાડશે . ખેર દરેક ઓસ્કાર નોમીનેશનની જેમ જ ‘ ન્યુટન ‘ બાબતે પણ આરોપો , અફવાઓ અને નારાજગીના સમાચારો વચ્ચે ‘ સિનેમાઘરોમાં ન્યુટન ‘ સફળ થઇ રહી છે , એ જ મોટી વાત છે . આપણે તો ઇચ્છીએ કે રવિવાર ૪ માર્ચ ૨૦૧૮ ના દિવસે લોસ એન્જલસના ડોલ્બી થીયેટરમા એવું સંભળાય કે ‘ એન્ડ ધ ઓસ્કાર ગોઝ ટુ ન્યુટન ‘…!!!!

વિસામો :

અત્યાર સુધીમાં બે ભારતીય ફિલ્મોને ઓસ્કાર મળેલ છે . ‘ ગાંધી’ માટે ભાનુ અથૈયાને બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનરનો અને ‘ સ્લમડોગ મિલિયોનર ‘ માટે સંગીતકાર એ.આર.રહેમાન , ગીતકાર ગુલઝાર અને સાઉન્ડ મિક્સર રસુલ ને . જો કે આ બંને ફિલ્મોના નિર્માતા અને નિર્દેશક વિદેશી હતા

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર- કોલમ ” રઝળપાટ ” – ૧ ઓક્ટોબર ૨૦૧૭ )

ફક્ત શિક્ષણ નહિ …. ‘ સલામતી ‘ પણ જરૂરી છે …..!!!!!

Featured

ફક્ત શિક્ષણ નહિ …. ‘ સલામતી ‘ પણ જરૂરી છે …..!!!!!

આગળની ડ્રાઈવર પાસેની સીટ પર બે , વચ્ચેની સીટ પર સામેસામે ૬ ની બદલે ઓછામાં ઓછા ૮ અને પાછળ સીએનજી બાટલાની ઉપર લગાડેલા પાટિયા પર બીજા ચારેક તો ખરા જ ….ટોટલ ૭ કે ૮ ની ઓફિસિયલ મંજુરીવાળી વાનમાં ઠુંસી ઠુંસીને ભરેલા ઓછામાં ઓછા ૧૪ થી ૧૬ માસુમ ફૂલો .. જાણે કે ફાટફાટ થતો ગાભા-પોટલા ભરેલો કોઈ કબાટ ..!!! એકાદું બારણું ખોલો ને કપડાના પોટલા બહાર ઢોળાઈ જાય બિલકુલ એવું જ …!!! સવાર સવારમાં તમારા આંખોના નુર એવા બાળકને લેવા આવતી સ્કુલવાનનો આ લગભગ દરેક જગ્યાએ જોવા મળતો સામાન્ય સીન છે …ઈનફેક્ટ આને scene નહિ પણ sin કહેવું વધુ યોગ્ય રહેશે …!!! ભવિષ્યને ઉજાગર કરવા શાળાએ જતા બાળકની સલામતી સાથે ખિલવાડ તો આ વાન આવે ત્યાંથી જ શરુ થઇ જાય છે ….!!!! બાળકોની સલામતીનું રક્ષણ કરવા અને એના પર ધ્યાન આપવા કહેવા ખાતર પોલીસ , આરટીઓ અને શાળા સંચાલકો છે તો ખરા પણ આ બધા જ આંખ આડા કાન કરવામાં પણ એટલા જ અવ્વલ છે …એટલે તો દેશમાં ગુરગ્રામની રાયન ઇન્ટરનેશનલ સ્કુલમાં બનેલા હિચકારી બનાવ જેવા બનાવો બન્યા જ કરે છે …!!!!

રાયન ઇન્ટરનેશનલ સ્કુલમાં ૭ વર્ષના પ્રદ્યુમન નામના બાળકની થયેલી હત્યાએ વધુ એક વખત મને તમને અને આખાયે દેશને વિચારતા કરી મુક્યા છે કે ઘરથી વિદ્યાજ્ઞાન માટે બહાર નીકળતું તમારું બાળક શાળા પહોચતા સુધીમાં અને શાળામાં ખરેખર કેટલું સલામત છે ? મસ્ત મજાનો યુનિફોર્મ પહેરીને કીલકીલાટ કરતુ સવારે નીકળેલું તમારું બાળક સાજે કફન ઓઢીને તો પરત નહિ આવે ને એવી ફાળ દરેક વાલીઓમાં રહેતી જ હશે ..!! ગુરગ્રામની ઘટના તો એટલા માટે પણ વધુ નિંદનીય અને જધન્ય છે કે ૭ વર્ષના પદ્યુંમ્નનું યૌનશોષણ કરાયાનું ખુલ્યું છે . શાળાઓમાં મારપીટ અને શિક્ષકો કે પછી સહાધ્યાયીઓ દ્વારા થતા અત્યાચારોના સમાચારો વારંવાર બહાર આવતા રહેતા હોય છે પણ આ યૌનશોષણ એ બધામાં વધુ નિંદનીય છે . શાળા સંચાલકોની જવાબદારીની વાત તો પછી કરીએ પણ એટલું તો વિચારો કે ૭ કે ૮ વર્ષના બાળક પર થયેલા આવા જધન્ય કૃત્ય પછી એ બાળક પર અને એના વાલીઓ પર શું વીતતું હશે ? હજારો – લાખો રૂપિયાની ફી આપતા વાલીઓ અને એટલી મસમોટી ફી વસુલતા સંચાલકોની કોઈ જવાબદારી છે કે નહિ ?

રાયન સ્કુલ જેવા બનાવો બને એટલે થોડા દિવસ હો હા થઇ પડે , એકાદ સંચાલક કે અપરાધીની ધરપકડ પણ થાય પણ અંતે થોડા સમય પછી બધું ઠંડુ પડી જાય – નેક્સ્ટ આવો બનાવ બને નહિ ત્યાં સુધી . આપણા દેશમાં શિક્ષણ એ વિદ્યાદાનની પવિત્ર પ્રવૃત્તિ કરતા પૈસા કમાવાનો ધંધો વધુ બની ગયો છે . સ્કુલમા એડમીશનથી લઈને યુનિફોર્મ , ચોપડાની ખરીદી , મસમોટી ફી જેવા ડગલે ને પગલે વાલીઓ લુંટાતા રહે છે . લાખ રૂપિયા જેવી ફી ભરીને બાળકને એડમીશન અપાવ્યા પછી મોટાભાગના વાલીઓ સ્કુલમાં શું સગવડતા છે અથવા તો એડમીશન વખતે સ્કુલે આપેલા વાયદાઓ મુજબની વ્યવસ્થા સ્કુલમાં છે કે નહિ અથવા તો એડમીશન વખતે જોવા મળેલી સગવડતાઓ આગળ જતા સ્કુલમાં ચાલુ છે કે બંધ છે એ જોવાની દરકાર કરતા નથી અને જો કરે છે તો પણ એમાં સાર્વત્રિક સહ્મ્તીનો અવકાશ બહુ હોતો નથી એનાથી થાય છે એવું કે એડમીશન વખતે શાળા સંચાલકે હાથમાં પકડાવેલા ગ્લોસી ફરફરિયાંમા લખવામાં આવેલી સગવડતાઓ કે સલામતી માટેની વાતો થોડા સમયમાં જ ફિસ્સ થઈની બંધ પડેલી કે કાર્યરત ના હોય એવું બને છે .

શાળામાં ભણવા જતા બાળક માટે સલામતી આજે સૌથી મોટો પ્રશ્ન હોવો જોઈએ . મોટાભાગની શાળાઓ એક તો પૈસાની લાલચમાં વધુ સંખ્યાવાળા ખીચોખીચ ક્લાસ ચલાવે છે એટલે આમ પણ શાળામાં બાળકને મળવાપાત્ર પ્રાથમિક સગવડતાઓ ઓછી થઇ જાય છે અને એમાં પણ સલામતી સૌથી મોટો ઇસ્યુ ગણી શકાય . શાળા શરુ થતી વખતે કે છૂટતી વખતે શાળાની આગળનો માહોલ જ ઘણું બધું કહી જાય છે . કહેવાતી સિસ્ટમેટીક અને શિસ્તબદ્ધ ગણાતી સ્કુલોમાં પણ આ બન્ને વખતે અંધાધુંધી અને અરાજકતા સાફ દેખાય આવતી હોય છે . લાયસન્સ વગર વાહનો લઈને શાળાએ આવતા લવરમુછિયા વિદ્યાર્થીઓ અને એના લીધે થતા અકસ્માતો આગવો પ્રશ્ન છે . જો કે આમાં વાંક વાલીઓનો વધુ છે . સંતાનને વાહન ચલાવવા માટે થતી કાયદેસરની ઉમર પહેલા બાઈક પકડાવી દેતા વાલીઓએ રોવાનો વારો જ આવે . શાળા સલામતી સપ્તાહો ઉજવાય છે પણ એની સફળતા માટે સંચાલકો અને પોલીસની સાથે સાથે વાલીઓએ પણ આવા હાનીકારક કાર્યો રોકવા આગળ આવવું પડે જેથી બાળકની સલામતી પર ઉભો થતો આ સૌથી મોટો પડકાર નિવારી શકાય .

રહી વાત શાળાઓમાં બાળકની સલામતીની તો મોટાભાગની શાળાઓમાં ખાળે ડુચ્ચા અને દરવાજા મોકળા જેવો ઘાટ હોય છે . સિક્યુરીટીની નામે દરવાજે ડંગોરો લઈને બેઠેલા ખાનગી સિક્યુરીટીની એકાદ બે તકલાદી માણસો સિવાય કશું હોતું જ નથી . આજે જ્યારે ભારત ત્રાસવાદીઓના હીટલીસ્ટમા અગ્રસ્થાને છે ત્યારે રેઢા પડ જેવી શાળાઓ અને એનું ખોખલું સુરક્ષાતંત્ર ગંભીર મુદ્દો છે . સીસીટીવી ફરજીયાત હોવા છતાં તમારું બાળક ભણતું હોય એ શાળામાં તપાસ કરી લેવી , જો સત્તત કેમેરા ચાલુ હોય તો નસીબદાર બાકી રેયાન સ્કુલમાં બન્યું એમ અણીના વખતે જ એ બંધ હોવાના ચાન્સીસ વધી જવાના . દેખાદેખીની દોડમાં અને સંચાલકોના પ્રચારના બુન્ગીયામાં વાલીઓ આંખો બંધ કરીને બાળકને જે શાળામાં એડમીશન અપાવે છે એ જ શાળામાં થોડા અમય પછી સલામતીને નામે રેયાન સ્કુલ જેવા બખડજન્તર બહાર આવે ત્યારે આગે ખાઈ પીછે કુઆ જેવી સ્થિતિ સર્જાઈ છે . એડમીશન અને એ પણ પ્રતિષ્ઠિત સ્કુલમાં એડમીશન એ અત્યંત અમુલ્ય અવસર ગણાય છે એટલે ભાગ્યે જ એવા જુજ વાલીઓ હશે કે જે આવી અસલામત સ્કૂલમાંથી બાળકનું એલસી કઢાવીને બીજે ભણવા મુકે …!!!

જો કે બીજે એટલે ક્યાં ? આ સવાલ અઘરો છે એટલે મોટાભાગે તો એ જ સ્કુલ ટુ બી કંટીન્યુ કરવી પડે. પણ અહી સવાલ એ છે કે ૭-૮ વર્ષના માસુમ બાળકોની સલામતીની જવાબદારી સો એ સો ટકા શાળા સંચાલકોની જ હોવી જોઈએ . હા ઘણા એવા મુદ્દા છે જેમાં વાલીઓની પણ ફરજ છે પણ એ મોટાભાગના મુદ્દા સ્કુલ બહારની દોસ્તી કે રખડપટ્ટી પૂરતા સીમિત છે જ્યારે શાળાની અંદર બાળક સલામતી અનુભવે એ જોવું સંચાલકનું કર્તવ્ય છે . અણઘડ શિક્ષકો અને એમના દ્વારા થતા બાળકો પરના અત્યાચાર આયે દિન છાપાઓની સુરખી બનતા જાય છે એ ઉપરાંત રેયાન જેવા બનાવો અતિ ગંભીર છે . બધી જ શાળાઓમાં આવું લોલમલોલ ચાલે છે એવું નથી પણ આવ સમાચારો વધુ ને વધુ આવતા જાય છે એ કડવી હકીકત છે અને આ ખાલી માસુમ બાળકોની વાત નથી કેમકે યુનિસેફના રિપોર્ટ મુજબ દુનિયાભરમાં ૬૫ ટકા જેટલા બાળકો સ્કૂલોમાં યૌનશોષણનો શિકાર બની રહ્યાં છે, જેમાં ૧૫થી ૧૮ વર્ષનાં બાળકો ની ટકાવારી ૩૪ % જેટલી છે . મતલબ કોલેજોમાં પણ આ જ માહોલ છે . ભારતના આંકડા પર નજર નાખીએ તો સરકારી રીપોર્ટ મુજબ દરેક ત્રણમાંથી બે બાળકો યૌનશોષણનો શિકાર બનતાં હોય છે. રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ આયોગના રિપોર્ટ મુજબ છેલ્લાં ત્રણ વર્ષમાં શાળાની અંદર બાળકો સાથે મારઝૂડ, યૌનશોષણ અને હત્યા જેવી ઘટનાઓમાં લગભગ ત્રણ ગણો વધારો નોંધાયો છે. આ આંકડાઓ ચોકાવનારા છે અને શાળાઓમાં સંચાલકોની દાનત , સીસીટીવી , સારી સિક્યુરીટી , પાર્કિંગ , સારા અને સક્ષમ શિક્ષકો , બાળકો સાથે પ્રેમભર્યો વ્યવહારની સાથે સાથે ઉપર લખ્યા એ દુષણો તમારા બાળકની શાળામાં તો નથી ને એ બાબતે દરેક વાલીઓએ જાગૃત થવું જ રહ્યું .

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૭ )

સે હેલો ટુ ધ ફ્યુચર – ફ્રોમ પાસ્ટ …..!!!!!

Featured

સે હેલો ટુ ધ ફ્યુચર – ફ્રોમ પાસ્ટ …..!!!!!

ટેનિસમાં ફેડરર વિરુદ્ધ નદાલ કે ક્રિકેટમાં ભારત વિરુદ્ધ પાકિસ્તાનના જંગ જેવો જ દિલચસ્પ મુકાબલો છે મોબાઈલ માર્કેટમાં એપલ વિરુદ્ધ સેમસંગનો …!!! બન્ને મોબાઈલ અગ્રણી કંપની દ્વારા રજુ થતા નવા મોબાઈલ મોડેલ્સની સાથે સાથે દિવસે ને દિવસે આ જંગ વધુ રોચક થતો જાય છે . ફરી એક વાર આ બંને મોબાઈલ ઉત્પાદકો દ્વારા રજુ થયેલા લેટેસ્ટ મોડેલ પછી આ જંગ ખૂંખાર બની ગયો છે . લોલ્ઝ્ઝ્ઝ વીરરસમાં વાત એટલા માટે કરવી પડે છે કે ખાલી કંપની જ નહિ પણ આ બંનેના ચાહકો વચ્ચે પણ દરેક નવા મોડેલ સાથે આ જંગ વધુ ઉગ્ર બનતો જાય છે . આ જંગ ફરી યાદ આવવાનું કારણ છે બન્ને કંપની દ્વારા રજુ થયેલા લેટેસ્ટ સ્માર્ટફોન . મંગળવારે એપલે એનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ અને લેટેસ્ટ ગણાવેલો સ્માર્ટફોન આઈફોન -એક્સ રજુ કર્યો છે અને એના થોડા જ દિવસો પહેલા સેમસંગે પોતાનો નોટ ૮ રજુ કર્યો છે , હવે જોવાની મજા એ છે કે મોબાઈલ માર્કેટમાં આ બંને મોડેલ્સ સફળતાના કેટલા પગથીયા ચડી શકે છે …!!!

સૌથી પહેલા એ વાત સમજી લો કે મોબાઈલ એ ફિલ્મની જેમ જ ટોટલી પર્સનલ ચોઈસની વસ્તુ કહી શકાય અને એમાયે ખાસ તો ખિસ્સાને પરવડે છે કે નહિ એ જોવું વ્યક્તિ વ્યક્તિએ અલગ અલગ હોય શકે છે એવામાં ઓલમોસ્ટ એક લાખ રૂપિયાની કીમતે મળનારો આઈફોન-એક્સ કેટલો સફળ થશે એ જોવા અને જાણવા માટે મારા જેવા મોબાઈલ રસિયાથી માંડીને જગતભરના હજારો મોબાઈલપ્રેમીઓ આતુર છે જ . આ લખનારે જયારે ૨૦૧૩મા આ કોલમની શરૂઆત કરેલી ત્યારે પહેલો જ લેખ એ વખતે આવેલી એપલની ઓપરેટીંગ સીસ્ટમ આઇઓએસ ૭ પર લખેલો અને ટાઈટલ હતું ‘ આઇઓએસ ૭ ; એપલ નો એન્ડ્રોઈડિયો અવતાર ‘ લેખમાં કહેવાયેલું કે એપલ ધીરે ધીરે પોતાની ઓએસ અને મોડેલ્સ દ્વારા મોબાઈલ જગતમાં રાજ કરતી પોપ્યુલર ઓએસ એન્ડ્રોઇડ જેવો બનતો જાય છે . એપલ પ્રેમીઓએ એ વખતે એ લેખ બાબતે બહુ તડાપીટ વરસાવેલી પણ આજે ૪ વર્ષ પછી એ હકીકત છે કે એપલ અને એની ઓએસ ( ઓપરેટીંગ સીસ્ટમ ) વધુ ને વધુ એન્ડ્રોઇડ જેવી બનતી જાય છે અને લેટેસ્ટ આઈફોન-એક્સ એ વાતનો પુરાવો છે કે ખાલી ઓએસ જ નહિ પણ હવે તો ફોનના ફીચર્સ પણ એન્ડ્રોઇડ ફોનને મળતા આવતા આવવા લાગ્યા છે …!!!

દરવર્ષે નવા મોડેલ લોન્ચ કરવાના હોય તો મોબાઈલ કંપનીઓ આપી આપીને નવું કેટલુક આપે એ પણ હકીકત છે . મોટાભાગે લેટેસ્ટ લોન્ચિંગ અગાઉના મોડેલના મોડીફાઇડ વર્ઝન જ હોય છે પણ લેટેસ્ટ આઈફોનમા ઓલમોસ્ટ જે નવું છે એવું કહેવાય છે એ બધું જ ઓલરેડી માર્કેટમાં પહેલેથી છે એવું કહેવું અતિશયોક્તિ બિલકુલ નથી જ હા પણ સાથે સાથે એમ કહી શકાય કે એપલના આઈફોન-એક્સ મા આવેલા આ ફીચર્સને પહેલાની સરખામણીએ વધુ બેસ્ટ બનાવાયા છે એવો ટીમભાઈ કુક્ભાઈ નો દાવો છે , હવે આ દાવામાં કેટલો દમ છે એ તો નવેમ્બરમાં ગ્રાહકોના હાથમાં આઈફોન-એક્સ આવે પછી જ ખબર પડશે . એક્સ મા બેઝલ લેસ ડીઝાઈન આપવામાં આવી છે કે જેથી પૂરી સ્ક્રીન આવરી લેવાય પણ આ ટેકનોલોજી પહેલેથી જ સેમસંગના ગેલેક્ષી એસ૬ એજ અને નોટ મા તો શ્યાઓમી અને એલજી ના મોડેલ્સમા છે જ . આઈફોન-એક્સ મા આવેલું અને ક્રાંતિકારી ગણાવાતું ફેસઆઈડી ફીચર પણ સેમસંગના એસ૮ અને નોટમાં છે જ . એપલે પહેલી વાર ઓએલઇડી સ્ક્રીન પોતાના નવા મોડેલ માટે યુઝ કરી છે જે અગાઉથી જ બીજા મોબાઈલમા ઉપલબ્ધ છે . એ જ રીતે વાયરલેસ ચાર્જીંગ , ૪કે વિડીયો અને વોટરપ્રુફીંગ પણ સેમસંગ , એલજી અને એચપી ના મોડેલ્સમા હાજરાહજૂર છે . મતલબ કે આઈફોન-એક્સ ની જે ટેગ લાઈન છે કે “ સે હેલો ટુ ધ ફ્યુચર ‘ એ ખરેખર તો આમ હોવી જોઈએ “ સે હેલો ટુ ધ ફ્યુચર – ફ્રોમ પાસ્ટ”……!!!!!!

જો બધું જ અગાઉથી હોય તો હવે પ્રશ્ન એ થાય કે આઈફોન પાછળ આટલા ગાંડપણનું કારણ શું ? અથવા તો શુદ્ધ ભાષામાં કહીએ તો બીજા એન્ડ્રોઇડ ફોનથી આઈફોન કઈ રીતે અલગ પડે છે ? આ ચર્ચા થોડી જોખમી છે એટલા માટે કે આમાં પણ પોલીટીકલ પાર્ટીની જેમ લોયલ ફોલોવર હોય છે પણ એક હકીકત છે કે આઈફોન બીજા એન્ડ્રોઇડ ફોનની સરખામણીમાં વધુ ડયુરેબલ હોય છે અને આ વાત આ લખનાર સતત ૮ વર્ષો સુધી દર વર્ષે નવો સેમસંગ વાપર્યા પછી અને છેલ્લા ૨ થી વધુ વર્ષોના સંતોષકારક આઈફોન વપરાશ પછી પુરા હોશોહવાસમા લખી રહ્યો છે . જી હા , એન્ડ્રોઇડવાસીઓને કડવું લાગશે પણ સત્ય છે કે મોસ્ટ ઓફ એન્ડ્રોઇડ ફોન એની એક્સપાયરી ડેટ સાથે જ બજારમાં આવે છે અને એ ડેટ તમારા વપરાશ મુજબ એક વર્ષ કે એથી વધુ હોય છે જ્યારે આઈફોન કોઈ જ રુકાવટ વગર નોનસ્ટોપ ઓછામાં ઓછા ૩ વર્ષ ફર્સ્ટક્લાસ ચાલે છે એ હકીકત છે અને કોઈ પણ આઈફોન વપરાશકર્તાને પૂછશો તો આ જ જવાબ મળશે. જો કે એનો અર્થ એવો નથી કે આઈફોનમા ખરાબી નથી આવતી પણ હકીકત છે કે એ ખરાબી બીજા એની સમકક્ષ ગણાતા ફોનના પ્રમાણમાં ખુબ જ ઓછી આવે છે . અને આમ પણ આઈફોન માટે કહેવાય છે કે ‘ વન્સ એન આઈફોન યુઝર , ઓલવેય્ઝ એન આઈફોન યુઝર “ …અને આ વાતમાં કેટલો દમ છે એ જાણવા આઈફોન વાપરવો પડે બોસ …!!!

આના જવાબમાં કોઈ સણસણતો સવાલ એમ પણ આવે કે ભઈલા બીજા ફોનની સરખામણીમાં 20-૨૫ હજાર વધુ ઉસેડી લે છે તો ડયુરેબલ જ હોય ને…? પોઈન્ટમા દમ છે પણ કિમતની બાબતમાં ભલે આઈફોન ચીરીને પૈસા વસુલ કરતું હોય પણ જ્યારે એનો વપરાશ થાય ત્યારે એ વસુલ તો થઇ જ જાય છે . જો કે ભારતમાં ૮૦ હજારથી એક લાખમાં મળનારો આઈફોન-એક્સ ની સામે સેમસંગ ગેલેક્ષી નોટ ૮ પણ લગભગ ૬૫ હજારથી મળવાનો છે એટલે આમ જોવા જાવ તો મોબાઈલ માર્કેટમાં હવે હાઈ પ્રાઈસ ટેગનો જમાનો આવવાનો એ નક્કી છે અને આટલી ઉંચી કિંમત હોવા છતાં પણ સેમસંગ ગેલેક્ષી નોટનું જબરદસ્ત પ્રી-ઓર્ડર બુકિંગ થયું છે એટલે એપલને પણ હાશકારો થયો હશે કે આટલી ઉંચી કિંમત કદાચ એને નહિ નડે. જો કે આ વખતે આઈફોન-એક્સ નો વેઈટીંગ પીરીયડ ઘણો લાંબો છે અને છેક નવેમ્બરમાં લોકોના હાથમાં આવશે .

નવા આઈફોનમા એની ઉંચી કિમત એક માઈનસ ફેક્ટર ચોક્કસ ગણાશે એ ઉપરાંત જે રીતની મોબાઈલ માર્કેટમાં ઉત્તેજના હતી એ પ્રમાણે કોઈ ખાસ નવા ફીચર વગરનો આઈફોન-એક્સ બજારમાં કેટલું કાઠું કાઢી શકશે એ તો સમય જ બતાવશે પણ ઇનીશીયલ રીપોર્ટસ અને સર્વે એવું બતાવે છે કે મોટાભાગના લોકોને નવા આઇફોનમાં કશું ખાસ નવું નથી લાગ્યું . હા , પ્રોસેસર અને કેમેરામાં ચોક્કસ જોરદાર ફેરફારો છે પણ આઈફોન-એક્સ ના જબરદસ્ત વેચાણ માટે એ પૂરતા નથી એવું ઘણા બધાને લાગી રહ્યું છે . બીજું કે નવા આઈફોનમા જે ઓએલઇડી સ્ક્રીન છે એનું ૮૯% માર્કેટ ઉત્પાદન સેમસંગ કરે છે અને એપલે આ સ્ક્રીન માટે સેમસંગ પર હજુ બે વર્ષ જેવું આધારિત રહેવું પડશે એટલે કદાચ બે વર્ષ પછીના આઈફોન મોડલ સસ્તા આવે એવું બને પણ ત્યાં સુધી સેમસંગનો સાથ લીધા સીવાય છૂટકો નથી . આ બધાથી મહત્વનું એ છે કે જેમ સ્ટીવ જોબ્સે ખરેખર ઇનોવેટીવ કહી શકાય એવા આઈફોન મોડલ્સ આપેલા એવા ઇનોવેશનનો સદંતર અભાવ છેલ્લા ત્રણેક આઈફોન મોડેલ્સમા સ્પષ્ટ દેખાય આવે છે . જો એપલ આવનારા સમયમાં કશું હટકે નહિ આપે તો ફક્ત બ્રાન્ડીંગ અને ગુડવિલના પ્રતાપે કેટલું આગળ જઈ શકશે એ બાબત ચોક્કસ નથી કેમકે સેમસંગ અને બીજી કંપનીઓ ટેકનોલોજી , ઇનોવેશન , ડીઝાઈન અને ખાસ તો ગ્રાહકના ખિસ્સા પ્રમાણેના મોડેલ્સ રજુ કરીને હાલ તો માર્કેટ મા મહતમ હિસ્સો કબજે કરી ચુકી છે . એપલ માટે ફ્યુચર ધારીએ છીએ એટલું સહેલું નથી જ …!!!!

વિસામો :

૨૦૧૭ના બીજા ક્વાર્ટર ના અંક્ડાઓ મુજબ ગ્લોબલ મોબાઈલ માર્કેટમાં સેમસંગનો વેચાણ હિસ્સો ૨૩% જેટલો , એપલનો ૧૨% જેટલો જ્યારે ચાઇનીઝ કંપની હુવેઈનો ૧૧% જેટલો રહેલો , મતલબ એપલને સેમસંગ સિવાય આ હુવેઈથી પણ જોર કા ઝટકા લાગી શકે છે …!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ )

ગરબો : “પાવા તે ગઢ ‘ થી ‘ ચાર ચાર બંગડી ‘ સુધી …..!!!!!

Featured

ગરબો : “પાવા તે ગઢ ‘ થી ‘ ચાર ચાર બંગડી ‘ સુધી …..!!!!!

જગતની માલીપા વસેલા કોઈ પણ ગુજરાતીને પૂછો કે ગરબો એટલે શું ? તો તરત જ જવાબ મળશે કે ગરબો એટલે નૃત્ય , સંસ્કૃતિ અને સંગીતનો રાપચિક મેળાવડો ….!!! ગરબે રમવું એ એક કળા છે અને એનાથી વિશેષ ગરબે રમવું એ એક પ્રકારનું હિલીંગ છે કે જેનાથી મન , આત્મા અને શરીરને અજબ અને અદ્ભુત આનંદ અને રાહત આપે છે . મેડીકલ સાયન્સ તો એમ પણ કહે છે કે એક કલાક સતત ગરબા રમવાથી શરીરની 300 કેલેરી બળી જાય છે …સતત ગોળાકાર ફરવું જેને શાસ્ત્રોગત રીતે ચક્રમણ ક્રિયા કહેવાય છે એનાથી બ્લડ શુગર અને બ્લડ પ્રેશરના દર્દીને રાહત થાય છે …..જે લોકો ડિપ્રેશન કે હતાશામાંથી પસાર થતાં હોય, તેમના માટે ગરબા અને ગરબાનું સંગીત મૂડ એલિવેશન જેવા છે. ભલેને એમ કહેવાય કે ગરબો તો ગુજરાતનો જ પણ હકીકત એ છે કે સંગીત અને નૃત્યને કોઈ સીમા , ભાષા કે સરહદો નથી નડતી એ જ રીતે ગુજરાતનો ગરબો હવે ઓલમોસ્ટ વૈશ્વિક ઓળખાણ થઇ ચુક્યો છે . વિદેશીઓમાં ‘ નાઈન નાઈટ મ્યુઝીકલ ફેસ્ટીવલ ‘ તરીકે ઓળખાતો ગરબો જ્યારે અમેરિકા , યુરોપ કે બીજા દેશોની ધરતી પર રમાય છે ત્યારે વિદેશીઓ પણ અચંબાથી આ અદ્ભુત નૃત્ય અને સંગીતની જાદુગરીને જોઇને નવાઈ પામે છે એટલું જ નહિ પણ હોંશે હોંશે એમાં ભાગ પણ લે છે …!!! એકસાથે હજારો ખેલૈયાઓને સંપૂર્ણ શીશ્તથી અને એકદમ લયમાં નાચતા જોઇને ભુરીયાઓ મો મા આંગળા નાખી જાય છે …!!!

ગરબો એટલે શું? એવું અનુમાન છે કે ‘ગરબો’ શબ્દ મૂળ સંસ્કૃત ‘ગર્ભદીપ’ શબ્દ પરથી ઉતરી આવ્યો છે ગર્ભમાં એટલે મધ્યભાગમાં ‘દીપઃ’ એટલે કે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવાવાળા ઘડાને ગરબો કહેવામાં આવે છે. જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો કે જેનું માતાજીના મંદિરમાં સ્થાપન કરવામાં આવે છે જો કે કાળ ક્રમે એમાંથી ‘दीप’ પદ છૂટી ગયું. અને ‘गर्भः’માંથી ગરબો આવ્યો. ગરબો આ શબ્દ નવરાત્રી દરમ્યાન જુદી જુદી રીતે ઓળખાય છે , ગરબા ગાવા , ગરબાનું સ્થાપન કરવું આ બંને અલગ અલગ બાબત છે . યુગોથી ચાલી આવતી આ ગરબા પ્રણાલિકાનાં મુખ્‍ય બે પ્રકાર છે. એક પ્રકાર સ્‍થૂળ રૂપે રહેલ છે અને બીજો પ્રકાર વાણી રૂપે પ્રગટ થાય છે. ગરબાનાં પ્રથમ સ્‍થૂળ સ્‍વરૂપમાં માટીનો કે ધાતુનો ગરબો આવે છે અને બીજા પ્રકારમાં તાળીઓ પાડતાં દીવા કે માંડવીની આસપાસ ફરતાં ગાવું અર્થાત વાણી સ્‍વરૂપે પ્રગટ થાય છે તે ગરબો. ભગવદ્‌ગોમંડલમાં ગરબો શબ્‍દનો અર્થ કરતાં કહ્યું છે કે માટીની, કે ધાતુની બનાવેલી કાણાઓવાળી માટલીની અંદર રહેલા ગર્ભને ગરબો કહે છે. આ કાણાઓમાંથી ગર્ભમાં રહેલ દીપ પોતાનાં તેજોમય પ્રકાશ પાથરે છે. માટીના ગરબાનો અર્થ કાઢતાં આપણાં શાસ્ત્રો કહે છે કે માટી એ પૃથ્‍વી તત્‍વનો ભાગ છે તેમ આપણું શરીર પણ પૃથ્‍વી તત્‍વનો એક ભાગ છે. ગરબાનો દીપ તે આપણાં આત્‍માનું સ્‍વરૂપ છે. જયારે એ આત્‍મા રૂપી દીપમાંથી તેજોમય કિરણો છે જે બહાર પ્રસરીને જગતને આનંદ રૂપી પ્રકાશ આપે છે.

ખેર ગરબાનું વધુ આધ્યાત્મિક વિશ્લેષણ કરવા કરતા નવરાત્રી અને એની ગુજરાતીઓ દ્વારા થતી ભવ્ય ઉજવણી પર જઈએ. ‘ મા પાવા તે ગઢ થી ઉતર્યા મહાકાળી રે ‘ થી શરુ થયેલો ગુજરાતી ગરબો અને ગુજરાતી નવરાત્રી અત્યારે ‘ તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઇ દઉં ‘ સુધી પહોચી ગયો છે . સમય બદલાય એમ ભક્તિ અને આરાધનાના પ્રકારો પણ બદલાય કે નહિ ..? ખુશી એ વાતની છે કે પાર્ટી પ્લોટોમાં ગવાતા કે રમાતા ગરબાની સાથોસાથ ફલેટોના પાર્કિંગમા રમાતા અને એ જ રીતે શેરીઓમાં રમાતા ગરબાની સંખ્યામાં કોઈ ઘટાડો નથી જોવા મળ્યો ઈનફેક્ટ અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાં તો હવે પાર્ટી પ્લોટોમાં ગરબા રમવા જતા ભોગવવી પડતી જફાઓની સામે સોસાયટી કે ફ્લેટોમાં ગરબા રમવાનો ટ્રેન્ડ વધતો જાય છે …!! નવરાત્રીના વધુ પડતા વ્યાપારીકરણની આ આડઅસર છે એમ કહી શકાય …!!! ખેર શેરી ગરબા , પ્રાચીન ગરબા અને અવર્ચીન ગરબા આ બધા જ ગરબા સોસાયટીઓ અને ફ્લેટોમા બાંધેલા નવરાત્રીના મંડપમાં લાગેલા મોટા મોટા સ્પીકર્સમાંથી ગુંજ્યા કરે છે ત્યાં સુધી ગરબો અને ગરબાની ગમે એટલી આધુનિક અને વ્યવસાયીક ઉજવણી થશે તો પણ મા ની ભક્તિ અને આરાધનાનો ભાવ ઓછો નહિ થાય એ નક્કી છે ..!!

દરેક નવરાત્રીએ ગરબામાં નવા નવા ટ્રેન્ડ આવતા હોય છે અને એ દરેક ઉત્સવ વખતનું અવિભાજ્ય અંગ છે . આ વખતે લાગે છે કે ‘ ચાર ચાર બંગડી ‘ ટ્રેન્ડમાં રહેવાનું ..!! એમ તો આ વખતે માતાજીની આરાધનામાં પાર્ટી પ્લોટોમાં ‘ સોનું તને મારા પર ભરોસો નહિ કે ..’ પણ છવાય જવાનું એ નક્કી છે . આ સિવાય ‘ ભલા મોરી રામા ‘ કે ‘ લાલ લાલ સનેડો ‘ જેવા આધુનિક ગીતો તો ઇનથીંગ રહેવાના જ એ નક્કી છે .તો કોમન પ્લોટો અને ફ્લેટોમાં થતા ગરબા આયોજનોમાં ઓલ ટાઈમ હીટ ‘ ખેલૈયો ‘ આ નવરાત્રીએ પણ વાગતું રહેવાનું …!! અવનવા સ્ટેપ્સ વગર તો ગરબા રમાય જ કેમ ? એક તાળી , ત્રણ તાળી , હીંચ , દોઢિયું જેવા સ્ટેપની સાથે સાથે આ નવરાત્રીમાં ‘ સાલસા ‘ ગરબા ધૂમ મચાવશે એવા એંધાણ છે …!! એમ તો શક્યતા તો એવી પણ છે કે છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં ઘર કરી ગયેલો વરસાદ આ નવરાત્રીએ પણ આવી શકે છે …તો ? વાંધો નહિ …ગરબા આયોજકો અને ખેલૈયાઓ તો ‘ રેઇન ડાંસ ‘ માટે પણ તૈયાર છે જ …વરસતા વરસાદમાં ગરબા રમવાની મજા …!!! મૂળે નવરાત્રી આનંદ અને ઉલ્લાસનો ઉત્સવ છે . સોગીયાઓ ભલે ને બોલીવુડ ગીતો પર અને હાઈ-બીટ મ્યુઝીક પર રમાતા ગરબા સાંભળીને કાનના પડદા બંધ કરાવી નાખે પણ હકીકત એ છે કે ઘણા બધા પાર્ટી પ્લોટોના આયોજનોમાં પ્રાચીન ગરબાઓને આધુનિક બીટ અને તાલ પર રજુ કરાય જ છે . ‘ ઉડી ઉડી જાય ‘ જેવા બોલીવુડ ગીતો પર રમનારા ખેલૈયાઓ એટલે જ જોશ અને આનંદથી ‘ નદી કિનારે નાળીયેરી રે ભાય નારીયેળી રે ..’ પર પણ ઝૂમે જ છે …!! પાર્ટી પ્લોટોમાં પણ મૂળ ગરબા સચવાય રહ્યા જ છે અને એના અનેકો ઉદાહરણો ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુ થતી ગરબીઓ કે પછી વડોદરા જેવા આધુનિક શહેરમાં થતા ‘ યુનાઈટેડ વે ‘ જેવા ગરબા આયોજનોને જોવાથી ખબર પડી જાય . મોટાભાગની આ પ્રાચીન નવરાત્રી ઉત્સવ સમિતિઓ અસલ ગુજરાતી ગરબાઓ પર જ ખેલૈયાઓને રમાડે છે . ‘યુનાઇટેડ વે’ના ગરબામાં એક સાથે ગરબા ગાનારા લોકોની સંખ્યા એક સમયે ૪૨,૦૦૦ પર પહોંચી હતી જે એક વિશ્વ વિક્રમ છે અને ગિન્નેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેની નોંધ પણ લેવાઇ છે.

ગુજરાત જે બે ત્રણ બાબતોને લીધે વર્લ્ડ ફેમસ છે એમાંની એક બાબત છે ગરબા …!! અમેરિકા હોય કે અમદાવાદ , લંડન હોય કે લુણસર …જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં રમાય ગરબા …!! તારક મહેતા જેવી સીરીયલમાં ભલે ને દયાભાભીના ગરબા હાસ્યાસ્પદ લાગતા હોય પણ હકીકતે ગરબા એનાથી પણ ક્યાય આકર્ષક અને મનભાવન રીતે રમાય છે . બાર ગાઉં એ બોલી બદલાય એવી જ રીતે ગુજરાતમાં તો દર બાર ગાઉં એ અલગ અલગ રીતે ગરબા રમાતા જોવા મળે અને એ પાછા અમદાવાદના ગરબા , વડોદરાના ગરબા કે રાજકોટના ગરબા એવી પોતીકી ઓળખથી ઓળખાય એટલી હદ સુધી ગરબા અને ગરબામાં વૈવિધ્ય આવી ગયું છે . ગુજરાતીઓ તો દરેક શુભ પ્રસંગે ગરબા રમવા માટે પ્રખ્યાત છે એમાં નવરાત્રી નોનસ્ટોપ ગરબા મહોત્સવ હોઈને વધુ પ્રખ્યાત છે . ગરબો અને નવરાત્રી હીટ છે અને રહેવાનો કેમકે એમાં આધ્યત્મ અને ભક્તિની સાથે સાથે સંગીત છે , નૃત્ય છે , જોસ છે , ઉમંગ છે અને ખાસ તો યુવા હૈયાઓની મેજોરીટીની સાથે સાથે અબાલ-વૃદ્ધ દરેક માટે સંગીતમય ઉત્સવ છે ….!!!

ઠંડક :

નવરાત્રી ખરેખર તો પ્રકાશના પર્વ દિવાળીની પ્રી-ઇવેન્ટ છે – દિવાળીના પ્રકાશમાન દિવસો અને નુતનવર્ષ ના આશામય આગાઝ્ના સેલીબ્રેશનની સંગીતમય શરૂઆત !!! .

– અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” રવિવાર ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૭  )

“ બાબા “ પુરાણ : વાંક આપણો જ છે ..!!!!

Featured

“ બાબા “ પુરાણ : વાંક આપણો જ છે ..!!!!

“ બાબા ગુરમીત રામ રહીમ “ ના આખાયે એપિસોડે ફરી એક વખત અંધ ભક્તો અને એના આધારે ઐયાશી કરતા બાબાઓનો અસલી ચહેરો સામે લાવી દીધો . ‘ દુનિયા ઝૂકતી હૈ , ઝુકાનેવાલા ચાહિયે ‘ ટાઈપના આવા બાબાઓના પરાક્રમોને લીધે આખીયે સાધુ અને સંત સમુદાયને નીચાજોણું થયું એ આ રામ રહીમ વાળા બનાવની સૌથી વરવી બાજુ ગણી શકાય . સુકા ભેગું લીલું બળે એ ન્યાયે આવા રાક્ષસી , અત્યાચારી અને કામી બાબાઓના પાપી પરાક્રમોના છાંટા બીજા સાચા ને ખરેખર સંત હોય એને પણ ઉડે એ દુખદ છે પણ વાત એની નથી પણ ક્યાંથી અને કેવી રીતે આવા ઢોંગી બાબાઓ આટલા બધા તાકતવર અને અત્યાચારી કે પછી આટલા બધા બધી જ રીતે શક્તિશાળી બની જાય છે એની કરવાની છે .

અસલમાં આવા બાબાઓ આટલા ફૂલેફાલે છે એમાં એમનો ઓછો અને આપણો વાંક વધારે છે . આવા બાબાઓ આપણામાંથી એવા લોકોની માનસિકતાનું પ્રતિક છે કે જેઓ સરળતાથી ધર્મના નામે , આસ્થાને નામે , પૈસાના જોરે , તાકાતના જોરે અને સેલીબ્રીટી પ્રભાવોના દેખાડામાં તણાય જાય છે . તાકાતવર અને નિરંકુશ બનેલા આવા બાબાઓના બળાત્કાર અને હત્યા જેવા સંગીન ગુનાઓ જ્યારે આપણી સામે આવે છે ત્યારે ઘણું મોડું થઇ ચુક્યું હોય છે અને આપણે ‘ અરેરે આપણી સાથે દગો થયો ‘ એવું અરુન્યરુદન કે પછી સોશિયલ મીડિયા પર ‘ આવા બાબાઓને જાહેરમાં ફાંસી આપવી જોઈએ ‘ જેવા બખાળા કાઢવા શિવાય કશું કરી શકતા નથી કેમકે જ્યાં સુધી આપણી ઉપર લખી એ માનસિકતા નહિ બદલાય ત્યાં સુધી ગુરમીત હોય કે બીજા બાબાઓ હોય એ બધા જ ધર્મ અને આસ્થાના નામે આપણો ઉપયોગ કરીને પોતે તગડા બનતા જ જવાના ..!!!

આજકાલ ધર્મ એક બીઝનેસ બની ગયો છે , જેટલો વધુ તમે તમારા ધર્મ કે આસ્થાનો પ્રચાર કરી શકો એટલો વધુ અનુયાયીઓમા વધારો થતો જવાનો . ધર્મ પણ એક માર્કેટિંગની જેમ થઇ ગયો છે . જ્યાં આસ્થા અને ભક્તિ લાલચનો પર્યાય બનીને રહી ગયો છે . લોભ , લાલચ , મદદ કે પછી તાકાતથી તમે તમારા ફોલોવર્સની સંખ્યામાં વધારો કરતા જાવ , એમને એ જ ધર્મ કે આસ્થાના નામે ગુમરાહ કરતા જાવ અથવા તો એમની જીંદગીમાં જે કઈ પણ ખૂટે છે એમાંથી અમુકનું કૈક નિરાકરણ કરતા જાવ બસ પછી જુઓ તમારો આ ધર્મનો ધંધો પુરજોશમાં ચાલવાનો . સવાલ આપણી આસ્થાનો બિલકુલ નથી કેમકે આવા ઢોંગી કે અત્યાચારી બાબાઓના શરણે જતો આમ ઇન્સાનનો ડાઉટ જે તે ધર્મ અને જે તે ગુરુ પ્રત્યેની આસ્થા અને એક વિશ્વાસથી જ ત્યાં જતો હોય છે પણ એ ગુરુ કે સ્થાનક કે પછી આસ્થાનો પહેરેદાર આવા સાધકોની આ પવિત્ર આસ્થાનો ગેરલાભ ઉઠાવે ત્યારે રામરહીમ જેવા બનાવો બને છે અને આ કાઈ પહેલો બનાવ છે નહિ અને આઈ એમ સ્યોર કે છેલ્લો બનાવ પણ હશે નહિ કેમકે જ્યાં સુધી અંધવિશ્વાસ અને અસમાનતાનો ફેલાવો સમાજમાં રહેશે ત્યાં સુધી ધર્મના નામે , આસ્થાના નામે અને પછી અસમાનતાના નામે ઉત્પન્ન થતા અંધ્વીશ્વાસનો ગેરલાભ ઉઠાવનારા આવા સેંકડો ગુરમીતો સમયાંતરે આ મહાન ધાર્મિક અને સંસ્કૃતિથી ભરપુર ભારત દેશમાં પેદા થયા જ કરવાના એ નિશ્ચિત છે …!!!!

આસ્થા કે ધર્મ દરેકની પોતપોતાની વ્યક્તિગત માન્યતા અને સ્વતંત્રતા છે એમાં ના નહિ પણ તકલીફ ત્યારે પડે અને ખાસ કરીને જેના પર આસ્થા અને વિશ્વાસ રાખ્યો હોય એવા સાધુ કે સંત આવા જધન્ય અપરાધોમાં દેખાય આવે ત્યારે એ આસ્થા અને આસ્થાળુને એકદમ કરારા ઝટકા લાગે . રામરહીમના કેસમાં તો છેક છેલ્લે સુધી એના અનુયાયીઓએ કરેલા તોફાનો આમ જોવા જાવ તો ખરેખર એ જ માનસિક કરારા ઝટકાનું જ પ્રદર્શન હતું . ‘ અરે હોય કાઈ આપણા ગુરુ આવું કરે જ નહિ ‘ એ મૂરખજ્ઞાન જ્યારે ફૂટી ગયું કે તરત જ અનુયાયીનું નાનું મગજ સુન્ન થઇ ગયું અને એ શુન્નતા અને છેતરાયાની લાગણીમાં દિલની અંદર રહેલો ગુસ્સો ( ખરેખર તો ઉલ્લુ બની ગયાની લાગણી ) આવા તોફાનોમાં ફૂટી નીકળ્યો જે ખરેખર તો મૂરખ બન્યાનું પ્રતિબિંબ જ ગણી શકાય . અને ઉલ્લુ બનો જ ને…!!! આ દેશમાં ધર્મના નામે અને આસ્થાના નામે ભીડ ભેગી કરવી કોઈ ખાસ મોટી કે અઘરી વાત નથી અને આમાં બધા જ ધર્મો અને એમના સો કોલ્ડ આવા બાબાઓ સામેલ છે . કોઈ એક ધર્મે હરખાવાની જરૂર છે જ નહિ અહી તો હર ડાલ પે ઉલ્લુ બૈઠે હૈ જેવો ઘાટ છે જ અને સમયે સમયે દરેક ધર્મના આવા ઢોંગી બાબાઓની પાપલીલાનો પર્દાફાશ થતો જ રહે છે પણ યુ કી સોચનેવાલી બાત યે હૈ કી છતાયે હર વખતે નવા નવા બાબાઓ ફૂટી જ નીકળે છે …..!!!

હા તો ફૂટી જ નીકળે ને…!!! એનું કારણ છે કે આગાઉ પર્દાફાશ થયેલા બાબાઓના પરાક્રમોમાંથી આપણે કશું જ શીખતા નથી . હવે જો દલીલ એવી હોય કે ભારતની બહુધા ગરીબ અને અભણ પ્રજા આવા ઢોંગી બાબાઓના ચક્કરમાં આવી જાય છે તો લેટ મી ક્લીયર યુ કે આશારામ , રામપાલ , ગુરમીત , રાધેમાં કે આવા અનેકો વિવાદિત બાબાઓના ભક્તોમાં શિક્ષિત અને વગદાર લોકોની સંખ્યા વધુ જોવા મળી જ છે . ચાલો માની લઈએ કે મોટાભાગના આવા વગદાર શિષ્યોનું આવા ગુરુઓ સાથેનું જોડાણ મોટાભાગે ગીવ એન્ડ ટેક જેવી સગવડતા નીચે ગોઠવાયેલું હોય છે પણ નજર સામે દેખીતો વ્યભિચાર અને ગુનાહિત કૃત્યો કરતા બાબાઓને છતાં પણ મળી રહેતા ફોલોવર્સ એ વાતનો સંકેત છે કે આપણે સુધારવા માંગતા જ નથી …!!! સલામ અને અભિનદન છે એ પીડિત બંને બહેનો , કેસ લડનાર વકીલો , આખુયે પ્રકરણ બહાર લાવનાર દિવંગત પત્રકાર અને સજા સંભળાવનાર ન્યાયતંત્રને કે જેઓએ કોઈ જ પ્રકારના દબાણમાં કે લોભ લાલચમાં આવ્યા વગર કાયદાનું ભાન કરાવ્યું બાકી હરિયાણા અને પંજાબની સડકો પર પિસ્તોલો , પથ્થરો અને લાઠીઓ લઈને ફરતા બ્રેઈનવોશ થયેલા એ લાખો અનુયાયીઓ તો આમાંનું કશું જ કરી શકવાના નહોતા …!!!

આગળ લખ્યું એમ અને ફરીથી રીપીટ કરું તો બધા જ સંસારી સાધુઓ કે બાબાઓ આવા તરકટી , ઢોંગી નથી જ હોતા અને એના અનેકો ઉદાહરણો ભારતભરમાં છે પણ મૂળ વાત એ છે કે એકદમ ઈન્સ્ટન્ટ આધ્યાત્મ , જ્ઞાન અને પુણ્ય કમાવાની લાલચમાં આવા ઢોંગી બાબાઓ તરફથી ફ્રી મા મળતી મદદોની લાલચમાં દોડી જતા સાધકો અને પછી એના જ જોરે સમ્પતિ એકઠી કરીને બાહુબલી બની જતા આવા બાબાઓની પાપલીલા બહાર આવે ત્યારે સૌથી વધુ ધક્કો એ છેવાડે રહેલા સામાન્ય ભાવકને જ લાગવાનો એ નક્કી છે . પાખંડી બાબાઓનું આ ચક્ર શું અટકી જવાનું ? મારા હિસાબે તો નહી .રામરહીમ , આશારામ , નિર્મલબાબા , નિત્યાનંદ .. આ લીસ્ટ આમાં જ લંબાતું જવાનું કેમકે જ્યાં સુધી ‘ લીલી ચટણી ‘ થી સર્વે દુખો ભાગે નહિ …જ્યાં સુધી ‘ મેસેન્જર ઓફ ગોડ ‘ જોવાથી ધર્મ ના સમજાય એવી સુક્ષ્મ સમજ નહિ આવે …જ્યાં સુધી આડંબર , ચમકદમક , લાલચ કે લોભ વગર ખરેખર કોઈ આસ્થા કે ગુરુ ને માનવામાં નહિ આવે … જ્યાં સુધી સમાજમાં રહેલી અસમાનતા , ભેદભાવો અને તાત્કાલિક ધાર્મિક ફાયદાઓ નહિ જોવાય ત્યાં સુધી આવા ગુરમીતો એક જશે ને બીજા આવતા જ રહેવાના ….!!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૩ સપ્ટેમ્બર ૨૦૧૭ )

બીવેર : આ ‘ રમત ‘ જોખમી અને જીવલેણ છે ..!!!!

Featured

બીવેર : આ ‘ રમત ‘ જોખમી અને જીવલેણ છે ..!!!!

એક જમાનો હતો કે નોકિયાની ટચુકડી બ્લેક-વ્હાઈટ સ્ક્રીન પર ટપકાને પકડીને ખાવા ધસી જતા કે દોડાદોડી કરતા વર્ચુયલ નાગ પાછળ મોબાઈલ ગેમ્સના આશીકો ફિદા હતા . મોબાઈલ વર્લ્ડની આ પહેલી અને એકમાત્ર ઓફીશીયલ હીટ ગેમ ગણી શકાય . ટપકા ગળી ગળીને લાંબા થતા જતા સાપ પાછળ ઓલમોસ્ટ અબાલવૃદ્ધ બધા જ પાગલ થઇ ગયેલા . આજે લગભગ એકાદ દાયકાથી વધુ સમય પછી પાગલ કરી મુકતી મોબાઈલ ગેમ્સ ની જગ્યાએ જીવ લઇ લેતી મોબાઈલ ગેમ્સનો હાહાકાર છે . પેલી સ્નેક્સવાળી ગેમ તો નિર્દોષ હતી કે જે ખાલી સમયની જ ભોગ લેતી હતી પણ આજકાલની અમુક ગેમ્સ તો સમયની સાથે સાથે રમ્નારનો જીવ પણ લેતી થઇ ગઈ છે . ટેકનોલોજીનો આ પણ એક ખતરનાક પ્રભાવ છે એમ કહી શકાય . વાત ‘ બ્લુ વ્હેલ ‘ નામની જીવલેણ ગેમની છે . નિર્દોષ લાગતી અને માત્ર ને માત્ર મનોરંજન માટે રમાતી મોબાઈલ ગેમ્સ આટલી ખતરનાક બની શકે છે એનો ખ્યાલ તો કદાચ એના ડેવલોપર ને પણ નહિ હોય . જો કે ‘ બ્લુ વ્હેલ ‘ ગેમની તો શોધ જ કરનારે આવા ખતરનાક ઈરાદોથી કરેલી એ હવે જગજાહેર વાત છે …!!!

પ્લે સ્ટેશન જેવી મોંઘી અને પીસી ગેમ્સ જેવી સસ્તી ગેમ્સની દુનિયાની વચ્ચે મોબાઈલ ગેમ્સે મોબાઈલ વાપરનારાઓમાં પોતાની આગવી જગ્યા બનાવી છે . આજે જેને જુઓ એને બસમાં , ટ્રેનમાં , કોલેજમાં કે કોઈ પણ સ્થળે મોબાઈલ પર ગેમ્સ રમતા જોવા મળે છે અને મજાની વાત પણ એ છે કે સમયાંતરે નવી નવી અને રસપ્રદ ગેમ્સ મોબાઈલના મીની માર્કેટમાં ઠલવાતી જ રહેતી હોય છે . અને મોબાઈલ ગેમ્સ બનાવનારાઓ અને એ જેમાંથી ડાઉનલોડ થયા કરે છે એ મોબાઈલ સ્ટોર પણ નીતનવી રીતે ગેમ્સ રમનારાઓને આકર્ષી રહ્યા છે એટલું જ નહિ પણ એમાંથી કમાણી પણ કરી રહ્યા છે . આજે સ્માર્ટ ફોન ઇનથીંગ છે એટલું જ નહિ પણ ઓલમોસ્ટ પર્સનલ ગેજેટ બનતા જાય છે એવામાં મોબાઈલમાં માથું ઘુસાડીને ગેમ્સ રમતા રમતવીરોની સંખ્યા વધતી જાય છે . નો ડાઉટ મોબાઈલ ગેમ્સ એ એક સારો ટાઈમપાસ અને મનોરંજક બની શકે છે પણ ખતરો ત્યાં છે કે જ્યારે આ જ મનોરંજક લાગતી મોબાઈલ ગેમ આદત – લત બની જાય છે અને વધુ એલાર્મિંગ છે બાળકોમાં આવી લતનું લાગવું ..!!!!

દિલ્હીમાં હમણાં જ એક વિચિત્ર બનાવ સામે આવ્યો કે જેમાં ૧૬ વર્ષના એક બાળકને મોબાઈલ ગેમ્સની એવી લત લાગેલી કે રમવામાંને રમવામાં એણે ઘર બહાર જવાનું બંધ કરી દીધેલું , સ્કુલમાં પણ ઠોઠ થતો જતો હતો એટલું જ નહિ પણ બહાર રમવા ના જવાને લીધે અને ઘરે જ પડ્યા પાથર્યા રહેવાને લીધે એનું ૧૦ કિલો વજન પણ વધી ગયેલું અંતે એને હોસ્પિટલમા દાખલ કરવો પડ્યો . બાળકો પર મોબાઈલ ગેમ્સની અસરો પુખ્તો કરતા વધુ વિઘાતક થતી હોય છે . આ સમસ્યા ખાલી ભારતમાં જ નથી પણ દુનિયાભરમાં ફેલાયેલી છે અને દરેક દેશોએ એના માટે અમુક નિયમો બનાવેલા છે જેમ કે દક્ષીણ કોરિયામાં રાત્રે ૧૨ થી સવારે ૬ સુધી ૧૬ વર્ષથી નીચેના બાળકોને ઓનલાઈન રમવા પર પ્રતિબંધ છે અને આ પ્રતિબંધ છેક ૨૦૧૧થી લાદેલો છે . અહી એ યાદ અપાવી દઉં કે કોરિયા મોબાઈલ હેન્ડસેટ અને એપ્સનો એક અગ્રણી ઉત્પાદક દેશ છે . જાપાનમાં બાળકો જો કોમ્પ્યુટર પર ગેમ રમવામાં અમુક હદથી વધુ સમય વિતાવે તો ચેતવણીનો સંદેશો કોમ્પ્યુટર સ્ક્રીન પર જ આવી જાય છે . પણ અફસોસ કે ભારતમાં હજુ આપણે આ ક્ષેત્રે અને આ ખતરાને ઓળખવામાં ઘણા પાછળ છીએ. જો કે હવે રહીરહીને સરકાર જાગી છે અને ‘ બ્લુ વ્હેલ ‘ જેવી જીવલેણ ગેમને જુદા જુદા ઓએસ પરથી હટાવવાની સૂચનનો આપી દેવામાં આવી છે પણ સવાલ એ છે કે મોબાઈલ ગેમ્સની લત ખુદ પોતે જ એક પ્રકારની જીવલેણ ઉપાધિઓ ઉત્પન્ન કરી શકે છે એ બાબતથી તો મારે ને તમારે બધાએ જાતે જ અવગત અને હોશિયાર રહેતા થવું પડશે .

‘ બ્લુ વ્હેલ ‘ જેવી જીવલેણ ગેમ વિષે ઘણું લખાઈ ગયું છે એટલે ડીટેલમા પડવા કરતા એના જેવી ગેમ્સોની લાગતી લતોના ભયસ્થાનો વિષે વધુ ચર્ચા થાય એ વ્યાજબી અને આવનારી પેઢીને ઉપયોગી સાબિત થશે . આ પહેલા પણ ‘ પોકેમોન ગો ‘ નામની આવી જ જોખમી ગેમે ઉપાડો લીધેલો જો કે ભગવાનનો આભાર કે આ ગેમથી કોઈ જાન ગયાના સમાચાર બહુ સાંભળેલા નહોતા છતાં પણ રમનારાઓ એમાંથી પણ કશું શીખ્યા નહિ એ હકીકત છે જો કે આમાં રમનારનો વાંક એટલા માટે ઓછો ગણાય કેમકે એકવાર મોબાઈલ ગેમ રમવાની લત કે એડીકશન લાગે પછી સ્થળ કે સમયનું ભાન નથી રહેતું એ હકીકત છે અને એમાયે હવે તો સ્માર્ટફોનની એપ્પ બજારમાં રોજ્જેરોજ નીતનવી ગેમ્સ ઠલવાતી રહે છે અને જીઓ જેવા સસ્તા નેટ પ્રોવાઈડરના પ્રતાપે લગભગ દરેક હાથમાં ફુલ્લી લોડેડ સ્માર્ટફોન રમતો થઇ ગયો છે એવામાં ગેમ્સને ટેપ કરીને ડાઉનલોડ કરવાની લાલચ ભલા કોણ રોકી શકે ?

પણ આ લાલચ શારીરિક , માનસિક અને આર્થિક રીતે કેટલી હાનીકારક છે એ તો ‘ બ્લુ વ્હેલ ‘ જેવો કિસ્સો બને પછી જ ખબર પડે . મનોચિકિત્સકોનું કહેવું છે કે ૧૦ માંથી ૬ કેસ મોબાઈલ ગેમ્સની લત છોડાવવા માટેના આવતા થઇ ગયા છે . બાળકો પર આની બહુ ખરાબ અસર પડે છે . પીડીયાટ્રીક ડોકટરોનું કહેવું છે કે સતત મોબાઈલ ગેમ્સ રમવાથી કે એની આદત પાડવાથી બોડી કલોક ડીસ્ટર્બ થઇ જાય છે યાની કી ફીઝીકલ અને મેન્ટલ ગ્રોથમાં રુકાવટ કે એની ઝડપ ઓછી થઇ શકે છે . બાળકનું એની સરખી ઉમરવાળા બાળકો સાથે બહાર રમવાનું ઓછું થઇ જવાથી એના વર્તન અને વિકાસમાં ફેર પડી શકે છે .વધુ મોબાઈલ ગેમ્સ રમનાર બાળક અભ્યાસમાં પાછળ પડી શકે છે તો એડલ્ટ વ્યક્તિ સામાજિક કે નોકરી ધંધામાં ધ્યાન ખોઈ બેસે છે . ‘ બ્લુ વ્હેલ ‘ ગેમ્સના બહાર આવતા કિસ્સાઓમાં સાચા ખોટમાં પડ્યા વગર એક વસ્તુ તો સત્ય છે કે બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દેનાર માબાપ બાળક મોબાઈલમાં શું કરે છે એની માહિતી રાખવામાં ઉણા ઉતરે ત્યારે આવી ઘટનાઓ ઘટે છે . આજકાલના ફાસ્ટ કોમ્યુનીકેશનના જમાનામાં બાળક તમારી સાથે સમ્પર્કમાં રહે એ જરૂરી છે પણ ખુબ નાની ઉમરમાં બાળકને મળતો મોબાઈલ કે પછી કોઈ કન્ટ્રોલ વગર વપરાતો મોબાઈલ બંને સરખા ભયજનક જ છે . બાળકને આવી બુરી લતોથી બચાવવાના અનેકો ઉપાયો છાપા-મેગેજીનોની ક્ટારોમાં ચર્ચાતા રહેતા હોય છે એમાંથી બધા આજની ફાસ્ટ લાઈફમાં પ્રેક્ટીકલી શક્ય નથી હોતા પણ હા એ હકીકત છે કે જો તમે ખુદ બાળકની એક્ટીવીટી પર ધ્યાન આપતા જાવ અને ઉપરાંત એને મોબાઈલ આપતા પહેલા અને એ દરમ્યાન પણ સારું નરસું સમજાવતા રહો તો મોબાઈલ ગેમ્સના એડીકશનના શિકાર બનતા બાળકને રોકી શકશો એ હકીકત છે , અને ખાલી બાળક જ શું કામ મારે ને તમારે બધાએ મોબાઈલ ગેમ્સના એડીકશનથી બચતા રહેવું જ પડશે નહીતર બ્લુ નહિ તો બ્લેક અને બ્લેક નહિ તો ગ્રીન વ્હેલ આજે નહિ તો કાલે તૈયાર જ હશે ભરખી જવા ….!!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” 20 ઓગષ્ટ ૨૦૧૭ )

( સેલ્ફ ) પબ્લીક-સીટી …..!!!!!

Featured

( સેલ્ફ ) પબ્લીક-સીટી …..!!!!!

“ હું વેનિસમાં જલવિહાર કરતો કરતો એક અમેરિકન ચાહકે ભેટ આપેલા આઈફોન ૭ પ્લસથી ફોટા ખેચતો હતો ત્યાં જ વચ્ચે એક કેનેડીયન ચાહકનો ફોન આવી ગયો , મૂળે એમનું કહેવું એમ હતુ કે હું લાસ્ટ ટાઈમ કેનેડા ગયો ત્યારે ખાસ ઓસ્ટ્રેલીયાથી મને મળવા આવેલા ચાહકે ભેટ આપેલું વિન્ટેઝ ગ્રામોફોન જે ક્યાંક મુકાય ગયેલું એ મળી ગયું છે અને પંદર દિવસ પછી એક મિત્ર થાઈલેન્ડ જવાના છે તો એમની સાથે મોકલી આપશે એટલે થાઈલેન્ડના બેસ્ટ રિસોર્ટ ડેસ્ટીનેશન હુઆ હીન ની મારી નેક્સ્ટ વિઝીટમાં મને મળી જશે …!!! “ આગળ લખે છે કે “ આપણે તો ચાહકોના પ્રેમથી જ સંતુષ્ઠ થઇ જતા હોઈએ છીએ એટલે આવી અનેકો ભેટ સોગાદો ક્યાં છે અને છે કે નહિ એની બહુ ફીકર કરતા નથી હોતા પણ ચાહકોનો પ્રેમ છે ને …એટલે આવા અદ્ભુત અનુભવો પણ થયા કરતા હોય છે …!!!” ….તારી ભલી થાય ચમના…..!!!! ચાલો હવે ૧૦૦ માર્કનો એક સવાલ : સોશિયલ સાઈટ્સ પર મુકાતી આવી પોસ્ટોમા તમે શું સમજ્યા એ ટૂંકમાં જણાવો …? ….આઈ બેટ તમે કઈ સમજ્યા હોવ કે નહિ પણ લખનારથી અભિભૂત ચોક્કસ થયા હશો જ …અહાહાહાહા ….વેનિસ…કેનેડા…અમેરિકા…થાઈલેન્ડ …ઈટીસી ઈટીસી !!! આને કહેવાય પોતાના હાથે પોતાનો વાંસો થાબડવો …..દેશી ભાષામાં ખુદનો ઢંઢેરો પીટવો અને ઇંગ્લીશમાં ( સેલ્ફ ) પબ્લીસીટી….!!!!!!!

ગુજરાતીમાં કહેવત છે ને કે ‘ બોલો એના બોર વહેચાય ‘ ..જો કે શોશિયલ સાઈટ્સના જમાનામાં બોર તો નહિ પણ આવી સેલ્ફપ્રચાર કરતી પોસ્ટો અને આપવડાઈ કરતા લખાણોને લીધે લખનાર આખો ને આખો ખુદ વેંચાઈ શકે છે ….!!! જો કે અલ્યા ભાઈ ખુદનો પ્રચાર કરવામાં કાઈ ખોટું નથી આવી દલીલો કરનારા ખોટા પણ નથી અને આમેય આજે જમાનો એટલો ફાસ્ટ છે કે જો તમે જમાનાની નજરમાં રહો નહિ તો ક્યાય ફેંકાય જાવ એટલે શું છે કે સમયાંતરે પોતે શું છે અથવા ‘ મૈ અભી જિન્દા હું ‘ એવા પ્રકારની જાહેરાતો કરતી રહેવી જરૂરી બની જતી હોય છે . અને એમાયે હવે તો સોશીયલ મીડિયા જેવું બોલકું અને વધુ વિસ્તૃત પ્લેટફોર્મ હાજર છે તો પછી બીજા પબ્લીસીટી કરે એની રાહ શુકામ જોવાની ? અપના હાથ જગન્નાથ …આઈ મીન અપની સીટી બજાઓ એ જ સાચી પબ્લીસીટી ….!!!! સોશિયલ સાઈટ્સ રોજે રોજ આવી પ્રચારાત્મક લખાણો અને પોસ્ટોથી ઉભરાતી રહેતી હોય છે ….!!!! ગુજરાતીમાં આને ‘ હરખપદુડા ‘ અને હિન્દીમાં આને “ બડબોલા “ કહેવાય છે …!!!!!

વાત એ નથી કે સેલ્ફ પબ્લીસીટી કરાય કે નહિ કેમકે આ લખનારથી માંડીને વાંચનાર સુધીના વર્ગમાંથી આપણે આ પબ્લીકસીટી કરતા જ રહેતા હોઈએ છીએ , પણ ઈન્ટરેસ્ટીંગ વસ્તુ છે જે રીતે પોતાનો પ્રચાર કરાય છે એ …!!! તમારે બેસ્ટ રીતે સેલ્ફ પબ્લીસીટી કરી હોય એવી પોસ્ટ જોવી હોય તો કોઈ પણ સેલેબ્સને ફોલો કરવાનું શરુ કરી દ્યો ….!!! આમાં શું છે કે હું ને તમે મનાલી ગયા હોય તો સીધે સીધું લખી નાખીએ કે ‘ એન્જોયિંગ કુલ વેધર ઇન મનાલી વિથ ફલાણા ઢીંકણા એન્ડ સિક્સટીન અધર્સ …!!” પણ ના અહી જ આપણે અને સેલ્બ્સ જુદા પડીએ છીએ . એ શું કરશે એક ફોટો મુકશે કોઈ હસીન વાદીનો એમાં ખુણામાં ક્યાંક એમના લાંબા કરેલ પગનો એકાદ હિસ્સો હશે અને લખાણ એવું હશે કે એમાં મનાલી લખ્યું નહિ હોય તોય તમે સમજી જશો કે ભાઈ કે બુન મનાલીમાં પડ્યા પાથર્યા છે અતારે ….!!!! મૂળ તમે તમારી જાતને કેવી રીતે પ્રેઝન્ટ કરો છો એના જ પૈસા છે અને કસમ ખુદાકી આજકાલ આના સૌથી બેસ્ટ કલાસીસ સોશીયલ મીડિયા પર જ શીખવા મળે છે ….!!!!

સ્લેબ્સ અને પબ્લીસીટીને ચોલી દામનનો સંબંધ . તમે જોજો જેવું કોઈ નવું ફિલ્મ રીલીઝ થવાનું હશે કે તરત જ એના હીરો હિરોઈન કે પછી બીજા કોઈ વિષે પણ ફિલ્મને લગતી કૈક ને કૈક રોચક ખબર મીડિયામાં આવવા માંડશે , મૂળે તો એ બહાને પબ્લીકની નજરમાં ફિલ્મને રાખવાનું કામ કરવાનું હોય છે આમેય આજકાલ ફિલ્મો ક્વોલીટી વાઈઝ ઓછી અને પબ્લીસીટીથી વધુ ચાલતી કે ફેંકાતી હોય છે , તાજો જ દાખલો રઈસ , ઓકે જાનુ કે ટ્યુબલાઈટનો છે જ ને ….!!!. છતાયે આ સેલેબ્સ પબ્લીસીટીમા ઓછા ના ઉતરે ….સલમાનખાનની બીમારી બહાર આવે કે પછી શાહરૂખનો કોઈ સ્ટંટ …કે પછી કોઈ હિરોઈનનું ચક્કર કે અણબનાવ …!!! પૂનમ પાંડે જેવા બોન તો પોતે જ પોતાને બ્રાંડ સમજીને પબ્લીસીટી કરતા રહેતા હોય છે તો સચિન જેવા શરમાળ પણ પોતાની ફિલ્મ આવે ત્યારે પુરજોશમાં કિસ્સાઓ કહેવા નીકળી પડે છે …!!! પબ્લીસીટી એ આજના જમાનાની માંગ છે એટલે શું આમ કે શું ખાસ બધા આમાં માહિર બનતા જાય છે અને જે માહિર નથી એ બળતરા તો કરી જ શકેને….???? !!!!! પહેલા શું હતું કે ગામમાં કે શહેરમાં રીક્ષા નીકળતી ભૂંગળા લગાડીને કે પછી છાપામાં કે દીવાલો પર ચોપાનીયા લગાડાતા પણ હવે તો સોશિયલ સાઈટ્સ જ રીક્ષા કે દીવાલોનું કામ કરી આપે છે …જે ચીપ્કાવું હોય એ ચીપકાવો ને તમતમારે …!!!

એવું નથી કે ખાલી સેલેબ્સ જ પબ્લીસીટી માટે કુછ ભી કરને કો તૈયાર હોય છે , આજકાલ તો રાજનેતાઓ પણ આ જ કામે વળગેલા રહે છે . આપણને લાગે કે ફલાણો નેતા કે નેતિ અક્કલનો કે ની ઓથમીર છે પણ ના રે બબુઆ સાવ એવું નથી હોતું . મોટાભાગના બડબોલા નેતાઓ જાણીજોઈને પાણીમાં પથરો ફેંકતા હોય છે . આમાં શું છે કે બે કામ એક સાથે થઇ જાય , એક તો પોતે લાઈમ લાઈટમાં રહ્યા કરે અને બીજું કે પોતે કશુક બોલ્યા એ પણ સંતોષાય જાય અને ત્રીજું કે આવા પથરા ફેંકીને જે પોઝીટીવ કે નેગેટીવ પબ્લીસીટી મળે એ ખોટમાં નફો ગણીને ઉસેટવા માંડવાનું …!!! લાલુ , રાહુલ કે પછી ભાજપના ગીરીરાજ જેવા નેતાઓ કઈ એટલી ઓછી અક્કલવાળા નથી કે એમને ખબર ના હોય કે એલફેલ બોલ્યા પછી શું થશે ? રાજનીતિમાં તો જો કે આમેય બોલતું રહેવું પડે એટલે અહી તો આમ કે આમ ગુટલીઓ કે દામ જેવો ઘાટ થઇ જાય …કહેવાનું કહેવાય જાય અને પબ્લીક જે સીટી મારે એ સંભળાય પણ જાય …!!!! મોદીસાહેબની સરકાર ને તો વિરોધીઓ પબ્લીસીટી સ્ટંટ સરકાર કહે જ છે ને …!!! જો કે પોલીટીક્સ હોય કે પર્સનલ તમે તમારી વાત કેટલા લોકો સુધી અને કેટલો સમય સુધી પહોચાડી શકો છો એ જ તો મૂળ મંત્રા છે પબ્લીસીટીનો …ઓહ આઈ મીન સેલ્ફ પબ્લીસીટીનો .!!!!!

ખેર સેલ્બ્સ બનવું હોય તો પોતે જ પોતાનો વાંસો થાબડતા ખાસ આવડતું હોવું જોઈએ આનાથી શું થાય કે કોઈ માને કે ના માને પણ તમે તો ખુદ સેલ્બ્સના વહેમમા આવી જાવ એ ચોક્કસ …એટલીસ્ટ તમને તો એમ લાગે કે આહા એય આપણે પણ કઈક છીએ …!!!! આમેય આજકાલ જો તમારે સોશીયલ મીડિયામાં ટકી રહેવું હોય તો કશુક ક્રિયેટીવ કરવું પડે , હવે બધા તો ક્રિએટીવ હોય નહિ એવા લોકો માટે સેલ્બ્સ થઇ રહેવાનો આસાન તરીકો છે સેલ્ફ પબ્લીસીટી …!!! તમે એમ વિચારો કે કોઈ ફલાણો લેખક કે કલાકાર કે હીરો કે એવું કોઈ છે એ જો સારું કામ કરતો હશે તો એનું કામ વાંચનાર – જોનાર ખુદ જ એના વખાણ કરવાના જ ણે …એવામાં એને પોતાની પબ્લીસીટી કરવાનો કોઈ તણાવ નહિ રહે પણ શું છે કે અધૂરા ઘડા જેવા લોકો કોઈ સેલ્બને મળે કે પછી કોઈએ ક્યાંક એનો ઉલ્લેખ કર્યો કે કશુક કોઈ ક્યાંક મળ્યું એની વાત એટલી બધી મોણ નાખીને કરશે કે તમને એમ જ થશે કે ઓહો ભાય ફલાણો સેલબ તો જીંદગીમાં એક જ વાર કોઈને મળ્યો છે અને એ આ પ્રાણી એકમાત્ર છે ….!!!! હજુ ગયા મહીને જ આ જ જગ્યાએ ટ્રોલ પર લખેલું , એ ટ્રોલીગ પણ આમ તો બીજું કઈ નહિ પણ સેલ્ફ પબ્લીસીટીનો એક પ્રકાર જ થયો ને …!!! ખુદનું બ્યુગલ ખુદના મોઢાથી જ વગાડવું …!!!!

ઠંડક :

વૈધાનિક ચેતવણી : આ લેખની કોઈએ બંધબેસતી ટોપી , ફાળિયું , હેટ કે સાફો પહેરવો નહિ , આ એકમાત્ર જનરલ ઓબ્ઝરવેશન છે જે મને ને તમને બધાને ચોટડુક લાગુ પડી શકે છે – ચેતવણી સમાપ્ત …!!!!!

 • અજય ઉપાધ્યાય ( ‘નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલીયા ‘-મંથલી કોલમ ” પરબ ” – જુલાઈ ૨૦૧૭ )

હજુ સાચી સ્વતંત્રતા મેળવવી બાકી છે … !!!!!!!

Featured

હજુ સાચી સ્વતંત્રતા મેળવવી બાકી છે … !!!!!!!

આજથી બે દિવસ પછી સ્વતંત્રતા દિવસ છે …આપણો સ્વતંત્રતા દિવસ …ભારતનો સ્વતંત્રતા દિવસ …!!! નવી પેઢી માટે ૧૫ ઓગષ્ટ મહદઅંશે રજાનો દિવસ છે , જો કે પાછલા થોડા વર્ષોથી આ રજાની માનસિકતામાં બદલાવ ચોક્કસ આવ્યો છે અને એ પણ નવી પેઢીને હિસાબે જ . પહેલાના કરતા કદાચ હવેના સમયમાં સ્વતંત્રતા કે પછી પ્રજાસત્તાક દિવસની મહત્તા અને એનું મુલ્ય જરા વધારે સચવાતું હોય એવું લાગી રહ્યું છે છતાં પણ દરેક સ્વતંત્રતા દિવસ પર જે વિચાર આવે છે એ હજુયે યથાવત છે જ અને એ છે આપણી સ્વતંત્રતાની વ્યાખ્યા અને સ્વતંત્રતાની પરિભાષા ….!!!! ભારતના નાગરિક તરીકે છેલ્લા થોડા વર્ષોથી કે પછી સ્વતંત્ર થયા ત્યારથી આપણે સ્વતંત્રતાની વ્યાખ્યા આપણી રીતે સેટ કરતા આવ્યા છીએ , કમનસીબ છે પણ સત્ય પણ એટલું જ છે ..!!

જનરલી સ્વતંત્રતા દિવસ પર આપણે એ વિચારતા હોઈએ છીએ કે સ્વતંત્રતા મળ્યા પહેલાની સ્થિતિથી સ્વતંત્રતા મળ્યા પછીની સ્થિતિ બહેતર થઇ છે કે નહિ ?સ્વતંત્રતા પહેલા અને પછીમાં શું બદલાવ આવ્યો છે ? અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા પછીથી શું ભારતે સ્વતંત્રતાના માધ્યમથી વધુ વિકાસ સાધ્યો છે કે નહિ ? સ્વતંત્ર થવામાં કેટકેટલા લોકોએ બલિદાનો આપ્યા છે એની ગાથાઓ નવી પેઢી માટે તો માત્ર પુસ્તકમાં જ ઉપલબ્ધ છે પણ એ સ્વતંત્રતા સંગ્રામના સાક્ષી રહેલા કુછ બચે કુચે સ્વાતંત્રવીરો શું ગર્વથી એમ કહી શકે એમ છે કે હા અમે જેના માટે લડાઈ લડેલી એ સ્વતંત્રતા ભારત માટે ફાયદાકારક બની છે ? સવાલ અઘરો છે એટલો જ આ સવાલનો જવાબ આપવો કદાચ વધુ અઘરો છે . શું દર વર્ષની જેમ તિરંગો ફરકાવી દેવાથી , તિરંગાને સલામી આપી દેવાથી કે વીરોની યશગાથા ટીવી-પેપરમા જોરશોરથી ગાઈ-વગાડી દેવાથી જ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી ગણાશે ? શું આપણે સ્વતંત્રતા કે આઝાદીનો સાચો અર્થ બરાબર સમજી કે જાણી શક્યા છીએ ? જવાબ માટે ખુદની અંદર એક નજર નાખવી અનિવાર્ય બની રહેશે , કેમકે આખરે તો દેશની આઝાદી અને એનું મુલ્ય મારા અને તમારા વ્યવહાર અને એ આઝાદીના મૂલ્યને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે એના પર જ અવલંબિત છે ને …!!!

નો ડાઉટ આઝાદીના ૭૦ સાલ વીતી ગયા છે અને આ ૭૦ વર્ષોમાં આપણે એવા ઘણા ક્ષેત્રો છે જેમાં આઝાદી પહેલાની સ્થિતિ કરતા દેશને વધુ બહેતર સ્થિતિએ પહોચાડ્યો છે . જગતના સૌથી મોટા લોકશાહી દેશ તરીકે વૈશ્વિક અફરાતફરીમાં પણ આપણે લોકશાહી પરંપરાને સાચવી અને બચાવી રાખી છે અને એની પુરા વિશ્વમાં કદર પણ થઇ છે . ૭૦ વર્ષોમાં આવેલી વિવિધ સરકારોના પ્રયાસોથી આજે મહાનગરો વિશ્વ સાથે તાલ મિલાવી શકે એટલા સમૃદ્ધ અને વિકસિત થયા છે તો ગામડાઓની સ્થિતિમાં પણ અમુક અંશે સુધારો આવ્યો છે . વિશ્વમાં પાંચમાં પુછાય એવું નામ ભારતે બનાવ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી . વિકાસ અને તાકાત ના મામલે આપણે ૭૦ વર્ષો કરતા ઘણા આગળ છીએ . આજે આપણે એ મુકામે પહોચી ગયા છીએ કે દુનિયાના વિકસિત દેશોએ પણ ભારતની પ્રગતિની નોંધ લેવી પડે છે અને જગત જમાદારો ગણાતા દેશો પણ ભારતને ઈજ્જત અને માનની દ્રષ્ટીએ જુએ છે , એક સમયે અભણ , ગમાર અને પછાત ગણાતો ભારત આજે ચંદ્ર પર યાન મોકલી શકે છે કે ચીન જેવી મહાસત્તાને લલકારી પણ શકે છે … અમેરિકા જેવા ની સાથે કદમ મિલાવી શકે છે તો ઉંચો જીડીપી પણ હાસિલ કરી શકે છે યસ સ્વતંત્ર થયા પછીની આ એક ઉપલબ્ધી ગણાય .!!!

પણ એઝ એ વી ધ પીપલ આપણે સ્વતંત્રતાને ક્યા સુધી ….કેવી રીતે અને કેટલી લીધી છે એ બાબતે હજુ પણ અવઢવ ચોક્કસ છે ..!!! અંગ્રેજીમાં બે શબ્દો છે ‘ ફ્રીડમ ‘ અને ‘ લીબર્ટી ‘. ફ્રીડમ એટલે કોઈમાંથી મુક્ત થવું અને લીબર્ટી એટલે ગમે તે કરવા માટે મુક્ત ..!!! પહેલી નજરે સમાન લાગતા આ બંને શબ્દોના અર્થો ખરેખર એકબીજાથી ભિન્ન છે . કૈક આવી જ માનસિકતા આપણી પણ સ્વતંત્રતા બાબતે બનતી જાય છે . આપણા બંધારણે આપણને ફ્રીડમ ઓફ સ્પીચ નો અધિકાર આપેલો છે પણ ઘણીવાર એનો ઉલટો ઉપયોગ કરવામાં આપણે માહિર બની ગયા છીએ અને એ પણ પાછું સ્વતંત્રતાના નામે . ઉપરાષ્ટ્રપતિ જેવા જવાબદાર હોદ્દા પર હોવ ત્યાં સુધી કશું દેખાય નહિ પણ જેવા એ પદ છોડવાનું થાય એટલે વિવાદિત વિધાન કરવાનું મન થાય એ સ્વતંત્રતાની આપણે લીધેલી અવળી વ્યાખ્યા નહિ તો બીજું શું કહેવાય ? વાત એકલા હમીદ અન્સારીની નથી આવા તો અનેકો બફાટો અને ફ્રીડમ ઓફ સ્પીચ ના વરવા ઉદાહરણો દરેક પાર્ટી અને દરેક પ્રકારના જનસમુદાયમાંથી પણ બનતા આવ્યા છે . આ સ્વતંત્રતા ની કેવી વ્યાખ્યા ?

જ્યારે સ્વતંત્રતાની લડાઈ લડાઈ ત્યારે કોઈ કોમ – જાતી માટેની લડાઈ નહિ પણ સમગ્ર દેશ માટેની લડાઈ હતી , સમગ્ર દેશની પ્રજાને અંગ્રેજોની ગુલામીમાંથી છોડાવવાની લડાઈ હતી …એ લડાઈ હતી નાત-જાત-ધર્મો-સમ્પ્રદાયો થી ઉપર ઉઠીને દેશને આઝાદ કરાવવાની કે જેથી આઝાદ દેશના નાગરીકો પોતાની રીતે કામ કરવા – જીવવા સ્વતંત્ર બની શકે અને કોઈનું પણ આધિપત્ય કે પછી ગુલામી રહે નહિ . દેશ તો આઝાદ થઇ ગયો અને એને સાત દાયકા પણ થઇ ગયા પણ આ નાત-જાત-ધર્મો-સમ્પ્રદાયો ણા વાડામાંથી શું આપણે ખરેખર આઝાદ થઇ શક્યા છીએ ? ઠીક છે કે આજથી સાત દાયકા પહેલા અથવા તો સ્વતંત્ર નહોતો ત્યારે આપણો દેશ વધુ ગરીબ હતો અને અનેક પ્રકારના અંધ્વીશ્વાસો મા જીવતો હતો પણ આજે આટલી પ્રગતી પછી પણ જો દેશમાં ધર્મો અને નાત જાતના નામે પોતાના વિચારો અને જોહુકમી ઠોકી બેસાડી દેવાતી હોય તો પછી સ્વતંત્રતાનો આ કયો અર્થ આપણે આલાપી રહ્યા છીએ એ ખબર નથી પડતી ..!!!

આઝાદીના સાત સાત દાયકા પછી અને લગભગ દરેક સરકારોના અથાગ પ્રયત્નો પછી પણ દેશની મૂળભૂત સમસ્યાઓમાં નોંધપાત્ર સુધારો થયો હોય એવું કોઈ છાતી ઠોકીને કહી શકે એમ છે નહિ . ભારત ઝડપથી વિકસતા દેશોમાં અગ્રસ્થાને છે એની ના નહિ પણ સાથે સાથે એ પણ કડવી હકીકત છે કે આખા વિશ્વમાં જેટલી ગરીબી છે એનો ત્રીજો ભાગ ભારતમાં છે . ૨૦૧૦ના વર્લ્ડ બેંક રીપોર્ટ મુજબ અંદાજે ૩૫% વસ્તી ગરીબી રેખાની નીચે જીવતી હતી .ગરીબી શરૂઆતથી જ ભારતની સમસ્યા રહી છે અને અફસોસ કે ૭૦ વર્ષો પછી પણ એમાં ખાસ કઈ સુધારો નથી આવ્યો અથવા તો આવ્યો છે તો એ ખાસ નોંધપાત્ર નથી જ . આવું જ કઈક ભૂખમરાથી થતા મોતો માટે પણ કહી શકાય . કુપોષણ અને ભૂખમરાથી ત્રસ્ત લોકોની સંખ્યા પણ બીજા દેશો કરતા વધુ છે . આવું જ વિશ્વના બીજા દેશોની સરખામણીએ ભારતમાં શિક્ષા માટે પણ કહી શકાય .સાક્ષરતા દર વધારવાની વર્ષોથી કોશિશો થઇ રહી છે , લગભગ બધી જ સરકારોએ એના માટે ખાસ ઝુંબેશો ચલાવી છે અને હજુ પણ ચાલે છે પણ કડવી હકીકત એ છે કે હજુ આજે પણ દેશની વસ્તીનો મોટો ભાગ અશિક્ષિત છે . આવું જ બેરોજગારી અને આતંકવાદની સમસ્યા વિષે પણ કહી શકાય . સરકારો પોતાની રીતે આ બધા સવાલોનો હલ શોધવાની કોશિશો કરતી રહેતી હોય છે એની ના નહિ પણ સ્વતંત્રતા જે હેતુ અને મકસદથી મેળવેલી એનો સાચો અર્થ એકબાજુ રહીને આજે પણ દેશ આવી સમસ્યાઓથી ઉપર આવવા ઝઝૂમી રહ્યો છે ત્યારે જે દિવસે આવી મૂળભૂત સમસ્યાઓથી છુટકારો મળશે ત્યારે જ સાચી સ્વતંત્રતા અને સ્વ્તાન્તાર્તાનો સાચો અર્થ સમજાશે અથવા તો અનુભવાશે …!!!! સ્વાતંત્ર્યદિવસ ની શુભકામનાઓ ..!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૧૩ ઓગષ્ટ ૨૦૧૭ )

બિહાર …ગુજરાત અને….. દોસ્તી દિવસ … !!!!!!!

Featured

બિહાર …ગુજરાત અને….. દોસ્તી દિવસ … !!!!!!!

યે તો હોના હી થા …..બિહારમાં જ્યારથી નીતીશ-લાલુ નું કજોડું રચાયેલું ત્યારથી જ શંકા હતી કે આ સંઘ કાશીએ નહિ પહોચે , એક ના એક દિન તો તલ્લાક હો કે રહેગા …!!! બસ ખાલી સમયનો સવાલ હતો અને એમ છતાં પણ જો આ કજોડું પુરા પાંચ વર્ષ ચાલ્યું હોત તો ચોક્કસપણે લોકશાહી અને ખાસ તો બિહારની જનતાને એના ગંભીર પરિણામો ભોગવવા તો પડત જ . અને એનું કારણ પણ સાવ સીધું અને મેગ્નીફાઈંગ ગ્લાસ રાખ્યા વગર પણ દેખાય એમ હતું . નો ડાઉટ મોદીનો એક અરસાથી વિરોધ કરી રહેલા નીતીશ અને કાયમી વિરોધી લાલુનું આ જોડાણ માત્ર ને માત્ર સમયની જ માંગ અને કઈક અંશે ઈગો કલેશનું વરવું ઉદાહરણ હતું પણ તેમ છતાયે જે રીતે પાછલા થોડા વર્ષોમાં શ્રીમાન લાલુપ્રસાદની નવી પેઢીએ બિહારના રાજકારણમાં જે પ્રકારે એન્ટ્રી મારેલી એનાથી એક વસ્તુ તો સાફ હતી કે પ્રમાણમાં ક્લીન ઈમેજ ધરાવતા નીતીશ માટે આ લાકડાનો લાડુ સાબિત થવામાં બહુ દેર નહોતી થવાની .

ભલે ગઠબંધન તૂટવાનો દોષ ભાજપ કે મોદી કે અમિત શાહ પર કોઈ લગાવતું હોય પણ એ હકીકત છે કે પોતાની સરકાર અને ખાસ તો ઈમેજ બચાવવા રાજ્યમાં સ્ટેબલ સરકાર જાળવી રાખવા માટે નીતીશ માટે આ અને એકમાત્ર ઉપાય જ હતો એમાં કોઈ રાજકીય પંડિતો પણ મના નહિ કરી શકે . અને આમ જોવા જાઓ તો નીતીશને મોદી સામે વાંધો હતો એમા હવે ખુદ નીતીશ પણ કઈ કરી શકે નહિ એટલી કદાવર પ્રતિભા હવે મોદીની થઇ ગઈ છે અને જે રીતે એક પછી એક રાજ્યોમાં ભાજપ અને મોદીનો વાવટો ફરકતો જાય છે એવામાં રાજ્યની શાખ બચાવવા ટેકાવાળી સરકારો બનાવવાનો ઉપક્રમ આગળ શાશનોમાં પણ થતો રહ્યો છે અને હજુયે થતો રહેવાનો છે એટલે પેલી કહેવતની જેમ લાલુ અને લાલુપુત્રોના પરાક્રમો વધુ વણસે કે વિકસે અને ગધ્ધુ અને ફાળિયું બંને જાય એવો સમય આવે એના કરતા અણી ચુક્યો સો વરસ જીવે એવા સિદ્ધાંતમાં માનીને નીતીશે હાલ તુરંત પોતાની સરકાર તો બચાવી લીધી છે અને લાલુના જે પ્રમાણે અત્યારે વક્રી ગ્રહો ચાલે છે એ જોતા નીતીશ માટે શુશીલકુમાર એન્ડ કંપની ઓછી તકલીફદેહ થવાની એ હકીકત છે . બસ ફક્ત પાયાનો પ્રશ્ન એ જ રહે છે કે જેને ગાળો આપીને – જેનો વિરોધ કરીને તમે સત્તામાં આવ્યા હોવ તેની સાથે સરકાર બચાવવા માટે જોડાણ કરવું કેટલું વ્યાજબી કહી શકાય ? હાલાકી એ વાતથી ઇનકાર થઇ શકે નહિ કે છેલ્લા થોડા વર્ષોમાં નીતીશે બિહારની જનતામાં પોતાની એક અલગ છાપ ઉભી કરી છે અને પ્રજા કદાચ નીતીશ સરકારના સારા વહીવટની ઓથે આવા છાનગપતીયા ભૂલી પણ જવાની પણ જોવાનું રસપ્રદ એ રહેશે કે ચારેકોરથી ઘેરાયેલા લાલુ કે જેની હજુ પણ બિહારના ઘણા વિસ્તારો પર પકડ છે એ હવે કયો દાવ રમે છે , ઈનફેક્ટ લાલુના સપોર્ટર કહી શકાય એવા મુલાયમ અને બીજા દળો પણ અત્યારે તો ‘ સાફ ‘ થઇ ચૂકેલ છે એવામાં રાજનીતિના માસ્ટર કહી શકાય એવા લાલુ અને નીતીશ-ભાજપનો આગામી જંગ રસપ્રદ રહેશે એ નક્કી છે …!!!

આગામી જંગ તો આપણા ગુજરાતમાં પણ રસપ્રદ રહેવાનો એ નક્કી છે . રાજકારણમાં ક્યારે શું થાય એ કોઈને ખબર નથી હોતી એવામાં ગુજરાત કોંગ્રેસમાં વગર વરસાદે આવેલું રાજીનામાં પુર આવનારા સમયમાં કોંગ્રેસને કેટલું નુકશાન કરે છે એ જોવું રસપ્રદ રહેશે . વાત ભલે ને રાજ્યસભા બેઠકની હોય પણ હકીકત એ છે કે વર્ષોથી ઓલમોસ્ટ નિષ્ક્રિય રહેલી ગુજરાત કોંગ્રેસ નેતાગીરી સામે આ એક પ્રકારનો બળવો જ ગણી શકાય અને એમાયે શંકરસિંહ જેવા દિગ્ગજ નેતા જ્યારે ગાઈ વગાડીને કોંગ્રેસની અંદરની વાત અને વેદના બહાર લાવે ત્યારે એને ના માનવાને કોઈ કારણ હોઈ શકે જ નહિ . ધારાસભ્યોને ફાર્મ હાઉસમાં લઇ જવા પડે એવી સ્થિતિઓ ગુજરાત સહીત ઘણા રાજ્યોમાં અગાઉ પણ આવી ચુકેલી છે અને એમાં કઈ નવીન પણ નથી , પણ વધુ ગંભીર એ છે કે જ્યારે ગુજરાત વિધાનસભાની ચુંટણી હવે ખાસ કાઈ દુર નથી એવામાં ભાજપને પડકાર આપવાની કોંગ્રેસની ક્ષમતા અને યોજનાઓથી આ વિખવાદ જરૂરથી ફટકો પાડી શકે છે . સવાલ અહેમદ પટેલ રાજ્યસભાની સીટ જીતે કે ના જીતે એના કરતા પણ વધુ વિકટ એ છે કે ખુલીને બહાર ના આવેલા અને જો બાપુની વાત સાચી માનીએ તો હજુયે કોંગ્રેસમાં રહીને અસંતોષની આગમાં તપી રહેલા બીજા ૧૦-૧૨ ધારાસભ્યો પણ જો રાજીનામાના માર્ગે ચાલે તો ગુજરાત કોંગ્રેસ માટે તો આગામી ચુંટણી જીતવું તો ઠીક પણ લડવું પણ કઠીન થઇ જાય . તો સામે પક્ષે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને સાચવવા અને એમનો મૂળ ભાજપી સાથે ગોઠવણ કરવી પણ ભાજપ માટે માથાનો દુખાવો તો થવાનો જ . અત્યારે તો બનાસકાંઠા મા આવી પડેલી કુદરતી વિપત્તિઓમાંથી પ્રજાને રાહત અપાવવાના કામને અગ્રતા આપનાર ભાજપ સરકાર માટે આવનારા દિવસોમાં ભાજપનું કોંગ્રેસીકરણ થાય નહિ અને ટાર્ગેટ ૧૫૦ પૂરો કરવાની લ્હાયમાં મૂળ ભાજપીઓ ભૂલાય નહિ એવું ગોઠવવું ચૂંટણી સમયે શિરદર્દ બની રહેવાનું એ પણ નક્કી છે …!!! જોઈએ ચૂંટણીઓ હવે ક્યા દુર છે …!!!!! આ દોસ્તી શું રંગ લાવે છે એ તો ત્યારે જ ખબર પડશે …!!!

દોસ્તી સે યાદ આયા કી આજે ઓગષ્ટનો પહેલો સન્ડે …એટલે ફ્રેન્ડશીપ ડે …યાની કી દોસ્તી દિવસ …!!!! અંગ્રેજી કલ્ચરની સાથે સાથે આપણને જે કાઈ આવા ડે ઉજવવાના ફતુર ભેટમાં મળ્યા છે એનો એક નમુનો એ આ ફ્રેન્ડશીપ ડે …!!! અને એમાયે આ ફ્રેન્ડશીપ ડે ની તો ઉજવણી શરુ કરનાર જ ગ્રીટિંગ કાર્ડ કમ્પની છે એટલે નો ઓફેન્સ …!!! જો કે દોસ્તીને ક્યાં કોઈ ખાસ દિવસ લાગુ પડે છે . દોસ્તીને કોઈ દિવસ નથી હોતો … દોસ્તી કોઈ બેલ્ટ ની મોહતાજ નથી ….. દોસ્તીને કોઈ ફેસબુક સ્ટેટ્સ ની જરૂર નથી ….!!!! બ્રિટીશ લેખક સેમ્યુલ બટલરનું એક ફેન્ટાસ્ટીક ક્વોટ છે આ દોસ્ત અને દોસ્તી ઉપર . મુલાઈજા ફર્માઈએ . બટલર લખે છે કે “ દોસ્તી પૈસા જેવી છે . જેમ પૈસા બનાવવા આસન છે પણ એને સાચવી રાખવા કે એમાં વૃદ્ધિ કરવી કઠીન છે બિલકુલ એવી જ રીતે દોસ્તી બનાવવી આસન છે પણ એને ટકાવી , સાચવવી કે મહેકતી રાખવી અઘરું કામ છે ..” સંસ્કૃતમાં એક સરસ શુભાષિત છે જેનો અર્થ આવો કૈક થાય છે “ સંપતી મિત્રો મેળવી આપે છે અને વિપત્તિ મિત્રોની પરીક્ષા કરે છે “ વાત સો ટકા સાચી છે પણ વ્યવહારુ નથી . ‘મહાભારત’ માં ‘દ્રોણપર્વ’ માં કહેવાયું છે કે “સૈન્યનો નાશ થઇ જાય છતાંય, જો સાથ આપે એ જ મિત્ર છે. જ્યાં કોઇ અપેક્ષા ના હોઇ, આશા ન હોઇ છતાંય સાથ-સહકાર આપતો હોય, ખડા પગે હાજરા – હજુર રહે એ તો મિત્રતા છે” માણસને જિંદગીમાં એક જ સાચો મિત્ર મળે તો તે તેનું મોટું સદ્‍ભાગ્ય કહેવાય. જો કે દરેકને આવું સદ્‍ભાગ્ય ના મળે તેમ પણ બને તો એવી સ્થિતિ માટે મહાત્મા એમર્સન કહે છે તેમ ‘તમે સાચો મિત્ર ના મેળવી શક્તો તો તેને દુર્ભાગ્ય ગણવાને બદલે તમે જાતે જ કોઈકના સાચા મિત્ર બનો ! તમે જ્યારે એક સાચા મિત્ર બનો છો ત્યારે તમને વહેલી કે મોડી સાચી મિત્રતા પ્રાપ્ત થયા વગર રહેતી નથી.’ આપણી ગુજરાતીમાં પણ કહેવાયું જ છે ને કે ‘ મિત્રતા પામતા પહેલા મિત્ર બનતા શીખો “ દોસ્તી દિવસની શુભકામનાઓ …!!!!

વિસામો ::

“ કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી ,ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી…” રક્ષાબંધનની આગોતરી શુભેચ્છાઓ …!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૬ ઓગષ્ટ ૨૦૧૭ )

“ શ્રાવણ “ થી શરુ ધર્મ અને તહેવારોની મૌસમ !!!!!!!!

Featured

“ શ્રાવણ “ થી શરુ ધર્મ અને તહેવારોની મૌસમ !!!!!!!!

આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસ શરુ થઇ રહ્યો છે ત્યારે અમરનાથ યાત્રીઓ પર થયેલા જધન્ય હુમલાએ પણ ભોળાનાથની ભક્તિ કરનારાઓમાં શ્રધ્ધાની કોઈ ઓટ આવવા નથી દીધી અને એનું ઉદાહરણ એ છે કે આવા ભીષણ અને કરુણ બનાવ પછી પણ અમરનાથ યાત્રા અવિરત ચાલુ જ છે અને બેવડા જોશ અને ઉમંગ અને બરફાનીબાબા પ્રત્યેની અમીટ અને અઢળક ભાવભક્તિનું દર્શન કરાવી રહી છે . આવી જ અનેરી શ્રધ્ધા અને ભક્તિનો અનેરો સંગમ દુનિયાભરના શિવાલયોમાં આવતીકાલથી જોવા મળશે કેમકે શરુ થઇ રહ્યો છે માસોત્ત્મ માસ શ્રાવણ માસ…!!! વાંક્દેખાઓની વ્યથા મુજબ કહેવા ખાતર એવું કહી શકાય કે વર્ષ દરમ્યાન આવતા તહેવારો કરતા શ્રાવણના પ્રત્યેક દિવસે શિવાલયોમાં દર્શનાર્થીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો જોવા મળશે , પ્રાતઃ આરતી અને સાંધ્ય આરતીમાં ભાવિકોની ભીડ જોવા મળશે અને ખાસ તો શ્રાવણના સોમવારે ભાવિકોની સંખ્યામાં જોરદાર વધારો નોંધાશે ….પણ કહેવાનું એટલું જ છે કે ફાસ્ટ લાઈફમાં ધર્મનું આચરણ પણ સગવડીયું થઇ જ જવાનું એટલે આવા અલેલટપ્પુંઓને નજરઅંદાજ કરીને આવો રસપાન કરીએ શ્રાવણ નું….સાવન નું …!!!!

શ્રાવણ એટલે દેવાધિદેવ શિવનો ભક્તિ , પૂજા , તહેવારોથી ભરપુર મહિનો . શિવના ભક્તો દુધની કોથળીમાં થયેલા ભાવવધારાની પરવા કર્યા વગર શિવલિંગ પર તાંબાની લોટીમાંથી ધીમી ધારે દુધનો અભિષેક કરતા કરતા ભોળાનાથની સાધના કરવાના . પવિત્ર બીલીપત્રો ભોલાનાથને અર્પણ કરતા કરતા ભવાટવીના દુખો કાપવાની અરજ કરતા રહેવાના . હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદો શિવાલયોમાંથી ઉઠવાના . ચોખલિયા લોકો ભલે દુધના બગાડની બકબક કર્યા કરે એનાથી શ્રદ્ધાળુઓ પર કોઈ ફરક નથી પડતો . આફ્ટરઓલ દરેક ધર્મમાં ભક્તિ માટેના અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા જ છે અને જગતના દરેક ધર્મોમાં આ શ્રધ્ધા અને અંધશ્રદ્ધાવાળો વિવાદ ચાલ્યા જ કરતો હોય છે પણ જે ધર્મ અને એના નીતીનીયમોમાં માને છે એ ભાવિકોને એનાથી કોઈ ફર્ક નથી પડતો અને પડવો પણ નાં જોઈએ કેમકે કહેવાય છે ને કે ભક્તિ કોઈ અડચણની મોહતાજ નથી હોતી કે ભક્તિ કોઈ ટીકાને કાને નથી ધરતી અને અધૂરામાં પૂરું ગુજરાતમાં જોરદાર વરસાદનું આગમન થઇ ગયું છે અને હજુ પણ વરસાદી માહોલ જામેલો જ હોવાથી લોકોના કપાળે દુષ્કાળની ચિંતા લકીરો થોડી ઓછી થવાથી શ્રાવણને ઉજવવાનો અને ઉમંગભેર ભક્તિ સાથે શીવને જપવાનો ઉત્સાહ બેવડાઈ જવાનો . મેઘરાજાની સાર્વત્રિક મહેરથી લોકોમાં શ્રાવણ અને શ્રાવણના આગમન સાથે જ શરુ થતા તહેવારોને રંગેચંગે ઉજવવાનો માહોલ બનતો જાય છે .

આમ તો આખોયે શ્રાવણ શિવભકતો માટે પવિત્ર અને પાવન જ ગણાય છે પણ શ્રાવણના સોમવારનું ખાસ મહત્વ છે . શ્રાવણીયા સોમવારનું અદકેરું મહત્વ છે . આમ તો શ્રાવણમાં મોટાભાગે ચાર જ સોમવાર આવતા હોય છે પણ આ વખતના શ્રાવણ માસમાં એવું બન્યું છે કે ચારની બદલે પાંચ સોમવાર આવે છે અને એનાથી પણ દિવ્ય વાત એ છે કે શ્રાવણમાસની શરુઆત અને અંત બંને સોમવારથી થશે એવો અદ્ભુત સંયોગ સર્જાયો છે . ચાલુ વર્ષે ૨૪ જુલાઇથી ૨૧ ઓગસ્ટ સુધીના શ્રાવણ માસમાં પાંચ સોમવારનો સંયોગ સર્જાશે. તેમાં પણ વર્ષો પછી ૨૪ જુલાઇએ સોમવારથી શ્રાવણ શરૂ થશે અને ૨૧ ઓગસ્ટે સોમવારના દિવસે જ પૂર્ણ થશે મતલબ કે શિવભકતોને ભોળાનાથને રીઝવવા એક સોમવાર વધુ મળશે . હિંદુ ધર્મમાં દરેક વારને કોઈ ને કોઈ દેવી કે દેવતાઓ સાથે જોડીને એમની ઉપાસના કરવાના સ્વરૂપે જોવાય છે એ જ ક્રમમાં સોમવારને શીવનો વાર કહેવાય છે . સોમવારે શિવાલયોમાં રોજ કરતા વધુ ભક્તો જોવા મળે. શાસ્ત્રોમાં પણ સોમવારના દિવસે કરાતી શીવની આરાધના વધુ ફળ આપનારી ગણાવી છે . શિવભક્તો તો લગભગ દર સોમવારે ઉપવાસ કે એકટાણું કરવાનો નિયમ રાખતા હોય છે પણ શ્રાવણના સોમવારે આ ભક્તિ અને અર્ચનાનું ફળ બેવડાય જાય છે એટલે આ વખતે આવનારા એક વધુ સોમવારનો લાભ શિવભકતો માટે શિવની ભક્તિમાં બોનસ કહી શકાય ..!!!

દરેક ધર્મમાં સમય મુજબ શ્રધા અને પ્રભુને ભજવાની ભક્તિના પ્રકારો નિરંતર બદલાતા રહેતા હોય છે પણ મહત્વનું છે ધર્મ ટકી રહે એ , ભલે ને શ્રાવણમાં તો શ્રાવણમાં અને એમાયે ફક્ત સોમવારે તો સોમવારે શિવાલય જતા હોય પણ મહત્વનું છે શિવશ્રધ્ધા ટકી રહે એ . અત્યારે બની શકે કે ભાગદોડવાળી જીંદગીમાં કોઈને ૧૦૦ કે ૧૦૦૧ બીલીપત્રો ચડાવવાનો સમય ના પણ મળે સો વ્હોટ ? પાંચ બીલીપત્ર કે નાની ટબૂડી ભરીને શિવલિંગ પર કરાતો અભિષેક પણ કાફી છે .. દુનિયા ઝડપી થઇ ગઈ છે અને સમય સુપર સ્પીડી એટલે આટલો બદલાવ તો બનતા હૈ . દરેક ધર્મો ભક્તોની આસ્થા અને શ્રધ્ધા પર ટકેલા હોય છે . પરચાઓ , ચમત્કારો કે કૃપાઓના વરસાદો એ દરેકના અંતરમનમાં પોતપોતાની રીતે અલગ અલગ અનુભવાતી પરીશ્થીતીઓ છે . શીવ એ જ છે સદીઓથી બદલાયા છે તો એની ભક્તિના પ્રકારો . છતાં પણ શ્રાવણનું સ્વરૂપ હજુ ખાસ બદલાયું નથી . આજે પણ એ જ ભક્તિ અને ઉમંગથી શીવ આરાધના અને શીવ પૂજાઓ થાય છે ઇન્ફેક્ત દર વર્ષે શ્રાવણની ઉજવણી વધુ ધામધુમથી થતી જાય છે . નાસ્તિકોને મન શિવલિંગ પરથી વહેતું થઈને ગટરમા કે મંદિર પાછળ નીકમા વહી જતું દૂધ ચર્ચાનો વિષય હોય શકે પણ શિવભક્તો માટે નહિ જ . જગતના ઘણા બધા ધર્મોમા શ્રધા અને અંધશ્રદ્ધા વિષે ખેચતાણ ચાલતી રહે છે અને ચાલતી રહેવાની પણ ધર્મો ટકી રહે છે એના ધર્મિક મૂલ્યો પર , એની સામાજિક અસરો પર, જે તે ભગવાન પર ભક્તોની નિષ્ઠા , આસ્થા પર .

આ ધાર્મિક લેખ બિલકુલ નથી પણ આ તો છે સંસ્કૃતિએ આપણને આપેલા ધર્મ વિશેના થોડાઘણા જ્ઞાનને ફરીથી કંઠસ્થ કે પછી હ્રદયસ્થ કરવાની વાત !!! . શ્રાવણ , શીવ અને તહેવારોને બધા પોતપોતાની દ્રષ્ટીએ નીરખે છે . શ્રાવણમા ભક્તિની સાથે સાથે ઘણા આકરી ટેક પણ રાખતા હોય કે એનાથી વિપરીત ઘણા માટે શ્રાવણ જુગાર રમવાનો મહિનો પણ હોઈ શકે પણ સરવાળે શ્રાવણ અને શીવનું એક મહત્વનું કામ છે જીવને શાતા પહોચાડવાની અને શ્રાવણ અને શ્રાવણથી શરુ થતો ઉત્સવી માહોલ એ કામ સુપેરે કરે છે . શ્રાવણ એ તમને શીવ સાથે એકાકાર કરે છે તો એના નિયમો , તહેવારોથી જીવનને નવી દિશા અને નવા ઉમંગો મળે છે . ભક્તિની આધ્યાત્મિકતાની સાથે સાથે શ્રાવણથી શરુ થતા રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા અનેકો રંગબેરંગી , સામજિક એકાત્મતાની ઓળખ આપનાર અને સમાજ અને કુટુંબ જીવનને મજબુતાઈના તાંતણે બાંધી રાખનાર તહેવારોની ખુશી એ શ્રાવણમા આપણને શીવ તરફથી મળતું વરદાન છે . લોકો જૂની સંસ્કૃતિને ભૂલતા જાય છે એવી દે ઠોક ફરિયાદો કરનારાઓએ વહેલી સવારે નજીકના શિવમંદિરમા થતી આરતી વખતે કે મેળામાં ઉત્સાહભેર કુટુંબને લઈને આનંદ મનાવતા લોકોના ચહેરાઓ જોઈ લેવા .. ધરમ અને આસ્થા એટલી જલ્દી ઓછી કે ખતમ નથી થતી હોતી એનું શ્રાવણ ( કે ઇવન કોઈ પણ ધર્મના તહેવારો ) ઈશ્વરીય ઉદાહરણ છે ….. ઓમ નમઃ શિવાય !!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૩ જુલાઈ ૨૦૧૭ )

શું પૃથ્વી પર થશે વધુ એક ‘ મહાવિનાશ ‘ ?????…… !!!!!!!!

Featured

શું પૃથ્વી પર થશે વધુ એક ‘ મહાવિનાશ ‘ ?????…… !!!!!!!!

વોટ્સઅપ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર દરિયાના કાંઠે વસેલા મુંબઈ , સિંગાપોર , પેરીસ , ન્યુયોર્ક જેવા શહેરોની આજથી ૧૫ કે ૨૫ વર્ષ પછીની પરીશ્થીતી દર્શાવતી કાલ્પનિક પણ અતિ ભયાનક તસ્વીરો સમયાંતરે મેં અને તમે બધાએ જોઈ હશે કે જેમાં મુંબઈ ને દરિયો કેટલો ગળી જશે કે ન્યુયોર્ક ની પ્રખ્યાત શેરીઓ દરિયામાં ગરકાવ થઇ જશે કે પછી પેરીસ દરિયામાં કેટલું ગરકાવ થઇ જશે એની કાલ્પનિક તસ્વીરો બતાવવામાં આવે છે . ભલે એ જોઇને તમને એમ થયું હોય કે ના ના આ તો કોઈ ચક્રમ ભેજાની મજાક-મશ્કરી લાગે છે , આવું તો કશું જ થવાનું છે નહિ . તો સબૂર…સાવધાન…હોશિયાર …ખબરદાર . વૈજ્ઞાનિકોની લેટેસ્ટ ચેતવણી એવું કહે છે કે આ ભયાનક તસ્વીરો જેવો માહોલ બનતા બહુ સમય નહિ લાગે . ઈનફેક્ટ લેટેસ્ટ વૈજ્ઞાનિક રીપોર્ટ તો એનાથી પણ એક ડગલું આગળ વધીને એવું કહે છે કે પૃથ્વીનો મહાવિનાશ કે સર્વનાશ હવે બહુ દુર નથી ….!!!! ઈટ મીન્સ કે દરિયો ગળે કે ના ગળે પણ પૃથ્વી ખુદ જ મહાવિનાશના આરે પહોચીને ખતમ થઇ શકે છે ……!!!!!

લગભગ ૪ અબજ વર્ષ જૂની આ ધરતી પર અત્યાર સુધીમાં પાંચ મહાવિનાશ થઇ ચુક્યા છે . મહાવિનાશ મતલબ કે સમ્પૂર્ણ અસ્તિત્વની નાબુદી અથવા તો ધરતી પર રહેલી સૌથી વધુ સંખ્યા ધરાવતી પ્રજાતિનો સર્વનાશ . આગલા પાંચ સર્વવિનાશના કારણો મહદઅંશે પ્રાકૃતિક રહેલા જેમકે કુદરતી આફતો , ધરતીકંપ , પુર કે પછી હોનારત , પણ છઠ્ઠા મહાવીનાશનું કારણ ખુદ મનુષ્ય જ બનવાનો એ નક્કી છે આવું હું નહિ પણ વૈજ્ઞાનિકોનું માનવું છે . જાનવરો માટે સુરક્ષિત સ્થળોની અછત છઠ્ઠા મહાવીનાશનું મુખ્ય કારણ બનવાનું છે અને એનું કારણ છે મનુષ્યોએ કરેલા જાનવરોના પ્રદેશોમાં પગપેસારા .વૈજ્ઞાનિકો તો કહેવા માંડ્યા જ છે કે દુનિયા ખત્મ થઇ જશે એ ઘટનાનું ફાઈનલ કાઉન્ટ ડાઉન શરુ થઇ ચુક્યું જ છે . ઉલટી ગિનતી યુ કનો ….!!!!

શરૂઆતમાં લખ્યું એ દરિયાના કાંઠે વસેલા મહાનગરો પાણીમાં ગરકાવ થઇ શકે છે એવું સાચું માનવું પડે એવો એક બનાવ હમણા જ બન્યો છે. એન્ટારકરટીકા ખંડમાં રહેલો ચોથા સૌથી મોટા આઈસબર્ગ લાર્સેન સી નો અરબો ટન વજનનો એક મસમોટો ભાગ અલગ થઈ ગયો છે. આ હિમખંડનો આકાર ૫ હજાર ૮૦ વર્ગ કિલોમીટર છે, જે ભારતની રાજધાની દિલ્હીના આકાર કરતાં ચાર ગણો મોટો છે. જોકે એની અસર ક્યા , ક્યારે અને કેટલી થશે એ કોઈને ખબર નથી પણ અત્યારે તો વૈજ્ઞાનિકો તથ્યો અને આધારોની મદદ લઈને નિષ્કર્ષ પર આવ્યા છે કે આ હિમખંડના ભાગ થવાથી ઓવરઓલ દરિયાના સ્તરમાં ૧૦ સેન્ટીમીટરનો વધારો થશે. દરિયાના સ્તરમાં વધારો થવાથી આંદમાન અને નિકોબારના અનેક ટાપુ અને બંગાળની ખાડીમાં સુંદરવન જેવા ભાગ ડૂબી શકે છે. જો કે અરબ સાગરની જેમ તેની અસર ઓછી હશે પરંતુ લાંબા સમયે તેની અસર વર્તાશે. 7 હજાર 500 કિમી જેટલો લાંબો દરિયાકાંઠો ધરાવતા અને એ કાંઠા પર વસેલા અનેક મહાનગરો ધરાવતા ભરાત માટે આવા વિશાળ હિમખંડોને લીધે વધતી દરિયાની સપાટી ચોક્કસપણે ચેતવણી અને ખતરારૂપ છે જ કેમકે એનાથી આપણા અનેક શહેરો અને દરિયાકાંઠો ભયમાં આવી જશે . ઓહ માય ગોડ …!!!

ઓકે, બેક ટુ મહાવિનાશ ..!!! નેશનલ એકેડમી ઓફ સાઈન્સીઝના ન્યુયોર્ક ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલે અત્યારે તો દુનીયાવાસીઓની અને ખાસ કરીને વૈજ્ઞાનિકોની ઊંઘ ઉડાડી દીધી છે . આ અહેવાલમાં કહેવાયું છે કે વિશ્વમાં ઘટતી જતી જાનવરો અને પક્ષીઓની અનેકો પ્રજાતિઓ અને સંખ્યા પરથી એ અનુમાન લગાવી શકાય છે કે પૃથ્વી મહાવિનાશ તરફ વધી રહી છે . વાંચવામાં અજીબ લાગે એવું આ કારણ છે પણ અહેવાલમાં એના તર્કબદ્ધ આંકડાઓ અને તથ્યો પણ આપેલા છે . અહેવાલ કહે છે કે પાછલા ૧૦૦ વર્ષોમાં લગભગ ૨૦૦ પ્રજાતિઓ ખત્મ થઇ ગઈ છે જ્યારે આગલા 20 લાખ વર્ષોમાં ખતમ થયેલી પ્રજાતિઓની સંખ્યા સામાન્ય રીતે દર ૧૦૦ વર્ષે ૨ ની હતી મતલબ કે પાછલા ૧૦૦ વર્ષોમાં વિલુપ્ત થઇ જતી પ્રજાતિઓની સંખ્યામાં ખાસો વધારો નોંધાયો છે ( અહી પ્રજાતિ એટલે મનુષ્ય સિવાયના પ્રાણીઓ-પક્ષીઓ-જંતુઓ વગેરે ગણવા ) . જેમકે આફ્રિકી સિંહોની વસ્તીમાં ૧૯૯૩ થી અત્યાર સુધીમાં ૪૩% જેટલો ઘટાડો નોંધાયો છે તો ચિત્તા ની સંખ્યા ઘટીને ૭ હજાર જેટલી જ રહી ગઈ છે . અહેવાલ કહે છે કે ધરતી પર સતત વધતી જતી મનુષ્યોની વસ્તીને લીધે અને મનુષ્યો દ્વારા સરેઆમ પશુ-પંખીઓ માટે અગત્યના જંગલો કાપવા , દરિયામાં કબજો કરવા જેવા પર્યાવરણને નુકશાન કરતા કામોને લીધે આવી પ્રજાતિઓ નાશ પામી રહી છે . વૈજ્ઞાનિકો આને ‘ મહામારી ‘ ગણાવે છે . એમનું કહેવું છે કે છઠ્ઠો મહાવિનાશ શરુ થઇ ચુક્યો છે અને પ્રજાતિઓની ઘટતી જતી સંખ્યા એ મહાવીનાશનો એક હિસ્સો બની રહેશે . ઇન શોર્ટ અહેવાલનું એવું કહેવું છે કે પર્યાવરણને થઇ રહેલા ગંભીર નુકશાનને લીધે ધરતીનો અંત નજીકમાં છે …!!!

એ તો કોઈને ચોક્કસ ખબર છે જ નહિ કે દુનિયા ક્યારે અને કેવી રીતે ખતમ થશે અથવા તો થશે કે નહિ . સમયે સમયે આવી ભવિષ્યવાણીઓ આવતી રહેતી હોય છે અને લકીલી હજુ સુધી એકેય આગાહી સાચી નથી પડી જોકે આ અગાઉ થયેલા પાંચ મહાવીનાશને પહેલા વૈજ્ઞાનિકો પણ નહોતા માનતા પણ પછીથી એમણે પણ સ્વીકાર્યું કે પૃથ્વી પર મહાવીનાશો અગાઉ પણ થઇ ચુક્યા છે . ઇવન બધા ધર્મોના ગ્રંથોમાં પણ પૃથ્વી પર આવનારા પ્રલય વિષે લખેલું જ છે . નેશનલ એકેડમી ઓફ સાઈન્સીઝે તૈયાર કરેલું આ રીસર્ચ પેપર બની શકે માત્ર શક્યતા દર્શાવતું હોય પણ એ શક્ય છે એવા પ્રમાણો પણ આપે જ છે . જો કે આ અહેવાલમાં બતાવેલું મુખ્ય કારણ પૃથ્વીના વિનાશનું એક કારણ ચોક્કસ બનવાનું એ નક્કી છે અને એ છે પર્યાવરણ . ચોમાસામાં તાપ અને શિયાળામાં વરસાદ એવી વિચિત્ર મૌસમી પરીશ્થીતી જેના પાપે નિર્માણ થઇ છે એ ગ્લોબલ વોર્મિંગ એ આપણા દ્વારા પર્યાવરણ ભંગ કરીને પેદા કરેલો ભસ્માસુર જ છે એમાં કોઈ બેમત નથી જ . આવનારા દિવસોમાં પીવાના પાણીની અછત , વસ્તીવધારાને લીધે ઉત્પન્ન થનારી સમસ્યાઓ આપમેળે જ મનુષ્યોની વાટ લગાડી દેવાની છે . ઇવન મશહુર ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હોકિંગ્સનું પણ માનવું છે કે પર્યાવરણીય નુકશાનને લીધે ધરતી ૧૦૦ વર્ષ પછી રહેવા લાયક નહિ રહે અને જો મનુષ્યો હશે તો એમણે બીજા કોઈ ગ્રહ પર રહેવા જવું પડશે .

વૈજ્ઞાનિકોએ અનેક પ્રકારે પૃથ્વીના વિનાશની શક્યતાઓ દર્શાવી જ છે જેમકે એસ્ટ્રોઇડ યાની કી ખરતા તારાનું પૃથ્વી સાથે અથડાવું ઉલ્કાથી પણ મોટા આ તારાઓ ઘણીવાર પૃથ્વીની પાસેથી પસાર થઇ ગયા છે પણ વૈજ્ઞાનિકોનું માનવું છે કે એવું કાયમી થોડું થશે ? એ પૃથ્વી સાથે ક્યારેક તો અથડાઈને સર્વનાશ લાવી શકે છે . ઘણા વિશેષજ્ઞોનું માનવું છે અણુયુદ્ધ પૃથ્વીના વિનાશનું મુખ્ય કારણ બની શકે છે . લાલચ અને તાકાતના મોહમાં જો અણુયુદ્ધ છેડાયું તો પૃથ્વી કે પૃથ્વીના અમુક હિસ્સાનું નીકંદન નક્કી છે . જો કે નેશનલ એકેડમી ઓફ સાઈન્સીઝે તૈયાર કરેલું રીસર્ચ પેપર કે પછી ધર્મગ્રંથોમાં કરેલી પૃથ્વીના અંતની ભવિષ્યવાણીઓ કે પછી આગળ લખ્યા એ પૃથ્વીના અંતના સંભવિત કારણો એ એકમાત્ર તારણો કે પછી આશંકાઓ છે ….ખરેખર પૃથ્વી ક્યારે અને કેવી રીતે વિનાશ પામશે એ તો ઉપરવાળો જાણે ….!!!!

વિસામો :

“ પ્રકૃતિ આપણી બધી જરૂરિયાતો પૂરી કરી શકે એમ છે પણ લાલચ નહિ …..પોતાની સુખ – સગવડ માટે પ્રકૃતિ સાથે છેડછાડ કરીને બનાવેલો આધુનિક વિકાસનો રસ્તો મહાવિનાશ તરફ લઇ જશે “ – મહાત્મા ગાંધી

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૧૬ જુલાઈ ૨૦૧૭ )

ઔર બાઝાર સે ક્યા લે આઉં , પહેલી બારીશ કા મઝા લે આઉં …… !!!!!!!!

Featured

ઔર બાઝાર સે ક્યા લે આઉં , પહેલી બારીશ કા મઝા લે આઉં …… !!!!!!!!

“ છુપ જાયે કહી આ કે કી બારીશ બહુત તેજ હૈ , યે તેરે મેરે જિસ્મ તો મીટ્ટી કે બને હૈ “…. તેજ અને મુશળધાર વરસાદ પડતો હોય તો છુપાવું જોઈએ કે એય ને નીકળી પડવાનું હોય ભીંજાવા ? પણ આ તો શાયરીની રુહાની દુનિયા આમાં તો છુપાવા પાછળ પણ રીઝન છે …., આપણે બંને માટીના બનેલા છીએ , પલળશું તો ધોવાઈ જશું …!!!! વાત શાયરીની નહિ પણ વરસાદમાં ઉત્પન્ન થતા ઉન્માદને લીધે ભાવનાઓમાં વહીને ક્યાંક ના થવાનું થઇ જાય તો એની છે , કવિને આ ચિંતા છે …!!! પણ સબ્બા ઇકરામનો લખેલો વરસાદ નો આ ઉત્તમ શેર ઓછા શબ્દોમાં ચોમાસું અને વરસાદનું એક તાદશ  ચિત્ર ખડું કરી જાય છે , એમ તો આપણા ગુજરાતીના ઉત્તમ કવિ રમેશ પારેખ ઉર્ફે ર.પા. શેઠે લખ્યું જ છે ને કે “આકળવિકળ આંખ કાન વરસાદ ભીંજવે, હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે…. અહીં આપણે બે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે……. થરથર ભીંજે આંખ કાન, વરસાદ ભીંજવે, કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે….”!!!!! આપણે બે અને વરસાદ ભીંજવે …અહાઆ કવીએ ઓછા શબ્દોમાં કેટલું કહી દીધું છે …!!!!

વરસાદ પડે કે તરત જ વરસાદી કવિઓનો રાફડો ફાટી નીકળે …( આવું હું નહિ પણ શોસીયલ મીડિયા પર કહેવાનું ચલણ છે )..!!!! પણ એમાં  વાંક કવીજીવોનો નહિ પણ વરસાદી મોસમનો જ છે મી લોર્ડ ..!! કવિતા માટે એમ કહેવાય છે કે ક્યા તો દિલ મા દર્દ હોવું જોઈએ અથવા તો મોસમ રંગીન હોવી જોઈએ , પછી જુવો કવિતાનો ઘાણવો ઉતરે એ …( સો ચીપ વર્ડ ના….!!! )!! અને જો એમાયે પહેલી લાઈનમાં લખ્યું એમ પ્રિયજન સાથે હોય તો પત્યું ….કવિતાના ઓરંગઝેબો પણ એકાદી ઉછીની શાયરી ઠબકારતા થઇ જાય …!!! દિલીપ રાવલની આ મસ્ત ચાર લાઈન વાંચો : “ હવે કહુ છું જરા ભીંજાવને વરસાદ ના સમ છે,  પછી હળવેથી સંકોચાવ ને વરસાદ ના સમ છે….તમોને રાત આખી રહી જવાના કોડ જો જાગ્યા, તમે પણ કહી દીધુ હવે જાવ ને વરસાદ ના સમ છે..”  આ પ્રિયજનના સંગાથ અને ચોમાસાની વાત શાયર અંજુમ સલીમી જરા જુદી રીતે કહે છે …” સાથ બારીશ્મે લિયે ફિરતે હો ઉસકો  ‘ અંજુમ ‘ , તુમને ઇસ શહેરમે ક્યા આગ લગાની હૈ કોઈ ?…”!! અલ્યા ભાય છમાછમ વરસાદ પડતો હોયને બાઈકની બેકસીટ પર પ્રિયજન હોય પછી આગ જ લાગે ને …..!!!! “

‘ બરસાત કે આતે હી તૌબા ન રહી બાકી , બાદલ જો નજર આયે બદલી મેરી નિયત ભી ‘( હસરત મોહાની )..નીયત બદલે જ એમાં તારો નહિ ભૂરા પણ મૌસમનો ફોલ્ટ ગણવાનો !!!!! આ ફોલ્ટમાં રાજેશ-શર્મિલાના આરાધનાના ફેમસ સોંગની જેમ હાય શરાબી મૌસમ બહેકાયેએએએ જ ગાવું પડે …!!!! પણ વાત કવિતા અને શાયરીની છે તો પરવીન શાકીરનો આ શેર વાંચો “  અબ ભી બરસાતકી રાતોમે બદન તૂટતા હૈ , જાગ ઉઠતી હૈ અજીબ ખ્વાહિશે અંગડાઈ કી “…ખ્વાહિશો અને ચોમાસાને ડાયરેક્ટ સંબંધ !!! ભીનીભીની મોસમ અને માટીની ખુશ્બુ અને ઉપરથી રુમઝુમ રુમઝુમ વરસાદ પડતો હોય તો ખ્વાહિશે ના જાગે એને ફયટ….!!!!! કોઈ અજ્ઞાત શાયરે ચોમાસાની ભીની માટી વિષે લખ્યું છે કે “ જો મુહ કો આ રહી થી વો લીપટી હૈ પાવો સે , બારીશ કે બાદ મીટ્ટીકી ફીદરત બદલ ગઈ …” જો કે ઘણાની નિયત વરસાદી મોસમ જોઇને જરા જુદી રીતે પણ બદલતી હોય છે “ તૌબા કી થી મૈ ના પીઉંગા કભી શરાબ , બાદલકા રંગ દેખ નિયત બદલ ગઈ …!!!” .સુદર્શન કાફિર આ બોટલવાળી વાત જુદી રીતે કહે છે “ હમ તો સમજે થે કી બરસાત મેં બરસેગી શરાબ , આઈ બરસાત તો બરસાતને દિલ તોડ દિયા..” !!!! હહાહાહાહ એની વે બેક ટુ વરસાદી વર્ણન –  કવિ મુકેશ જોશી લખે છે “ લીલાછમ પાંદડાએ મલકતા મલકતા માંડેલી અચરજની વાટ, ધરતીને સીમમાં જોઇ એકલીને એને બાઝી પડ્યો રે વરસાદ.” કઈક આવી જ રીતે પ્રિયતમ સાથે હોય ત્યારે વરસાદ બાઝી પડતો હોય છે – ભીંજવી દેતો હોય છે – પલાળી દેતો હોય છે ..!! જો કે ઘણા નંગો એવા પણ હોય છે કે વરસાદને જુવે ને નાકનું ટીચકું ચડાવે આવા માટે જ કદાચ વરસાદ વતી કવિ કૃષ્ણ દવેએ લખ્યું છે કે “ છેવટ કંટાળી મેં વાદળાંને કીધું કે વરસ્યા વિનાના શું જાવ છો ! , વાદળ કહે કે ભાઈ વરસી તો પડીએ પણ આપશ્રી ક્યાં કોઈદી ભીંજાવ છો ? “ આવા જ નંગો માટે કદાચ ર.પા. શેઠે પણ લખેલું કે “આજ વરસાદ નથી એમ ના કહેવાય, એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા. “ !!!! હોય હોય ઘણા આવા હોય જેને મોસમ હારે કાઈ લાગેવળગે નહિ , ભલે ર.પા. એ આ શેર જુદા એર્થમાં લખ્યો હોય પણ આવા નંગોને લાગુ તો પડે જ છે …!!! જો કે કદાચ ગુલઝાર આ કવિતામાં લખે છે એને હિસાબે પણ ઘણાને ચોમાસું કઠતું હોય શકે , “ બારીશ આતી હૈ તો મેરે શહેર કો કુછ હો જાતા હૈ , ટીનકી છત , તર્પાલ કા છજ્જા , પીપલ , પત્તે , પર્નાલા સબ બજને લગતે હૈ …”

વરસાદ અને પ્રિયજન જો બંને સાથે હોય તો અહા ક્યા કહેના ? “ એકલી તું ? એકલો હું ? આપણે બન્ને જણા ,વાદ કે વિખવાદમાં, તું ચાલને વરસાદમાં……એક વાદળ, એક કાજલ, એક પળ ને એક સ્થળ એકલા ઉન્માદમાં, તું ચાલને વરસાદમાં. (  અનિલ ચાવડા ) પણ આ તો પ્રિયજન સાથે હોય તો …અને ના હોય તો ? કોઈ અજ્ઞાત કવીએ લખ્યું છે એમ “ વરસતા વરસાદમાં તું સાથે હોય તો કેવું? વરસાદને પણ લાગે કંઈક વરસ્યા જેવું…” જફર ઇકબાલ નો આ શેર આ જ વાત જરા જુદી રીતે કહે છે પ્રિયજનની વાત …” મૈ વો સહરા જિસે પાનીકી હવસ લે ડૂબી , તુ વો બાદલ જો કભી તૂટ કે બરસા હી નહિ ..”   કરશનદાસ લુહાર વાતને જરા અવસાદ તરફ લઇ જતા લખે છે ‘છે મારા ગામનું આકાશ કોરુંકટ્ટ આંખોમાં; અને છાયામાં તારા શહેરનો વરસાદ વાંચું છું!..” રમેશ પારેખ લખે છે ‘એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા. “ આજ વાત લાંબા ઇન્તેઝાર છતાં પ્રિયાના દીદાર કરી ના શકેલા આશિક માટે જમાલ અહેસાની લખે છે કે “ ઉસને બારીસમેં ભી ખિડકી ખોલ કે દેખા નહિ , ભીગને વાલોકો કલ ક્યા ક્યા પરેશાની હુઈ ..” કવિ આદીલ મન્સૂરી વરસાદી એકલતાને આમ વર્ણવે છે “ કોઈ આવે છે ન કોઈ જાય છે સંધ્યા થતાં , કેટલી સૂની પડી ગઈ છે ગલી વરસાદમાં “ … એકલતા ને ઉપરથી ઝરમર વરસાદ …પ્રિયજન વગરના માટે આથી ઘાતક બીજું શું હોય શકે ? નાઝીર કૈસરનો આ શેર વરસાદી સાંજની એકલતાને બખૂબી ઉજાગર કરે છે “ બરસ રહી થી બારીસ બહાર , ઔર વો ભીગ રહા થા મુજ્મે “

વિસામો :

“ કેટલી માદકતા સંતાઈ હતી વરસાદમાં ! , મસ્ત થઈ સૃષ્ટિ બધી ઝૂમી ઊઠી વરસાદમાં ! ….રેઇનકોટ, છત્રીઓ, ગમ શૂઝ, વોટરપ્રૂફ હેટ્સ, માનવીએ કેટલી ભીંતો ચણી વરસાદમાં ! “ – ( આદીલ મન્સૂરી )

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૯ જુલાઈ ૨૦૧૭ )

હર “ સપના “ કુછ કહેતા હૈ ..!!!!!!

Featured

હર “ સપના “ કુછ કહેતા હૈ ..!!!!!!

“ આજે મને જોરદાર સપનું આવ્યું “ …” અચ્છા , શું હતું સપનામાં ?” ….’ ..” એક મોટી કારમાં હું એક જોરદાર સિટીમાં ફરી રહ્યો છું , મોંઘા કપડા અને હાથમાં રહેલા આઈફોનથી વાતો કરી રહ્યો છું અને મેં રોડ પર જોયું તો ખુદ અમિતાભ બચ્ચન લીફ્ટ માંગતા ઉભા હતા !!! “ “ અરે વાહ , પછી ?” ..” મેં જેવી અમિતાભ ને લીફ્ટ આપવા મારી કાર રોકી ..કે આંખ ઉઘડી ગઈ !!!! “..” ધ્ત્ત્તત્ત તેરી કી ….!!!! થોડી વાર હજુ સુતું રહેવું હતું ને !!..”…હસવું આવે એવો આ ડાયલોગ ભલે લાગતો હોય પણ મને ને તમને બધાને આ સપનાઓની સતામણી સેમ ટુ સેમ જ રહેતી હોય છે ..!!! જી હા દેવીયો ઔર સન્નારીઓ જો કોઈ આપણને એમ પૂછે કે તમને સપના આવે છે ? તો મોટાભાગનાનો જવાબ એક જ હોય “ હા “ ..!!! ઘણાને સપનામાં અમિતાભ આવે કે ઘણાને મોદી ……ઘણાને શમણામાં મેડોના આવે કે ઘણાને બાજુવાળા મંગરામાસી ….ઘણાને ડ્રીમ મા કોઈ પાત્રો વગરના ખાલી પ્રદેશો પૂરતા પણ સપના આવે …ઘણાને ઢંગધડા વગરના આઈ મીન માથામેળ વગરના પણ સપના આવે …..ઘણા સપનામા ઘણીવાર હોય ન્યુયોર્કમા અને બીજી સેકેન્ડે કોહલી સાથે ઇડન ગાર્ડનમાં બેટિંગ કરતા હોય એવા તીવ્ર ફેરફારવાળા પણ સપના આવે ….ઘણાને હેપ્પી હેપ્પી તો ઘણાને સેડ સેડ સપના પણ આવતા હોય છે ..!!! પણ ડંકે કી ચોટ પે યે બાત સચ્ચી હૈ કી સપને તો આવતા જ હોય છે ….!!!

સપનાઓની એક અલગ અને અદ્ભુત એવી અનોખી દુનિયા હોય છે, અને એ પણ હકીકત છે કે હજુ આજ સુધી કોઈ સપનાની આ દુનિયાનો તાગ નથી પામી શક્યો , હા તમે તમને કે બીજાને આવેલા સપનાનું પૃથ્થકરણ કરી શકો પણ એની કોઈ વિશ્વસનીયતા ના હોય , બધું જ જો અને તો પર ચાલતું હોય . એક સંશોધન મુજબ દુનિયાનો લગભગ દરેક વ્યક્તિ જ્યારે રાતે સૂએ છે ત્યારે તે ઊંઘમાં સપના તો જરૂર જુવે છે. જો કે દાવામાં કેટલી હકીકત છે તેના વિશે તો કંઈ ન કહી શકાય કેમકે ઘણા વીરો એવા પણ હોય છે કે ભાઈ મને ક્યારેય કોઈ રાતે સપનું નથી આવ્યું …!!! સપનાઓનો આ અલૌકિક સંસાર ખૂબ જ એક્સાઈટેડ છે. આપણે હજુયે સપનાઓને પુરાણ, ઈતિહાસ અને જ્યોતિષ સુધી જ જોડાયેલા જોઈએ છીએ પણ પશ્ચિમી જગતમાં સપનાઓને પરામનોવિજ્ઞાન, ચિકિત્સા વિજ્ઞાન વગેરેમાં ગણના કરીને એના પર શોધ અને સંસોધનો થાય છે .

એવું મનાય છે કે દરેક સપનાનો કોઈ ખાસ અર્થ હોય છે જો એ કાઢતા આવડે કે સમજતા આવડે તો . હર સપના કુછ કહેતા હૈ . તમને આવતા દરેક સપના એક એવી સર્ચલાઈટ ફેંકતા જતા હોય છે કે બની શકે કે સપનામાં આવેલી ઘટના ભવિષ્યમાં બની શકે . જો સપનાનું વિજ્ઞાન માનીએ તો સપના તમારા જીવનમાં સારા અને ખરાબ જે કાંઈ બનવાનું છે તેને એક આગાહી રૂપે સંકેત આપે છે પરંતુ મોટાભાગે આપણે એ સંકેતોને સમજી નથી શકતા. સપનાંનું પણ એક શાસ્ત્ર છે ભલે તમે માનો કે નાં માનો પણ દરેક સપના પાછળ કશુક છુપાયેલું હોય છે – કોઈ સંકેત હોય છે – કોઈ ચેતવણી હોય છે કે પછી કશુક ભવિષ્યકથન જેવું હોય છે.

સપના એ વાસ્તવમાં નિંદ્રાવસ્થામાં દિમાગમાં ચાલી રહેલી ક્રિયાઓ કે ઘટનાઓનું પરિણામ છે . વિજ્ઞાન મુજબ દરેક વ્યક્તિ દર રાત્રે બે થી ત્રણ સપના જુવે છે , રાત્રે સુતી વખતે જે વિચારો ચાલતા હોય અથવા તો દિવસ દરમ્યાન કોઈ વિચાર આવ્યો હોય અને એ અધુરો છોડી દેવાયો હોય એ જ ઘટના કે વિચાર સપના રૂપે આવવાની શક્યતા વધુ રહે છે . એક વાત એવી પણ છે કે અધુરી ઇચ્છાઓ સપનારૂપે આવ-જા કરતી હોય છે . ઘણાને યાદ રહે છે ઘણા ભૂલી પણ જાય છે . વિજ્ઞાન તો એમ પણ કહે છે કે સપના આવે એ સારું કેમકે એનાથી માનસિક તણાવ ઓછો થવામાં હેલ્પ થાય છે . સપના જોતી વખતે આંખોની ગતિ તેજ થાય છે , દિમાગમાં ઉત્પન્ન થતા તરંગોમા ફેરફાર નોંધાય છે અને શરીરમાં કોઈ રાસાયણિક પરિવર્તનો નોંધાય છે …અર્થાત સપના સાચા પડે નહિ તો કાઈ નહિ પણ એનાથી શરીરની કૈક લાભ તો થાય જ છે …!!!

સપના વિશેના થોડાક રોચક તથ્યો જાણશો તો તમે પણ અચંબિત થઇ જશો જેમકે આગળ લખ્યું એમ સરેરાશ લોકો દર રાત્રે ૩-૫ સપના જુવે છે અથવા એમ કહી શકાય કે ૩-૫ સપના આવે છે પણ આમાંથી ૯૦% લોકો જાગ્યાના દસ જ મીનીટમાં શું સપનું આવેલું એ ભૂલી જાય છે …!!! એ જ રીતે સપનાંમાં આપણે એ જ વ્યક્તિઓને જોઈએ છીએ જેને આપણે પહેલાથી જાણતા હોઈએ છીએ. તમને કદાચ વિશ્વાસ નહિ આવે પણ વ્યક્તિ પોતાની જીંદગીમાં લગભગ છ વર્ષ જેટલો સમય સપના જોવામાં વિતાવે છે .જો કે ૩-૪ વર્ષ ની ઉમર સુધી વ્યક્તિ સપના નથી જોઈ શકતી એ જ રીતે જ્યારે કોઈનાં નસકોરાં બોલતાં હોય ત્યારે તે સપનું જોઈ શકતો નથી.એ જ રીતે જેને પર્સનાલિટી ડિસઓર્ડરની બીમારી હોય તે વ્યક્તિ સપનાં જોઈ શકતી નથી…!!! બધા જ સપના કઈ ઈસ્ટમેન કલરમાં નથી જોવાતા , એક સર્વે મુજબ ૪% લોકો બ્લેક એન્ડ વ્હાઈટ સપના જુવે છે !!! રિસર્ચમાં એ પણ સાબિત થયું છે ઘણા સપના તમને કોઈ સમસ્યાનું સમાધાન શોધવામાં મદદ કરે છે . એક સર્વે મુજબ એક મોટાભાગના લોકોને પ્રેમપ્રસંગો અથવા અફેરના સપના વધુ આવે છે અથવા તો સતત આવે છે ( આમાં નો કોમેન્ટ …કેમકે આ યુનિવર્સલ સપના પ્રોબ્લેમ છે …!!! ). એટલે એને છોડો પણ જગતની ઘણી શોધોની પ્રથમ આકૃતિ જે તે શોધકને સપનામાં જ દેખાયેલી જેમકે જેમ્સ વોટસનને ડીએનએ ની ડબલ હેલિક્સ સ્પાયરલ રચના સપનામાં જ દેખાયેલી તો હેલીય્સ હોવ ને સપનામાં સિલાઈ મશીન અને દિમિત્રી માંડલે કે જેને સપનામાં જ પીરીયોડીક ટેબલ દેખાયેલું . આ બધી જ શોધો પાછળથી ખરેખર અસ્તિત્વમાં આવી એ સપનાનો જ કમાલ હતો .

ખેર સપનાનું પણ એક શાસ્ત્ર છે અને આગળ લખ્યું એમ હર સપના કુછ કહેતા હૈ એ મુજબ આવો જોઈએ થોડા સપના અને એના અર્થો અથવા તો એના ફળો. જો આકાશમાં ઉડતા હોવ એવું સપનું આવે તો વિદેશયાત્રા અથવા લાંબી યાત્રા જો આકાશમાંથી પડતા દેખાય તો સંકટ આવશે , સૂર્યના દર્શન થાય તો કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે , ઘોડા ઉપર ચડતા દેખાવ તો પ્રગતી અને પડતા દેખાવ તો નુકશાન થાય અને ઊંટ ઉપર સવારી કરતા હોવ તો રોગીષ્ટ થવાની સમભાવના. જો સપનામાં વરસાદ પડતો દેખાય તો ઘરમાં અનાજની કમી થઇ શકે અને તરસ લાગી એવું સપનું આવે તો લોભ વધવો અને જો તલવાર દેખાય તો શત્રુ પર વિજય થશે એવું ગણિત ગણવું …!!! હજુ થોડા વધુ : તેતર દેખાવાઃ- સન્માનમાં વધારો થવો…. પોતાને હંસતા જોવાઃ- કોઈની સાથે વિવાદ થવો……… તડબૂચ ખાતા દેખાવુઃ- કોઈની સાથે દુશ્મની થશે….. જહાજ દેખાવાઃ- દૂરની યાત્રા થાય….ઝંડો દેખાવોઃ- ધર્મમાં આસ્થા વધશે…. છાતી કે આંખ ખંજવાળવુઃ- ધનલાભ….દિવાસળી સળગાવવીઃ- ધનની પ્રાપ્તિ થવી….સૂકું જંગલ દેખાવુઃ- પરેશાન થવું….. મડદા દેખાવાઃ- બીમારી દૂર થવી….. ઘરેણા દેખાવાઃ- કોઈ કામ પૂરાં થવા….. ચંદ્રમા દેખાવોઃ- સન્માન મળવું………પક્ષીને રોતા જોવુઃ- ધન સંપત્તિ નષ્ટ થવી…વગેરે વગેરે !!!! આ તો બધા શાહ્સ્ત્રોમાં લખેલા સપનાઓના અર્થો છે જરૂરી નથી કે આવું જ થાય પણ હા વિશ્લેષકો , સંશોધકો અને શોધ્કાર્તાઓના મતે મોટાભાગના સપનામાં કશુક ણે કશુક ગર્ભિત છુપાયેલું હોય છે એ હકીકત છે સવાલ એ જ છે કે એ ગર્ભિત વાત બન્યા પહેલા જો પારખી શકીએ તો સપના સફળ થાય ….!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨ જુલાઈ ૨૦૧૭ )

વોન્ટેડ : ‘ શિષ્ય ‘ ને ગમે એવા નવા ‘ ગુરુ ‘ ..!!!!!!

Featured

વોન્ટેડ : ‘ શિષ્ય ‘ ને ગમે એવા નવા ‘ ગુરુ ‘ ..!!!!!!

‘ અન્ટેનબલ ‘ !!! પોતાના રાજીનામાના પત્રમાં અનીલ કુંબલેએ આ શબ્દનો પ્રયોગ કર્યો છે . આનો અર્થ જાણશો એટલે આપોઆપ ખબર પડી જશે કે કોચ કુંબલે અને કેપ્ટન કોહલી વચ્ચે કઈ ખીચડી રંધાતી હતી ..!!! ‘ અન્ટેનબલ ‘…અર્થાત એવો સંબંધ કે જેમાં બીજા પક્ષનો/વ્યક્તિનો બિલકુલ સપોર્ટ કે સમર્થન હોય નહિ …!!! સમજાઈ ગઈ ને આખી ક્રિકેટ કથા …!!! હિન્દી કોમેટ્રીની ભાષામાં એમ કહેવાય છે કે ક્રિકેટ અનિશ્ચિતતાઓ કા ખેલ હૈ અને બિલકુલ એવું જ તમે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ માટે પણ કહી શકો …!!! ટોટલી ક્રિકેટપ્રેમીઓના વિચારોથી વિપરીત કોઈ કામ કરતું હોય તો એ છે બીસીસીઆઈ અને હવે એમાં ઉમેરો થયો છે ભાઈ શ્રી વિરાટભાઈ કોહલીભાઈનો ..!!! દરેક શિષ્ય માટે ગુરુનું સ્થાન હમેશા ઊંચું જ રહેવું જોઈએ અને મોટાભાગે એ રહેતું પણ હોય છે પણ આજના મોર્ડન જમાનામાં ગુરુ કે જેને કોચ તરીકે ઓળખીએ છીએ એની પીઠમાં કોહલી જેવા કટપ્પા ગમે ત્યારે તલવાર ભોકી દેતા હોય છે …!!!!

હજુ તો કટ્ટર પ્રતિસ્પર્ધી પાકિસ્તાન સાથે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ કેમ હાર્યા એનું ઓફિસિયલ વિશ્લેષણ થવાનું બાકી છે એ પહેલા તો કોચ કુંબલેએ (ના)રાજીનામું ફગાવીને કોહલી એન્ડ કંપનીને વધુ બેકફૂટમા ધકેલી દીધા છે . મીડિયાના અહેવાલો સાચા માનીએ તો કોહલી એન્ડ કંપનીને ‘ કડક ‘ ગુરુદેવ નથી ખપતા . એમને તો જલસા કરવા દે , મનમાની કરવા દે અને ફીટ હોય કે ના હોય તોય રમવા દે કે પછી મનચાહી ટીમ રાખવા દે એવા ગુરુજી ખપે છે પણ આ તો કુંબલે …!!! ક્રિકેટ વિશ્વમાં કુંબલેની પોતાની અમીટ છાપ છે , રૂતબો છે અને ડેફીનેટલી એ છાપ કે રૂતબો કોહલી કરતા ક્યાય ઉંચો અને વધુ માનવંતો છે એવામાં સ્વાભાવિક છે કે કોચની ફરજોનું ભાન કુમ્બલેને વધુ જ હોવાનું . કહેવાય છે કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટીમ મીટીંગમાં ટોસ જીતીએ તો બેટિંગ લેવાની જ વાત થયેલી પણ કોહલીએ ટોસ જીતીને ફિલ્ડીંગ લઈને કુમ્બલેને ચોકાવી દીધો . કદાચ એક્જેટલી આ જ કારણ હોય શકે સફળ કોચ કુંબલેના રાજીનામાનું . સુત્રોના અહેવાલ મુજબ કોહલીનું એવું માનવું હતું કે અમુક ક્ષત્રો એવા છે જેમાં કોચની દખલ ના હોવી જોઈએ જ્યારે કુંબલેનું માનવું એવું હતું કે એક કોચ તરીકે એ પોતાની ઈચ્છા કે સજેશન આપી શકે છે …આગે કપ્તાન માલિક …!!! અને ચેમ્પિયંસ ટ્રોફી ફાઈનલમાં ટોસ મામલે એ જ થયું …!!!

ખેર , કોહલી અને એના એન્ગર વિષે આપણે બધા જાણીએ જ છીએ પણ એક વાતમા બધા સહમત હશે અને એ છે જમ્બો –અનીલ કુંબલેના સાલસ સ્વભાવ વિષે . ઇવન છેલ્લા છએક મહિનાથી કપ્તાન સાથે તિરાડ પડેલા સંબંધો નિભાવતા કુંબલેએ બોર્ડના અધિકારીઓ સાથેની મીટીંગમાં એમ કહ્યાનું કહેવાય છે કે મારે વિરાટ સાથે કોઈ મતભેદ નથી …!!! આને કહેવાય જેન્ટલમેન ..!! ક્રિકેટમાં પૈસો જ મારો પરમેશ્વર હોય એવું આજકાલથી નહિ પણ વર્ષોથી ચાલતું આવ્યું છે . નેશનલ ટીમમાં સિલેક્ટ થવું જેટલું ટફ છે એટલું જ ટફ છે એ સ્થાન ટકાવી રાખવું અને સ્થાન ટકાવ્યા પછી એનું પૂરેપૂરું વળતર વસુલ કરવું એવામાં સ્વાભવિક છે કે મનફાવે એમ ગુલ્લી મારવા દેતો કોચ કે પછી ફરજીયાત ફિટનેસ ટેસ્ટનો આગ્રહ રાખતો કોચ કે પછી રમત સમયે નો હલ્લાગુલ્લા એવું કહેનારો કોચ કોને ગમે ? એમાયે ધોનીનું પત્તું કપાયા પછીથી કોહલી અત્યારે અઝીમો-શાન શહેનશાહના સિંહાસને બિરાજે છે . કોહલી પર બોર્ડના ચારે હાથ અને પાંચમું માથું છે . ધોની જેવા ધોની પણ ચુપચાપ વિકેટ પાછળ ગ્લોવ્ઝ લગાવીને ઉભા રહી જાય છે તો કુંબલે વળી કઈ વાડીનો મૂળો ? ( આવું કોહલી વિચારતો હશે …!!! )

ખેર ક્રિકેટ માટે કહેવાય છે કે જ્યારે તમે જીતતા હોવ ત્યારે કોઈ કશું બોલતું નથી પણ એકવાર તમારી પડતી શરુ થઇ એટલે ખલ્લાસ …બધું હીટવિકેટ થવા માંડે ….!!! કોહલીના કેસમાં હજુ એવું થવું બાકી છે પણ વધુ ગંભીર સવાલ એ છે કે શું કેપ્ટન નક્કી કરશે કે કોચ કોણ હશે ? નો ડાઉટ કોચની પસંદગીમાં કપ્તાનની રાય લેવાવી જોઈએ પણ સાવ બિન્દાસ અને ખુલ્લેઆમ કપ્તાન એમ બોલી શકે કે ‘ હવે કુંબલે અમારાથી સહન નથી થતો “…???? સુનીલ ગાવસ્કરે સાચું જ કહ્યું કે જો કપ્તાન કહે એમ જ કોચ રાખવાનો હોય તો પસંદગી સમિતિનું કામ જ શું છે ? કેપ્ટન કહે એને જ કોચ બનાવી દો..!!! અસલમાં કોહલી અને કુંબલે બંને અલગ અલગ વ્યક્તિત્વ ધરાવે છે એ હકીકત છે . એકબાજુ કોહલી વધુ એગ્રેસીવ અને જીદ્દી દેખાઈ આવે છે જ્યારે બીજી બાજુ કુંબલે શાંત અને સ્ટ્રીક સ્વભાવનો છે એવામાં સ્વાભવિક છે કે વ્યક્તિત્વનો ટકરાવ થવાનો જ હતો . બીજું કે આગળ કહ્યું એમ અત્યારે કોહલીનો સિતારો આસમાનમાં છે એટલે એના પડ્યા બોલ ઝીલવા બોર્ડ આતુર રહેવાનું જ અને એનો પુરાવો એ વાત પરથી મળે છે કે ગાંગુલી , સચિન અને લક્ષ્મણ જેવા દિગ્જ્જોની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિની લાખ કોશિશ છતાં પણ કુંબલેની વિદાય રોકી શકાય નહિ …!!!

એક વર્ષ જેટલા ટૂંકા ગાળામાં પણ કોચ તરીકે કુંબલેએ ભારતીય ટીમની સફળતાઓમાં ખુબ યોગદાન આપ્યું છે એને કોઈ અવગણી શકે નહિ પણ ખબર નહિ ભારતીય ક્રિકેટમાં કોઈ કોચ સફળ હોય અને ટકી રહે એવું ભાગ્યે જ બને છે . ઇવન પોતાની આત્મકથા જેવા પુસ્તક ‘ પ્લેઇંગ ઈટ માય વે ‘ મા ગ્રેટ સચિન તેન્ડુલકરે પણ લખ્યું છે કે ૨૦૦૦ની સાલમાં પોતાની કપ્તાનીની સેકન્ડ ઈનિંગમાં એને અને કોચ કપિલદેવને ખાસ કઈ જામતું નહોતું . સચિન લખે છે કે કપ્તાનની અમુક અબાધિત સત્તા હોય છે જેમાં કોચે દખલ આપવી જોઈએ નહિ . આ અબાધિત સત્તા એટલે ટોસ જીતીને શું કરવું ? કોને ટીમમાં રમાડવો ? એ જ હોય શકે . સચિન લખે છે કે કોચનું કામ ફક્ત મોટીવેટ કરવાનું અને રણનીતિ ઘડવાનું જ હોવુ જોઈએ નહિ કે એ રણનીતિ મુજબ જ કપ્તાને કામ કરવું એ નક્કી કરવાનું …!!! મજાની વાત એ છે કે આવું લખનાર સચિન ખુદ કુંબલે-કોહલી પ્રકરણ વખતે એ નક્કી કરવામાં હતો કે કુંબલે રહેવો જોઈએ કે કોહલી કહે છે એ મુજબ થવું જોઈએ ..?? છે ને ક્રિકેટ અનિશ્ચિતતાઓકા ખેલ …!!!!

ખેર કુંબલે પ્રકરણ પછીથી કોહલી એન્ડ કંપની કોચ વગર જ વીકેસ્ટ વિન્ડીઝ ટીમ સામે સીરીઝ રમવા પહોચી ગઈ છે પણ બોર્ડ સમક્ષ યક્ષપ્રશ્ન હવે એ ઉભો થયો છે કે કોચ કોને બનાવવો ? અને બનાવવો તો કોને બનાવવો ? કોહલીના આઉટફીટમા તો શાસ્ત્રી જ ફીટ બેસે છે પણ સવાલ એ છે કે શાસ્ત્રી પણ હવે પોતાની મનમાની મંજુર કરાવ્યા પછી જ કોચ બનશે . ચર્ચામાં નામ ડેશિંગ વિરુપાઝીનું પણ છે , પણ જો વીરુ કોચ બનશે તો કોચ અને કપ્તાન બંને એગ્રેસીવ સ્વભાવના ભેગા થશે અને કદાચ બોર્ડને એ ચિંતા હશે કે આવું થશે અને જો કોહલી-સેહવાગની કેમેસ્ટ્રી નહિ જામે તો ગમે ત્યારે પાછો નવા કોચ શોધવાનો વારો આવશે જ …!!! ૨૦૧૯નો વર્લ્ડકપ હજુ બે વર્ષ દુર છે અને બોર્ડે એ વાતનો ખ્યાલ રાખવો પડશે કે વર્લ્ડ કપ પહેલા સારો કોચ ટીમને મળે . વિરુપાઝી સિવાય કોચની રેસમાં ઓસ્ટ્રેલીયન અને લંકા ટીમનો ભૂતપૂર્વ કોચ ટોમ મૂડી , ઈંગ્લીશ ક્રિકેટર અને પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમનો ભૂતપૂર્વ કોચ રીચાર્ડ પાય્બ્સ , બે વર્ષ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમેલો અને આપણે ૨૦૦૭મા વર્લ્ડ ટી20 કપ જીત્યા ત્યારે ટીમ મેનેજર રહેલો લાલચંદ રાજપૂત અને ૪ ટેસ્ટ સીરીઝ અને એક વન ડે રમેલો ડોડા ગણેશ..!!! અસલમાં બોર્ડે કોહલીની જોહુકમી સ્વીકારીને પોતાના જ પગ પર કુહાડી મારી છે . અનીલ કુંબલે જેવાને પણ ‘ રીટાયર્ડ હર્ટ ‘ થવાનો વારો આવતો હોય ત્યારે હવે જોવાનું એ રહેશે કે કોહલીના નાકમાં નથેલ નાખે એવો કોચ આવે છે કે પછી શાસ્ત્રી ટાઈપ ‘ મારે ય નહિ ને ભણાવે ય નહિ ‘ એવો માસ્તર આવે છે …!!! બેસ્ટ લક ટીમ ઇન્ડિયા …!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૫ જુન ૨૦૧૭ )

આઓ “ ટ્રોલ “ કરે …..!!!!!

Featured

આઓ “ ટ્રોલ “ કરે …..!!!!!

આધેડ નથુલાલે પાનના ગલ્લે ૧૩૫ વાળું પાન ગલોફામાં ચડાવતા ચડાવતા સવારના છાપાની હેડલાઈનમાં સંજય ગાંધીના વખાણ વાંચીને ઊંચા અવાજે ઘસાતું બોલવાનું ચાલુ કર્યું . બાજુમાં ઉભેલા યુવાન કિશોરીલાલથી રહેવાયું નહિ , એણે સંજય ગાંધીના વખાણ વ્યાજબી ઠરાવવા દલીલો ચાલુ કરી , નથુલાલે કીશોરીલાલની દલીલોનો છેદ ઉડાડવા પોતાની દલીલો કરવા માંડી …આખાયે ડ્રામામાં પાનના ગલ્લે ઉભેલામાં ધીરે ધીરે બે ભાગ પડી ગયા ….કોઈ કિશોરી બાજુ તો કોઈ નથ્થુ બાજુ ….ચર્ચામાંથી દલીલો શરુ થઇ અને દલીલોમાંથી ઉગ્રતા ..દલીલોમાં નક્કર તથ્યો ઓછા અને પોતાની પાર્ટી કે વાત કે વ્યક્તિ ખરી છે એ પુરવાર કરવાનું ઝનુન વધુ હતું …’ લોગ મિલતે ગયે કારવા બનતા ગયા ‘ એમ નથ્થુ અને કિશોરીની પડખે રહેલા અધકચરા લોકોએ વાતને સંજયથી પર્સનલ સુધી પહોચાડી દીધી …અને અંતે સટાકક્ક્ક્કક ….કિશોરીનું ગરમ લોહી તાપી ગયું અને નથ્થુના ગાલે તમાચો ઝીંકી દીધો …!!!!! આગળની વાતમાં પડવા જેવું નથી અને સંજય-કિશોરી કે નથ્થુ તો માત્ર સમજવા માટેના પાત્રો છે અને આ વાત પણ જ્યારે વર્લ્ડ વર્ચ્યુલ નહોતું થયું ત્યારની છે પણ આજે આવા એક્ચ્યુલમાથી વર્ચ્યુલ થયેલા વર્લ્ડમાં પાનના ગલ્લા જેવા બની ગયેલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર શરુ થતા વિવાદોમાં થપ્પડો હજુ પણ પડે છે અને એ પણ સામે કોણ છે ? કેવડી હસ્તી છે ? આવો કશો જ લિહાજ રાખ્યા વગર ….!!!!! હા , આજે આ થપ્પડો વર્ચ્યુલ પડે છે જેને આપણે સૌ કહીએ છીએ “ ટ્રોલ “…..!!!!

જ્યારથી ઇન્ટરનેટ અને સોશિયલ મીડીયાએ આપણા દિલો દિમાગ પર નાગચુડી કબજો લીધો છે ત્યારથી સોશિયલ મીડિયા પર શરુ થતી કે શરુ કરાવાતી સામજિક – આર્થિક – રાજકીય ચર્ચાઓમાં લોકો રસપૂર્વક ભાગ લે છે , ખબર પડે કે ના પડે પણ કોઈ એક બાજુ રહીને ટેકો આપે છે , હોકારો ભણે છે પણ આ બધું ત્યાં સુધી જ સભ્ય ભાષામાં ચાલે છે જ્યાં સુધી એમનું પલ્લું ભારી હોય . જેવું પલ્લું હળવું થયું કે સામેની પાર્ટી હાવી થતી દેખાય તો આજકાલ હાથવગું હથિયાર છે “ ટ્રોલિંગ “…!!! જી હા , આ ટ્રોલ એ બીજું કાઈ નહિ પણ ટ્વીટર , ફેસબુક કે બીજા સોશિયલ મીડિયા નહોતા ત્યારે પાનના ગલ્લે કે બસસ્ટેન્ડના અડ્ડે કે પછી ગામની બજારમાં નાથ્થુલાલોને પડતા લાફા જ છે ….!!! દુનિયા એક્ચ્યુંલમાંથી વર્ચ્યુલ થઇ ગઈ છે એટલે આવા લાફા મારનાર વધુ નિર્ભય અને સંખ્યામાં પણ વધુ થતા જાય છે …!!! પાનના ગલ્લે તો શું છે કે ખબર પણ પડે કે કિશોરીલાલે લાફો ઠોકયો પણ અહિયાં ….?? ફેક આઈડી , ફેક અને ફોટોશોપ કરેલી તસ્વીરો અને કોઈ જ પ્રકારના પુરાવા વગરના આક્ષેપોના ઈલેક્ટ્રોનિક બોમ્બ ફોડનારાઓને આજનો ‘ નથ્થુ ‘ ક્યાં પકડવા જાય બિચારો …???

સ્કેંડેનેવિયા દેશની લોકકથાઓમાં એક એકદમ ભયાનક ચહેરાવાળા અને દુષ્ટ જીવનો ઉલ્લેખ આવે છે , આ દુષ્ટનું એક જ કામ હોય છે કે મુસાફરોને કેમેય કરીને એમની સફર પૂરી કરવા દેવી નહિ ….!!! એ અભાગિયા જીવનું નામ હોય છે ‘ ટ્રોલ ‘ …!!! અત્યારે સોશિયલ મીડિયા પર થતા ટ્રોલિંગનો મેઈન મકસદ આવો જ હોય છે ને ? કોઈએ સરસ મજાના ઉદ્દેશથી કે પછી પોતાની વિચારસરણી મુજબ કોઈ પોસ્ટ મૂકી કે કશુક લખ્યું એ જો કોઈ એક ને કે સમુહને માફક ના આવ્યું તો પત્યું ….!!! પેલાની ધૂળ નીકળી જાય એ હદે એની પાછળ પડી જવામાં આવે …જાત જાતના સાચા-ખોટા અહેવાલો , સમાચારો અને તસવીરોથી એનો ડોબરમેન કુતરાની જેમ પીછો કરવામાં આવે અને અંતે જો પેલો એટલો સક્ષમ ના હોય તો શરણાગતિ સ્વીકારી લે અથવા તો સોશિયલ મીડિયા જ મુકીને ભાગી જાય ….!! મજાની વાત એ છે કે આવા ટ્રોલર્સને અસલ વાતમાં કશો જ રસ હોતો નથી ..એ તો બસ વિરોધ કરવા કે ભગાડી મુકવા જ આવી ચર્ચાઓમાં કુદાવતા હોય છે અને પછી આક્રમક પોસ્ટ અને અનાપ-સનાપ વાતો કરીને મૂળ વિષયને ઉંધા જ માર્ગે ચડાવી દે છે અને એમાયે જો સકસેસ ના જાય તો કોઈક નવા જ વિષયમાં બધાને ખેચી જાય જેથી મૂળ ચર્ચા શું ચાલતી હતી એ તો કોઈ ને યાદ જ ના રહે.!!!! કલાકો કે દિવસોની આવી ચર્ચાઓ પછી લાગે કે ‘ જાતે થે જાપાન , પહોચ ગયે ચીન “…!!!

ટ્રોલના પણ વિધવિધ પ્રકારો છે અને ઓલમોસ્ટ બધા જ પ્રકાર એકદમ ઇન્ટ્રેસ્ટીંગ છે જેમકે સૌથી ખતરનાક છે એ આક્રમક ટ્રોલ . કોઈની વાતથી અસહમત હોવ તો કશું જ વિચાર્યા વગર એટલું આક્રમક લખવા માંડો કે જેમાં ધારદાર દલીલો ( ભલે ખોટી તો ખોટી ), જોક્સ હોય , પેરોડી હોય અને કાઈ ના મેળ પડે તો મણમણની સરસ્વતી ચોપડાવેલી ( આઈ મીન પોસ્ટ કરેલી ) પણ હોય ..એટલી હદે પેલાને કે પછી આખા ગ્રુપને પરેશાન / શર્મશાર કરી મુકવામાં આવે કે ઉભી પુછ્ડીયે જાય ભાગ્યા …!!! બીજો થોડોક ઓછો ડેન્જર ટ્રોલ છે ‘ ઈન્સ્ટન્ટ ટ્રોલ ‘ – આમાં કશું હાર્ડ નહિ પણ બસ સામેવાળાને સતત અપમાનિત જ કર્યા કરવાનો , કોઈ કારણ પણ જરૂરી નહી બસ એને ટેગ કરોને માંડો ગાળો આપવા કે પછી અપમાનિત કર્યા જ કરો !!! આને ‘ સાયબર બુલીંગ ‘ પણ કહેવાય છે – સાયબર આખલાઓ …!!! આવા આખલાઓને બધામાં કોઈને કોઈ કમી શોધવાની જ આદત હોય છે અને એ કમીને હાઈલાઈટ કર્યા કરીને સામેની વ્યક્તિને લજ્જિત કરવાનો આનંદ જ ‘ ટ્રોલ કથા ‘ નો ઉત્તમ પ્રસાદ છે …!!!!

આમેય સોશિયલ મીડિયા પર નવરી બજારુની કમી નથી અને એમાયે આ ટ્રોલના ચક્કર ચાલુ થયા પછી ઘણાબધા ટ્રોલર તો દિવસમાં એકાદને ટ્રોલ ના કરે તો સુખથી ઊંઘી જ નથી શકતા અને જરૂરી નથી કે સામે કોણ છે એ જોવું પડે . આવા ટ્રોલરોને તો કેજરીવાલ હોય કે કરીના …અક્ષય હોય કે અમિત શાહ કોઈ જ ફેર પડતો નથી . હવે તો બધા જ જાણે છે કે લગભગ રાજકીય પાર્ટીઓની પોતાની સાયબર વિંગ હોય છે . કોઈ પણ ખબરને પોતાના પક્ષમાં લેવા કે બીજાનો છેદ ઉડાડવા આજકાલ સોશિયલ મીડિયા પર ખબરને વધુ ને વધુ પોતાની તરફેણમાં ચર્ચામાં રાખવી ફાયદેમંદ સાબિત થાય છે એવા સમયે આવા રાજકીય અખાડાઓ પોતે જ પોતાની એક ટ્રોલ આર્મી લઈને ઓનલાઈન કુદી પડે છે અને પછી બચારા ‘ વી ધ પીપલ ‘ પણ આમાં જોડાઈને ધીરે ધીરે આખી વાતને ક્યાંની ક્યા લઇ જાય છે પણ સરવાળે પેલા ટ્રોલ શરુ કરનારનો ફાયદો થઇ ચુક્યો હોય છે .

આમ તો શું છે કે ટ્રોલ બિજનેસ એ સામુહિક વેન્ચર છે …!!!! લોલ્ઝ્ઝ્ઝ હસતા નહિ પણ આ હકીકત છે . ટ્રોલ કરનાર કોઈ એકલદોકલ નહિ પણ આખું ગ્રુપ હોય છે અને એ અગાઉથી કરેલી સોચી સમજી સાજીશ મુજબ કોઈને ટાર્ગેટ કરતું હોય છે . હવે તો ટ્વીટર અન ફેસબુક જેવી સાઈટો પર લાઈક અને કોમેન્ટ ઉઘરાવી આપતી એજન્સીઓ પણ એક્ટીવ છે એવી જ મંડળીઓ આ ટ્રોલ કરનારાઓની પણ છે . જો કે રાજકીય ટ્રોલને બાદ કરતા મોટાભાગના ટ્રોલ શરૂઆતમાં સ્વયભું હોય છે . સ્વયંભુ એટલા માટે હોય છે કે જો મનોવૈજ્ઞાનિકોનું માનીએ તો ટ્રોલની માનસિકતા એ એક પ્રકારની આઈડેનટીટી ક્રાઈસીસ જ છે . શેરીમાં પણ કોઈ ભાવ ના પૂછતા હોય એવા નંગો અક્ષય કે કેજરી કે ઇવન મોદીને ટ્રોલ કરતા હોય છે અને એમાયે જો આમાંથી કોઈએ ભૂલથી પણ કોઈ કોમેન્ટમાં મેન્શન કરી દીધા તો તો ભાઈ આ લોકોનો જન્મારો જ સુધરી જાય ને..?!!!! અસલમાં ટ્રોલ એ એક પ્રકારની એટેનશન મેળવવાની માનસિકતા જ છે …!!!! જો કે એમાં નવું શું છે ? આખરે સોશિયલ મીડિયા આખું જ આ બેઇઝ પર જ ઉભું છે ને ? અહી લાઈકો અને કોમેન્ટો ગણનાર … એકાદ રીટ્વીટથી પોતાને સેલેબ ગણનાર ….ભૂલભૂલમાં કોઈના ટ્રોલ-રીપ્લાયમાં પોતાને મેન્શન થયેલા જોઇને ‘ હમ ભી કુછ કમ નહિ ‘ એવો ફાંકો રાખનાર પર જ તો આ આખીયે વર્ચ્યુલ દુનિયા ઉભી છે , ઇન્ફેક્ટ ઘણા તો ; અરે યાર કોઈ મુજે ભી ટ્રોલ કરો ‘ એવી આવ બલા પકડ ગલા જેવી હરકતો પણ કરતા રહેતા હોય છે …બીકોઝ વર્ચ્યુલ દુનિયામાં એવું સમજનારો વર્ગ બહુ મોટો છે કે “ ટ્રોલ હુએ તો ક્યાં હુઆ …નામ તો હુઆ …” !!!

ઠંડક :

મૂરખ ટ્રોલરો :- સ્નેપચેટવાળા વિવાદમાં ઘણાએ ‘ સ્નેપડીલ ‘ ને અડફેટે લઇ લીધેલી , તો સોનું નિગમના અઝાનવાળા વિવાદમાં સોનું સુદ નો વારો પાડી દીધેલો ..!!!

– અજય ઉપાધ્યાય ( ‘ નમસ્કાર ગુજરાત ઓસ્ટ્રેલીયા “- ગુજરાતી મંથલી – કોલમ ” પરબ ” – જુન ૨૦૧૭ )

નકલખોરી અને મિલાવટ : સાવધાની જરૂરી છે ..!!!!!!

Featured

નકલખોરી અને મિલાવટ : સાવધાની જરૂરી છે ..!!!!!!

મેઈડ ઇન યુ.એસ.એ. મતલબ કે અમેરિકા મા બનેલ ..!!! આ એ વખતની વાત છે કે જ્યારે અમેરિકન અને વિદેશી ચીજો ભારતમાં ઓલમોસ્ટ અપ્રાપ્ય રહેતી અથવા તો ખુબ જ મોંઘી મળતી ત્યારે એ જ વસ્તુઓની આબેહુબ નકલ કરીને મેઈડ ઇન યુ.એસ.એ. નો માર્કો મારેલી સસ્તી ચીજો ભારતમાં ઉપલબ્ધ થતી અને આ મેઈડ ઇન યુ.એસ.એ. મતલબ ઉલ્હાસનગર મા બનેલું !! મુંબઈ પાસેના ઉલ્હાસનગરમાં વિદેશની કોઈ પણ ચીજની બિન્દાસ નકલી આવૃત્તિ બનતી અને ધૂમ વેચાતી …!!! આજે તો ગલીગલી અને દુકાન દુકાન આવી ફેક યુ.એસ.એ. વાળી ચીજો મળતી થઇ ગઈ છે અને એમાં અવ્વલ છે ચીનાઓ …!!!! ઝડપથી પૈસા બનાવવા વેપારીઓએ અને મોંઘી ચીજોને સસ્તામાં લાવવાની ગ્રાહકોની ચાહતે નકલી ચીજોના બજારને દિન દુની રાત ચોગુની પ્રગતી કરાવી છે ..!!! ચીન આમાં અગ્રેસર છે એ તો હવે સર્વવિદિત વાત છે પણ દરેક દેશમાં લોકલ લેવલે પણ આવી નકલચી થતી જ રહે છે …!!!

સૌથી વધી નકલગીરી ખાવા પીવાની ચીજોમાં થતી હોય છે આં તો એને નકલ કરતા મિલાવટ કહેવી વધુ યોગ્ય ગણાય . નકલી ચોખા , નકલી દાળ , નકલી પનીર , નકલી માખણ , નકલી શાકભાજી , નકલી દૂધ ….એટલું જ નહિ પણ હમણા જ આવેલા ચોકાવનારા સમાચાર મુજબ ચીની બંદાઓએ તો નકલી ઈંડા અને નકલી મટન પણ દુનિયાભરની માર્કેટમાં ફરતા આઈ મીન વેચતા કરી દીધા છે ….!!! હદ છે ને…??? અમેરિકા યુરોપમાં આવા ગ્લુ મીટ પકડાયા પછી હંગામો થયેલો પણ હજુયે આ નકલી સાજીશ ચાલુ જ છે . ચીન નકલી અને મિલાવટના બજારનું રાક્ષસ છે તમને એ વાત પરથી ખ્યાલ આવશે કે ચીન દર વર્ષે લગભગ ૩૩ લાખ કરોડ રૂપિયાની નકલી અને પાયરેટેડ ચીજવસ્તુઓ જગતભરમાં સપ્લાય કરે છે – પોઈન્ટ નોટેડ ‘ જગતભરમાં ‘ …!!! જોકે એમાં સૌથી વધુ જેને અસર થાય છે એ દેશ છે અમેરિકા …!!! લોકલ કરીયાણાવાળો અને શાકવાળો રાસાયણિક રંગ કે દાળમાં કાંકરા નાખતો કે પછી દૂધવાળો દુધમાં પાણી મેળવતો એ તો હવે જૂની વાત થઇ ગઈ છે હવે તો મિલાવટનું અને નકલનું એક વ્યવસ્થિત અને મોટું બજાર જ અમલમાં આવી ગયું છે . સૌથી વધુ મિલાવટ દુધમાં થઇ રહી છે યુપી અને હરિયાણામાં તો આખ્ખે આખ્ખી નકલી દૂધ બનાવતી ફેક્ટરીઓ જ પકડાઈ છે અને જે નથી પકડાઈ એ ધમધોકાર યુરીયા ખાતર , કોસ્ટિક સોડા અને સ્ટાર્ચથી બનાવેલું નકલી દૂધ અસલી દુધમાં ભેળવીને બિન્દાસ વેચી રહી છે .

વી ધ પીપલે એવું સ્વીકારી અને માની જ લીધું છે કે લગભગ દરેકે દરેક ચીજ વસ્તુમાં કૈક ને કૈક મિલાવટ કે નકલ થાય જ છે …!! સરસોના તેલમાં સત્ય્નાશી બી એટલે કે આર્જીમોન અને સસ્તું પામોલીન ઉમેરાય છે તો દેશી ઘીમા વનસ્પતિ ઘીની મિલાવટ હવે આમ છે . લાલ મરચાના પાઉડરમા ઈંટનો ભુક્કો અને વરિયાળીમાં લીલો રંગ , હળદરમાં પીળી માટી અને મરીમાં પપૈયાના બી તો કદાચ તમે લાવેલા મસાલામાં પણ મળી જશે ..!!! ચણાના લોટમાં મકાઈનો લોટ અને દાળ અને ચોખાને બનાવટી રંગોથી પોલીશ કરાય છે અને હવે તો ચાયનીઝ બનાવટી ચોખાનો પણ કહેર છે …!!! તહેવારોમાં મીઠાઈઓમાં નકલી માવો , હાનીકારક કલરના તો હવે આપણેય આદી થઇ ગયા છીએ …!! તરબુચમાં લાલ રંગ અને કેરીને પકવવા કાર્બાઈડનો ઉપયોગ દર ઉનાળામાં છાપાઓની હેડલાઈન બને જ છે . સોશિયલ મીડિયા પર નકલી દૂધ , નકલી શાકભાજી , નકલી મીઠાઈના વિડીયો વાયરલ થતા જ રહેતા હોય છે પણ જાયે તો જાયે કહા જેવી સ્થિતિ છે …!!! હા બધા જ મિલાવટ કે નકલ કરે છે એવું હરગીજ નથી જ પણ મોટેભાગે પેકેજ્ડ ફૂડમા આનું પ્રમાણ વધુ જોવા મળે છે અને કમનસીબે આજે લગભગ બધું જ પેકેજ્ડ થતું જાય છે …!!!!

મિલાવટ જેવું જ સંગીન અને ઓર્ગેનાઈઝ્ડ બજાર છે નકલી ચીજોનું ..!!! હજુ તો જેવી ભારત સરકારે ૫૦૦-૨૦૦૦ની નવી નોટો ચલણમાં મૂકી ત્યાં જ ધડલ્લેથી નકલી કરન્સી બજારમાં ફરતી પણ થઇ ગઈ …છે ને હોશિયાર નકલખોરો ..!!! નકલી પેનકાર્ડ , આધાર કાર્ડ અને ડ્રાઈવિંગ લાઈસન્સ વાળા ઈસમો પકડાયાના સમાચારો પણ વધતા જાય છે . ચારેકોર નકલ…નકલ અને નકલ …!!! એવી એક પણ ચીજ નથી કે જેની કદાચ નકલ કે ડુપ્લીકેટ કોપી બજારમાં ફરતી ના હોય અને આ તકલીફ ખાલી ભારત પુરતી નથી પણ અમેરિકા અને યુરોપ જેવા કડક કાયદાવાળા દેશોમાં પણ નામી કંપનીઓની ચીજોની ડુપ્લીકેટ કે નકલી કોપી તરત જ બજારમાં ફરતી થઇ જાય છે . હજુ આ જ મહિનામાં આયાત વિભાગે મુંબઈ ડોક પરથી એક કન્ટેનર જપ્ત કર્યું કે જેમાં ઈમ્પોર્ટેડ બ્રાન્ડેડ વસ્તુઓ હોવાનું કહેવામાં આવેલું . કન્ટેનરને ખોલતા જગતની પ્રખ્યાત બ્રાન્ડ્સ ગુચી , લુઇસ વિતોન ,પ્રદા , ચેનલ અને વર્સાસેની ડુપ્લીકેટ વસ્તુઓ મળી આવી જેમાં લેડીઝ હેન્ડબેગ્સ , કપડા અને જોડાનો સમાવેશ થતો હતો . આ ઉપરાંત સોની ની જોયસ્ટીક અને નીન્ટેન્ડો જેવી પ્રખ્યાત કંપનીઓની વીડીયોગેમ પણ હતી . અને અચરજની વાત એ હતી કે આ બધી જ વસ્તુ ભલે હોય નકલી પણ દેખાવમાં એકદમ અસલી જેવી જ હતી અને જલ્દીથી નકલી છે એવો ખ્યાલ પણ આવે નહિ એટલી ચોકસાઈથી બનાવેલી હતી . અધિકારીઓનું કહેવું હતું કે બની શકે કે આ નકલી માલ અસલી શોરૂમમા પણ વેચાવા મુકાવાનો હોય …!!!! બ્રાંડેડ ચીજ સસ્તામાં ખરીદવાની આપણી વૃતિને લીધે વર્ષોથી ઘડિયાળ, કાપડ, રેડિયો, કેમેરા, કેસેટ પ્લેયર, કેસેટ, વીડિયો કેસેટ, વીસીઆર, સીડી, ડીવીડી જેવી ‘ડુપ્લિકેટ’ વસ્તુઓનું બજાર ધમધમતું રહ્યું છે., અત્યાર સુધી ડુપ્લિકેટ વસ્તુ ‘અસલી’ કહીને વેચવામાં આવતી, તે ગ્રાહક સાથે જ છેતરપિંડી હતી. હવે તે ગ્રાહકને ‘ક્લોન’ અથવા ‘ફર્સ્ટ કોપી’ કહીને જ વેચવામાં આવે છે.

આ નકલી અને ડુપ્લીકેટીંગ બજાર વિષે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનો લેટેસ્ટ રીપોર્ટ એક ચોકાવનારી વાત કહે છે . ડબ્લ્યુ.એચ.ઓ. ના કહેવા મુજબ જગતભરમાં વેચાતી નકલી દવાઓમાં ભારતીય દવાઓનો હિસ્સો ૩૫% જેટલો છે . ૪૦૦૦ કરોડનો નકલી દવાઓનો કારોબાર છે . રીપોર્ટ કહે છે કે ભારતમાં વેચાતી દવાઓમાં 20% દવાઓ અથવા તો નકલી છે અથવા તો એની કોઈ અસર થાય એમ નથી . છે ને ચોકાવનારું ? અત્યારે ઓનલાઈન ખરીદીનો ટ્રેન્ડ છે પણ એમાયે નકલી ચીજો પધરાવવાનું ચાલુ છે . તમે ઇન્ડિયન કન્ઝ્યુમર કોર્ટની સાઈટ પર જશો તો અનેકો એવી ક્મ્પ્લેનો જોવા મળશે કે જેમાં એમેઝોન , ફ્લીપકાર્ટ જેવી નામી સાઈટો પરથી ખરીદેલી ચીજો ફેક નીકળી હોય છે . મોજશોખ અને આવી વસ્તુઓની નકલી બજાર અને એમાંથી ખરીદાતી વસ્તુઓ નકલી છે એવી ગ્રાહકને મોટાભાગે ખબર હોય જ છે જો કે નકલી ચીજોના વેચાણથી સરકાર અને જે તે બ્રાન્ડને નુકશાન જાય છે એ હકીકત છે પરંતુ ખાદ્ય ચીજોમાં થતી મિલાવટ કે ભેળસેળ વધુ જોખમી વસ્તુ છે . સરકારી કાયદાઓ છે ખરા પણ જોઈ એટલા કડક નથી અને છટકબારીઓ વધુ છે અને ઉપરથી ભ્રષ્ટાચાર તો ખરો જ . સામાન્ય માનવીના આરોગ્ય સાથે ચેડા કરતા આવા તત્વોને ચોક્કસથી કડકમા કડક સજા થવી જોઈએ પણ સાથે સાથે એક ખરીદદાર તરીકે આપણે પણ ધ્યાન રાખવું ઘટે કે સસ્તાની લાલચમાં ક્યાંક આપણે જિંદગી સાથે રમત તો નથી કરી રહ્યા ને ? કે તમે ખરીદેલી વસ્તુ ખરેખર મિલાવટમુક્ત છે કે નહિ ? થોડી જવાબદારી તો આપણી પણ બને જ છે ….!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર -કોલમ ” રઝળપાટ ” ૧૮ જુન ૨૦૧૭ )

રેડિયો નું રજવાડું : ડાઉન છે પણ આઉટ નથી …!!!!!!

Featured

રેડિયો નું રજવાડું : ડાઉન છે પણ આઉટ નથી …!!!!!!

‘ નમસ્કાર , મૈ અમીન સયાની આપ કા બિનાકા ગીતમાલા મેં સ્વાગત કરતા હું ‘ કે પછી ‘ આકાશવાણી નું આ અમદાવાદ – વડોદરા કેન્દ્ર છે , સમાચાર સવાઈલાલ અજમેરા વાંચી સંભળાવે છે “ કે પછી ‘ દિલ્હી કે મનોહર લાલ કિલ્લા કે પ્રાંગણસે મૈ જસ્બીરસિંહ ભારતકી આઝાદીકે ઉત્સવ પ્રજાસત્તાક દિન કી સભી દેશવાસીઓ કો બધાઈયા દેતા હું ‘ કે પછી સુશીલ દોશીના ઘૂંટાયેલા અવાજમાં ‘ શ્રીકાંત કે બલ્લે સે નિકલા યે શોટ ગલી કે ફિલ્ડરકે ઉપર સે બંદુક કી ગોલી કી તરહ નિકલા ‘ …..કે પછી આકાશવાણી રાજકોટના કિસાનો માટેના કાર્યક્રમની શરૂઆતમાં બોલાતું ..’ એ રામ રામ ગીગાભાઈ , અમથાભાઈ , કાન્તીભાઈ , રણછોડભાઈ અને મારા વ્હાલા ખેડૂત મિત્રો “…!! આજે ગુડ મોર્નીગ ના ચીલ્લાયેલા દેકારાઓથી શરુ થતા ખાનગી એફએમ ચેનલોના સો કોલ્ડ આરજે ઉર્ફે રેડિયો જોકીઓ ચાહે ગમે એટલું ચીબાવલું , ફન્ની કે આધુનિક કે ઝેન-નેક્સ્ટ ની ભાષામાં કાર્યક્રમનું સંચાલન કરે તો પણ આગળ લખ્યા એવા મસ્ત મજાના , મીઠા અને ખાસ તો સવારે સાંભળ્યું હોય તોયે છેક રાત સુધી જેના જહનમાં પડઘા પડ્યા કરે એવા રેડિયો ઉદઘોષકોની તોલે તો આવે જ નહિ …નહિ ને નહિ જ….!!!

રેડિયો આ નામ સાંભળતા જ યાદ આવી જાય એક આખોયે સમયપટલ કે જ્યારે રેડિયો એ રજવાડું ગણાતો . રેડિયો એટલે આકાશવાણી અને આકાશવાણી એટલે રેડિયો . બંનેની પરસ્પર ઓળખાણ એક જ . રેડિયો સાથે ભારતની એક આખીયે પેઢીના અનેકો સંસ્મરણો જોડાયેલા છે . આજે તો મોબાઈલમાં અને કારમાં પણ રેડિયો સમાઈ ગયો છે . એક જમાનામાં એક વ્યક્તિથી ઉપાડી પણ ના શકાય એવા વાલ્વવાળા હેવી રેડિયો આવ્યા પછી એમાંથી થોડા રૂપકડા ટ્રાન્ઝીસ્ટર આવ્યા અને ભલે આજે એક નાની સાદી ચીપમાં આ રેડિયો ટ્રાન્સફર થઇ ગયો હોય પણ ઇસકા ભી એક વક્ત થા …!!! વક્ત થા એટલા માટે લખવું પડે છે કે આજે આપણે એફએમ રેડિયોની જાહેરાતોની વચ્ચે વચ્ચે ગીતો અને આરજે ની મો માથા વગરની બકબક સાંભળવાના આદી થઇ ચુક્યા છીએ પણ રેડીયોના જમાનામાં તો અર્ધી કલાકના પ્રોગ્રામમાં મહત્તમ ગીતો વગાડવાની પરંપરા હતી અને આ લખનારને યાદ છે કે પ્રોગ્રામ પૂરો થવામાં થોડી સેકન્ડ બાકી હોય તો પણ ઘણીવાર તો અર્ધું તો અર્ધું પણ ગીત અચૂક વગાડાતું.

એની વેય્ઝ …રેડિયોનો રોમાંચીત કરી મુકે એવો એક જમાનો હતો . કોઈના હાથમાં રેડિયો હોવો એ સ્ટેટ્સ સિમ્બોલ ગણાતું , ઘરે રેડિયો હોય એ લક્ઝરી ગણાતી . ગામમાં જેની પાસે રેડિયો હોય એ શ્રીમંત ગણાય , એનો ઠાઠમાઠ અનેરો રહેતો. વીજળી ના હોય એ ગામમાં બેટરીવાળા રેડિયો વસાવાતા . ઘરમાં રેડિયો ગોઠવ્યો હોય તો તેનું એરિયલ ઘરના છાપરાની ઉપર લગાવવું પડતું એવી રેડિયોની શરૂઆત હતી . સવારે બાજુના ઘરમાં રેડિયો પર વાગતા ભજનનું વોલ્યુમ વધારવાનું પાડોશીનું વિનંતીપત્ર આવતું . આજે ૩-૪ હજારના મોબાઈલમાં પણ સાવ ફ્રી ઓફ ચાર્જ એફએમ વાગતું થઇ ગયું છે પણ એક જમાનામાં રેડિયો સાંભળવા માટે પણ લાઈસન્સ લેવું પડતું અને એને પોસ્ટ ઓફિસમાં જઈને ફી ભરીને રીન્યુ કરાવવું પડતું !!! એક જમાનામાં શ્રીમંતોનો પ્રતિક ગણાતો રેડિયો ધીમેધીમે આમ આદમીનું મનોરંજનનું અભિન્ન અંગ બની ગયેલો અને એમાયે આકાશવાણી ની વિવિધ મનોરંજક સેવાઓએ શ્રોતાઓને જલસો કરાવી દીધેલો . દરજીની દુકાનથી લઈને ગૃહિણીના કિચન સુધી, શાળામાં શિક્ષક પાસે મેચની કોમેન્ટ્રીથી લઈને ખેતરના શેઢે ભજન સાંભળતા ખેડુત સુધી આકાશવાણી પહોંચેલું હતું. બાળકોના કાર્યક્મો, સમાચાર, ખેતી વિશેની માહિતી હોય કે બોલિવૂડના ગીતો, યુવાનો હોય કે વડીલો દરેક માટેના કાર્યક્રમો આકાશવાણી પ્રસારિત કરતું.

આજે તો એફએમવાળા જે સંભળાવે એ સાંભળવું પડે છે , મોટાભાગે તો એકને એક ગીતો આખો દિવસ વાગતા રહેતા હોય છે એવામાં આકાશવાણીમાં તમે ઈચ્છો એ ગીત કે કાર્યક્રમની ફરમાઈશ કરીને એને સાંભળવાનો આનંદ ઉઠાવી શકતા . ‘ ગીતમાલા ‘ અને ‘ ફૌજી ભાઈઓકે લિયે ‘ કે ‘ હવામહેલ ‘ અને ‘ છાયાગીત ‘ કે ‘ સંગીત સરિતા’ અને ‘ સરગમ ‘ જેવા ફરમાઈશી કાર્યક્રમો હજુ આજેય યાદ છે અને આ કાર્યક્રમોને સાંભળનારાઓને હજુયે યાદ હશે ઝુમરીતલૈયા શહેરનું અને રાજનંદ ગામનું . ઝુમરીતલૈયા અને રાજનંદ ગામ ઉપરાંત ભાટાપાર, ધમતરી, રાયબરેલી, ભોપાલ, જબલપુર જેવાં અનેક શહેરોના અનેકો શ્રોતાઓના નામ આ કાર્યક્રમોમાં રેગ્યુલર આવતું જેમકે શ્રોતા રામેશ્ર્વર બર્ણવાલ અને નંદલાલ સિંહા . વિવિધ ભારતીના અનેક કાર્યક્રમો માટે ખૂબ મોટી સંખ્યામાં ઝુમરીતલૈયાથી પત્રો આવતા. રેડિયોનો એના શ્રોતાઓ સાથે આ ડાયરેક્ટ સમ્પર્ક હતો. જસદેવસિંહ અને મેલવીલ ડી.મેલોએ પ્રજાસત્તાક દિન અને સ્વાતંત્રતા દિને ભાવવાહી કાવ્યાત્મક ભાષામાં આપેલી કોમેન્ટરી આજેય કાનમાં ગુંજે છે તો સ્પોર્ટ્સ કોમેન્ટરી આપનાર ઉદ્ઘોષક તરીકે પિયરસન સુરિતા, સુરેશ સરૈયા, રવિ ચતુર્વેદી, આનંદરાવ અને બેરી સરબધિકારી પણ એટલા જ જાણીતા હતા. સુરજિત સેન, લોતિકા રત્નમ, દેવકીનંદન પાંડે અને વિનોદ કશ્યપ જેવા ન્યૂઝ રીડર્સે તેમના અવાજથી દેશને મંત્રમુગ્ધ કર્યો. હિન્દી સિવાય ગુજરાત પ્રસારણની વાત કરીએ તો રેણું યાજ્ઞિક દ્વારા રજુ થતો બાળકો માટેનો કાર્યક્રમ ‘ અડકો દડકો ‘, ખેડૂત મિત્રો માટે ‘ ગામ નો ચોરો, ‘પ્રોઢાવસ્થા વટાવીને પાકટતાની વયે પગ મુકનારા મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ ‘ ઝાલરટાણું ‘, આકાશવાણી ભૂજ પર સૌપ્રથમ શરૂ થયેલો કાર્યક્રમ ‘ફોનઈન આપની પસંદ’ ,. જો કે આજે પણ એફએમ સ્ટેશનો પર અમુક સારા કાર્યક્રમો આવે છે પણ જેને કહેવાય ને કે વ્યવસાયીકપણું રેડિયાની અસલ મજા મારી નાખે છે .

આજે સેટેલાઈટ ચેનલોના આક્રમણમાં અને સવારના પહોરમાં જ હ્મ્માં હમ્માંના હથોડા જીંકતી પ્રાઈવેટ એફએમ રેડીયોના દેકારામાં રેડીયોમાં આવતા નાટકો વિસરાય ગયા છે કે પછી અનેક ધાર્મિક ચેનલોમાં પ્રવચનો અને જાતજાતના દેવીદેવતાઓની લાઈવ આરતી જોતી વખતે સવારના પહોરમાં ‘ સંતવાણી’ મા દિવાળીબેન કે પ્રાણલાલ વ્યાસ કે હેમુ ગઢવીના સાંભળેલા ભજનો ઘણાને યાદ આવતા હશે . ટુંટુંટું…. ના અવાજ બાદ વાગતી આકાશવાણીની ઓપનિંગ મ્યુઝિક ટ્રેક હજુ આજેય કાનમાં સંભળાય છે . આકાશવાણીની સવારની શરૂઆત વર્ષોથી હંમેશાં આ એક વિશિષ્ટ સંકેતધૂનથી થાય છે, જે હજી આજે પણ નિયમિત રીતે સવારના સાંભળવા મળે છે. આ સંકેતધૂન(સિગ્નેચર ટ્યૂન)ના સ્વરકાર કોઈ ભારતીય નહીં, પણ વિદેશી છે. જર્મન છે. તે નામ વૉલ્ટર કોફમૅન અને આ ધૂન સ્વરબદ્ધ થઈ તેમાં ફક્ત બે જ વાજિંત્રોનો ઉપયોગ થયો છે. તે વાયોલિન અને તાનપૂરો. આ ધૂનમાં તાનપુરો ડી.એમિલીએ લગાડેલો છે.

રેડિયોનાટકો, કવિ સંમેલન, વાર્તાપઠન, જુદા જુદા વિષયો પરનાં ફીચર, લોકગીતો, ગ્રામ્યલક્ષી કાર્યક્રમો, હવામાન સમાચાર જેવા કાર્યક્રમો માટે તો રેડિયો હાજરાહજૂર હતો જ પણ રેડિયો પરની સૌથી લોકપ્રિય વાનગી હોય તો એ ફિલ્મી ગીતો અને ક્રિકેટની કોમેન્ટરી. રેડિયોએ દેશની એકતામાં ઘણો ફાળો આપ્યો છે . પાકિસ્તાન કે ચીન સાથેના યુધ્ધો વખતે , હોનારતોમાં , કુદરતી આપત્તિઓમાં આજે પણ રેડિયો સમાચાર ત્વરિત અને વધુ વિશ્વાશપાત્ર છે . હા ભલે આજે લાઈવ પ્રસારણ કરતી ટીવી ચેનલો વધી ગઈ હોય છતાં પણ દેશના અનેકો ભાગમાં હજુ આજે પણ માત્ર ને માત્ર રેડિયો જ મનોરંજન અને સમાચારનું એકમાત્ર માધ્યમ છે . સંયુક્ત રાષ્ટ્ર સંઘનો રીપોર્ટ કહે છે કે રેડિયોની પહોંચ દુનિયાના ૯૫ ટકા લોકો સુધીની છે. આ પરથી રેડિયોનું મહત્ત્વ સમજી શકાય છે. કદાચ એટલે જ દેશના ખૂણે – ખૂણે પોતાની વાત પહોંચાડવા નરેન્દ્ર મોદીએ આકાશવાણી દ્વારા જ ‘ મન કી બાત ’ શરુ કર્યું છે …!!!

વિસામો :

તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દૂંગા… સુભાષચંદ્ર બોઝે આ વાક્યનો સૌપ્રથમ ઉલ્લેખ નવેમ્બર ૧૯૪૧ના રોજ ‘રેડિયો જર્મની’ દ્વારા જ ભારતવાસીઓ સુધી પહોચાડેલો..!!!.

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર કોલમ ” રઝળપાટ ” ૧૧ જુન ૨૦૧૭ )

“ મારું સારું બધું સહજ છે ‘મરીઝ’ , કેળવેલી આ લાયકાત નથી. “

Featured

“ મારું સારું બધું સહજ છે ‘મરીઝ’ , કેળવેલી આ લાયકાત નથી. “

 “ ગઝલના ક્ષેત્રમાં હું એક તો મહામહેનતે ગોઠવાયો છું. સાવ ઓછું ભણેલો, ભાષા, વ્યાકરણ અને જાડણીનું ખાસ જ્ઞાન નહીં. માત્ર ઊર્મિ, સંવેદન, અનુભૂતિ અને અનવલોકનના બળ પર ગઝલોનું મેં સર્જન કર્યું છે જે તમારી સમક્ષ હાજર છે. સરળ કાફિયા, રદ્દીફનો મેં શરૂઆતથી જ આગ્રહ રાખ્યો છે. એ જ પ્રમાણે ગઝલ જેનો ભાર ઊંચકી શકે એવા યોગ્ય શબ્દોનો ઉપયોગ કરવો મેં હંમેશાં જરૂરી માન્યું છે.” પોતાના પ્રથમ ગઝલસંગ્રહ “ આગમન “ ની ત્રીજી આવૃત્તિની ‘ ચિતાર ‘ નામે લખેલી પ્રસ્તાવનામા મરીઝસાહેબ આવું નિખાલસ કબુલાતનામું લખે છે . આવી જ સાવ સરળ અને નિખાલસ કબુલાત કરનાર આ ગુજરાતનો ગાલીબ લખે છે કે ‘માગો  સમજણ  સહિત કે  ત્યાંથી કશું  માગ્યા   વગર   નથી  મળતું , જ્યારે કંઈ પણ ભીતર નથી  મળતું કશું  ઉપર  ઉપરથી  નથી  મળતું ‘ કમાલ છે ને ? આ મહાન શાયરને ખબર છે કે મળે ક્યારે અને મંગાય ક્યારે ? જેમ કે ‘ ન માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે. ‘

જેમની ગઝલોમા શ્લોક જેવું ઊંડાણ , અઝાન જેવી શાંતિ અને બાળક જેવી પરદર્શકતા છે, તે મરીઝ …જેમની ગઝલો આપણા સહુના દીલોની લાગણીઓનો અરીસો છે, તે મરીઝ… જેમની ગઝલો સાંભળતા “વાહ” નહી પણ આપોઆપ “આહ” નીકળી જાય એ છે મરીઝ…!!!  મરીઝ એક એવા શાયર હતા કે જેના માટે તમે એમ કહી શકો કે આવા શાયર તો ભાગ્યે જ જન્મે . ઉપર લખ્યું એમ ઓછું ભણ્યા પણ શબ્દોની ગહનતા અને એના ઉપયોગ વિષે એમની પાસે ભલભલા ડીગ્રી ધારકોથી પણ વધારે જ્ઞાન હતું અને આ જ્ઞાન એમના સચોટ અને સટીક શેરોમાં દેખાઈ આવતું હતું .” હજારો વાર એનો હાથ હું ઝાલીને બેઠો’તો , પરંતુ એ ન સમજાયું મને કે એની નસ ક્યાં છે… “ છે ને અદભુત ? સરળ શબ્દોમાં સીધી વાત ….!!! મરીઝની રચનાઓની આ જ મજા છે , પોત ખુબ જ ઊંડું પણ શબ્દો સાવ સરળ . મોટા મોટા નિષ્ણાતોને  જે વાત કહેતા પાનાઓના પાનાં ભરવા પડે એ વાત મરીઝ સાવ સાદી ભાષામાં માત્ર બે લીટીમાં જ સમજાવી દે. “ લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો , દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો “  ઘણીવાર શું થાય કે ગઝલને સમજવી પડે , એમાં ઊંડા ઉતરવું પડે પણ મરીઝની ગઝલો ભાવના પ્રગટ કરવામાં ઊંડી પણ સાથે સાથે સહુલીયત એ રહે કે સરળતાને લીધે સમજવામાં આસાન રહેતી , આસાનીથી સમજાય એવી કેમકે બહુ ભારે શબ્દ્દો નહીવત અને સાવ સરળતાથી કરેલી શબ્દોની ગોઠવણી ..!! આ જુવો એનો ઉત્કૃષ્ટ નમૂનારૂપી શેર …” કહો દુશ્મનને – દરિયા જેમ હું પાછો જરૂર આવીશ , એ મારી ઓટ જોઈને કિનારે ઘર બનાવે છે “..!!!

“ બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પૂરાવાઓ “ મરીઝની જન્મશતાબ્દી ચાલી રહી છે ત્યારે મરીઝના જીવન વિષે , એમની મુફલિસી વિષે , એમના દોસ્તો અને એમની હાલત વિષે ઘણું લખાયું છે અને લખાતું રહેશે એટલે આપણે આજે ફક્ત ને ફક્ત ‘ મરીઝ – ધ શાયર ‘ વિષે જ વાત કરીશું . “ એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો , કહેવાનું ઘણું હો’ને કશું યાદ ન આવે “ મરીઝના આ અદ્ભુત શેર જેવું જ મરીઝ વિષે લખવા કે કહેવા બેસો ત્યારે અચૂક થવાનું કેમકે આ ગુજરાતના પનોતા શાયરે ગઝલ અને કવિતાના ક્ષેત્રમાં એટલું આગવું અને ટોચનું કામ કર્યું છે કે મરીઝના ક્યા શેરને યાદ કરો અને ક્યા શેર ને ભૂલી જાઓ …? ૨૨ ફેબ્રુઆરી, ૧૯૧૭ના રોજ સુરતના દાઉદી વ્હોરા કુટુંબમાં જન્મેલા અબ્બાસ અબ્દુલ અલી વાસીને નાનપણથી ભણવામાં રસ નહીં. બે ચોપડી ભણ્યો કે તરત પિતાએ મુંબઈ કમાવા મોકલી આપ્યો. એક ફેક્ટરીમાં કામ પણ  કર્યું પણ મનમોજી અબ્બાસને આ બધું ગમતું નહીં. છેવટે એ કામ મૂકી દીધું અને પત્રકારત્વ શરૂ કર્યું. એમાંથી આગળ જતા શેરો–શાયરી લખવા માંડી. અબ્બાસ અલીમાંથી ગુજરાતી ગઝલને ‘મરીઝ’રૂપી કોહિનૂર સાંપડ્યો. એક એવો કોહીનુર કે જેના પ્રકાશમાં હજુ આજે પણ ગુજરાતી ગઝલભુમી ઝળહળે છે .

“ હું ખુદ અગર પીઉં તો ભયંકર ગુનો બને,આ દુનિયાના લોક રોજ મને ઝેર પાય છે. “ આજીવન તંગ દોરડા પર મરીઝ જીવ્યા , ભીન્ડીબઝાર જેવા એ સમયના ક્રાઈમ સેન્ટર જેવા ઇલાકામાં રહીને પણ શબ્દોની આરાધના કરતા રહ્યા પણ એમણે ક્યારેય મુફલીસીમાં પણ પોતાની માસુમિયત અને શબ્દોની સરળતા છોડી નહિ . “ અલ્લાહ મને આપ ફકીરીની એ હાલત, કે કોઈ ન સમજે આ સુખી છે કે દુઃખી છે “  મરીઝના પરમ મિત્ર અને એવા જ ઉત્કૃષ્ટ શાયર જલન માતરી મરીઝને યાદ કરતા કહે છે કે “ શાયરીએ પયગમ્બરી વારસો છે. એ માત્ર બે ચોપડી ભણેલા મરીઝને મળ્યો છે. મરીઝ નમ્ર, વિવેકી અને સાલસ સ્ભાવના છતાં હાજર જવાબી કવિ હતા. “ પયગંબરી કવિ હતા એ તો તમે એમની ઘણી રચનાઓમાં જોઈ શકો , એમ લાગે કે જાણે કોઈ ઈશ્વરી ફરિશ્તો ધરતી પર આવ્યો , રોકાયો અને ચક્કર લગાવીને ગયો. ગયો પણ કેવો કે જીવતેજીવ તો તેણે પણ પોતાની પૂરતી નોંધ લેવા દીધી નહીં. કોઈ અદ્ભુત અને પવિત્ર આત્મા માત્ર હાજરી પુરાવવા પૂરતો પૃથ્વી પર અવતરે ને ચાલ્યો જાય એવી રીતે એ ગયો અને એના ગયા પછી જ એની સાચી ઓળખાણ શરુ થઇ …!!!

‘મરીઝ’ એની નિખાલસતા બહુ પાછળથી સમજાઈ, જે બરબાદીને ના સમજે અને બરબાદ થઈ જાએ……!!!!! ‘. મરીઝ સાહેબને ‘ ગુજરાતના ગાલીબ ‘ કહેવાય છે તો એમાં જરાપણ અતિશયોક્તિ છે જ નહિ કેમકે આ મહાન શાયરે ઓલમોસ્ટ ગાલીબની લગોલગ ઉભું રહી શકે એવું ગઝલ સાહિત્ય ગુજરાતીમાં સર્જ્યું છે . “ આ મહોબ્બત છે કે છે એની દયા કહેતા નથી,  એક મુદ્દત થઇ કે તેઓ હા કે ના કહેતા નથી.બે જણાં દિલથી મળે તો એક મજલીસ છે “મરીઝ”,દિલ વિનાં લાખો મળે એને સભા કહેતા નથી.” ….. “આ મોહબ્બતની રાહ લાગે છે, ત્યાગમાં પણ ગુનાહ લાગે છે.પ્રેમપંથે શિખામણો છે ગલત,એજ સાચી સલાહ લાગે છે. “ ….. “પાગલપણું આ પ્રેમનું હદથી વધી ગયું, તે શેરીમાં ફરું છું કે જ્યાં તારું ઘર નથી. “….જીવવા જેવા હતા એમાં ફક્ત બે ત્રણ પ્રસંગમેં જ આખી જિંદગીને જિંદગી સમજી લીધી “ ….સમય ચાલ્યો ગયો જ્યારે અમે મૃગજળને પીતાંતાં , હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યાં છે “ … શરાબની લત ગણો કે ચાહતના મરીઝસાહેબ કાયલ હતા પણ એમની નિખાલસતા કે મરીઝે પોતાની શરાબખોરીને ક્યારે ય છુપાવી નથી કે નથી પોતાની લાચારીની કોઈ ફરિયાદો કરી. ઊલટું તેઓ લખે છે- “ કિસ્મતને હથેળીમાં હંમેશાં રાખો, ચહેરા પર એની ન રેખા રાખો,દેવાને દિલાસો કોઈ હિંમત ના કરે, દુ:ખ-દર્દમાં પણ એવી પ્રતિભા રાખો. “ આનીખાલાસ્તા જ મરીઝની કવિતાનો ઉત્કૃષ્ટ ગુણ હતો , પોતે જેવા હતા એવા જ દેખાવમાં માનતા અને જેવી પરીશ્થીતીમાં હતા એ ક્યારેય છુપાવતા નહિ . કોઈ ફરિયાદો નહીં, કોઈ રોદણાં નહીં, માત્ર સહજતા, સરળતા, નિખાલસતા અને એ પણ કલાની ઉત્કૃષ્ટ, બેમિસાલ અભિવ્યક્તિ સાથે. મરીઝ શાયરીનો ઉત્તમ વારસો આપણને સોંપતા ગયા છે ભલે મરીઝની કદર થવી હોય એટલી જે તે સમયે કદાચ નથી થઇ છતાં પણ મરીઝની આભા અને મરીઝની ચાહ સાહિત્ય શોખીનોમાં યથાવત છે અને રહેશે એ હકીકત છે , જેમ મરીઝ કહી ગયા છે કે “ થયું  મોડું   છતાં  ય   કામ  થયું , સૌના  મોઢામાં  રામ  રામ  થયું , સઘળા સદગત મને કહે છે મરીઝ , ચાલો  મૃત્યુ પછી  તો  નામ  થયું..”  …!!!!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૮ મે ૨૦૧૭ )

વીરુ સહસ્ત્રબુદ્ધિ ‘ નો હાહાકાર : પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત …..!!!!!

Featured

વીરુ સહસ્ત્રબુદ્ધિ ‘ નો હાહાકાર : પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત  …..!!!!!

૧૯૯૦ : ‘ અગર તુમ્હારે બચ્ચે કો જિન્દા દેખના હૈ તો કાલી પહાડી કે પીછે પાંચ લાખ લે કે આ જાવ “ ૨૦૧૭ : ‘ અગર તુમ્હારા ડેટા વાપિસ ચાહિયે તો ઇતના ડોલર યા તો બીટકોઈન પહુચા દો “ … ફીરોતી વહી અંદાઝ નયા …!!!!  ગયા શનિવારે ‘ રેનસમવેર ‘ વાયરસનો દુનિયાભરમાં એટેક થયો એને લગભગ એક અઠવાડિયું થવા આવ્યું , ૧૦૦ થી વધુ દેશોના લાખો કોમ્પ્યુટર પર ‘ વન્નાક્રાય’ નામના ઉઘરાણી કરતા વાયરસે હાહાકાર મચાવ્યો , એમાં ભારતના કોમ્પ્યુટરોનો , બેંકિંગ સિસ્ટમનો , સુરક્ષાતંત્રનો  પણ વારો આવી ગયો . અનેક દેશોની નામાંકિત સંસ્થાઓમાં અને સરકારી કચેરીઓની વેબસાઈટ પર સાઈબર એટેક કરવામાં આવ્યો. જેને રેનસમવેર એટેક કહેવામાં આવે છે. આ એવો વાયરસ છે જેનાથી કોમ્પ્યુટરમાં રહેલો ડેટા લોક થઇ જાય છે. તેને ફરીવાર અનલોક કરવા માટે હેકર્સ બિટકોઇન્સ અથવા ડોલર્સમાં રકમની માગણી કરે છે. દેસી ભાષામાં આને ‘ ઉઘરાણી ‘ કે ‘ ખંડણી ‘ કહી શકાય …!!! જો કે કોણે કોણે  અને કેટલી ફિરૌતી આપી એ બહાર ઓછું આવ્યું છે પણ આ અદ્રશ્ય ઉઘરાણીને અઠવાડિયું થયું હોવા છતાયે પણ હજુયે આખીયે દુનિયા અને ખાસ કરીને ભારત જેવા ઓછી સાયબર સિક્યુરીટી ધરાવતા દેશો આ અવકાશી લુટારાઓથી ફફડે છે ,

અને ફફડવું જ પડે કેમકે આ હુમલો એવો ખતનાક અને અદ્રશ્ય હોય છે કે ભલભલા લોકોના કપાળમાં ચિંતાની લકીરો મહિનાઓ સુધી દેખાયા કરે . એમાયે જો વૈશ્વિક સાયબર સુરક્ષા નિષ્ણાતોની વાત માનીએ તો આ સાયબર એટેક ‘ સૌથી વધુ ખતરનાક ‘ હતો . અઘરું એ છે કે જેમ પુર કે વાવાઝોડા પછી જ સાચી તબાહી જાણવા મળે એમ આવા અવકાશી યાની કી સાયબર હુમલાઓ પછી જ ખબર પડે કે આ ઓનલાઈન લુટારાઓ આપણું શું શું અને કેટલું લુટી ગયા ….!!!! હજુ તો દુનિયા ‘ હાય હાય હમ લુટ ગયે “ એવી કાગારોળ મચાવવા માટે પૂરો હિસાબ પણ માંડી નથી રહી કે “ ક્મબખ્તોને કહા કહા ઔર કિતની લુટ કી “ એનો તાળો મેળવવો બાકી છે ત્યાં તો આવા જ બીજા રેન્સમવેરના પિત્રાઈ ભાઈઓના ત્રાટકવાના સમાચાર મળવા માંડ્યા છે ..!!! એક ગ્લોબલ સાયબર સિક્યોરિટી કંપનીએ મોંકાણના સમાચાર આપતા જણાવ્યું છે કે, હજુ એક આવો જ ભયંકર ગુપ્ત સાયબર અટેક થવાની શક્યતાઓ નજીકના ભવિષ્યમાં જ છે  જે વિશ્વભરના કોમ્પ્યુટર્સ પર તાજેતરમાં જ થયેલા હુમલાથી પણ વધુ ખતરનાક સાબિત થશે. આ વાયરસ ગેટ વન બાય વન ફ્રી ની સ્કીમ મુજબ વાન્નાક્રાયની સાથે સાથે જ માર્કેટમાં ફરતો કરવામાં આવ્યો છે. આ વાયરસને વાનાક્રાયથી પણ મોટો અને ઘાતકી ગણાવાય રહ્યો છે અને વાયરસના લક્ષણો મુજબ આ વાયરસ ગુપ્તતાથી અને છાની રીતે સિસ્ટમોને નુકશાન પહોચાડશે એવી શંકા છે . વાનાક્રાયને તો કોઈકોઈએ પકડી પણ પાડ્યો પણ આ આગંતુક વાયરસ કોઈની ઝપેટમાં આવે એમ નથી એટલો શાતીર છે એવું કહેવાય છે ..!!  કેટલા કેટલાથી બચવું ????

ઓલમોસ્ટ આખીયે દુનિયા ઓનલાઈન થતી જાય છે , આપણે ભલે હજુયે બીજા દેશો કરતા આમાં પાછળ છીએ પણ તોયે પ્રધાનમંત્રીના ડીજીટલ ઇન્ડિયા પ્લાનના પ્રતાપે અને હમણાં જ પૂરી થયેલી નોટબંધીના લીધે ડીજીટલ ટ્રાન્ઝેકશનનું ચલણ વધતું જાય છે . ભારતમાં ડીજીટલ યુગનો પ્રારંભ થઇ રહ્યો છે , હવે આપણે પણ આપણી ફાયનાન્શિયલ ડીટેલ ઓનલાઈન રાખતા થઇ ગયા છીએ એટલું જ નહિ પણ ક્રેડીટકાર્ડ અને બીજા ઈ-પેમેન્ટોનું ચલણ વધતું જાય છે . એટલે આજના જગતમાં જાન સલામત રહે કે ના રહે પણ ડેટા સલામત રહેવા બહુ જ જરૂરી બની ગયા છે …!!! બધું ઓપન સિક્રેટ થતું જાય છે અને આ સાયબર હુમલાખોરોને આટલું જ જોઈએ . આ સિવાય પણ ભારતમાં હમણાથી લગભગ બધી જ વ્યક્તિગત ડીટેલને આધાર નમ્બર સાથે જોડવાની કામગીરી ચાલે છે . આધારને બેંક એકાઉન્ટ , ઇન્કમટેક્ષ ડીટેલ અને બીજી માહિતીઓ સાથે જોડવાને લીધે આવા વાયરસના એટેકનો ખતરો અનેકગણો વધી ગયો છે અને એનું એક કારણ એ પણ છે કે સાયબર સુરક્ષામાં હજુ આપણે એટલા બધા એડવાન્સ નથી જ . સાયબર અપરાધીઓને તો આ બગાસું ખાતા પતાસું આવ્યા જેવો ઘાટ થયો ગણાય કેમકે એમને આવી બધી માહિતીઓ મેળવવા માટે કૈક પાપડ વણવા પડે આઈ મીન કૈક સિસ્ટમો હેક કરવી પડે એની બદલે એકાદ હેકિંગથી જ અલ્લાદીનનો ખજાનો મળી જાય એવું પણ બને , બને શું ? બને જ છે …!!! હજુ ગયા વર્ષે જ ૩૦ લાખથી વધુ ક્રેડીટકાર્ડ હેક થયાનો બનાવ નોંધાયેલો એનું હજુ સુધી કાઈ પગેરું ક્યાં પકડાયું છે ..!!! .

હજુ તો આ ઉઘરાણી વાયરસને થાળે નથી પાડ્યો ત્યાં ફૂડ ઓર્ડર કરતી સાઈટ ‘ ઝોમેટો ‘ ના ડેટાબેઝમાંથી લગભગ ૨ કરોડ જેવા યુઝર્સના ડેટા કે જેમાં પાસવર્ડ , ઈમેલ એડ્રેસ અને પેમેન્ટ ડીટેલ સામેલ છે એ ચોરાઈ ચુક્યા છે . વારેવારે થતા આવા સાયબર એટેકને લીધે હવે તો બચ્ચા બચ્ચા પણ વાયરસ એટલે શું અને એ કેવી રીતે આવે ને કેવી રીતે જાય એવા બધા પ્રાથમિક જ્ઞાનો ધરાવતા થઇ ગયા છે એટલે એની લપ્પન છપ્પનમા પડ્યા વગર એ ગંભીર હકીકત પર ધ્યાન આપવું જરૂરી છે કે આ કોઈ પહેલો એટેક નથી અને છેલ્લો પણ નથી કેમકે જેમ જેમ વિશ્વ વધુને વધુ ડીજીટલ થતું જશે એમ એમ આવા ધાડપાડુઓ પોતાનું લક અજમાવતા જ રહેવાના છે એટલે સમગ્ર વિશ્વ અને ખાસ કરીને આનાથી અસર પામેલા વિશ્વમાંધાતા દેશો પણ એ બાબતમાં ગંભીર થઇ ગયા છે કે કોમ્પ્યુટર સીસ્ટમ અને એની સાથે જોડાયેલી ગોપનીય કે અગોપ્નીય માહિતીઓને આવા સાયબર હરામીઓથી કેવી રીતે બચાવવી ? આવા હુમલાઓથી એક વાત તો સ્પષ્ટ થઇ ગઈ છે વૈશ્વિક સમુદાય ઈન્ટરનેટ અને એને લગતી સગવડોનો વધુમાં વધુ ઉપયોગ થાય એવું કરે છે પણ સાથે સાથે સાયબર સુરક્ષાને લગતા કદમો ઉઠાવવામાં હજુયે પાછા પડે છે . તાજેતરના સાયબર એટેક પછી આવેલા એક રીપોર્ટ મુજબ ભારતના ૭૦% થી વધુ એટીએમ આસાનીથી હેક થઇ શકે એવી સ્થિતિમાં છે …લો કર લો બાત …!!!

આમ તો શું છે કે આયે દિન આવા વાયરસ એટેકો થતા જ રહેતા હોય છે . ફેસબુક વાપરનારા આવા એટેકોને ભલી ભાંતી ઓળખે જ છે .ફેસબુક અને ટ્વીટર એકાઉન્ટ તો ભલભલાના હેક થતા રહે છે . સાયબર સુરક્ષા નિષ્ણાતો ગાઈ વગાડીને કહે છે કે અજાણી લીંક ખોલવી નહિ , પર્સનલ માહિતીઓ ઇમેલ કે ફોન પર આપવી નહિ , પાસવર્ડ સલામત રાખવા અને સમયે સમયે બદલતા રહેવા , પાયરેટેડ સોફ્ટવેર વાપરવા નહિ , એન્ટીવાયરસ ઇન્સ્ટોલ કરવું અને સમયે સમયે અપડેટ પણ કરતું રહેવું , બેકઅપ રાખવું , વગેરે વગેરે પણ ભાઈ મારા જે દેશમાં આવી સાયબર સુરક્ષાને લગતી કોઈ જાણકારી જ ધરાવતા ન હોય એવા બહોળા સમૂહના હાથમાં સ્માર્ટફોન કે પછી ક્રેડીટકાર્ડો કે પછી લેપ્પીઓ – ટેબ્લેટો આવી જાય ત્યાં આવી સૂચનાઓ પર કોણ ગંભીરતાથી ધ્યાન આપે અને એ પ્રમાણે વર્તે  અને આમેય આ સાયબર એટેકો એક જશે તો બીજા થવાના જ છે કેમકે આ પણ એક પ્રકારની લુટ , યુદ્ધ કે બદલો જે ગણો તે છે પણ જો સાયબર સુરક્ષા નિષ્ણાતો અને કોમ્પ્યુટર જાણકારોની વાત માનીએ તો આવનારા સમયમાં આનાથી પણ વધુ ઘાતક સાયબર હુમલાઓ થઇ શકે છે અને એઝ એ ઈમર્જીંગ ડીજીટલ નેશન ભારત એનો વધુ અને આસાન  શિકાર બની શકે છે . બચવાના રસ્તાઓ ઘણા છે પણ સાથે સાથે એ પણ હકીકત છે કે એક પણ રસ્તો ૧૦૦ ટકા બચશો જ એવી કોઈ ગેરંટી નથી આપતો કેમકે આ એક એવા પ્રકારનો છદ્મવેશી હુમલો છે કે જેમાં હુમલો થઇ ગયા પછી ખબર પડે છે છતાં પણ ભારત સહીત વિશ્વ આખું આવી સંભવિત લુંટ અને અવકાશી હુમલાઓને ખાળવા તનતોડ પ્રયત્ન કરી રહ્યું છે એવામાં એઝ એ સીટીઝન આપણી પણ ફરજ બની રહે કે સાયબર સુરક્ષાને લગતા નિયમો અને સાવધાનીઓનું પાલન કરીએ અને ભવિષ્યમાં તમારા જ ખિસ્સા પર પડનારી આવી લુંટથી બચ શકો તો બચ લો ….!!!!! બાકી તો સાયબર સુરક્ષા નિષ્ણાતો માની રહ્યા છે કે ગયા અઠવાડિયે થયેલો સાયબર એટેક તો ફક્ત ટ્રેલર જ હતું , પૂરું ફીલ્લ્લ્મ તો હજુ બાકી છે ….!!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૧ મેં ૨૦૧૭ )

“ ધોળા “ આવ્યા …..!!!!!

Featured

“ ધોળા “ આવ્યા …..!!!!!

રાજા દશરથે એકવાર અરીસામાં પોતાનું મુખ જોયું તો કાનની પાસે એક સફેદ વાળ દેખાયો . ખ્લ્લ્લાસ , દશરથનું મન સંસાર ઉપરથી ઉઠી ગયું , એમને થયું કે બસ હવે બહુ થયું આ મોહ-માયામાં રમવું અને એમણે તાત્કાલિક રાજ-પાટ ત્યજીને સન્યાસ લેવાની તૈયારી શરુ કરી દીધેલી . પણ આ તો સતયુગની વાત છે , ત્યારે સિદ્ધાંતો હતા , સમજ હતી જ્યારે અત્યારે …..? આ તો ઘોર કલિયુગ છે …સવાર સવારમાં જો અરીસામાં મુખદર્શન વખતે ક્યાય પણ એકાદ સફેદ વાળે ડોકાચીયું કર્યું ને તો તો પત્યું …!!! કપાળમાં ચિંતાની લકીરો તણાય જાય ને બ્લડપ્રેશર માંડે ઊંચું નીચું થવા ….!!! હાય હાય ગયઢાં થઇ ગયા કે શું આપણે તો ???? ઉમર પૂરી થઇ ગઈ કે શું ? હજુ તો કેટલુંયે જોવું ને જીવવું બાકી છે ત્યાં આ ક્યાં સફેદી માંડી આવવા ?????!!!! આમ તો શું છે કે આપણે જ એવી વાતું ફેલાવી છે કે સફેદ રંગ શાંતિનો રંગ છે પણ એ તો જ્યાં સુધી દાઢી કે વાળમાં આ સફેદી આવે નહિ ત્યાં સુધી . બાકી એકવાર ક્યાંક જો આ સફેદી કી ચમકાર દેખાય ને પછી તો શાંતિની ક્યા માંડો છો પણ માંડે રોમ રોમ અશાંતિ ફેલાવા ….!!! મશહુર હિન્દી ફિલ્મી ડાયલોગની જેમ ‘ અપને હી સર મેં સફેદ બાલ કો લેકર ઘબરાયા ઘબરાયા ફિરને લગે ..” !!!!

જી હા , બહેનો ઔર ભાઈઓ પહેલીવાર સફેદ વાળ દેખાયો એટલે અર્જુનને જેમ માછલીની આંખ દેખાયેલી એમ આપણને જેટલી વાર અરીસો જોઈએ એટલી વાર બીજું કાઈ નહિ પણ દાઢી કે વાળમાં રહેલી આ સફેદીરુપી માછલી જ માંડે દેખાવા ..!!! આખું માથું કે દાઢી ભલેને કાળીભમ્મ હોય પણ તોય નાદાન દિલ તો હરીફરીને પેલા એકમેવ સફેદ વાળ પર જઈને જ અટકે ..!! ઉસકા રીઝન ભી હૈ ના બીડું ..!!! આપણે શું છે કે માથા કે દાઢીમાં સફેદ વાળ આવે એટલે જનરલી એમ માની લઈએ કે  હવે ઘડપણ નજીક છે અને આપણે કદાચ આવું ના માનતા હોઈએ તો સામેવાળા પરાણે મનાવે જ ‘ બકા , હવે ધોળા આવ્યા , જરાક હમજ તો હારું “..!!!  એમાયે જો ૩૫-૪૦માં જ ધોળાનો ધબકાર સંભળાવા માંડે તો પાછી જાતજાતની પૃચ્છાઓ થવા માંડે . ‘ આટલી નાની ઉમરમાં કેમ ધોળા આવ્યા ? ‘….’ બહુ ઉપાધી રહેતી લાગે છે , બાકી સાવ ૩૫-૪૦મા કાઈ થોડા ધોળા આવી જાય ? ‘ કોઈ નહિ તો ઘરવાળા તૈયાર જ હોય જ્ઞાન આપવા “ હવે ધોળા આવ્યા , નાના નથી કાઈ …જરાક પગ વાળીને બેસતા જાવ ..!!! “

ઘરડું થવું કે એટલીસ્ટ ઘરડું દેખાવું કોને પસંદ હોય  હે ભલા ..? જમાનો જ સ્માર્ટ દેખાવનો છે એમાં આ સફેદ વાળ એક એવી ચીજ છે કે જે તમારી બધી સ્માર્ટનેસની હવ્વા કાઢી નાખે . એકાદ સફેદ વાળ દેખાય કે એને ‘ જીવતો મેલું નહિ ‘ એવી શુરવીરતાથી ખેંચી કે તોડી નાખવાની વીરભાવના મારા-તમારા બધામાં આવી જતી હોય છે ….!!! દાઢી કે મૂછમાં જો સફેદી કી ચમકાર ચાલુ થઇ જાય તો ઘણા તો વર્ષોથી પ્રેમથી ઉછેરેલી દાઢી કે મૂછને પણ સફાચટ કરતા અચકાતા નથી ….ધોળા દેખાય એ થોડું ચાલે ? લોગ ક્યા કહેંગે હે ? …!!! નો ડાઉટ કાળા માથાના માનવીએ સફેદ માથા કે દાઢીને કાળા કરી નાખવાની અનેકો શોધો કરેલી જ છે અને એનો આજકાલ તો બિન્દાસ અને બહોળો ઉપયોગ પણ થાય છે પણ એ કૃત્રિમ કાળાશ નીચે કેટલી સફેદીનો ભંડાર ભરેલો છે એ હકીકત પામર જીવને ક્યાય જંપવા નથી દેતું …!!! રોજ સવારે કે સમય મળે ત્યારે અરીસામાં મોઢું ઘાલીને એક એક સફેદ વાળનો નિર્દયતાથી ખેચીખેચીને કે પછી કાપીકાપીને ખાત્મો બોલાવતી વખતે આપણને ખબર જ હોય છે કે આ કાયમી સોલ્યુશન નથી જ . ને સફેદ વાળનું પણ રાજાની કુવરી જેવું હોય છે , જેટલા કટ કરો એનાથી વધુ તો બીજે દિવસે પાછા લહેરાવા જ માંડ્યા હોય …!!! કાપી કાપીને કેટલાક કાપો બંધુઓ ….!!!!

જો કે ફિકર નોટ દોસ્તો કેમકે આજકાલની લાઈફ જ એટલી ફાસ્ટ છે કે સફેદ વાળ આવવા એ ગઢપણની નિશાની બિલકુલ નથી . જલન માતરી કહે છે એમ “ ક્યાં એવું છે હવે ‘જલન’ , થાય બૂઢાપે જ ધોળા વાળ “!! જી હા હવે અકાળે સફેદ વાળના અનેકો કારણો હોય શકે છે . ખાવા-પીવાની રીતભાતો અને અવ્યવસ્થિત લાઈફસ્ટાઈલ સફેદ વાળ થવાનું એક અગત્યનું કારણ છે . ચિંતાને કારણે પણ વાળ જલ્દી સફેદ થતા હોય છે.  એ બુઢાપાની નિશાની ગણાય છે. હવે બુઢાપો વાળને આવે, ઉમર વધે કિંતુ જો વ્યક્તિ વિચારથી બુઢો થાય તો તેનો કોઈ ઈલાજ નથી !- આ તો એક વાત છે .. !!!! એમ તો સંશોધકો એવું પણ શોધી લાવ્યા છે કે અકાળે સફેદ થતા વાળ હ્રદયરોગના ખતરાની નિશાની છે . ઈજિપ્તની કાહિરા યુનિવર્સિટીના કાર્ડિયોલોજિસ્ટ ઈરીની સેમ્યુઅલે જણાવ્યું કે, અમારા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ઓછી ઉંમર હોવા છતાં વાળ સફેદ થવા જૈવિક (બાયોલોજિકલ) ઉંમરને દર્શાવે છે અને એ હૃદયની બીમારીની ચેતવણીનો સંકેત હોઈ શકે છે. સેમ્યુઅલ કહે છે કે, એથેરોસ્કેલેરોસિસ (એક એવી બીમારી જેમાં હૃહયની આસપાસ લોહીની ઉણપ થવા લાગે છે) અને વાળમાં સફેદી એક જેવી બાયોલોજિકલ પ્રોસેસ હોય છે અને ઉંમર વધવાની સાથે બંનેમાં વધારો થાય છે. મતલબ કે સેમ્યુલ ભાઈની વાત માનીએ તો ઉમર ઉમરનું કામ કરે જ અને એટલે આવે બાલો મેં સફેદી ….!!!

સફેદ વાળ આવે એને આપણે ‘ વાળમાં ચાંદી ‘ આવી એમ કહીએ છીએ . જી હા , ભલેને ઘરમાં ચાંદી હોય કે ના હોય પણ વાળમાં ચાંદી ટાઈમ થાય એટલે આવી જ જાય અને આ ચાંદીનો પણ એક અલગ પ્રભાવ છે . વિદેશોમાં આને ‘ સોલ્ટ એન્ડ પેપર ‘ કહે , મતલબ કે મીઠું અને મરી જેવા રંગના વાળ . પ્રખ્યાત લાઈન છે ને કે ‘ યે બાલ ધૂપ મેં સફેદ નહિ કિયે ‘  મતલબ કે ‘સારા એવા વર્ષોનો અનુભવ લીધો છે, ત્યારે આ વાળ સફેદ થયા છે..એ મુજબ સફેદ વાળ શાણપણની નિશાની છે , સફેદ વાળ અનુભવનો નીચોડ છે , સફેદ વાળ એ સલુકાઇનું સર્ટિફિકેટ છે . ચાંદીના ચમકીલા વાળ જુવાનીયાઓને કદાચ ન ગમે પણ તેનો પણ વટ હોય છે. સફેદ વાળ ધરાવનારાઓ ભલે સીનીયર સીટીઝન હોય કે હજુ ચાલીસીમાં આવેલ વ્યક્તિ પણ આદરપાત્ર ગણાય છે . હા સાવ ૩૦ની આસપાસનો કોઈ વ્યક્તિ સફેદ વાળ લઈને દેખાય તો જરા સલાહો આપવાનું મન થઇ જાય …!!! સફેદ વાળ સોમ્ય્તાની નિશાની છે જો કે સફેદ દાઢી-જટાવાળાઓ કે સફેદ કપડાવાળાઓના કુકર્મોથી આ સફેદીની ચમકાર ક્યારેક ડીમ પડી જતી હોય છે પણ સરવાળે વાળમાં ચાંદી તમે ગમે એટલી રોકશો … ગમે એટલી ડાયું લગાવશો …ગમે એટલા કલર કરાવશો …તો પણ આજે નહિ તો કાલે આખાયે માથાના વાળમાં કે દાઢીમાં ચાંદી કી ફસલ ઉગી જ નીકળવાની એ નક્કી છે …!!! સમય સમયનું કામ કરે કે નહિ ભૂરા ….??? વાળ ધોળામાંથી કાળા કરશે પણ ઉમર ૫૦ માંથી ૩૦ થોડી થવાની હે ….????

વિદેશોમાં તો સફેદ વાળ જૈસે થે રાખવાનો ટ્રેન્ડ છે જોકે એમાં પણ પુરુષો જ આગળ છે . જોકે આપણે ત્યાં કરતા ત્યાં વાળમાં અવનવા કલર્સ વધુ થાય છે આપણે તો એ જ હરીફરીને બ્લેક કે બૌ બૌ તો બ્રાઉન જ …!!!  જોકે હવે તો આપણે ત્યાં પણ સફેદીની ચમકાર સાથે જીવવાનો ક્રેઝ છે . અક્ષય જેવા ફિલ્મસ્ટારો , ધોની જેવા ક્રિકેટરો પણ બિન્દાસ સફેદ વાળ-દાઢી સાથે જાહેરમાં દેખાય જ છે . નાની ઉમરે સફેદી ભોગવતા અમુક લોકોને બાદ કરતા મોટાભાગે સફેદ વાળ એઝ ઈટ ઈઝ લોકો રાખતા થયા છે પણ આમાં મહત્તમ પુરુષો જ છે . સ્ત્રીઓમાં સફેદી જેટલી સંતાડાય એટલી સંતાડવાનો અભરખો પુરુષો કરતા વધુ છે …એમનો વાંક’ય નથી , કલરકામ-ડાઈકામ કે કટિંગ-ફટીગથી કંટાળીએ તો પુરુષો પાસે શું છે કે સફેદીથી બચવાના ઘણા ઓપ્શન છે , દાઢી-મુછ સફાચટ કે ટકો હાથવગો ઉપાય છે જ  …..!!! એની વે ચર્ચા અહી પુરુષો સફેદીથી ડરે છે કે સ્ત્રીઓ એની નથી પણ હકીકત એ છે કે સફેદીની ચમકાર એ ઉમરમાં થતા ફેરફારની નિશાની છે . હા આગળ કહ્યું એમ અવ્યવસ્થિત લાઈફ કે ખોરાક એક કારણ હોય શકે પણ જનરલી વન ફાઈન મોર્નિંગ અરીસાએ બતાડેલો પહેલો સફેદ વાળ આગળ જતા સફેદ સહરાના રણમાં ફેરવાય જવાનો જ છે એવી આગોતરી ચેતવણી તરીકે સ્વીકારીને અમુક હદથી વધુ એને અટકાવવાને બદલે આ ‘ કુદરતી ચાંદી ‘ ને સ્વીકારવામાં જ ‘ સફેદ ‘ મજા છે ….!!!

ઠંડક :

‘સફેદ વાળ એ ગૌરવનો તાજ છે, સત્યને માર્ગે ચાલનારને એ મળે છે.’ – બાઈબલ

 • અજય ઉપાધ્યાય ( ” નમસ્કાર ગુજરાત – ઓસ્ટ્રેલીયા ” – કોલમ ” પરબ ” મેં-૨૦૧૭ )

લબો પે ઉસકે કભી બદદુઆ નહિ હોતી , બસ એક મા હૈ જો મુજસે ખફા નહિ હોતી …..!!!!!

Featured

લબો પે ઉસકે કભી બદદુઆ નહિ હોતી , બસ એક મા હૈ જો મુજસે ખફા નહિ હોતી …..!!!!!

‘ દેખા કરો કભી અપની માં કી આંખોમે , યે વો આયના હૈ જિસમેં બચ્ચે કભી બુઢે નહિ હોતે “ કોઈ અજ્ઞાત શાયરનો આ દમદાર શેર જ કાફી છે માં ના આખાયે વ્ય્ક્તીચીત્રણ માટે. સહી હૈ ના ભાઈલોગ , માં ની આંખમાં બાળક ક્યારેય બુઢ્ઢો નહિ થાય , ગમે એટલો મોટો ( ઉમરમાં ) કે મહાન ( જીવનમાં ) થઇ ગયું હોય તોય બાળક તો માં પાસે  મરતે દમ તક હમેશા નાનો જ રહેવાનો .માં ચાહે ઘરડી થઇ ગઈ હોય કે યુવાન હોય , એનો હલકો માત્ર સ્પર્શ કાફી છે સંતાનને એ અહેસાસ કરાવવા માટે કે ‘ મૈ હું અભી ‘..!! જી હા માં નું હોવું એ જ એક એવો અહેસાસ છે કે પછી કદાચ ભગવાન છે કે નહિ એનો અહેસાસ કરવાની જરાયે જરૂર રહે જ નહિ ..!! ઇન્ફેક્ટ ભગવાને પણ પ્રેમનું સર્જન કર્યું હશે ત્યારે સૌથી પ્રથમ માતા બનાવવાનું વિચાર્યું હશે ! અરે વિચાર્યું શું કામ ? મા એ જ તો છે ઈશ્વરની પ્રીતીનીધી ….ઈશ્વર જ ગણી લ્યો …!!! એક યહૂદી કહેવત છે કે ઈશ્વર સદેહ બધે પહોંચી શકે નહિ તેથી તેણે માતાનું સર્જન કર્યુ. મા ના ખોળામાં જગત આખાનું સુખ . મકરંદ મુસળેનો શેર છે કે  “ બાને ચરણે પ્રણામ બાકી છે , લાગે છે ચારધામ બાકી છે “ માતાના ચરણ એ જ ચારધામની જાત્રા ….!!!! ક્યાય જાવાની જરૂર જ નહિ ..!!

‘ માં એટલે માં અને બીજા વગડાના વા ‘ જી હા , મા ની તોલે કોઈ ના આવે . મા આ એક શબ્દ બોલતા જ  મોઢું ભરાય જાય , હૈયું ભરાય જાય અને જો મા દુર હોય કે સાવ ના હોય તો આંખ્યું ભરાય જાય એવું અદ્ભુત આવરણ અને યાદ છે મા . એનું કારણ છે કે બાળક બોલતા શીખે ત્યારે પહેલો શબ્દ હોય છે ‘ મા ‘ ..!! ‘ મા ‘ આ એક પ્રથમ બોલાયેલા શબ્દથી બાળકનું વિશ્વ શરુ થાય છે અને સદભાગી હોય એને વર્ષો સુધી અનંત , અસ્ખલિત પ્રેમ અને વ્હાલ મળતું રહે છે . ગમે એટલા મોટા થઇ જાવ કે ગમે એટલા દુર હોવ તો પણ કવિ દુલા ભાયા કાગ કહે છે એમ ‘મોઢે બોલું ‘માં’, સાચેય નાનક સાંભરે;મોટપની મજા, મને કડવી લાગે કાગડા ! ‘ . માં એટલે સદાયે સાથે ચાલતું કવચ , માં એટલે એક એવું અભેદ સુરક્ષાચક્ર કે જેને છેદવું દુનિયાની મુશ્કેલીઓ માટે અઘરું છે . મુન્નવર રાણાનો આ શેર વાંચો ‘ અભી જિન્દા હૈ માં મેરી , મુજે કુછ ભી નહિ હોગા ; મૈ જબ ઘર સે નીકળતા હું દુઆ ભી સાથ ચલતી હૈ ‘ માં ની દુઆ , આશીર્વાદ સદાયે સંતાનો પર વરસતા રહેતા હોય છે , ચાહે મા સદેહે હોય કે ના હોય . સુખડના હાર પાછળ છુપાયેલી મા ની તસ્વીર પાસે હાથ જોડીને ઉભા રહો પછી જોજો ગમે એવી મુશ્કેલીમાંથી માર્ગ નીકળી જશે . એ અજરામર છે , એ શાશ્વત છે …!! મા દેહથી મરતી હોય છે પણ એના આશીર્વાદ તો અમર રહેતા હોય છે …એનું માતૃત્વ સદાયે આપણી સાથે રહેતું હોય છે અને એવી રીતે મા જીવતી હોય છે આપણામાં !! ‘ જબ ભી કશ્તી મેરી સૈલાબ મેં આ જાતી હૈ , માં દુઆ કરતી હુઈ ખ્વાબમે આ જાતી હૈ “..!!

મેં મહિનાના બીજા રવિવારે ‘ મધર્સ ડે ‘ યાની કે ‘ માતૃ દિવસ ‘ ઉજવાય છે ‘ ..ઠીક છે પશ્ચિમી સંસ્કૃતિ મુજબ આ ઉજવણી કરાય પણ આપણે તો મા નો મહિમા અનાદીકાળથી ગાઈએ જ છીએ ને..!! અને મા નું ઋણ ચુકવવા કે ‘ માં આઈ લવ યુ ‘ કહેવા એક દિવસ થોડો કાફી છે ? એના માટે તો જન્મોજન્મ ઓછા પડે ..!! પણ સારું છે કમસે કમ એ બહાને પણ મોમને થેન્ક્સ તો કહી શકો છો …ખોટું શું છે ? હાલાકી આજકાલના કોન્વેન્ટીયા કિડ્સ તો વાતેવાતે થેન્ક્સ કહેતા જ હોય છે પણ મા નું ઋણ , એના વાત્સલ્યની કદર કરી શકે એવા કોઈ શબ્દો હજુ સુધી કોઈ ડીક્ષનરીમા નોંધાયા નથી …!! જો કે માં ક્યા કોઈ દિવસ થેન્ક્સની અપેક્ષા રાખતી હોય છે ? એ તો કશી જ અપેક્ષા વગર કુટુંબ અને ખાસ તો બાળકોની દરકાર રાખ્યે જ જવાની …!! મા , બા . મમ્મી , મોમ , મધર … ચાહે કોઈ નામથી પુકારો પણ અંતે તો અર્થ એક જ થવાનો …વાત્સલ્ય …વહાલ…પ્રેમ…લાગણી …!!!! રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે ‘માનો અર્થ દુનિયાની બધી જ ભાષામાં મા થાય છે “ !! મા એટલે મૂંગા આશીર્વાદ , બોલે ઓછું અને સંતાનની સફળતાની કામના વધારે કરે. તમે એની આંખોમાં વાંચી શકો તો ખબર પડે કે સંતાનના દુખ કે સુખની કેટલી ફિકર કે હરખ એને થાય છે. કોઈ પણ હાલતમાં મા હમેશા પોતાના સંતાનોનો ખ્યાલ અને દરકાર રાખતી રહે છે અને યસ આમાં મોર્ડન મમ્મીઓ પણ આવી જ જાય . જમાનો બદલાયો છે , કદાચ માં થી મમ્મી થવામાં દુનિયાની સાથે ચાલવાને લીધે મોડર્ન મમ્મીઓમાં વાત્સલ્ય થોડું ઓછું થયું હશે પણ બાળકની દરકાર કે સંભાળમાં કોઈ કમી નહિ જ આવી હોય . મિત્ર ભાવેશ ભટ્ટ લખે છે એમ ‘ભલે ભર-ઊંઘમાં હો, તોય થાબડતી એ બાળકને!, જગતની સર્વ માને થાકવામાં જોર આવે છે “

પિતાને કહેતા અચકાતી કોઈ પણ વાત મા ને કહી શકો અને મોટાભાગના બાળકો માતાની જ વધુ ક્લોઝ હોય છે કારણ કે મા બીજા કરતા એના બાળકને નવ મહિના વધુ ઓળખતી હોય છે . બાળકનો ચહેરો જોઇને જ જાણી જાય કે કઈક મુશ્કેલી છે એ મા..!! અને મજાની વાત એ છે કે ગમે એવી અભણ મા પાસે પણ કોઈ પણ મુશ્કેલીનો હલ હાજર જ હોય , રસ્તો કાઢી જ આપે ..!! મા એટલે બચપણથી જ દરેક તકલીફોનો રામબાણ ઈલાજ ..!! અરે બચપણથીજ શુકામ ? છેક સુધીના અઘરા સવાલોની અપેક્ષિત / ગાઈડ એટલે મા..!! મા એટલે અસ્ખલિત , અપાર , અનંત મમતાનો હીંચકો જેના પર તમે જન્મથી મૃત્યુ સુધી એકસરખા આનંદથી ઝૂલી શકો … મા એટલે હૃદયનો ધબકાર., જન્મ્યા ત્યારે મા ના ધબ્કારોએ તમને જીવન આપેલું હોય છે અને એ ધબકારો મા ના ગયા પછી પણ તમારા જીગરમાં ધબક્યા કરે … મા એટલે ઘેઘુર વૃક્ષની છાયા, જેની નીચે તમે સંસારના દુઃખરૂપી તડકાઓથી રાહત મેળવો છો …મા એટલે અમૃતકુંભ, જેમાંથી બચપણથી કશુક નવીન, કશુક અનોખું નીકળ્યા જ કરે …નીકળ્યા જ કરે ….મા એટલે કુટુંબની સૂત્રધાર, આખાયે કુટુંબને મજબુતીથી એક તાંતણે બાંધી રાખે એ મા ….મા એટલે જીવનનું સંગીત, સમજણ નું સંગીત , પ્રેમનું સંગીત …મા એટલે સુખદુ:ખની સાથી….મા એટલે વહાલની પરિભાષા…..મા એટલે અદભૂત શક્તિ…..મા એટલે સર્વસ્વ….પોતામાંથી અનેકોમાં વહેચાઈ જાય એ મા … મા એટલે…..જન્મતા જ સ્ફુરેલો શબ્દ સંચારનો પહેલો અક્ષર…..મા એટલે…..પારણાથી પા પા પગલી સુધીની અને પા પા પગલીથી સમાજની સડકો પર પુરપાટ દોડવાની તાલીમ આપતી યુનીવર્સીટી ….!!!! મા એટલે…………..

મા વિષે તો જેટલું કહો , લખો , બોલો એટલું ઓછું છે પણ આજે મધર્સ ડે – માતૃ દિવસ છે ત્યારે એટલું જરૂર કરજો કે મા પાસે બેસવાનું – વાતો કરવાનું અને એને મદદ કરવાનું વધારજો . મા ની હયાતી હોવી એ શું છે એ જાણવું હોય તો જેની મા નથી એવા કોઈને મળી લેજો –ખ્યાલ આવી જશે કે મા ની હયાતી હોવી એ કેટલી સૌભાગ્યની વાત છે . આજે તો હૂતો-હુતીના ફેમીલીવાલો કોન્સેપ્ટ ચલણમાં છે ત્યારે એટલીસ્ટ આજના દિવસે મા ને કમસે કમ એ વાતનો અહેસાસ કરાવજો કે ભલે જિંદગીની કશ્મકશમાં આપણે બંને દુર પડી ગયા હોઈએ પણ ‘ આઈ લવ યુ મા ‘ ..!!! એને સદા સન્માનીએ. કદી એની આંખોમાં આંસું ન આવે તે જોવા એક સાચા સંતાન બની રહીએ અને ઉદાત્ત જીવન જીવવાનો ગર્વ થાય એવા સંતાન બની રહીએ એ જ સાચો ‘ માતૃદિવસ ‘ ..!! આજે વૃદ્ધાશ્રમો મમતાનો આખરી વિસામો બની જતા જાય છે ત્યારે એની હયાતીમાં એની પાસે બેસી લેજો , એની અમીભરી નજર માણી લેજો , એના મૂંગા આશીર્વાદ અંતરમાં ભરી લેજો પછી એના ગયા પછી કરોડો રૂપિયા ખર્ચવા છતાયે એ ખોળો , એ આશીર્વાદ , એ અમીનજર , એ હુંફ , એ લાગણી , એ નેહ નહિ જ મળે એ હકીકત છે …!!. માતૃદેવો ભવ …!!!

વિસામો :

“ મા , વેકેશન એટલે શું ? “ …..” મને શું ખબર બેટા , હું તો મા છું …!!! “ – વાયા વોટ્સઅપ

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૧૪ મેં ૨૦૧૭ )

‘ કડી નિંદા ‘ નહિ પણ ‘ કમરતોડ જવાબ ‘ ની જરૂર છે …..!!!!!

Featured

 ‘ કડી નિંદા ‘ નહિ પણ ‘ કમરતોડ જવાબ ‘ ની જરૂર છે  …..!!!!!

 રાજકારણ ધજાની પૂછડી જેવું હોય છે , ગમે ત્યારે ગમે એ દિશામાં માંડે ફરફરવા અને એમાયે વાત જો સદાશત્રુ પાકિસ્તાનને લગતી હોય તો ગુસ્સો , આક્રોશ અને બેચેની જાયજ જ છે . પાકિસ્તાન કુતરાની પૂછડી જેવું છે એ ક્યારેય સીધું થવાનું જ નથી પણ હા અત્યારે જે રીતે મોદી અને એમની સરકારને લોકોનું ભરપુર સમર્થન છે ત્યારે આ સોનેરી મોકો છે આ કુતરાની પૂછડીને સમુળગી કાપી જ નાખવાનો . પ્રજા પણ એ જ ઈચ્છે છે અને ખાસ તો મોદી જો દિલ્હીની ગાદી કબજે કરવામાં સફળ થયા હોય તો એમાં પાછલી સરકારના ભ્રષ્ટાચાર ઉપરાંત એક મહત્વનો મુદ્દો પાકિસ્તાનને પાઠ ભણાવવાનો જ હતો એ હકીકત છે . પ્રજાને ત્યારે પણ વિશ્વાસ હતો અને આજે પણ વિશ્વાસ છે જ કે મોદી સરકાર પાકિસ્તાન પ્રત્યે કડક પગલાઓ ચોક્કસ લેશે જ અને આઝાદીના સાત સાત દાયકાઓથી કપટ કરતું પાકિસ્તાન કા તો નેસ્તેનાબુદ થશે અથવા તો સખણું બેસશે . પણ આ પગલાં કેવા અને ક્યારે આવશે એના પર સમગ્ર પ્રજાની નજરો ટકેલી છે . હકીકત એ છે કે મોદી સરકાર પાસેથી પાકિસ્તાન પ્રશ્ને પ્રજાને ઉંચી અપેક્ષાઓ છે એવામાં કડક પગલાં લેવામાં થતી થોડીઘણી પણ ઢીલ મોદીની પ્રતિભાને ધીરે ધીરે દાગ લગાવશે એ નક્કી છે . અને હવે વાત સુરક્ષા જવાનો સુધી પહોચી ગઈ છે , નિર્દોષ જવાનો ક્રૂર રીતે મોતને ઘાટ ઉતારી દેવાતા હોય ત્યારે સ્વાભાવિક છે અને પ્રજાનો હક્ક પણ છે કે વડાપ્રધાનને પૂછી શકે કે ‘ આવું ક્યા સુધી ચાલશે ? ‘….’ ક્યારે લેશો બદલો ? ‘  ..’ ક્યારે કરશો તમે આપેલા વચનો પર અમલ ? ‘…!!!

પણ આ તો પાકિસ્તાન …જેનો જન્મ જ ઝગડામાંથી થયો છે એ ક્યાંથી સખણું બેસવાનું , અને ઉપરથી મિયા શરીફની પોતાની નાવ જ હાલકડોલક થતી હોય ત્યારે તો હરગીઝ નહિ . એમાં પણ બધાને ખબર છે કે પાકિસ્તાનમાં સાચું શાશન તો સેનાનું જ ચાલે છે એવામાં ગયા સોમવારે નિયંત્રણરેખા પર પાકિસ્તાની સેનાએ બે ભારતીય જવાનની હત્યા કરીને એમના શરીર સાથે જે દરીન્દગી બતાવી છે એ સાબિત કરે છે કે પાકિસ્તાની સેના ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોને એક અલગ જ દિશા તરફ લઇ જવા માટે ઉત્સુક છે . ઇન્ડિયન એક્સપ્રેસના એક્સક્લુઝીવ રીપોર્ટ મુજબ ૧૭ એપ્રિલે ભારતીય સેનાએ એક અથડામણમાં પાકિસ્તાની સેનાના ૧૦ જવાનને વીંધી નાખેલા એનાથી અકળાયેલા પાકિસ્તાની સેના પ્રમુખે બોર્ડરની મુલાકાત લીધી . આ મુલાકાતના ફળસ્વરૂપે  ગયા સોમવારે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ ભારતીય સીમમાં લગભગ ૨૦૦ મીટર અંદર આવીને , કપટથી બે ભારતીય જવાનની હત્યા કરી એટલું જ નહિ પણ એમના માથા કાપી નાખ્યા . આવું કઈ પહેલીવાર નથી બન્યું , આ પહેલા પણ યુપીએ શાશનમાં હેમરાજ સાથે આવું જ થયેલું . પણ ત્યારે પ્રજા પાસે ત્યારની સરકાર પાસે કોઈ સખ્ત કદમની અપેક્ષા નહોતી જ્યારે આજે માહોલ બદલાયો છે અને મોદી જેવા સક્ષમ નેતામાં પ્રજાએ જે રીતે વિશ્વાસ મુક્યો છે એ જોતા મોદીએ પાકિસ્તાનને સીધું કરવા કૈક તો કરવું જ પડશે કેમકે આ પ્રજાનું દબાણ નહિ પણ પ્રજાની મોદી સરકાર પ્રત્યે અપેક્ષા છે અને અપેક્ષા કરતા અનેકગણું મોદીએ ચૂંટણી પ્રચારોમાં પ્રજાને આપેલું વચન છે . જો એમાં મોદી આ વચન પૂરું કરવામાં  નિષ્ફળ નીવડે તો પ્રજાને ચોક્કસ છેતરાયાની લાગણી થવાની . હા અત્યારે ભારતીય રાજકારણમાં એવા કોઈ સક્ષમ નેતાઓ કે પક્ષો રહ્યા નથી એને હિસાબે ભાજપ અને મોદીને રાજકીય રીતે કદાચ વાંધો ના આવે પણ ‘ ૫૬ ઈંચની છાતી ‘ બતાવવાની આવી તક ચુકી જવા બદલ પ્રજા ક્યારેય માફ નહિ કરે એ કડવું સત્ય છે …!!!

 અત્યાર સુધી શું હતું કે પાકિસ્તાની સેના આતંકીઓને આગળ કરીને આવા કારનામાં કરતી હતી પણ આ પ્રથમ વાર જ થયું કે સીધેસીધી પાકિસ્તાની સેના જ એમાં શામેલ થઇ . આ બતાવે છે પાકિસ્તાની સેનાના દિમાગમાં ગયા સપ્ટેમ્બરમાં ભારતીય સેનાએ કરેલી સર્જીકલ સ્ટ્રાઈકની ખોફનાક અસર હજુ પણ મોજુદ છે . અસલમાં રીપોર્ટસ મુજબ સર્જીકલ સ્ટ્રાઈક પછીથી સ્થિતિ સામાન્ય નથી રહી . આપણી સીમાની અંદર આવીને જવાનોના ગળા કાપવા સુધીની પાકિસ્તાની સેનાની આ હરકત એમ સાબિત કરવા મથે છે કે અમે પણ તમારી સીમામાં આવી શકીએ છીએ. મતલબ કે મુદ્દો હવે ગંભીર થઇ ચુક્યો છે અને પાકિસ્તાની સેનાને વધુ દુસાહસ કરતું અટકાવવા એના પર પ્રહાર જરૂરી બની ગયો છે . આમેય કપટલીલામાં પાકિસ્તાની લશ્કર માહિર છે એવામાં ‘ એક કે બદલે દસ ‘કરવાનો સોનેરી મોકો મોદીના હાથમાં છે . વાત સર્જીકલ સ્ટ્રાઈકની કરીએ તો મોદી સરકારે સર્જીકલ સ્ટ્રાઈકનો મુદ્દો દરેક ચૂંટણીઓમાં ખુબ ઉછળેલો અને એની સફળતાની હિસ્સેદારી માટે પોતાનો ખભ્ભો ખુબ થાબડેલો . ઇવન પ્રધાનમંત્રી મોદીએ ઓલમોસ્ટ દરેક ચૂંટણી સભામાં ગાઈ વગાડીને કહેલું કે પાકિસ્તાનને એમની ભાષામાં અમે જવાબ આપી દીધેલો છે અને જરૂર પડશે તો આવનારા સમયમાં પણ પાકિસ્તાનની નાપાક હરકતોનો જવાબ આવી કે આનાથી પણ આકરી સર્જીકલ સ્ટ્રાઈકથી આપવામાં આવશે . બસ તો દેશની જનતા આજે આવા કરુણ પ્રસંગે પ્રધાનમંત્રીને એ જ યાદ અપાવવા માંગે છે કે હવે સમય આવી ગયો છે પાકિસ્તાનને આખરી અને કમ્મર તોડ જવાબ આપવાનો ….પાકિસ્તાનને એની જ ધરતી પર રગદોળવાનો સમય આવી ગયો છે …ટૂંકી નહિ પણ લાંબી સર્જીકલ સ્ટ્રાઈકનો સમય આવી ગયો છે ….. ‘ કડી નિંદા ‘ બંધ કરીને ‘ કરારા જવાબ ‘ નો સમય આવી ગયો છે અને જરૂર પડે તો ‘ કત્લેઆમ ‘ નો સમય પણ આવી ગયો છે !! પણ હજુ શુક્રવારે આ લખાય છે ત્યારે આવી જધન્ય ઘટનાને ૪ દિવસ વીતી ગયા પછી પણ પ્રજાને હૈયે ટાઢક વળે એવા કોઈ સમાચાર સરકાર તરફથી મળ્યા નથી .

પ્રિય પ્રધાનમંત્રીશ્રી , પાકિસ્ત્તાનની હલકટાઈનો એની જ ભાષામાં જવાબ આપતા તમને રોકે કોણ છે ? ભૂતકાળની એકાદ-બે સરકારને બાદ કરતા આઝાદી પછીની સૌથી લોકપ્રિય સરકાર તમારી છે . પ્રજાનો પ્રચંડ સાથ આ સરકાર સાથે છે જેનો પુરાવો એક પછી એક ચુંટણીમાં ભાજપને મળતી જીત છે . ઇવન ફોર એ ચેન્જ વિપક્ષો પણ પાકિસ્તાન સામેની દરેક સખ્ત કાર્યવાહીમાં તમારી સાથે છે . ચાલો માન્યું કે દુનિયાનો કોઈ પણ દેશ પૂર્ણ યુધ્ધના પક્ષમાં નથી હોતો કેમકે આજકાલ યુધ્ધો મોટાભાગે અનિર્ણિત રહેતા હોય છે અને આધુનિક ટેકનોલોજીને લીધે જાનમાલની ખુવારી ભયંકર થાય છે . પાકિસ્તાન જેવા ભિખારી અને બીજાની મદદ પર જીવતા દેશને તો ઠીક કઈ ફેર નહિ પડે પણ ભારત જેવા વિકસિત દેશ માટે યુદ્ધ એ આત્મઘાતી પગલું જ ગણાય  . ઇવન સુપરપાવર અમેરિકા પણ બચ્ચા જેવા દક્ષીણ કોરિયા પર પ્રહાર કરતા પહેલા છેલ્લા એકાદ મહિનાથી વિચાર કરી રહ્યું છે . એટલે માન્યું કે સાવ યુદ્ધ કદાચ આનો વિકલ્પ નથી પણ કમસે કમ દૂધમલિયા જવાનોના સર કલમ થતા અટકે એવું તો કરવું જ પડે કે નહિ ? ‘ કેરી ‘ અને ‘ શાલ ‘ થી હવે બહાર નીકળવું જરૂરી છે . જન્મદિવસની શુભેચ્છાઓ બહુ થઇ ગઈ , હવે તો મિયા શરીફને મરણનો કાળોતરો મોકલવાનો સમય આવી ગયો છે . પ્રજામાં ઉન્માદ યુદ્ધનો નથી પણ સૈનિકો સાથે થતા અમાનવી કૃત્યોનો આક્રોશ છે . સર્જીકલ સ્ટ્રાઈક પછીથી સૈનિકોના મોતનો સિલસિલો ઘટવાને બદલે વધ્યો છે , કાશ્મીરમાં આતંકી વારદાતોમાં વધારો થયો છે . સવાલ એ નથી કે સરકાર કોઈ કદમ નથી ઉઠાવતી પણ સવાલ એ છે કે આમ છતાં પણ સીમાપાર લોન્ચિંગ પેડ ધમધમતા હોય કે પછી આતંકીઓ બેખોફ લશ્કર અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલાઓ કરી શકતા હોય , સૈનિકોનું સતત અપમાન થતું રહેતું હોય તો સ્વાભાવિક છે કે પ્રજા સવાલ પૂછે જ કે તમે કરો છો શું ? ભારતીય લશ્કર સક્ષમ છે આવા મગતરાઓને ચૂંથી નાખવામાં , જરૂર છે તો ફક્ત રાજકીય ઈચ્છાશક્તિની અને લશ્કર ઈચ્છે છે એ છુટ્ટા દોર ની …પછી જુઓ …!!!!  ચૂંટણીઓ તો આવશે અને જશે ..સરકારો તો બનશે અને તૂટશે ….૧૫૦ માં દસેક સીટો ઓછી આવશે તો ચાલશે …. એકાદ-બે રાજ્યોમાં તમારી સરકાર નહિ બને તો પણ ચાલશે ..જગતના એકાદ બે દેશો તમારી વાહવાહ નહિ કરે તો પણ મંજુર …… પણ આજે નહિ તો કાલે , ઉતાવળથી નહિ તો ધૈય્રથી …કળથી નહિ તો બળથી પણ પાકિસ્તાનને ખોખરું કરવું જ તમારા કાર્યોમાં અગ્રસ્થાને હોવું જોઇશે , આ જ હોવું જોઈએ તમારું ૨૦૧૯ નું વિઝન ….અને આ જ છે ૧૨૫ કરોડ જનતાની લાગણી અને માંગણી…મોદીસરકાર આ લાગણી અને માંગણી જેટલી જલ્દી સમજી શકે એટલું એમના હિતમાં છે !!!

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૭ મેં ૨૦૧૭ )

આજનો સંકલ્પ : વાંચો ,વંચાવો અને વાંચનને વહેચો …..!!!!!

Featured

આજનો સંકલ્પ : વાંચો ,વંચાવો અને વાંચનને વહેચો …..!!!!!

હમણાં જ ૧લી મેં થી અમદાવાદના આંગણે પુસ્તકમેળો શરુ થશે . આ લખનાર એનો નિયમીત મુલાકાતી છે અને મૂળે પત્રકારજીવ હોવાથી ખરેખર આવા પુસ્તકમેળાઓ કેટલા લાભદાયી છે એનું સત્તત નિરીક્ષણ અને સર્વેક્ષણ કરતા રહેવાની ટેવ છે. મોટાભાગે ‘ લખપતિ કેમ બનશો ?’ થી લઈને ‘ સાચું સુખ શેમાં છે ? ‘ ટાઈપના પુસ્તકો વેચતા અને અથવા તો ૧૦૦ માં ૩ લેખે વેચાતી અંગ્રેજી કે હિન્દી છીછરી નવલકથાઓ વેચનારા સ્ટોલવાળા મેળો પત્યા સુધીમાં ભાડું કાઢી લેતા હોવાનું નોંધ્યું છે અને અનેકો પુસ્તકવિક્રેતા દોસ્તો પાસેથી સાંભળેલું પણ છે . એવું નથી કે ખરેખર પુસ્તક કહી શકાય એવી બુક્સનું વેચાણ કરતા સ્ટોલ પર ભીડ નથી હોતી , હોય છે ને પણ એમાંથી ખરેખર કેટલા લોકો સારા – વાંચવા યોગ્ય – વહેચવા યોગ્ય અને વસાવવા યોગ્ય પુસ્તકો ખરીદતા હોય છે એ તો સ્ટોલવાળા ને એક ને જ ખબર હોય છે …!!! આજે ૨૩ એપ્રિલે ‘ વિશ્વ પુસ્તક દિવસ ‘ છે ત્યારે પુસ્તકો પ્રત્યે આપણે કેટલા પ્રેમાળ અને ગંભીર છીએ એનો જવાબ આગળ લખ્યો એ વાતમાં મહદઅંશે આવી જાય છે . જી હા , દોસ્ત કડવું ભલે લાગે પણ આ જ સત્ય છે ….!!! આપણે વોટ્સઅપ અને ફેસબુક વાંચતા થયા ત્યારથી પુસ્તકોના વાંચન સાથે ટ્રીપલ તલ્લાક લઇ લીધા હોય એવું છે .  ભલે બધાએ નહિ લીધા હોય પણ શોશિયલ મીડિયાનું વાંચન અસલી વાંચનને થોડાઘણા અંશે ભરખી રહ્યું છે એ સ્વીકાર્ય હકીકત તો છે જ …!!!

‘ પુસ્તકો આપણા શ્રેષ્ઠ મિત્રો છે ‘ જેવી સુફિયાણી અને શિષ્ઠ વાતો કરતા આપણે ખરેખર પુસ્તક વાંચન અને પુસ્તક પ્રચારમાં હજુ એટલા શ્રેષ્ઠ નથી જ એ પણ હકીકત છે . હજુ પણ પુસ્તકમેળાઓમાં આપણા પગ રસોઈ – બાળ સાહિત્ય – નવલકથાઓ સુધી જ પહોચ્યા છે . સારા અને વસાવી કે વાંચવા જોઈએ એવા પુસ્તકો માટે રૂપિયા ખર્ચવા હાથ ખિસ્સામાં ઓછો જાય છે . પુસ્તક વાંચવું , વાંચીને કોઈની સાથે એને વહેચવું અને પુસ્તકને કોઈને સપ્રેમ ભેટ આપવું એની પણ એક અલગ જ મજા છે , સંતુષ્ટિ છે ..!!! મલ્ટીપ્લેકસની એક ટીકીટ કે રેસ્ટોરન્ટના એક બીલ જેટલી કિમતમાં જ પુસ્તકો પણ મળે જ છે , પણ……..!!! જો કે આ બધા જ્ઞાની કાર્ય કરતા પહેલા તો પુસ્તક વાંચવાની ટેવ હોવી અનિવાર્ય છે અને એમાં પણ ખરેખર કયું પુસ્તક ‘ વાંચી ‘ શકાય એવું છે કે કયું પુસ્તક ‘ વાંચવું જ ‘ જોઈએ એનું એક પુસ્તક કંઠસ્થ કરવું પડે…!!! ઓસ્કાર વાઈલ્ડે કહેલું કે ‘ સારું અને ખરાબ એવું કોઈ પુસ્તક નથી હોતું , એ તો ક્યા તો સારી રીતે લખાયેલું હોય છે અથવા તો ખરાબ રીતે ‘  ફ્રાન્સીસ બેકને પણ કૈક આવું જ પણ જરા અલગ રીતે કહેલું કે ‘કેટલાક પુસ્તકો માત્ર ટેસ્ટ (ચાખવા) માટે હોય છે, કેટલાક પુસ્તકો સીધા ગળી જવા માટે હોય છે, અને કેટલાક પુસ્તકો ચાવીને પચાવવા જેવા હોય છે.’

આ લખનારને બરાબર યાદ છે અને વાંચકોમાંથી પણ ઘણાને યાદ હશે કે પહેલા તો પ્રાથમિકથી જ શાળામાં અમુક સમયે કોઈ સારા પુસ્તકને વિદ્યાર્થીઓમાં વાંચવા માટે અપાતું અથવા તો અઠવાડિયે એક તાસ એવો જ રહેતો કે જેમાં વર્ગમાં કોઈ એક સારા પુસ્તકના વિવિધ ભાગોનું પઠન વિદ્યાર્થીઓ દ્વારા થતું . આજે તો વિદ્યાર્થી જ પોતાની મેળે મોબાઈલમાં વાંચી લે છે ( શું અને કેવું એ તપાસનો વિષય છે !!! ) પણ બાળપણથી જ વાંચનની ટેવ પાડવા માટે શાળાઓ જ શ્રેષ્ઠ કામ કરી શકે . એસ્થર ડેવિડે એક સચોટ વાક્ય કહેલું કે ‘ આપણે લખતા તો શીખવાડીયે છીએ પણ વાંચતા નહિ “ વાત પણ સાચી છે ને ? પણ વાંચતા કેમ શીખવાડાય ? થોડા સમય પહેલા નરેન્દ્ર મોદીએ ‘ વાંચે ગુજરાત ‘ અભિયાન ચલાવેલું . વાંચવા માટે પ્રોત્સાહિત કરવા પણ અભિયાન ચલાવવું પડે એ જ વાંચન અને પુસ્તકોની કમનસીબી કહેવાય જો કે સરકારી પ્રયત્ન અને ઈરાદો સારો જ હતો .

જો કે સાવ એવું પણ નથી કે આપણે વાંચતા જ નથી , ના ભાઈ ના ..!!! શેરબજારના ચોપાનીયા અને આદિકાળની નોવેલો વાંચતો ગુજરાતી વૈશ્વિક સાહિત્ય પણ વાંચતો થતો જાય છે એ પાછલા થોડા વર્ષોમાં આવેલો નવો ટ્રેન્ડ તો છે જ અને બીજું કે શોશિયલ સાઈટ્સ પર ઈ-બુક્સ પર વધતી જતી હિટ્સ એક સુખદ સંકેત છે કે વી આર રીયલી રીડીંગ પણ હજુયે પુસ્તક લઈને વાંચવું એવો ટ્રેન્ડ આવતા વાર લાગશે એવું લાગે છે . જો કે ઓપોઝીશન એવી દલીલો પણ કરી શકે છે કે ‘ ભાઈ તમારે વાંચે એનું કામ છે કે પુસ્તકો પણ ખરીદે એનું કામ ? ‘ વાત સાચી પણ છે જ કે વાંચન વધવું જોઈએ પછી એ ઓનલાઈન હોય કે ઓફલાઈન ..!! પણ હકીકત એ છે કે પુસ્તકના લીસા પાનાં પર ફરતી આંગળીઓ જેવી મજા સ્ક્રીન પર કર્સર ફેરવવામાં તો ના જ આવે ..!!! ઇવન ધો ઓનલાઈન તો ઓનલાઈન પણ વાંચન થતું રહે એ મહત્વનું છે કેમકે જેમ માર્ક ટ્વેઇને કહેલું છે એમ , ‘ જેઓ વાંચતા નથી તેવા લોકો, જેઓ વાંચી નથી શકતાં તેવા લોકો કરતાં જરા પણ ચડિયાતા નથી.’

માર્કભાઈની જ વાતને આગળ વધારીએ તો જેને વાંચન નો શોખ છે અને જે સાવ વાંચતો નથી એ બે વ્યક્તિની ક્યારેક સરખામણી કરી લેજો , ખબર પડી જશે વાંચનનું મહત્વ શું છે એ …!!! વોટ્સઅપના ફોરવડીયા મેસેજો વાંચવા કે ફેસ્બુકની કોપી-પેસ્ટ વોલપોસ્ટો વાંચવી અને અને એક સારું પુસ્તક વાંચવું એ બંનેમાં હાથી-ઘોડાનો ફેર છે ..!! જી હા અને એમાયે કોઈ સારા પુસ્તકને એકી બેઠકે વાંચી કાઢવાની મજા તો અદ્ભુત છે . મિલ્ટન કહ્યું છે,“ પુસ્તકોમાં આત્માનું જીવન છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે.” પુસ્તકોને સજીવ ગણતા એટલે જ મિલ્ટને એમ પણ કહ્યું છે, “પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી.” સિસરોએ કહ્યું છે, “ ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” એટલે કે ઉત્તમ પુસ્તકોને અભાવે મનુષ્ય જ્ઞાનથી વંચિત રહે છે. જ્ઞાન વગરનું જીવન મડદા જેવું નકામું હોય છે. લોકમાન્ય તિલક કહી ચુક્યા છે કે “ હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું માનવું હતું કે “ સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. ”

ઠીક છે વિશ્વભરના મહાપુરુષો અને અઠંગ વાંચનપ્રેમીઓ તો પુસ્તકો અને એના વાંચન વિષે ઘણું કહી ગયા છે પણ હરીફરીને વાત ત્યાં જ આવીને અટકે છે કે આપણે ખરેખર કેટલું વાંચીએ છીએ ? અથવા તો આપણો પુસ્તક પ્રેમ ક્યાં સુધીનો અને કેટલો છે ? શું રવિવાર અને બુધવારની પુર્તીઓથી આગળ પણ કશુક  આપણે વાંચીએ છીએ ? એટલું જ નહિ પણ વાંચ્યા પછી બીજા લોકોમાં વહેચીયે છીએ ? કે કોઈને વાંચવા પ્રોતસાહિત કરીએ છીએ ? શોશિયલ મીડિયા પર મફત મળતા પુસ્તકો વાંચ્યા પછી એનો વધુ પ્રસાર ને પ્રચાર કરીએ છીએ ? સારા પુસ્તકોની ભલામણ કરીએ છીએ ? અને ખાસ તો બાળકોમાં પુસ્તકો અને વાંચનની ભૂખ જગાડવા શું કરીએ છીએ ? લાયબ્રેરીઓ , ઓનલાઈન બુક સ્ટોર્સ પુસ્તકોથી છલોછલ છે , બસ જરૂર છે તો સારા અને અસરકારક પુસ્તકો વાંચવાની અને વંચાવડાવાની આદત પાડવાની . પુસ્તક વાંચનથી કશું જ ગુમાવવાનું નથી એ સત્ય છે કારણ કે જ્યારે તમે કોઈ સારું પુસ્તક વાંચો છો, ત્યારે ગમે ત્યાં દુનિયામાં જ્ઞાનરૂપી પ્રકાશનો દરવાજો ખૂલે છે.’ વાંચો , વંચાવો અને વાંચનને વહેચવાનો સંકલ્પ કરો એ જ ‘ પુસ્તક દિવસ ‘ ની સાચી ઉજવણી હશે …!!!!

વિસામો :

ગુજરાતના અનેક શહેરોમાં અને આપણા ગાંધીનગરમાં મહિનાના પ્રથમ રવિવારે સવારે ૭:૩૦-૯;૩૦ કલાકે ઘ-૪ સર્કલે ‘ પુસ્તક પરબ ‘ નું આયોજન થાય છે , જ્યાં તમે કોઈપણ ૩ પુસ્તકો નિઃશુલ્ક વાંચવા માટે લઇ જઈ શકો છો , એટલું જ નહિ પણ તમારી પાસે રહેલા પુસ્તકોને બીજાના વાંચન માટે ભેટ આપી શકો છો .

 • અજય ઉપાધ્યાય ( ગાંધીનગર સમાચાર – કોલમ ” રઝળપાટ ” ૨૩ એપ્રિલ ૨૦૧૭ )

સ્પેશીયલ , મસાલેદાર , અમીરી , ઘાટો , લીપટન , બાદશાહી ,ગુલાબી…..!!!!!

Featured

સ્પેશીયલ , મસાલેદાર , અમીરી , ઘાટો , લીપટન , બાદશાહી ,ગુલાબી…..!!!!!

આપણા વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે પ્રચાર માટે એક નવી જ તરકીબ નીકાળેલી …” ચાય પે ચર્ચા “..!!! અને કસમ અર્ધી કટિંગની કે આ તરકીબ એટલી હીટ નીવડેલી ને કે જ્યાં જુઓ ત્યાં આ ‘ ચાય ‘ ની જ ચર્ચા ઉકળતી હતી ..આઈ મીન થતી હતી .. ( વડાપ્રધાન પહેલા ચા વેંચતા એટલે કદાચ એમને ચા દ્વારા કેવી રીતે લોકોની ‘ચાહ’ મેળવવી એનો પાક્કો અંદાજો હશે – આ તો એક વાત !! ).એકટર રીશીકપૂરે હમણાં જ એમની બાયોગ્રાફી તરતી મૂકી જેમાં ચિન્ટુબાબા એ બોમ્બ ફોડ્યો છે કે ‘ મને દાઉદે ચા પીવડાવેલી’ મતબલ કે રિશીએ દાઉદ સાથે પણ ‘ ચાય પે ચર્ચા ‘ જ કરેલી …ડોન ભી ચાય પિતા હૈ …હઈઈઈઇ .!!!! દાઉદ સુધી દુર જવું નાં હોય તો હમણાં જ પૂરી થયેલી નોટબંધી વખતે દેશમાં રોકડની અભૂતપૂર્વ અછત વખતે અનેકો નવયુગલો અને એમના પરિવારજનોએ લગ્નપ્રસંગની ઉજવણી અરસપરસ ‘ એક ગરમ ચાય કી પ્યાલીઓ ‘ ટકરાવીને કરેલી …!!!! જેવા ખાંડના ભાવ વધે કે છાપા-મેગેજીન-ટીવીની હેડલાઈન્સ હોય કે ‘ ગરીબોની ચા નો સ્વાદ બગડ્યો …’ – કોઈ એમ નથી કહેતું કે રસગુલ્લા મોળા થયા કે પછી મોહનથાળ ફિક્કો થયો , બધાને આ વખતે ‘ ચા ‘ જ યાદ આવવાની …!!!!! બીકોઝ ચા એટલે ચાહ એટલે ચાહ…..!!!!!! ઓલમોસ્ટ ઇન્ડીયા અને વર્લ્ડની હાર્ટબીટ છે ચા ….એમ માનો કે ચા બંધ થાય તો ઘણા બધાના દિલની ધડકન જ ઈસ્ટોપ થઇ જાય ….!!!!

“ચા બગડી એની સવાર બગડી , દાળ બગડી એનો દિવસ બગડ્યો, સાસુ બગડી એની જિંદગી બગડી !” આ સાસુ અને દાળવાળું તો હમજ્યા મારા ભાઈ કે હજુયે કૈક સેટિંગ થઇ જાય પણ ચાવાળી વાતમાં આપણી હન્ડ્રેડ પરસેન્ટ હા એટલે હા …!!! તમને એમ થાય કે એમાં શું હવે ? બીજી ચા પી લેવાની ..!!! પણ , ના ચા ને લીધે સવાર બગડી એવું ફિલ કરવા માટે તમારે ચા ના અઠંગ બંધાણી હોવું ઘટે …!!! ઘણાની તો આંખ જ ચા પીધા વગર ખુલે નહિ અને ઘણાને ચા વગર સવાર-સવારમાં ‘ પ્રેશર ‘ જ આવે નહિ …!!! ચા ના અનેકો ફાયદા છે , જો કે એમ તો ગેરફાયદા વિષે પણ વૈજ્ઞાનિકો ગાંગરી ગાંગરીને પોકારે છે પણ ચાની મધુર મીધી ઝંકાર સામે એ પોકારો નક્ક્ક્કક્ક્કામાં..!!! સર્વે અને સંશોધનો ભલેને કહે કે ચા પીવાથી આમ થાય ને ચા પીવાથી તેમ થાય પણ તોયે ચા ના કપ પર કપ ગટગટાવામાં આપણે મોખરે છીએ …!!! ચા ના ઔરંગઝેબો તો એવા સંશોધનો પણ કરી લાવ્યા છે કે ચા પીવાથી કેન્સર થાય ….અરે ભૂરા જરાક માપમાં રે …ચા પીવાથી તો સ્ફૂર્તીદેવીના દર્શન થાય …આળસનો રાક્ષસ ભાગી જાય …ટાંટિયામાં જોર અને મગજમાં હળવાશ અનુભવાય …તુ ક્યાં કેન્સર-ફેન્સરની વાતું કરે છે હે …!!!!