ઓનલાઈન ફૂટપ્રિન્ટ : આ ‘ લીકેજ ‘ કિમતી છે !!!!!!!
જેવું તમે ક્યાય ઓનલાઈન કોઈ ઇન્સ્યોરન્સ પ્રીમીયમ જાણવા તમારી ડીટેલ નાખી કે પત્યું બીજી જ મીનીટે જો ઈમેલ આપ્યો હોય તો ઈમેલ પર અને મોબાઈલ નંબર આપ્યો હોય તો એસએમએસ માં કે ઘણી વાર તો ડાયરેક્ટ કોલ કરીને જ માર્કેટિંગ શરુ ……નવી કાર , ફ્રીઝ કે બીજી કોઈ ચીજવસ્તુ લેતી વખતે જો ડીલરને ઈમેલ કે મોબાઈલ નમ્બર આપ્યો તો થ્યું તમને લોનોની ઓફરો આવવાનું થાય ચાલુ ….નવી કાર લેવા કે જૂની વેચવા ક્યાય ઓનલાઈન ઇન્ક્વાયરી માં આવી ચીજો મૂકી તો ફટાક કરતાંક ને તમારા મોબાઈલ કે ઇમેલમાં ઓફરોનો રાફડો ફાટી નીકળે …..!!!! હજુ આમાં તો તમારા ઈમેલ માં ‘ તમે જીત્યા છો ૧૦ કરોડ ‘..’તમને મળી છે આઈટી ની નોટીસ ‘…’ તમને મફતમાં મળે છે નવું ક્રેડીટ કાર્ડ ‘ વગેરે વગેરે જેવા સ્પામ ઈમેલ કે ‘ હાય હું છું ફલાણી …મારી સાથે દોસ્તી કરશો ‘…’ તમારા માટે ફલાણી ઓનલાઈન શોપિંગએપમાં જમા થયા છે ૧૦૦૦ પોઈન્ટ્સ ‘…’ તમારો ઓનલાઈન પાસવર્ડ હેક થયો છે બદલવા ક્લિક કરો આ લીંક’…જેવા સ્પામ એસએમએસ નો રાફડો ફાટી નીકળે તમારા મેસેજ બોક્ષમાં …!!! અને હા આ બધા ઉપરાંત ‘ અનાથ બાળકોને મદદ કરો ‘…’ તમને મળે છે સસ્તી લોન ‘….’ સર તમારે કાર લેવાની છે તો અમારી પાસે છે આકર્ષક ઓફર ‘ જેવા વણમાંગ્યા ઇરીટેટીંગ ટેલીફોન કોલ્સ તો લટકામાં ….!!!
સાલું આપણને થાય કે હજુ તો ફ્રીઝ ઘરે પણ નથી પહોચ્યું ત્યાં લોનો મળવા માંડી ..જબરું ઝડપી તંત્ર છે આ લોકોનું …!!! પણ સાથે સાથે એ વિચાર પણ આવે કે આપણો નમ્બર કે ઈમેલ આટલી જલ્દી માર્કેટમાં ફરવા કેમનો માંડ્યો …? કેમકે જ્યાં પણ આ આપેલો ત્યાં તો ગેરેંટી આપેલી કે ‘ વી વિલ નોટ યુઝ યોર પર્સનલ ડીટેલ ‘….તો આ થયું કેમનું ? તો ભાઈઓ ઓર બહેનો આ છે આજના જમાનાની લેટેસ્ટ ચોરી ટેકનીક …જીસકો હમ બોલતે હૈ ડેટા ચોરી …!!! ડેટા લીક એવા રૂપાળા હેડીંગો તો વારતહેવારે નહિ પણ લગભગ રોજબરોજ વાંચવા મળે જ છે . ઓનલાઈનની આ નવી અને એકદમ ભયંકર માયાજાળ છે અને આ માયાજાળનો ભોગ હું ને તમે વારંવાર બનીએ છીએ . ફોન કરીને પીન નંબર માંગીને ખાતામાંથી રૂપિયા ઉપડી જાય એવા બનાવો ના બને ત્યાં સુધી આપણે આને હલકામાં લેવાના જ અને બીજો કોઈ છૂટકો છે પણ નહિ કેમકે ડીજીટલ દુનિયામાં આપણી ફૂટપ્રિન્ટ લગભગ માઉસની દરેક ક્લિક પર ચારેકોર પથરાતી જતી હોય છે અને અઘરી વાત એ છે કે એ ફૂટપ્રિન્ટ જ ચોરોને આપણા તરફ પહોચાડી દેતી હોય છે .
અત્યારે ફેસએપ નામની મોબાઈલ એપ ધૂમ મચાવી રહી છે . માણસને જુવાન થવાની ઘેલછા હોય પણ આ એપ દ્વારા એ પોતાને ૨૦-૩૦ વર્ષ પછી કેવો દેખાશે અને કેટલો બુઢ્ઢો દેખાશે એનો હુબહુ ચિતાર આપે છે . લોકોને મજા પડી ગઈ છે …એપ ના ફિલ્ટર વડે પોતાનો બુઢાપાનો ફોટો બનાવી બનાવીને અપલોડ કર્યા જ કરે છે અને આમાં શું આમ કે શું ખાસ ? ભલભલા સેલેબ્સ પણ સામેલ છે . સારું છે , ઇટ્સ ફન પણ સાયબર નિષ્ણાતો કહે છે કે આ એપ તમારો ડેટા ચોરે છે . હવે તમે એમ કહેશો કે એમાં નવું શું છે ? મોબાઈલ કે નેટ પર અવેલેબલ દરેક એપ અને લગભગ બધી જ શોશિયલ નેટવર્કિંગ સાઈટ ડેટા ચોરે જ છે . કેમ હજુ હમણાં જ કેમ્બ્રિજ એનાલેટીકા અને ફેસબુકની મિલીભગત વાળી ડેટાચોરી નહોતી પકડાઈ ? જો કે આ ફેસબુક ડેટાચોરી પ્રકરણમાં લેટેસ્ટ એ છે કે અમેરિકાની યુએસ ફેડરલ ટ્રેડ કમીશને ૩૫ હજાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે . તમે ઓહો અને અધધધ એમ બોલીને મો પહોળું કરો એ પહેલા જણાવી દઉં કે ફેસબુક આ રકમ હસીખુશી ભરવા તૈયાર છે …!!! પૂછો કયું ? એ એટલા માટે કે આ ડેટાલીકથી ફેસ્બુકે કમાયેલી રકમનો આ માંડ ત્રીજો ભાગ છે એમ કહી શકાય . ઇવન ફેસ્બુકે આને પુરવાર કરતું નિવેદન એમના શેરહોલ્ડર માટે આપેલું કે ‘ ડોન્ટ વરી , આ રકમ આપણે પહેલેથી જ સાઈડમાં મૂકી રાખેલી – ફિકર નોટ “..!!! છે ને ડેટાચોરીના ધંધામાં ઘી-કેળા …!!!!
ઓકે બેક ટુ ફેસએપ એન્ડ અધર …!!! અસલમાં શું છે કે લગભગ દરેક એપ તમારા કોન્ટેક્ટ – ગેલેરી અને બીજી ચીજોનું એક્સેસ માંગી જ લે છે એટલે યુઝર્સ આ ફેસએપની બબાલમાં એમ જ પૂછે છે કે આમાં નવું શું છે ? બધા એપ આવું જ લખાવી લે છે . અમેરિકન સેનેટરે ફેસએપની ગોપનીયતા માટે કદાચ એટલે સવાલો ઉઠાવ્યા હશે કે આ એપ રશિયન છે અને ટ્રમ્પની ચૂંટણીમાં રશિયન સાઈબર કાફલો ચર્ચામાં હતો જ . ખેર જે હોય તે પણ એ હકીકત છે કે આ અને આના જેવા બીજા એપ્સ આપણી પર્સનલ માહિતીઓ સતત એકઠી કરતા રહેતા હોય છે . જો કે એપ ઇન્સ્ટોલ કરતી વખતે એક્સેસ આપવા માટે વિનંતી કરતા ટર્મ્સ એન્ડ કન્ડીશન કોણ વાંચવાનું છે ભલા ? જો ના વાંચતા હોવ ( એ શક્ય પણ નથી ) તો ખાલી નમુના માટે ફેસએપ ની ટી એન્ડ સી જ વાંચી લો . લખ્યું છે કે ‘ ફેસએપ ને હું અનુમતી આપું છું કે એ કોઈ પણ સામગ્રી અવાજ-ફોટો – ઓળખાણ – અંગત માહિતીનો ઉપયોગ ( મને પૂછ્યા વગર અને ક્યાય પણ ) કરી શકશે ‘ યુઝર્સ અને સાઈબર નિષ્ણાતો તો આથી આગળ વધીને એમ કહે છે કે યુઝર્સની ગેલેરી – મેસેજીસ-ઈમેલ-લોગીન બધું જ આ એપના હવાલે છે …!!! જો કે દરેક એપ ડેવલપર એમ કહીને છટકી જતા હોય છે કે આ માહિતી અમે અમારા એપની બહેતરી અને યુઝર્સને વધુ સારી સેવા આપી શકીએ એ માટે વાપરીએ છીએ પણ જગત ગવાહ હૈ કે આ સદંતર ખોટું છે …છે ને છે જ !!!
ખેર વાત ખાલી ફેસએપની નથી પણ ટીકટોક ને હેલો જેવા એપ પર પણ પસ્તાળ પડી જ રહી છે અને ડેટાચોરીની આ વાત વધુ ગંભીર બનશે કે નહિ એ ખબર નથી પણ હકીકત એ છે કે ઓનલાઈન ડેટાચોરી હવે આમ વાત થઇ ગઈ છે . સી સ્પામ લીંક અને ઓનલાઈન ફ્રોડ અલગ વાત છે કેમકે ઓનલાઈન ફ્રોડને તો કદાચ ટ્રેસ પણ કરી શકાય છે જ્યારે અહિયાં યુઝર્સની જાણબહાર એનો પર્સનલ ડેટા એવી રીતે બહાર વેંચાય છે કે એને તો ખબર પણ નથી હોતી . જો કે મોટાભાગના યુઝર્સ એમ કહી બેસતા હોય છે કે આપણી માહિતીઓમાં શું કમાઈ લેવાનું છે ? પણ હકીકત એ છે કે આવી માહિતીઓ અનેકો કામમાં વપરાય છે . ટેલી-માર્કેટિંગ કે ઈમેલ માર્કેટિંગ તો આનો એક ભાગ છે જ પણ એ સિવાય રાજકીય-આમાજીક-આર્થિક સર્વેક્ષણો માટે આવી માહિતીઓની ધૂમ માંગ છે . જે તે દેશ-સમાજ કે સમૂહના રાજકીય-સામાજિક-આર્થિક ટ્રેન્ડ જાણવા માટે આ માહિતીઓ અતિકીમતી તો છે જ . જો કે ક્રાઈમ સોલ્વ કરવાના ક્ષેત્રે પણ આવી ચોરી ઉપયોગી થઇ રહી છે તો કોઈ નવા સુધારા માટે પણ ઘણા ઓર્ગેનાઈઝેશન આવી માહિતીઓનો ઉપયોગ કરે છે . સાઈબર નિષ્ણાતો વાતચીત માટે સિક્યોર એપ વાપરો , સોફ્ટવેર અપડેટ રાખવો , ક્યા એપ્સે તમારી પર્સનલ ડીટેલ એક્સેસ કરવાનો હક્ક લીધો છે એની સમીક્ષા કરતી રહેવી , પાસવર્ડ મેનેજર વાપરવું કે પબ્લિક વાઈફાઈ વખતે સાવચેતી રાખવી જેવા ઉપાયો બતાવતા રહે છે પણ હકીકત એ છે કે ગમે એટલું ધ્યાન રાખો પણ તમારી ઓનલાઈન ફૂટપ્રિન્ટ તો છપાતી જ રહેવાની અને લાખ સિક્યોરીટી કરો તો પણ તમારો ડેટા વધતા ઓછા અંશે લીક થતો જ રહેવાનો …જ્યાં સુધી ડેટા પ્રોટેક્શન નો કોઈ કડક કાયદો ના બને ત્યાં સુધી સગવડ સાથે અગવડો તો આવવાની જ ….અને આવામાં તમારી અંગત માહિતીઓના એક્સેસ આપવામાં ખુદ કી અક્કલ લગાવો એ જ બેટર અને બેસ્ટ ઓપ્શન છે !!!!
વિસામો :
આ પહેલા 2012માં યુઝર્સની અંગત માહિતીઓ ઇધર-ઉધર કરવા માટે ગૂગલ પર 154 કરોડનો દંડ ફટકારાયો હતો